Shuru
Apke Nagar Ki App…
ખેરોજથી આગળ આવેલા રતનપુર ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. લોખંડની એંગલ ભરેલું એક ટ્રેક્ટર આગળ જઈ રહ્યું હતું તે દરમિયાન પાછળથી આવી રહેલા બાઇક ચાલક લિમ્બોલા મહેશભાઈએ રતનપુર ગામે પોતાની બાઇકનો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો અને ટ્રેક્ટરમાં ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો. વિજયનગર તાલુકાના બોર્ડર પર આવેલા ઝેર ગામના મહેશભાઈ ખેડવા ગામેથી લગ્નની જાનમાં પોલાપણ ગામે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની. આ અકસ્માત બાદ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ મહેશભાઈને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને જરૂરી સારવાર પૂરી પાડી હતી.
દિવાકર બન્ના
ખેરોજથી આગળ આવેલા રતનપુર ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. લોખંડની એંગલ ભરેલું એક ટ્રેક્ટર આગળ જઈ રહ્યું હતું તે દરમિયાન પાછળથી આવી રહેલા બાઇક ચાલક લિમ્બોલા મહેશભાઈએ રતનપુર ગામે પોતાની બાઇકનો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો અને ટ્રેક્ટરમાં ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો. વિજયનગર તાલુકાના બોર્ડર પર આવેલા ઝેર ગામના મહેશભાઈ ખેડવા ગામેથી લગ્નની જાનમાં પોલાપણ ગામે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની. આ અકસ્માત બાદ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ મહેશભાઈને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને જરૂરી સારવાર પૂરી પાડી હતી.
More news from ગુજરાત and nearby areas
- મોડાસામાં નગરપાલિકાની નવી ટીમને ભવ્ય સન્માનિત કરવામાં આવી છે. આ પ્રસંગે વેપારીઓ અને વિવિધ સંસ્થાઓની હાજરીમાં જયશ્રીબેન પટેલનું ઉષ્માભેર અભિવાદન કરવામાં આવ્યું. આ સન્માન સમારોહ દરમિયાન, નવી ટીમ પાસેથી વિકાસ માટે ઊંચી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી હતી.1
- અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક વિશાળ યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી પી.સી. બરંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે યોગાભ્યાસ કરીને યોગના મહત્વ અંગે ઉપસ્થિતોને માર્ગદર્શન પૂરું પાડ્યું. મંત્રી પી.સી. બરંડાએ ભારપૂર્વક જણાવ્યું કે યોગ એ ભારતની પ્રાચીન ઋષિ પરંપરાની એક અમૂલ્ય ધરોહર છે, જે આજે વિશ્વભરમાં આરોગ્ય અને સુખાકારીના પ્રતિક તરીકે ઓળખાય છે. તેમણે ઉમેર્યું કે યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંતુલન સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. મંત્રીએ તમામ નાગરિકોને તેમના દૈનિક જીવનમાં યોગ અપનાવીને સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે ભાવભીની અપીલ કરી હતી. આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ અને યોગપ્રેમીઓએ અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિષ્ણાત યોગ પ્રશિક્ષકોના સચોટ માર્ગદર્શન હેઠળ અહીં વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.1
- કડી તાલુકા અને શહેરી વિસ્તારમાં છેલ્લા દસ દિવસમાં બનેલી અલગ-અલગ ચાર હત્યાઓની ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો હતો. કડી શહેરમાં વધતી જતી ગુનાખોરી અને હત્યાઓ મામલે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી, જેના અનુસંધાને જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. શનિવારે સાંજે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરમાં એક વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત કડી ડિવિઝનના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના નેતૃત્વ હેઠળ જિલ્લાના 10 પીઆઈ, 17 પીએસઆઈ અને 100 થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા દ્વારા કડી શહેરમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સાંજે પોલીસનો આ મોટો કાફલો રસ્તાઓ પર ઉતરી આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સંયુક્ત પોલીસ ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ પણ કર્યું હતું, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અને શંકાસ્પદ જણાતા 10 થી વધુ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસે નાગરિકોને ખાતરી આપી હતી કે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા કે કાયદો હાથમાં લેનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડક ઝુંબેશ ચલાવવામાં આવશે. આ પોલીસ કાર્યવાહીથી કડીની જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત, મોકાસણ ગામે થયેલ આધેડ મજૂરની હત્યાના બે આરોપીઓને કડી પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોકાસણ ગામના ઠાકોર વાસમાં રહેતા 55 વર્ષીય પ્રતાપજી મોહનજી ઠાકોર કડિયા કામ કરીને ગુજરાન ચલાવતા હતા. 17 જૂન 2026 ના રોજ બપોરના આશરે ચાર વાગ્યે ગામમાં ડેરી પાસે વડલા નીચે ગામના જ ઘનશ્યામભાઈ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલે પૈસાની લેવડદેવડ બાબતે તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઘનશ્યામભાઈ પટેલે પ્રતાપજી પર ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતા પ્રતાપજીને તાત્કાલિક કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલ, ત્યાંથી ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. કડી પોલીસે બંને વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.1
- મોહરમ માસની શરૂઆત સાથે જ બનાસકાંઠાના ધાનેરા સહિત સમગ્ર પંથકમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો છે. આ પવિત્ર માસની પાંચમી તારીખના રોજ ધાનેરા ખાતે પરંપરાગત રીતે અને ભારે હર્ષોલ્લાસ સાથે 'નિશાન મુબારક' ચડાવવામાં આવ્યું. આ ધાર્મિક અવસરે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે "યા હુસૈન" ના પવિત્ર નારાઓ અને દરુદો-સલામના પઠન દ્વારા વાતાવરણને ભક્તિમય બનાવી દીધું. 'નિશાન મુબારક'ને હઝરત ઇમામ હુસૈન (અ.સ.) અને તેમના સાથીઓની કરબલાના મેદાનમાં અપાયેલી શહાદત, હક અને સચ્ચાઈનું પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ધાર્મિક વિધિ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આવી હતી, જે શાંતિ અને ભાઈચારાના પ્રતીક સમાન મોહરમ પર્વની ભક્તિમય શરૂઆત દર્શાવે છે.4
- અમદાવાદ સાર્થી ડ્રાઇવર સર્વિસ, જેનું સંચાલન સતીષભાઈ થલતેજ, અમદાવાદથી કરે છે, તે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પ્રોફેશનલ ડ્રાઇવરોની સેવા પૂરી પાડે છે. જો તમને અમદાવાદમાં ડ્રાઇવરની જરૂર હોય, તો આ સેવા ઓન-ડિમાન્ડ ડ્રાઇવરો, ઘર અને ઓફિસ માટે કાયમી ડ્રાઇવરો, સ્થાનિક અને આઉટસ્ટેશન ટ્રિપ્સ માટે ડ્રાઇવરો, તેમજ લગ્ન અને અન્ય ઇવેન્ટ્સ માટે ડ્રાઇવરો ઉપલબ્ધ કરાવે છે. તેમની સેવાઓની મુખ્ય વિશેષતાઓમાં અનુભવી અને ચકાસાયેલ ડ્રાઇવરોનો સમાવેશ થાય છે, જેઓ ઓટોમેટિક અને મેન્યુઅલ બંને પ્રકારની ગાડીઓ ચલાવવામાં સક્ષમ છે. ખાસ કરીને, તે જ દિવસે ડ્રાઇવરની ઉપલબ્ધતા પણ શક્ય છે. અમદાવાદના પરિવારો અને વ્યવસાય માલિકો દ્વારા વિશ્વસનીય આ સેવા થલતેજ, એસજી હાઈવે, સેટેલાઇટ, બોપલ, ગોતા, ચાંદખેડા સહિત અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઉપલબ્ધ છે. વધુ માહિતી અથવા ડ્રાઇવર બુક કરવા માટે, 97265 85975 પર કૉલ અથવા વોટ્સએપ કરી શકો છો. આ સેવા તમારી સલામતી, તમારી સુવિધા અને તમારા ડ્રાઇવરને પ્રાથમિકતા આપે છે.1
- રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપી એક યુવતી પર દુષ્કર્મ આચરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં આજીડેમ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ભરત ચંદ્રપાલની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર યુવતી અને આરોપી ભરત ચંદ્રપાલ બંને કેટરિંગના વ્યવસાયમાં સાથે કામ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે પરિચય વધ્યો અને બાદમાં તેમનો પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી ભરતે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. લગ્નના ભરોસે સંબંધો ચાલુ રહેતા યુવતી ગર્ભવતી બની હતી અને તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો, જેની ઉંમર હાલમાં ત્રણ મહિનાની હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા, ભોગ બનનાર યુવતીએ આ સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપી ભરત ચંદ્રપાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.2
- અમદાવાદમાં એક ગેસ એજન્સીમાં આગ લાગવાની એક મોટી ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.1