ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો. *ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:* પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા. શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા. પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.
ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો. *ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:* પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા. શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા. પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.
- ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો. *ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:* પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા. શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા. પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.1
- લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબના સહયોગ અને જાખણ યોગ વિધાલયના પ્રોફેસર બહેન શ્રી વનીતાબહેનના માર્ગદર્શન હેઠળ યોગીની બહેનો દ્વારા બાળકોને યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી બળદેવભાઈ સાહેબ તથા ભાવિનભાઈ સાહેબ દ્વારા યોગના ફાયદા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્રારંભિક યોગ નિદર્શન અને યોગિક ક્રિયાઓ તથા વિવિધ આસનો કરાવી યૌગિક અનુભવ કરાવવામાં આવ્યો.1
- બોટાદ બ્રેકીંગ બોટાદમાં રક્ષાબંધનને લઈને મહત્વની જાહેરાત. બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસમાં રક્ષાબંધન પર્વે બહેનો માટે મફત મુસાફરી સુવિધા. રઘુવીર સિટી બસ સર્વિસ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને બહેનો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ રક્ષાબંધન નિમિત્તે બોટાદ શહેરમાં દોડતી તમામ સિટી બસોમાં બહેનોને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેનોને પોતાના ભાઈઓને રાખડી બાંધવા જવા-આવવામાં સરળતા રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોટાદ શહેરમાં રઘુવીર સિટી બસ સર્વિસનો ઉપયોગ કરતી બહેનોને આ ખાસ સુવિધાનો લાભ મળશે. રક્ષાબંધનના પાવન પર્વે બહેનો માટે બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસ દ્વારા વિશેષ ભેટ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- ઈદે મિલાદુન્નબી ﷺ — 1501 રહમતુલ્લિલ આલમીન, હઝરત મહંમદ મુસ્તફા ﷺ અલ્લાહ તઆલાએ સમગ્ર માનવજાત માટે રહેમત બનીને હઝરત મહંમદ મુસ્તફા ﷺ ને આ દુનિયામાં મોકલ્યા. આપ ﷺ નો પવિત્ર જન્મ અરબની ધરતી પર થયો અને આપ ﷺ એ સમગ્ર દુનિયાને ઈમાન, અમન, ભાઈચારો, સચ્ચાઈ અને માનવતાનો સંદેશ આપ્યો. આપ ﷺ ની પવિત્ર સીરત અને શિક્ષણ આપણને પ્રેમ, દયા, માફી, સદાચાર અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો માર્ગ બતાવે છે. આ પવિત્ર ઈદે મિલાદના મુબારક પ્રસંગે અલ્લાહ તઆલા સૌના જીવનમાં સુખ, શાંતિ, બરકત અને ખુશીઓ અતા ફરમાવે. આમીન યા રબ્બુલ આલમીન 🤲 ઈદે મિલાદુન્નબી ﷺ મુબારક શુભેચ્છક: ફારૂક સૈયદ ગરમાળા2
- ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો1
- સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ કહ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે આ ભાષામાંથી અન્ય ભાષાઓ ઉદભવી છે, તેનું મહત્વ ઘણું છે. સંસ્કૃત ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ *સુધારેલી પ્રેસનોટ* *** *પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ ખાતે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ* ** *કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદબોધન કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ* *** *સંસ્કૃત માત્ર ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે - સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ* *** *પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્કૃત ગૌરવ યાત્રા રેલી યોજાઇ* *** *વૈદિક મંત્રોચાર સાથે સંસ્કૃત યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ સાથે સંસ્કૃત ભાષા પ્રેમીઓ યાત્રામાં જોડાયા* ** *આણંદ, મંગળવાર :* રાજ્યના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવના અનુસંધાનમાં આજે પેટલાદ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભા સિંધા, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પ્રાંત અધિકારી શ્રી કિંજલ દેસાઈ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃતિ વિદ્વાનો અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ જોડાયા હતા, જે રેલી પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સંસ્કૃત ગાન અને સંસ્કૃત ગૌરવ સૂત્રોચાર સાથે પૂર્ણ થઇ હતી. સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ કહ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે આ ભાષામાંથી અન્ય ભાષાઓ ઉદભવી છે, તેનું મહત્વ ઘણું છે. સંસ્કૃત ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં જ સંપૂર્ણ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષાનું મહત્વ લોકો સમજે તે જરૂરી છે, સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ છે તેમ ઉમેરી તેમણે આ સંસ્કૃત મહોત્સવમાં સંસ્કૃત પ્રેમીઓએ અને અન્ય લોકો પણ સહભાગી બને તે માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સદસ્યો, જિલ્લા પંચાયત ના સદસ્ય, શિક્ષણ વિભાગના અધિકારી શ્રી તેજેન્દ્રસિંહ સોલંકી, નગરજનો, વિદ્યાર્થીઓ અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. *****4
- ईरान अमेरिका को देने जारहा है। टाइम लाइन मीडल इस्ट से बोरीया बिस्तर हटाने के लीये नहितो ्््््1
- લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક માન્યતા મુજબ ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. લીંબડી શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલે જુલૂસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના બાળકો સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જુલૂસ દરમિયાન સમગ્ર માર્ગ પર ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જુલૂસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદ-એ-મિલાદના આ પ્રસંગે સમાજમાં ભાઈચારો, શાંતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.1