Shuru
Apke Nagar Ki App…
બોટાદ જિલ્લાના અલગ-અલગ 3 પોલીસ સ્ટેશનના મોટર,મો.સા. ચોરીના 9 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધા:SP એ આપી માહીતી
Vopul luhar
બોટાદ જિલ્લાના અલગ-અલગ 3 પોલીસ સ્ટેશનના મોટર,મો.સા. ચોરીના 9 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધા:SP એ આપી માહીતી
More news from Botad and nearby areas
- Post by Vopul luhar1
- તાહિરમામા આમલેટ, જમજમ નોનવેજ નાસ્તા હાઉસ, મીયા સમોસા નામના ફુડ પોઈન્ટ પર ચેકિગ દરમ્યાન ઘર વપરાશ ના પાંચ સિલિન્ડરો મળી આવ્યા.. ઘર વપરાશ માટે વપરાતા ડોમેસ્ટિક સિલિન્ડર નો કોમર્શિયલ તરીકે કરતા હતા ઉપયોગ.. SOG પોલીસે પાંચ સિલિન્ડર કબ્જે કરી આગળની કાર્યવાહી માટે મામલતદારને સોપેલ..1
- ગાયના ગોબર તથા મુત્ર જમીનને ફળદ્રુપ બનાવવા મદદરૂપ: ખેડૂતોના મિત્રો અળસિયા જળસંચય અને પાક માટે મદદરૂપ હાલમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન સન્માન નિધિ” યોજના અંતર્ગત ભારત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને આસામ રાજ્ય સરકારના કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આસામના ગુવાહાટી ખાતેથી કિસાનોને ૨૨મો હપ્તો હપ્તો ચુકવવામાં આવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ ભારતભરના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બોટાદની એ.પી.એમ.સી.ખાતે આશરે ૨૫૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજ વસ્તુઓથી જમીન તથા વ્યક્તિના શરીરને થતાં ફાયદાઓ અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, વધુમાં કિસાનોને જણાવવામાં આવ્યું કે, ગાયના ગોબર, ગૌમૂત્ર તેમજ ગાય આધારિત ખેતી જમીનની ફળદ્રુપતા વધારવા ખુબ જ મદદરૂપ થાય છે. જમીનમાં રહેલા અળસિયા પાકને તથા જમીનની ગુણવતા લાંબા સમય સુધી ટકાવી રાખે છે. સાથોસાથ અળસિયા ખેતરના ભૂર્ગભ તળને સાજા કરે છે એટલે કે જળસંચય માટે ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. તેમજ પ્રાકૃતિક ચીજ વસ્તુઓ માનવ શરીરને તંદુરસ્ત અને નીરોગી બનાવે છે તે અંગેની માહિતી કિસાનોને આપી હતી તથા પ્રાકૃતિક કૃષિના અભિગમને વધુને વધુ કિસાનો અપનાવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- જસદણ તાલુકાના આટકોટ માં દસ ગામનાં લોકો માટે સેવા સેતુ નું આયોજન કરવામાં આવ્યું જસદણ તાલુકાના આટકોટ વિરબાઈ માં કન્યા શાળામાં માં રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓનો લાભ ગ્રામ્ય કક્ષાએ વિના મૂલ્ય તે જે દિવસે સ્થળ પર જ પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ દસ ગામના લોકો ને લાભ મળે જેમાં આટકોટ જંગવડ વીરનગર જસાપર ખારચીયા નાનીલાખવડ ચીતલીયા ગુંદાળા પાંચ વડા બળધોઈ ગામના લોકો ને આ સેવા સેતુ કાર્યક્રમ માં લાભ મળશે જેમાં કુપન ની કામગીરી આધારકાર્ડ આરોગ્ય વિભાગ આંગણવાડી વિભાગ સહિતના જસદણ નાં વિવિધ વિભાગો નાં કર્મચારીઓ હાજરી આપી હતી જેમાં જસદણ નાં મામલતદાર ટીડીઓ સહિત ઉપસ્થિત વિવિધ આટકોટ જંગવડ ગુંદાળા પાંચવડા વીરનગર સહિત નાં ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા લોકો આધારકાર્ડ કુપન સહિત લાઈનો લાગી હતી નાનાં બાળકોને આધારકાર્ડ સહિત કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમની વડીલો પાર્જીત જમીનમાં વાવેતર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેવામાં ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ પોતાને રૂપિયાની જરૂરી હોવાથી કુંભારપરા વિસ્તારમાં રહેતા શની રમેશભાઈ લામકા પાસે છ લાખ રૂપિયાની મદદ માટે જણાવ્યું હતું જેને લઈ બે દિવસ બાદ શની લામકા અને સંજયભાઈ મનુભાઈ સરૈયાએ પ્રેમજીભાઈને છ લાખ રૂપિયા હાથ ઉછીના આપી લખાણ કરવાના બહાને રજીસ્ટર પાસે લઈ જઈ અંગ્રેજીમાં પાવર ઓફ એટર્નીમાં સહી કરવી લઇ બાદમાં જમીનનો ૨૫ ટકા હિસ્સો સુરેશભાઈ નાનુભાઈ રાતડિયાને વેચાણ કરી આપ્યો હતો જ્યારે આ અંગે પ્રેમજીભાઈને જાણ થતા પોતાને અંધારામાં રાખી ૨૫ ટકા જમીનનો દસ્તાવેજ રોકવા માટે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો જ્યારે છ લાખ રૂપિયા આપવાના બદલામાં છેતરપિંડી આચરનાર શનિ રમેશભાઈ લામકા, સંજય મનાભાઈ સરૈયા, સાક્ષીમાં સહિત કરનાર ચંદ્રેશ ગોપાલભાઈ ગોલતર તથા જમીન ખરીદનાર સુરેશ નાનુભાઈ રાતડીયા વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલોક મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.1
- જય અખંડ ધણી1
- આજે તારીખ 16 માર્ચના રોજ ભાવનગર મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે હર્ષદ પટેલે રવિવારે સત્તાવાર રીતે ચાર્જ સંભાળતા મનપામાં વહીવટદાર શાસનની શરૂઆત થઈ છે. ચાર્જ સંભાળ્યા બાદ હર્ષદ પટેલે મહાનગરપાલિકા કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં શહેરના વહીવટી કામકાજ, ચાલી રહેલા વિકાસકાર્યો અને નાગરિક સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવા વહીવટદારના ચાર્જ સંભાળતા મનપાના પ્રશાસનમાં હવે વધુ ગતિ આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.1
- Post by Vopul luhar1