logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

માંડલ તાલુકાની ૬ શાળાઓને ૨૫ સીલીંગ ફેન, બે શાળાઓમાં સાઉન્ડ સીસ્ટમ ભેટ આપવામાં આવી : કચેરીમાં પ્લાસ્ટિકની ચેરની સુવિધા ઉભી કરી માંડલ તાલુકાની ૬ શાળાઓને ૨૫ સીલીંગ ફેન, બે શાળાઓમાં સાઉન્ડ સીસ્ટમ ભેટ આપવામાં આવી : કચેરીમાં પ્લાસ્ટિકની ચેરની સુવિધા ઉભી કરી ૪૩ પ્રાથમિક શાળાના મધ્યાહ્ન ભોજન રસોડે ગેસના સગડા અપાયાં : મામલતદારે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુવિધા ઉભી કરાવી (માંડલ) માંડલ મામલતદાર વી.જી.રાવલ દ્વારા સેવા એજ સાચી સમાજ સેવાના આ સુત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. માંડલ તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની શિક્ષણ સાથેની વિશેષ પ્રતિભા, આત્મવિશ્વાસ અને સર્વાંગી વિકાસ થાય તેને લઈ કેટલીક જરૂરી સેવાઓ ઉભી કરાઈ છે. શાળાઓમાં સીલીંગ ફેન, મધ્યાહ્ન ભોજનના રસોડામાં ગેસના સગડાં અને સરકારી કચેરીમાં પ્લાસ્ટિકની ખુરશીઓની વ્યવસ્થા ઉભી કરી છે. સ્વામીજી આશ્રમ ખાતે મામલતદારના માર્ગદર્શન, પ્રેરક વિચારોની સાથે દાન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડલની રાણીપુરા અને આનંદપુરા પ્રાથમિક શાળાની અંદર રૂપિયા ૨૫ હજારના ખર્ચે બે નવી સાઉન્ડ સીસ્ટમો વસાવી આપવામાં આવી અને શાળાના આચાર્યોને આ સાઉન્ડ ભેટ અર્પણ કરવામાં આવ્યું હતું. શાળાની અંદર નિત્ય થતી પ્રાર્થનાઓ, વાર તહેવારોમાં થતાં કાર્યક્રમો અને અનેકવિધ કાર્યક્રમોમાં આ સાઉન્ડ સીસ્ટમનો ઉપયોગ થશે. સાથે જ ગ્રામ્ય વિસ્તારના શીણજ પ્રાથમિક શાળામાં ૬, વિછણમાં ૩, ઈન્દિરાનગરમાં ૩, વરમોરમાં ૫, બજાણીયાપુરામાં ૩ અને માનપુરા શાળામાં ૫ એમ મળીને કુલ-૨૫ જેટલાં સીલીંગ ફેનની ભેટ અર્પણ કરવામાં આવી છે. તદપરાંત ૪૩ જેટલી ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ચાલતાં મધ્યાહ્ન ભોજન રસોડામાં ૪૩ જેટલાં ગેસના સગડાઓ ભેટ આપવામાં આવ્યાં છે. શીણજ શાળાની અંદર મોર્ડન કિચન બનાવવાના હેતુથી મામલતદાર દ્વારા ૩૦ લીટરનું કુકર તથા ૫૦૦ વોલ્ટનું મીક્સર પણ ભેટ આપવામાં આવ્યું છે. મામલતદાર કચેરીમાં તલાટી,સરપંચો અને આગેવાનો સાથે વારંવાર કરવાની થતી મીટીંગોને લઈ કચેરીમાં પણ વધુ સવલતતા ઉભી થાય તે માટે પ્લાસ્ટિકની ખુરશીઓની વ્યવસ્થા સ્વખર્ચે ઉભી કરાઈ છે. મોટાભાગે સરકારી અધિકારીઓ પોતાના વતનથી દુર નોકરીએ જતાં હોય છે, અન્ય તાલુકા-જિલ્લાની કચેરીઓમાં નોકરી કરતાં હોય છે જેથી સ્વાભાવિક છે કે જેતે તાલુકા અને ગામમાં કચેરીઓ હોય તે ગામની અંદર અધિકારીઓને જોઈએ તેવો લગાવ હોતો નથી, અધિકારીઓ માત્ર કચેરીઓમાં પોતાની ફરજ પુર્ણ કરીને અપડાઉન માટે નીકળી જતાં હોય છે. પરંતુ માંડલના આ મામલતદારે ફરજની સાથે સમાજ સેવાનું પણ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. પોતાના કારકીર્દી વિસ્તારમાં તેમને લોકોની ચિંતા ખરેખર કરી છે. મામલતદાર પોતાની ફરજ દરમ્યાન ફિલ્ડ વીઝીટો કરતાં હોય, તેમને અવારનવાર આ બધી શાળાઓમાં જવાનું થતું હોય છે. શાળાઓ સરકારી વ્યવસ્થાપનથી ચાલતી હોય, તેની ગ્રાંટ પણ મળતી હોય છે. પરંતુ વિઝીટ દરમ્યાન તેમને શાળાઓની અંદર આ બધી સુવિધાઓનો ચિતાર મેળવ્યો અને પછી તેમને સ્ટાફ સાથે આયોજન કરીને વિવિધ શાળાઓમાં પંખા,સાઉન્ડ સીસ્ટમો સહિત અન્ય વસ્તુઓની પણ ભેટ આપી છે. આમ માંડલ મામલતદારે સેવા એજ સાચી સમાજ સેવા મંત્રને પોતાની ફરજનો ભાગ બતાવ્યો છે.

1 hr ago
user_Jagdish Raval
Jagdish Raval
Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
1 hr ago
bcfc9a19-d4a0-4752-8d29-8b7777653852

માંડલ તાલુકાની ૬ શાળાઓને ૨૫ સીલીંગ ફેન, બે શાળાઓમાં સાઉન્ડ સીસ્ટમ ભેટ આપવામાં આવી : કચેરીમાં પ્લાસ્ટિકની ચેરની સુવિધા ઉભી કરી માંડલ તાલુકાની ૬ શાળાઓને ૨૫ સીલીંગ ફેન, બે શાળાઓમાં સાઉન્ડ સીસ્ટમ ભેટ આપવામાં આવી : કચેરીમાં પ્લાસ્ટિકની ચેરની સુવિધા ઉભી કરી ૪૩ પ્રાથમિક શાળાના મધ્યાહ્ન ભોજન રસોડે ગેસના સગડા અપાયાં : મામલતદારે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુવિધા ઉભી કરાવી (માંડલ) માંડલ મામલતદાર વી.જી.રાવલ દ્વારા સેવા એજ સાચી સમાજ સેવાના આ સુત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. માંડલ તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની શિક્ષણ સાથેની વિશેષ પ્રતિભા, આત્મવિશ્વાસ અને સર્વાંગી વિકાસ થાય તેને લઈ કેટલીક જરૂરી સેવાઓ ઉભી કરાઈ છે. શાળાઓમાં સીલીંગ ફેન, મધ્યાહ્ન ભોજનના રસોડામાં ગેસના સગડાં અને સરકારી કચેરીમાં પ્લાસ્ટિકની ખુરશીઓની વ્યવસ્થા ઉભી કરી છે. સ્વામીજી આશ્રમ ખાતે મામલતદારના માર્ગદર્શન, પ્રેરક વિચારોની સાથે દાન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડલની રાણીપુરા અને આનંદપુરા પ્રાથમિક શાળાની અંદર રૂપિયા ૨૫ હજારના ખર્ચે બે નવી સાઉન્ડ સીસ્ટમો વસાવી આપવામાં આવી અને શાળાના આચાર્યોને આ સાઉન્ડ ભેટ અર્પણ કરવામાં આવ્યું હતું. શાળાની અંદર નિત્ય થતી પ્રાર્થનાઓ, વાર તહેવારોમાં થતાં કાર્યક્રમો અને અનેકવિધ કાર્યક્રમોમાં આ સાઉન્ડ સીસ્ટમનો ઉપયોગ થશે. સાથે જ ગ્રામ્ય વિસ્તારના શીણજ પ્રાથમિક શાળામાં ૬, વિછણમાં ૩, ઈન્દિરાનગરમાં ૩, વરમોરમાં ૫, બજાણીયાપુરામાં ૩ અને માનપુરા શાળામાં ૫ એમ મળીને કુલ-૨૫ જેટલાં સીલીંગ ફેનની ભેટ અર્પણ કરવામાં આવી છે. તદપરાંત ૪૩

ab705592-dd8b-48d1-91bc-ff5c503e1532

જેટલી ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ચાલતાં મધ્યાહ્ન ભોજન રસોડામાં ૪૩ જેટલાં ગેસના સગડાઓ ભેટ આપવામાં આવ્યાં છે. શીણજ શાળાની અંદર મોર્ડન કિચન બનાવવાના હેતુથી મામલતદાર દ્વારા ૩૦ લીટરનું કુકર તથા ૫૦૦ વોલ્ટનું મીક્સર પણ ભેટ આપવામાં આવ્યું છે. મામલતદાર કચેરીમાં તલાટી,સરપંચો અને આગેવાનો સાથે વારંવાર કરવાની થતી મીટીંગોને લઈ કચેરીમાં પણ વધુ સવલતતા ઉભી થાય તે માટે પ્લાસ્ટિકની ખુરશીઓની વ્યવસ્થા સ્વખર્ચે ઉભી કરાઈ છે. મોટાભાગે સરકારી અધિકારીઓ પોતાના વતનથી દુર નોકરીએ જતાં હોય છે, અન્ય તાલુકા-જિલ્લાની કચેરીઓમાં નોકરી કરતાં હોય છે જેથી સ્વાભાવિક છે કે જેતે તાલુકા અને ગામમાં કચેરીઓ હોય તે ગામની અંદર અધિકારીઓને જોઈએ તેવો લગાવ હોતો નથી, અધિકારીઓ માત્ર કચેરીઓમાં પોતાની ફરજ પુર્ણ કરીને અપડાઉન માટે નીકળી જતાં હોય છે. પરંતુ માંડલના આ મામલતદારે ફરજની સાથે સમાજ સેવાનું પણ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. પોતાના કારકીર્દી વિસ્તારમાં તેમને લોકોની ચિંતા ખરેખર કરી છે. મામલતદાર પોતાની ફરજ દરમ્યાન ફિલ્ડ વીઝીટો કરતાં હોય, તેમને અવારનવાર આ બધી શાળાઓમાં જવાનું થતું હોય છે. શાળાઓ સરકારી વ્યવસ્થાપનથી ચાલતી હોય, તેની ગ્રાંટ પણ મળતી હોય છે. પરંતુ વિઝીટ દરમ્યાન તેમને શાળાઓની અંદર આ બધી સુવિધાઓનો ચિતાર મેળવ્યો અને પછી તેમને સ્ટાફ સાથે આયોજન કરીને વિવિધ શાળાઓમાં પંખા,સાઉન્ડ સીસ્ટમો સહિત અન્ય વસ્તુઓની પણ ભેટ આપી છે. આમ માંડલ મામલતદારે સેવા એજ સાચી સમાજ સેવા મંત્રને પોતાની ફરજનો ભાગ બતાવ્યો છે.

More news from Ahmadabad and nearby areas
  • વિશ્વની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક: CM ભૂપેન્દ્ર પટેલ વિશ્વની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક: CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર: ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ના સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસેથી પરત ફરેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાને સંબોધતા ગુજરાતમાં મોટા પાયે મૂડીરોકાણ આવવાની આશા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક વિઝન, વૈશ્વિક સંબંધો અને તેમના પરના અતૂટ વિશ્વાસને કારણે વિશ્વભરની દિગ્ગજ કંપનીઓ ગુજરાત અને ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. તેમજ ગિફ્ટ સિટી માટે મોટી ફાઇનાન્શિયલ કંપનીઓ સાથે પણ સકારાત્મક ચર્ચાઓ થઈ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, દરેક સેક્ટરમાં ગુજરાત અને ભારતમાં વધુમાં વધુ મૂડીરોકાણ આવે તેવી અપેક્ષા છે. વિદેશ પ્રવાસ દરમિયાન મળેલા પ્રતિસાદને જોતા ગુજરાત માટે ખૂબ જ સારું અને મોટું મૂડીરોકાણ આવવાની સંભાવના છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઈને ગુજરાતમાં રોકાણ માટે વૈશ્વિક કંપનીઓનો ઉત્સાહ વધ્યો છે.
    1
    વિશ્વની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક: CM ભૂપેન્દ્ર પટેલ
વિશ્વની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક: CM ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર: ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ના સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસેથી પરત ફરેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાને સંબોધતા ગુજરાતમાં મોટા પાયે મૂડીરોકાણ આવવાની આશા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક વિઝન, વૈશ્વિક સંબંધો અને તેમના પરના અતૂટ વિશ્વાસને કારણે વિશ્વભરની દિગ્ગજ કંપનીઓ ગુજરાત અને ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે.
અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. તેમજ ગિફ્ટ સિટી માટે મોટી ફાઇનાન્શિયલ કંપનીઓ સાથે પણ સકારાત્મક ચર્ચાઓ થઈ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, દરેક સેક્ટરમાં ગુજરાત અને ભારતમાં વધુમાં વધુ મૂડીરોકાણ આવે તેવી અપેક્ષા છે. વિદેશ પ્રવાસ દરમિયાન મળેલા પ્રતિસાદને જોતા ગુજરાત માટે ખૂબ જ સારું અને મોટું મૂડીરોકાણ આવવાની સંભાવના છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઈને ગુજરાતમાં રોકાણ માટે વૈશ્વિક કંપનીઓનો ઉત્સાહ વધ્યો છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    10 hrs ago
  • લીંબડી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી પાણી નહીં આવતા યુવાને રોષ ઠાલવ્યો
    1
    લીંબડી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી પાણી નહીં આવતા યુવાને રોષ ઠાલવ્યો
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ પ]| જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે. વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે.
    4
    વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ

પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન

હર હર મહાદેવ પ]|

જય ભોલેનાથ

મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય

આપે એવી પ્રાર્થના છે.
વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ
પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન
હર હર મહાદેવ 
જય ભોલેનાથ
મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય
આપે એવી પ્રાર્થના છે.
    user_Dinesh A Patel
    Dinesh A Patel
    Lawyer Gandhinagar, Gujarat•
    7 hrs ago
  • ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો
    1
    ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    21 hrs ago
  • રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત વિજાપુર, તા. 26 : હિંમતનગર–મહેસાણા હાઈવે પર રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે મંગળવારે સાંજના સમયે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટીવા પર સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને કેટલાક યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મદદ કરી તેમને સારવાર માટે દવાખાને પહોંચાડવામાં સહયોગ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બનાસકાંઠા જિલ્લાના મૂળ બેણપ ગામના અને હાલ ગાંધીનગર જિલ્લાના ટંટોડા ખાતે રહેતા ગણેશભાઈ નવા દેવપુરા ખાતે પટેલ દિનેશભાઈને ત્યાં કામ કરતા હતા. તા. 25 ઓગસ્ટના રોજ સાંજના સમયે ગણેશભાઈ તેમના શેઠ પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેન સાથે હિંમતનગર તરફ ગયા હતા. ત્યારબાદ ત્રણેય પોતાના અલગ-અલગ વાહનોમાં વિજાપુર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે સાડા સાત વાગ્યાના સમયે રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે પહોંચતા પાછળથી આવતી હોન્ડા કંપનીની ગાડીના ચાલકે કથિત રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ગણેશભાઈના મોસા તેમજ પટેલ દિનેશભાઈના એક્ટીવાને ટક્કર મારી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. અકસ્માતમાં ગણેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેનને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતક સાથે સંબંધિત દેવપુરા ગામના સરપંચ સહિત યુવાનો પણ વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી દરમિયાન મોડી રાત સુધી હાજર રહી પરિવારજનોને સહકાર આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ગણેશભાઈના ભાઈ વિક્રમભાઈ રબારીની ફરિયાદના આધારે વિજાપુર પોલીસે હોન્ડા વાહનના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર–મહેસાણા હાઈવે પર સર્જાયેલા આ વધુ એક ગંભીર અકસ્માતથી માર્ગ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની વિગતો પોલીસ ફરિયાદ અને પ્રાથમિક માહિતીના આધારે રજૂ કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો બહાર આવશે.
    1
    રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત
રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત
વિજાપુર, તા. 26 : હિંમતનગર–મહેસાણા હાઈવે પર રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે મંગળવારે સાંજના સમયે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટીવા પર સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને કેટલાક યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મદદ કરી તેમને સારવાર માટે દવાખાને પહોંચાડવામાં સહયોગ કર્યો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બનાસકાંઠા જિલ્લાના મૂળ બેણપ ગામના અને હાલ ગાંધીનગર જિલ્લાના ટંટોડા ખાતે રહેતા ગણેશભાઈ નવા દેવપુરા ખાતે પટેલ દિનેશભાઈને ત્યાં કામ કરતા હતા. તા. 25 ઓગસ્ટના રોજ સાંજના સમયે ગણેશભાઈ તેમના શેઠ પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેન સાથે હિંમતનગર તરફ ગયા હતા. ત્યારબાદ ત્રણેય પોતાના અલગ-અલગ વાહનોમાં વિજાપુર તરફ પરત ફરી રહ્યા હતા.
દરમિયાન સાંજે આશરે સાડા સાત વાગ્યાના સમયે રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે પહોંચતા પાછળથી આવતી હોન્ડા કંપનીની ગાડીના ચાલકે કથિત રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ગણેશભાઈના મોસા તેમજ પટેલ દિનેશભાઈના એક્ટીવાને ટક્કર મારી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
અકસ્માતમાં ગણેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેનને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતક સાથે સંબંધિત દેવપુરા ગામના સરપંચ સહિત યુવાનો પણ વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી દરમિયાન મોડી રાત સુધી હાજર રહી પરિવારજનોને સહકાર આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક ગણેશભાઈના ભાઈ વિક્રમભાઈ રબારીની ફરિયાદના આધારે વિજાપુર પોલીસે હોન્ડા વાહનના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગર–મહેસાણા હાઈવે પર સર્જાયેલા આ વધુ એક ગંભીર અકસ્માતથી માર્ગ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની વિગતો પોલીસ ફરિયાદ અને પ્રાથમિક માહિતીના આધારે રજૂ કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો બહાર આવશે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    16 hrs ago
  • ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો. *ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:* પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા. ​શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ ​ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા. ​ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા. પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.
    1
    ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો.
*ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:*
પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા.
​શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ
​
હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા.
​ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા.
પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    21 hrs ago
  • વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ પ]| જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે & વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે .
    4
    વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ

પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન

હર હર મહાદેવ પ]|

જય ભોલેનાથ

મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય

આપે એવી પ્રાર્થના છે &
વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ
પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન
હર હર મહાદેવ 
જય ભોલેનાથ
મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય
આપે એવી પ્રાર્થના છે .
    user_Dinesh A Patel
    Dinesh A Patel
    Lawyer Gandhinagar, Gujarat•
    7 hrs ago
  • બોટાદ અપડેટ ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ભીમડાદ ગામના યુવકની હત્યાનો મામલો. ઘટનાને લઈ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા એ આપી માહિતી. પરિણીત સ્ત્રી સાથે કથીત આડાસંબંઘના કારણે નિપજાવાઈ હત્યા. હત્યારાની પત્ની સાથે મૃતકના કથીત આડાસંબંઘ હોવાની માહિતી મળતા પીછો કરી ઉગામેડી ગામની બજારમાં પહોંચતા હુમલો કર્યો હતો. મૃતકની થઈ ઓળખ મૃતકનું નામ વિ.એલ.સાગઠીયા. પોલીસની તપાસમાં મૃતકના એક મહિલા સાથેના કથિત આડા સંબંધની આશંકા હોવાનું એસપી એ જણાવ્યું. મહિલાના પતિ છનાભાઈ પરમારને આ સંબંધની જાણ થતાં મૃતકનો પીછો કર્યો હોવાની પોલીસને માહિતી મૃતક ઉગામડી ગામે પહોંચતા આરોપીએ પીછો કરી બજારમાં જ ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો આરોપીએ પોતાની પત્ની મહિલાને પણ ચપ્પુનો ઘા માર્યો હોવાની માહિતી. ઘટનાની જાણ થતાં એસપી, DySP, ગઢડા પોલીસ, LCBની ટીમો ઘટનાસ્થળે પહોંચી હત્યાના મુખ્ય આરોપી છનાભાઈ પરમારને પોલીસે ગણતરીની કલાકોમાં કર્યો રાઉન્ડઅપ. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ તેમજ ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને CDRના આધારે તપાસ હાથ ધરી. ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. પોલીસની વિવિધ ટીમોની કામગીરીથી મુખ્ય આરોપી છનાભાઈ પરમારને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરાઈ. બાઈટ - ધર્મેન્દ્ર શર્મા - એસપી બોટાદ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ અપડેટ 

ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ભીમડાદ ગામના યુવકની હત્યાનો મામલો. 

ઘટનાને લઈ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા એ આપી માહિતી.
પરિણીત સ્ત્રી સાથે કથીત આડાસંબંઘના કારણે નિપજાવાઈ હત્યા. 
હત્યારાની પત્ની સાથે મૃતકના કથીત આડાસંબંઘ હોવાની માહિતી મળતા પીછો કરી ઉગામેડી ગામની બજારમાં પહોંચતા હુમલો કર્યો હતો.  
મૃતકની થઈ ઓળખ મૃતકનું નામ વિ.એલ.સાગઠીયા.
પોલીસની તપાસમાં મૃતકના એક મહિલા સાથેના કથિત આડા સંબંધની આશંકા હોવાનું એસપી એ જણાવ્યું. 
મહિલાના પતિ છનાભાઈ પરમારને આ સંબંધની જાણ થતાં મૃતકનો પીછો કર્યો હોવાની પોલીસને માહિતી
મૃતક ઉગામડી ગામે પહોંચતા આરોપીએ પીછો કરી બજારમાં જ ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો
આરોપીએ પોતાની પત્ની મહિલાને પણ ચપ્પુનો ઘા માર્યો હોવાની માહિતી. 
ઘટનાની જાણ થતાં એસપી, DySP, ગઢડા પોલીસ, LCBની ટીમો ઘટનાસ્થળે પહોંચી
હત્યાના મુખ્ય આરોપી છનાભાઈ પરમારને પોલીસે ગણતરીની કલાકોમાં કર્યો રાઉન્ડઅપ. 
પોલીસે આસપાસના લોકોની પૂછપરછ તેમજ ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને CDRના આધારે તપાસ હાથ ધરી. 
ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. 
પોલીસની વિવિધ ટીમોની કામગીરીથી મુખ્ય આરોપી છનાભાઈ પરમારને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરાઈ.
બાઈટ - ધર્મેન્દ્ર શર્મા - એસપી બોટાદ.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.