Shuru
Apke Nagar Ki App…
લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક માન્યતા મુજબ ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. લીંબડી શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલે જુલૂસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના બાળકો સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જુલૂસ દરમિયાન સમગ્ર માર્ગ પર ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જુલૂસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદ-એ-મિલાદના આ પ્રસંગે સમાજમાં ભાઈચારો, શાંતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
KALPESH VADHER
લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક માન્યતા મુજબ ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. લીંબડી શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલે જુલૂસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના બાળકો સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જુલૂસ દરમિયાન સમગ્ર માર્ગ પર ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જુલૂસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદ-એ-મિલાદના આ પ્રસંગે સમાજમાં ભાઈચારો, શાંતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
More news from ગુજરાત and nearby areas
- લીંબડી શહેરમાં દસ દિવસથી અનેકો વિસ્તારમાં પાણી નહીં મળતા લોકો પરેશાન લીંબડી શહેરમાં દસ દિવસથી પાણી નહીં મળતા લોકો પરેશાન લીંબડી શહેરના અનેક વોર્ડમાં છેલ્લા દસ દિવસથી પાણીનો પુરવઠો ખોરવાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પીવા તેમજ રોજિંદા વપરાશ માટેનું પાણી મેળવવા લોકોને વલખા મારવાની ફરજ પડી રહી છે. મળતી માહિતી મુજબ, લીંબડી નગરપાલિકાની પાણી સપ્લાયની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ છે. હાલ પાલિકા દ્વારા પાણીની લાઈનનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ, લાંબા સમયથી પાણી ન મળતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો દ્વારા નગરપાલિકાની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. પાણી ક્યારે આવશે તે અંગે પૂછવામાં આવતા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવતીકાલ સાંજ સુધીમાં પાણીની લાઈનનું રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવશે. હવે રીપેરીંગ કામ સમયસર પૂર્ણ થાય અને લીંબડી શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનો પુરવઠો ક્યારે નિયમિત થાય છે તે જોવું રહ્યું.1
- ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો. *ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:* પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા. શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા. પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.1
- બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા1
- બોટાદ: પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે વ્હાલના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન સ્થાનિક હાઈસ્કૂલની બાળાઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રક્ષણના પ્રતિક સમી રાખડીઓ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને બાંધી હતી. બાળાઓએ પાળીયાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન. પી. રાઠોડ સાહેબ, પી.એસ.આઈ. શ્રી જી જે ગોહિલ સાહેબ, પી.એસ.આઈ. શ્રી એસ. કે. ડાંગર સાહેબ તેમજ ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થ્યા હતા. પોલીસ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફે પણ આ નાની બાળાઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સુરક્ષા અને સહાય માટે સદૈવ તત્પર રહેવાની ખાતરી આપી હતી. સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમથી પાળીયાડ પોલીસ સ્ટેશન પરિસરમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો. રિપોર્ટર જયદેવ વી મંડીર પાળીયાદ1
- રક્ષાબંધન પર્વે સાળંગપુરધામમાં દાદાને હજારો રાખડીઓનો દિવ્ય શણગાર1
- ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો1
- પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે વ્હાલના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન સ્થાનિક હાઈસ્કૂલની બાળાઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રક્ષણના પ્રતિક સમી રાખડીઓ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને બાંધી હતી. બાળાઓએ પાળીયાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન. પી. રાઠોડ સાહેબ, પી.એસ.આઈ. શ્રી જી જે ગોહિલ સાહેબ, પી.એસ.આઈ. શ્રી એસ. કે. ડાંગર સાહેબ તેમજ ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થ્યા હતા. પોલીસ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફે પણ આ નાની બાળાઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સુરક્ષા અને સહાય માટે સદૈવ તત્પર રહેવાની ખાતરી આપી હતી. સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમથી પાળીયાડ પોલીસ સ્ટેશન પરિસરમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- બોટાદ અપડેટ ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ભીમડાદ ગામના યુવકની હત્યાનો મામલો. ઘટનાને લઈ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા એ આપી માહિતી. પરિણીત સ્ત્રી સાથે કથીત આડાસંબંઘના કારણે નિપજાવાઈ હત્યા. હત્યારાની પત્ની સાથે મૃતકના કથીત આડાસંબંઘ હોવાની માહિતી મળતા પીછો કરી ઉગામેડી ગામની બજારમાં પહોંચતા હુમલો કર્યો હતો. મૃતકની થઈ ઓળખ મૃતકનું નામ વિ.એલ.સાગઠીયા. પોલીસની તપાસમાં મૃતકના એક મહિલા સાથેના કથિત આડા સંબંધની આશંકા હોવાનું એસપી એ જણાવ્યું. મહિલાના પતિ છનાભાઈ પરમારને આ સંબંધની જાણ થતાં મૃતકનો પીછો કર્યો હોવાની પોલીસને માહિતી મૃતક ઉગામડી ગામે પહોંચતા આરોપીએ પીછો કરી બજારમાં જ ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો આરોપીએ પોતાની પત્ની મહિલાને પણ ચપ્પુનો ઘા માર્યો હોવાની માહિતી. ઘટનાની જાણ થતાં એસપી, DySP, ગઢડા પોલીસ, LCBની ટીમો ઘટનાસ્થળે પહોંચી હત્યાના મુખ્ય આરોપી છનાભાઈ પરમારને પોલીસે ગણતરીની કલાકોમાં કર્યો રાઉન્ડઅપ. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ તેમજ ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને CDRના આધારે તપાસ હાથ ધરી. ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. પોલીસની વિવિધ ટીમોની કામગીરીથી મુખ્ય આરોપી છનાભાઈ પરમારને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરાઈ. બાઈટ - ધર્મેન્દ્ર શર્મા - એસપી બોટાદ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1