logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જૂનાગઢ પોલીસની 'નેત્રમ શાખા' નાગરિકોની મદદ માટે હંમેશા તત્પર રહી સતત કાર્યરત છે. તાજેતતરમાં રાજકોટના રહેવાસી એન્જલબેન મુકેશભાઈ બાબરીયા ઝાંઝરડા ચોકડીથી ઓટો રિક્ષામાં બેસી બસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમનું કપડાં અને કિંમતી સામાન ભરેલું બેગ રિક્ષામાં જ ભુલાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ નેત્રમ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ઇન્સ્ટોલ થયેલા CCTV કેમેરાની મદદથી ટીમે રિક્ષાનો સમગ્ર રૂટ ટ્રેક કર્યો. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રિક્ષાનો નંબર (GJ-23-W-0746) પણ શોધી કાઢવામાં આવ્યો. નેત્રમની ટીમે તરત જ રિક્ષા ચાલકનો સંપર્ક સાધ્યો અને એન્જલબેનનું આશરે ₹૨,૦૦૦/- ની કિંમતનું સામાન ભરેલું બેગ સફળતાપૂર્વક મેળવી તેમને પરત અપાવ્યું. પોલીસની આ સજાગતા અને ત્વરિત કાર્યવાહી બદલ એન્જલબેન બાબરીયાએ જૂનાગઢ પોલીસ અને નેત્રમ શાખાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

10 hrs ago
user_પત્રકાર
પત્રકાર
Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
10 hrs ago

જૂનાગઢ પોલીસની 'નેત્રમ શાખા' નાગરિકોની મદદ માટે હંમેશા તત્પર રહી સતત કાર્યરત છે. તાજેતતરમાં રાજકોટના રહેવાસી એન્જલબેન મુકેશભાઈ બાબરીયા ઝાંઝરડા ચોકડીથી ઓટો રિક્ષામાં બેસી બસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમનું કપડાં અને કિંમતી સામાન ભરેલું બેગ રિક્ષામાં જ ભુલાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ નેત્રમ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ઇન્સ્ટોલ થયેલા CCTV કેમેરાની મદદથી ટીમે રિક્ષાનો સમગ્ર રૂટ ટ્રેક કર્યો. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રિક્ષાનો નંબર (GJ-23-W-0746) પણ શોધી કાઢવામાં આવ્યો. નેત્રમની ટીમે તરત જ રિક્ષા ચાલકનો સંપર્ક સાધ્યો અને એન્જલબેનનું આશરે ₹૨,૦૦૦/- ની કિંમતનું સામાન ભરેલું બેગ સફળતાપૂર્વક મેળવી તેમને પરત અપાવ્યું. પોલીસની આ સજાગતા અને ત્વરિત કાર્યવાહી બદલ એન્જલબેન બાબરીયાએ જૂનાગઢ પોલીસ અને નેત્રમ શાખાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • જૂનાગઢ પોલીસની 'નેત્રમ શાખા' નાગરિકોની મદદ માટે હંમેશા તત્પર રહી સતત કાર્યરત છે. તાજેતતરમાં રાજકોટના રહેવાસી એન્જલબેન મુકેશભાઈ બાબરીયા ઝાંઝરડા ચોકડીથી ઓટો રિક્ષામાં બેસી બસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમનું કપડાં અને કિંમતી સામાન ભરેલું બેગ રિક્ષામાં જ ભુલાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ નેત્રમ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ઇન્સ્ટોલ થયેલા CCTV કેમેરાની મદદથી ટીમે રિક્ષાનો સમગ્ર રૂટ ટ્રેક કર્યો. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રિક્ષાનો નંબર (GJ-23-W-0746) પણ શોધી કાઢવામાં આવ્યો. નેત્રમની ટીમે તરત જ રિક્ષા ચાલકનો સંપર્ક સાધ્યો અને એન્જલબેનનું આશરે ₹૨,૦૦૦/- ની કિંમતનું સામાન ભરેલું બેગ સફળતાપૂર્વક મેળવી તેમને પરત અપાવ્યું. પોલીસની આ સજાગતા અને ત્વરિત કાર્યવાહી બદલ એન્જલબેન બાબરીયાએ જૂનાગઢ પોલીસ અને નેત્રમ શાખાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
    1
    જૂનાગઢ પોલીસની 'નેત્રમ શાખા' નાગરિકોની મદદ માટે હંમેશા તત્પર રહી સતત કાર્યરત છે. તાજેતતરમાં રાજકોટના રહેવાસી એન્જલબેન મુકેશભાઈ બાબરીયા ઝાંઝરડા ચોકડીથી ઓટો રિક્ષામાં બેસી બસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમનું કપડાં અને કિંમતી સામાન ભરેલું બેગ રિક્ષામાં જ ભુલાઈ ગયું હતું.

ઘટનાની જાણ થતા જ નેત્રમ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ઇન્સ્ટોલ થયેલા CCTV કેમેરાની મદદથી ટીમે રિક્ષાનો સમગ્ર રૂટ ટ્રેક કર્યો. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રિક્ષાનો નંબર (GJ-23-W-0746) પણ શોધી કાઢવામાં આવ્યો.

નેત્રમની ટીમે તરત જ રિક્ષા ચાલકનો સંપર્ક સાધ્યો અને એન્જલબેનનું આશરે ₹૨,૦૦૦/- ની કિંમતનું સામાન ભરેલું બેગ સફળતાપૂર્વક મેળવી તેમને પરત અપાવ્યું. પોલીસની આ સજાગતા અને ત્વરિત કાર્યવાહી બદલ એન્જલબેન બાબરીયાએ જૂનાગઢ પોલીસ અને નેત્રમ શાખાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    10 hrs ago
  • માળિયા (હા) ના જૂથળ ગામના એક યુવાનનો મૃતદેહ ૭ માર્ચ, ૨૦૨૬ ના રોજ રામળેચી ગામમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ પીડિત પરિવાર અને દલિત સમાજ દ્વારા આ મૃતદેહને ૧ જૂન, ૨૦૨૬ ના રોજ બહાર કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે વિનોદ સોંદરવા દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.
    1
    માળિયા (હા) ના જૂથળ ગામના એક યુવાનનો મૃતદેહ ૭ માર્ચ, ૨૦૨૬ ના રોજ રામળેચી ગામમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ પીડિત પરિવાર અને દલિત સમાજ દ્વારા આ મૃતદેહને ૧ જૂન, ૨૦૨૬ ના રોજ બહાર કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે વિનોદ સોંદરવા દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.
    user_Harsh Jadav
    Harsh Jadav
    Local News Reporter માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    32 min ago
  • રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખનીજ માફિયાઓ પર તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉપલેટાની ભાદર નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર રેન્જ IG અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે કડક હાથે કામ લીધું છે, જેમાં અંદાજે ₹80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સંયુક્ત કાર્યવાહી રાજકોટ રેન્જ IG નિલિપ્ત રાયની ટીમ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ટીમે ઉપલેટાના હાડફોડી ચીખલીયા રોડ પર આવેલા ભાદર નદી પંથકમાંથી ગેરકાયદેસર રેતી ભરીને જતા 6 હાઈટેક ડમ્પરોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં આ 6 ડમ્પરો અને લાખો રૂપિયાની ખનીજ ચોરીનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત આશરે ₹80 લાખ આંકવામાં આવી છે. રેન્જ IG નિલિપ્ત રાયની ટીમની આ અચાનક અને કડક કાર્યવાહીને પગલે સમગ્ર ઉપલેટા પંથકના ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
    1
    રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખનીજ માફિયાઓ પર તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉપલેટાની ભાદર નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર રેન્જ IG અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે કડક હાથે કામ લીધું છે, જેમાં અંદાજે ₹80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ સંયુક્ત કાર્યવાહી રાજકોટ રેન્જ IG નિલિપ્ત રાયની ટીમ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ટીમે ઉપલેટાના હાડફોડી ચીખલીયા રોડ પર આવેલા ભાદર નદી પંથકમાંથી ગેરકાયદેસર રેતી ભરીને જતા 6 હાઈટેક ડમ્પરોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં આ 6 ડમ્પરો અને લાખો રૂપિયાની ખનીજ ચોરીનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત આશરે ₹80 લાખ આંકવામાં આવી છે. રેન્જ IG નિલિપ્ત રાયની ટીમની આ અચાનક અને કડક કાર્યવાહીને પગલે સમગ્ર ઉપલેટા પંથકના ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીતની ખુશીમાં અમરેલી ખાતે આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે, પાર્ટીના કાર્યકરોએ એકબીજાને મેલોડી ચોકલેટ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો.
    1
    પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીતની ખુશીમાં અમરેલી ખાતે આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે, પાર્ટીના કાર્યકરોએ એકબીજાને મેલોડી ચોકલેટ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Voice of people અમરેલી, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • ઉના શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે ડૉક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિકટ પરિસ્થિતિને પગલે 'ઉના ડૉક્ટર એસોસિએશન' દ્વારા સ્થાનિક પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને વીજ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ વારંવારના પાવર કટના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ આરોગ્ય સેવાઓ પર તેની અત્યંત માઠી અસર પડી રહી છે. ડૉક્ટર એસોસિએશનના હોદ્દેદારોએ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં ચોવીસ કલાક વીજળી અત્યંત અનિવાર્ય છે. વારંવાર લાઈટો જવાને કારણે હોસ્પિટલોમાં રાખવામાં આવેલા લાખો રૂપિયાના મોંઘા અને સંવેદનશીલ મેડિકલ ઉપકરણો જેવા કે આઈસીયુ મશીન, વેન્ટિલેટર, લેબોરેટરીના સાધનો અને એક્સ-રે મશીન ખોટકાઈ જવાની કે બળી જવાની પૂરેપૂરી સંભાવના રહે છે. આ ઉપરાંત, ઈમરજન્સી ઓપરેશન કે સારવાર દરમિયાન અચાનક વીજળી ગુલ થવાથી દર્દીઓના જીવનું જોખમ પણ વધી જાય છે. તેમણે હોસ્પિટલ વિસ્તારમાં પાવર કટ મર્યાદિત રાખવા અને જનરેટર માટે પૂરતો ઇંધણ જથ્થો ફાળવવા માટે પ્રબળ માંગ કરી હતી. આ આવેદનપત્ર પાઠવતી વખતે ડૉક્ટર એસોસિએશનના સોલંકી સાહેબ, મુકેશ બલદાણીયા સાહેબ, ડૉક્ટર આશિષ વકીલ સાહેબ, રિલીફ હોસ્પિટલના ડોક્ટર, તેમજ ડૉક્ટર કલસરિયા સાહેબ અને ડૉક્ટર મયુર ચારણીયા સાહેબ સહિતના ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    ઉના શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે ડૉક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિકટ પરિસ્થિતિને પગલે 'ઉના ડૉક્ટર એસોસિએશન' દ્વારા સ્થાનિક પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને વીજ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ વારંવારના પાવર કટના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ આરોગ્ય સેવાઓ પર તેની અત્યંત માઠી અસર પડી રહી છે.

ડૉક્ટર એસોસિએશનના હોદ્દેદારોએ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં ચોવીસ કલાક વીજળી અત્યંત અનિવાર્ય છે. વારંવાર લાઈટો જવાને કારણે હોસ્પિટલોમાં રાખવામાં આવેલા લાખો રૂપિયાના મોંઘા અને સંવેદનશીલ મેડિકલ ઉપકરણો જેવા કે આઈસીયુ મશીન, વેન્ટિલેટર, લેબોરેટરીના સાધનો અને એક્સ-રે મશીન ખોટકાઈ જવાની કે બળી જવાની પૂરેપૂરી સંભાવના રહે છે. આ ઉપરાંત, ઈમરજન્સી ઓપરેશન કે સારવાર દરમિયાન અચાનક વીજળી ગુલ થવાથી દર્દીઓના જીવનું જોખમ પણ વધી જાય છે. તેમણે હોસ્પિટલ વિસ્તારમાં પાવર કટ મર્યાદિત રાખવા અને જનરેટર માટે પૂરતો ઇંધણ જથ્થો ફાળવવા માટે પ્રબળ માંગ કરી હતી.

આ આવેદનપત્ર પાઠવતી વખતે ડૉક્ટર એસોસિએશનના સોલંકી સાહેબ, મુકેશ બલદાણીયા સાહેબ, ડૉક્ટર આશિષ વકીલ સાહેબ, રિલીફ હોસ્પિટલના ડોક્ટર, તેમજ ડૉક્ટર કલસરિયા સાહેબ અને ડૉક્ટર મયુર ચારણીયા સાહેબ સહિતના ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    14 min ago
  • જૂનાગઢ પોલીસની 'નેત્રમ શાખા' નાગરિકોની મદદ માટે હંમેશા તત્પર રહે છે, અને આવી જ એક સકારાત્મક કામગીરીમાં તેમણે રિક્ષામાં ભૂલાઈ ગયેલ એક મહત્વપૂર્ણ બેગ શોધીને તેના માલિકને પરત કર્યું છે. રાજકોટના રવિભાઈ બાબુભાઈ ચાંડેગરા મધુરમથી રેલ્વે સ્ટેશન તરફ જવા માટે ઓટો રિક્ષામાં બેઠા હતા, ત્યારે તેમનું અંદાજે ₹10,000ની કિંમતના કપડાં તથા સામાન ભરેલું બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગયું હતું. રવિભાઈએ આ અંગે જાણ કરતા જ નેત્રમ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળ સ્થાપિત CCTV કેમેરાની મદદથી રિક્ષાનો રૂટ ટ્રેક કરવામાં આવ્યો. CCTV ફૂટેજના આધારે, ટીમે GJ-20-W-4847 નંબરની રિક્ષાને ઓળખી કાઢી. ત્યારપછી, નેત્રમ ટીમે ત્વરિત રિક્ષા ચાલકનો સંપર્ક કરીને રવિભાઈનું સામાનનું બેગ સુરક્ષિત રીતે મેળવી લીધું. આ બેગ રવિભાઈ ચાંડેગરાને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યું હતું. પોલીસની આ સજાગતા અને ત્વરિત કામગીરી બદલ રવિભાઈ ચાંડેગરાએ જૂનાગઢ પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
    1
    જૂનાગઢ પોલીસની 'નેત્રમ શાખા' નાગરિકોની મદદ માટે હંમેશા તત્પર રહે છે, અને આવી જ એક સકારાત્મક કામગીરીમાં તેમણે રિક્ષામાં ભૂલાઈ ગયેલ એક મહત્વપૂર્ણ બેગ શોધીને તેના માલિકને પરત કર્યું છે. રાજકોટના રવિભાઈ બાબુભાઈ ચાંડેગરા મધુરમથી રેલ્વે સ્ટેશન તરફ જવા માટે ઓટો રિક્ષામાં બેઠા હતા, ત્યારે તેમનું અંદાજે ₹10,000ની કિંમતના કપડાં તથા સામાન ભરેલું બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગયું હતું.

રવિભાઈએ આ અંગે જાણ કરતા જ નેત્રમ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળ સ્થાપિત CCTV કેમેરાની મદદથી રિક્ષાનો રૂટ ટ્રેક કરવામાં આવ્યો. CCTV ફૂટેજના આધારે, ટીમે GJ-20-W-4847 નંબરની રિક્ષાને ઓળખી કાઢી. ત્યારપછી, નેત્રમ ટીમે ત્વરિત રિક્ષા ચાલકનો સંપર્ક કરીને રવિભાઈનું સામાનનું બેગ સુરક્ષિત રીતે મેળવી લીધું.

આ બેગ રવિભાઈ ચાંડેગરાને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યું હતું. પોલીસની આ સજાગતા અને ત્વરિત કામગીરી બદલ રવિભાઈ ચાંડેગરાએ જૂનાગઢ પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    10 hrs ago
  • જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાતલપૂર ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રેતીના એક ડમ્પરે મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ પર સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, મોટરસાયકલ પર બાળક સહિત માતા-પિતા સવાર હતા, જેઓ બગીચામાંથી કણઝા ખાતે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા અને આક્રોશમાં આવેલા ત્રાહિત લોકોએ ડમ્પરને આગ ચાંપી દીધી હતી. હાલ વંથલી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
    2
    જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાતલપૂર ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રેતીના એક ડમ્પરે મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ પર સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, મોટરસાયકલ પર બાળક સહિત માતા-પિતા સવાર હતા, જેઓ બગીચામાંથી કણઝા ખાતે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા અને આક્રોશમાં આવેલા ત્રાહિત લોકોએ ડમ્પરને આગ ચાંપી દીધી હતી. હાલ વંથલી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
    user_RAHIM KARVAT.
    RAHIM KARVAT.
    Grain Importer વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.