Shuru
Apke Nagar Ki App…
મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો
Ertgul
મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો
More news from ગુજરાત and nearby areas
- મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો1
- વિરપુર અર્બન સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ,અર્બન બેંકમાં શુકલ પરીવારનો દબદબો યથાવત્ મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલ અને બેંકના ચેરમેન ભૂપેન્દ્રકુમાર મહેતાની આગેવાની હેઠળની સુશિક્ષિત પેનલનો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ પરિણામ સામે અર્બન બેંકમાં શુકલ પરીવારનો દબદબો ત્રણ દાયકા બાદ પણ યથાવત્ જોવા મળ્યો છે. વિરપુર અર્બન સહકારી બેંક લીની ઓગસ્ટ - ૨૦૨૬ ની વ્યવસ્થાપક-કમિટીની ચૂંટણીમાં મોટો સહકારી સુમેળ જોવા મળ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન મુકેશભાઈ શુકલ તથા બેંકના ચેરમેન અને વિરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભૂપેન્દ્રભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ એક સુશિક્ષિત પેનલ સર્વાનુમતે નક્કી કરવામાં આવી હતી. આ નક્કી કરાયેલી આખી પેનલ સામે અન્ય કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી સદર પેનલ બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવી છે. બિનહરીફ વરણી થતાં જ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને બેંકના સભાસદોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.સહકારી ક્ષેત્રે અગ્રેસર એવી વિરપુર અર્બન સહકારી બેંક લી.ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં બેંકના હિત અને સુચારુ વહીવટ માટે મહીસાગર જિલ્લાના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલ તથા બેંક ચેરમેન ભૂપેન્દ્રકુમાર મહેતાની આગેવાની હેઠળ ૧૨ સભ્યોની મજબૂત અને સુશિક્ષિત ઉમેદવારોની પેનલ જાહેર કરાઈ હતી. આ ઉમેદવારો સામે અન્ય કોઈ સભાસદોએ ઉમેદવારી ન નોંધાવતા સમગ્ર પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી છે. આ નવનિયુક્ત કમિટીમાં જનરલ કેટેગરીની ૯ બેઠકો, મહિલા અનામતની ૨ બેઠકો તેમજ નાના અને સીમાંત ખેડૂત કેટેગરીની ૧ બેઠકનો સમાવેશ થાય છે, જે તમામ પર વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે... બિનહરીફ વિજેતા ઉમેદવારો (બોક્સ) ભૂપેન્દ્રકુમાર રમણલાલ મહેતા, માર્ગેશકુમાર ચંદ્રકાંતભાઈ શુકલ, સ્મિતાબેન ભૂપેન્દ્રકુમાર જયંતિલાલ મહેતા, દેવ્યાનીબહેન દિલીપકુમાર શુકલ, રાજેશકુમાર મોહનલાલ જયસ્વાલ, ડો. આશિષકુમાર રતિલાલ પટેલ, પ્રજ્ઞેશકુમાર રોહિતભાઈ શુકલ, અશ્વિનકુમાર ઓચ્છવલાલ શેઠ, અશોકકુમાર મણિલાલ દેસાઈ, હરીશકુમાર ચંપકલાલ જીનગર, ડાહીબેન ચીમનલાલ પટેલ, અબ્દુલકૈયમ રસુલભાઈ શેખ.2
- મહીસાગર: લુણાવાડામાં ઈદે મિલાદુન્નબીનું જુલૂસ હર્ષોલ્લાસ સાથે નીકળ્યું લુણાવાડા, મહીસાગર આજે રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઈસ્લામ ધર્મના મહાનુભાવ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મદ્રેસાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર જુલૂસ દરમિયાન શાંતિ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી બદલ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જુલૂસ લુણાવાડાના હુસેની ચોકથી પ્રસ્થાન થઈ આસ્થાના બજાર, માંડવી બજાર, જવાહર રોડ, માધવાસ દરવાજા, મોડાસા ફળી થઈ પરત હુસેની ચોક ખાતે પહોંચી સમાપન થયું હતું. જુલૂસના માર્ગમાં ઠેર-ઠેર લોકો દ્વારા ઠંડા પાણી, સરબત, કોલ્ડ્રીંક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. અંતમાં મુસ્લિમ સમાજ વતી મહીસાગર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.4
- ખેડબ્રહ્માની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો ખેડબ્રહ્માની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો ડી.ડી. ઠાકર આર્ટસ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે તારીખ ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ 'પોલીસ અધિક્ષકની કચેરી - સાબરકાંઠા', 'નવોદય મિશન ટ્રસ્ટ - ગાંધીનગર' અને કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રા. ડૉ. એમ.બી. પરમારે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહજી ગોહિલ અને અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહજી ગોહિલ તથા ખેડબ્રહ્મા ડિવિઝનના ડી.વાય.એસ.પી. શ્રી કુલદીપકુમારે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને લક્ષ્યપ્રાપ્તિ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડયું હતું.આ સમારોહમાં કોલેજના કેમ્પસ ડાયરેક્ટર શ્રી એન.ડી. પટેલ, નવોદય મિશન ટ્રસ્ટના શ્રી દાનીભાઈ. શ્રી જયેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી જયેશભાઈ. એન.સી.સી. ઓફિસર પ્રા. ડૉ. કેતનભાઈ ભોઈ સહિત કોલેજ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ તેમજ એન.સી.સી. કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. ડૉ. હરપાલસિંહ ચૌહાણે કર્યું હતું. જ્યારે અંતમાં આભાર વિધિ એન.સી.સી. ઓફિસર પ્રા. ડૉ. જમનાબેન ગામેતી દ્વારા કરવામાં આવી હતી.2
- વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર: પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબીના અવસરે વિજાપુરના સાઈનાથ કોમ્પલેક્ષ ખાતે વિજાપુર લારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ન્યાઝમાં શિરકત કરી હતી. આયોજક મોહસીન અલીએ જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતાં આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે ૪૦ ડેગ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને ન્યાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલીએ વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ વાત એ રહી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ સાઈનાથ કોમ્પલેક્ષ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. એડવોકેટ તંજીલ અલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પયગમ્બર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નતના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આયોજકો, કાર્યકરો અને યુવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી. જાગૃતિ નો જંગ | વિજાપુર ની ખબર1
- કાલોલ ખાતે ઇદે મિલાદુન નબી નો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે શાંતિ ભર્યા માહોલમાં મનાવાયો. હજારો મુસ્લીમ બિરાદરો જૂલુસ માં જોડાયા. ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ પેગંબર સાહેબના ૧૫૦૧ મી યૌમે વીલાદત (જન્મજયંતી) ના મોકા પર વહેલી સવારે પાંચ વાગ્યા સુમારે એકત્રિત થઈ જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં નાતશરીફ અને સલાતોસલામ પઢી પેગંબર સાહેબના મુએ મુબારક એટલે બાલ મુબારક ના દીદાર કર્યાં હતાં ત્યારબાદ બપોરે જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને ઇદે મિલાદ નું ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના ગુલામ ગૌષ રઝવી દ્રારા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં અમન શાંતિ, સલામતી માટે ખાસ દુવાઓ સાથે પયગંબર સાહેબની જન્મજયંતિ ની મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ આર.એમ. મોહનીયા, પીએસઆઇ એસ આર મકવાણા સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી અને હોમગાર્ડ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.2
- આ રક્ષાબંધન Shopping કરો અને સાથે મેળવો ખાસ Gift! Hare Krishna Mall લઈને આવ્યું છે Raksha Bandhan Special Offer! ₹100થી વધુની ખરીદી પર Steel Product એકદમ FREE! ઘરની જરૂરિયાતનો સામાન હોય કે તહેવારની Shopping — મેળવો સારી Choice, સારો ભાવ અને સાથે ખાસ Festive Gift! Hare Krishna Mall, મહિસાગર, ગુજરાત Free Gift ઉપલબ્ધતા અને લાગુ પડતી Offerની શરતોને આધિન રહેશે. Hare Krishna Mall — Better Choice, Better Life. ❤️1
- અંધશ્રદ્ધાની આડમાં માસૂમની હત્યા! ઈડર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો..! ઈડર તાલુકાના સમલાપુર ગામમાં બે દિવસથી ગુમ 8 વર્ષીય કેવલજી ઠાકોરની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી છે. જમીન-પ્લોટના વિવાદ અને અંધશ્રદ્ધાની માન્યતાને પગલે બાળકીનું અપહરણ કરી કૂવામાં ફેંકી હત્યા કર્યાની કબૂલાત આરોપીએ કરી હોવાનું પોલીસનું કહેવું છે. વધુમાં, એક વર્ષ અગાઉ મૃત હાલતમાં મળેલા કેવલજીના મોટા ભાઈ અમિતજી ઠાકોરના મોત અંગે પણ પોલીસે ફરી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓના મોત પાછળ એક જ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.1