logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભરૂચની ભીડભંજન ઝૂંપડપટ્ટીમાં જુગાર પર પોલીસનો દરોડો મહિલા સહિત 5 ઝડપાયા, રૂ.41 હજારનો મુદ્દામાલ જપ્ત ખુલ્લી જગ્યામાં પત્તા વડે ચાલતો હતો હાર-જીતનો જુગાર; રૂ.31,440 રોકડા અને બે મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે ભરૂચ: શહેરના ભીડભંજન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પત્તા વડે હાર-જીતનો જુગાર રમતા એક મહિલા સહિત પાંચ શખ્સોને ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂ.41,440નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ‘એ’ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ભીડભંજન ઝૂંપડપટ્ટીમાં કેટલાક લોકો આર્થિક ફાયદા માટે રોકડ રકમનો દાવ લગાવી પત્તા વડે જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં કિરણ રમેશભાઈ વાઘેલા, જીતેન્દ્રભાઈ કાલીદાસ વસાવા, કરણ ચતુરભાઈ ઠાકોર, મનીન્દર પ્રિતમસિંગ સિકલીગર અને રજનીબેન વસંતભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતી અને દાવ પરથી કુલ રૂ.31,440 રોકડા, રૂ.10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન, પત્તા અને પાથરણું મળી કુલ રૂ.41,440નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

2 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
2 hrs ago
901fbba4-f0a8-4306-887b-18fee8413f87

ભરૂચની ભીડભંજન ઝૂંપડપટ્ટીમાં જુગાર પર પોલીસનો દરોડો મહિલા સહિત 5 ઝડપાયા, રૂ.41 હજારનો મુદ્દામાલ જપ્ત ખુલ્લી જગ્યામાં પત્તા વડે ચાલતો હતો હાર-જીતનો જુગાર; રૂ.31,440 રોકડા અને બે મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે ભરૂચ: શહેરના ભીડભંજન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પત્તા વડે હાર-જીતનો જુગાર રમતા એક મહિલા સહિત પાંચ શખ્સોને ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂ.41,440નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ‘એ’ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ભીડભંજન ઝૂંપડપટ્ટીમાં કેટલાક લોકો આર્થિક ફાયદા માટે રોકડ રકમનો દાવ લગાવી પત્તા વડે જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં કિરણ રમેશભાઈ વાઘેલા, જીતેન્દ્રભાઈ કાલીદાસ વસાવા, કરણ ચતુરભાઈ ઠાકોર, મનીન્દર પ્રિતમસિંગ સિકલીગર અને રજનીબેન વસંતભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતી અને દાવ પરથી કુલ રૂ.31,440 રોકડા, રૂ.10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન, પત્તા અને પાથરણું મળી કુલ રૂ.41,440નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • અંકલેશ્વરના ગડખોલમાં રાજકીય ગરમાવો... નાણાકીય ગેરરીતિના મામલે સરપંચ મંજુલાબેન પટેલને ફરી પદ પરથી હટાવી દેવાયા છે... અધિક વિકાસ કમિશનરે અપીલ ફગાવ્યા બાદ ભરૂચ DDOએ કાર્યવાહી કરી ઉપસરપંચને તાત્કાલિક ચાર્જ સોંપવાનો આદેશ કર્યો છે... ગડખોલ ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિ અને અનિયમિતતાઓના મામલે સરપંચ મંજુલાબેન પટેલ સામે ફરી મોટી કાર્યવાહી થઈ છે. DDOએ અગાઉ 25 જુલાઈ 2024ના રોજ મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કર્યા હતા. જોકે તેમણે અધિક વિકાસ કમિશનર સમક્ષ અપીલ કરી સ્ટે મેળવતાં ફરી સરપંચનો ચાર્જ સંભાળ્યો હતો. હવે સમગ્ર મામલે મોટો વળાંક આવ્યો છે... 19 ઓગસ્ટ 2026ના રોજ અધિક વિકાસ કમિશનરે મંજુલાબેન પટેલની અપીલ ફગાવી જૂના બરતરફીના આદેશને યથાવત રાખ્યો છે. જેના પગલે 24 ઓગસ્ટે ભરૂચ DDO યોગેશ કાપસેએ મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરી પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવાનો આદેશ કર્યો છે. આ સાથે ગેરરીતિમાં અન્ય સભ્યો કે કર્મચારીઓની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ તપાસ અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એટલે કે... સ્ટેથી પાછી મળેલી સરપંચની ખુરશી હવે ફરી છીનવાઈ ગઈ છે... અને ગડખોલનું રાજકારણ ફરી ગરમાયું છે.
    1
    અંકલેશ્વરના ગડખોલમાં રાજકીય ગરમાવો... નાણાકીય ગેરરીતિના મામલે સરપંચ મંજુલાબેન પટેલને ફરી પદ પરથી હટાવી દેવાયા છે... 

અધિક વિકાસ કમિશનરે અપીલ ફગાવ્યા બાદ ભરૂચ DDOએ કાર્યવાહી કરી ઉપસરપંચને તાત્કાલિક ચાર્જ સોંપવાનો આદેશ કર્યો છે...



ગડખોલ ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિ અને અનિયમિતતાઓના મામલે સરપંચ મંજુલાબેન પટેલ સામે ફરી મોટી કાર્યવાહી થઈ છે.

DDOએ અગાઉ 25 જુલાઈ 2024ના રોજ મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કર્યા હતા. જોકે તેમણે અધિક વિકાસ કમિશનર સમક્ષ અપીલ કરી સ્ટે મેળવતાં ફરી સરપંચનો ચાર્જ સંભાળ્યો હતો.

હવે સમગ્ર મામલે મોટો વળાંક આવ્યો છે... 19 ઓગસ્ટ 2026ના રોજ અધિક વિકાસ કમિશનરે મંજુલાબેન પટેલની અપીલ ફગાવી જૂના બરતરફીના આદેશને યથાવત રાખ્યો છે.

જેના પગલે 24 ઓગસ્ટે ભરૂચ DDO યોગેશ કાપસેએ મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરી પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવાનો આદેશ કર્યો છે.

આ સાથે ગેરરીતિમાં અન્ય સભ્યો કે કર્મચારીઓની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ તપાસ અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

એટલે કે... સ્ટેથી પાછી મળેલી સરપંચની ખુરશી હવે ફરી છીનવાઈ ગઈ છે... અને ગડખોલનું રાજકારણ ફરી ગરમાયું છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    56 min ago
  • સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ
    1
    સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી 

સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા 

જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ 

ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી 

હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ 

સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી 

જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ 

સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી 
સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા 
જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ 
ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી 
હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ 
સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી 
જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    13 hrs ago
  • सूरत में एंब्रॉयडरी मशीनों पर काम करने वाले मजदूरों द्वारा सप्ताह में एक दिन रविवार की छुट्टी की मांग को लेकर जगह-जगह बंद और धरना प्रदर्शन किया जा रहा है। इसी बीच जन्मभूमि मजदूर यूनियन के सदस्य अजय दुबे कलेक्टर कचहरी पहुंचे और मजदूरों की विभिन्न मांगों को लेकर आवेदन सौंपा।
    1
    सूरत में एंब्रॉयडरी मशीनों पर काम करने वाले मजदूरों द्वारा सप्ताह में एक दिन रविवार की छुट्टी की मांग को लेकर जगह-जगह बंद और धरना प्रदर्शन किया जा रहा है। इसी बीच जन्मभूमि मजदूर यूनियन के सदस्य अजय दुबे कलेक्टर कचहरी पहुंचे और मजदूरों की विभिन्न मांगों को लेकर आवेदन सौंपा।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    21 hrs ago
  • श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड
    1
    श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
    1
    સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો  અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ.....

પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા....

જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો....

હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...?????

બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો  અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ.....
પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા....
જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો....
હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...?????
બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ
    1
    સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ
સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી: નાત શરીફના પઠન સાથે નીકળ્યું શાનદાર ઝુલુસ અંકલેશ્વરમાં ઈદે મિલાદ-ઉન-નબીની આસ્થાભેર ઉજવણી: કોમી એકતા અને અમન-શાંતિનો ગુંજ્યો સંદેશ અંકલેશ્વર શહેર સહિત સમગ્ર પંથકમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદ-ઉન-નબીના પવિત્ર પર્વની શ્રદ્ધા, આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદે મિલાદને લઈને મુસ્લિમ સમાજમાં વહેલી સવારથી જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરની વિવિધ મસ્જિદો તેમજ મુસ્લિમ વિસ્તારોને આકર્ષક રોશની અને સજાવટથી શણગારવામાં આવતા સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નાત શરીફના પઠન સાથે અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઝુલુસ દરમિયાન પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા ઝુલુસને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર રૂટ પર ધાર્મિક ભાવના સાથે ભાઈચારો, એકતા અને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ ઝુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ દ્વારા પયગંબર સાહેબના જીવન અને ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા. ઈદે મિલાદના પ્રસંગે પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનમાંથી મળતા પ્રેમ, દયા, માનવતા, શાંતિ અને ભાઈચારાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા પણ પયગંબર સાહેબના આદર્શોને જીવનમાં ઉતારી સમાજમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે દેશ અને દુનિયામાં અમન-શાંતિ જળવાઈ રહે, તમામ સમાજો વચ્ચે ભાઈચારો અને એકતા મજબૂત બને તથા લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. ઈદે મિલાદની ઉજવણી દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ઉજવણીને લઈને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઝુલુસના સમગ્ર રૂટ પર પોલીસ જવાનોની તૈનાતી સાથે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ તંત્રની સતર્ક કામગીરી તેમજ આયોજકો, સમાજના આગેવાનો અને બિરાદરોના સહકારના પગલે ઈદે મિલાદ-ઉન-નબીની ઉજવણી સમગ્ર અંકલેશ્વર શહેરમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. પવિત્ર પર્વ નિમિત્તે શહેરમાં ધાર્મિક આસ્થા સાથે કોમી એકતા, ભાઈચારો અને અમન-શાંતિનો સંદેશ ગુંજ્યો હતો.
    1
    અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી: નાત શરીફના પઠન સાથે નીકળ્યું શાનદાર ઝુલુસ

અંકલેશ્વરમાં ઈદે મિલાદ-ઉન-નબીની આસ્થાભેર ઉજવણી: કોમી એકતા અને અમન-શાંતિનો ગુંજ્યો સંદેશ

અંકલેશ્વર શહેર સહિત સમગ્ર પંથકમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદ-ઉન-નબીના પવિત્ર પર્વની શ્રદ્ધા, આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદે મિલાદને લઈને મુસ્લિમ સમાજમાં વહેલી સવારથી જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરની વિવિધ મસ્જિદો તેમજ મુસ્લિમ વિસ્તારોને આકર્ષક રોશની અને સજાવટથી શણગારવામાં આવતા સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નાત શરીફના પઠન સાથે અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઝુલુસ દરમિયાન પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું.
શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા ઝુલુસને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર રૂટ પર ધાર્મિક ભાવના સાથે ભાઈચારો, એકતા અને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ ઝુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ દ્વારા પયગંબર સાહેબના જીવન અને ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા. ઈદે મિલાદના પ્રસંગે પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનમાંથી મળતા પ્રેમ, દયા, માનવતા, શાંતિ અને ભાઈચારાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા પણ પયગંબર સાહેબના આદર્શોને જીવનમાં ઉતારી સમાજમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરવામાં આવી હતી.
આ પવિત્ર પ્રસંગે દેશ અને દુનિયામાં અમન-શાંતિ જળવાઈ રહે, તમામ સમાજો વચ્ચે ભાઈચારો અને એકતા મજબૂત બને તથા લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. ઈદે મિલાદની ઉજવણી દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ઉજવણીને લઈને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઝુલુસના સમગ્ર રૂટ પર પોલીસ જવાનોની તૈનાતી સાથે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ તંત્રની સતર્ક કામગીરી તેમજ આયોજકો, સમાજના આગેવાનો અને બિરાદરોના સહકારના પગલે ઈદે મિલાદ-ઉન-નબીની ઉજવણી સમગ્ર અંકલેશ્વર શહેરમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. પવિત્ર પર્વ નિમિત્તે શહેરમાં ધાર્મિક આસ્થા સાથે કોમી એકતા, ભાઈચારો અને અમન-શાંતિનો સંદેશ ગુંજ્યો હતો.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    16 hrs ago
  • કડોદરામાં બાઈકની લાઈટ પાડવા જેવી નજીવી બાબતે બે જૂથ બાખડ્યાં, પાંચથી વધુ યુવકો ઘવાયા એક યુવકને માથામાં ગંભીર ઈજા સાથે પગમાં ફ્રેક્ચર; સામા પક્ષના ત્રણ યુવકોને ચપ્પુના ઘા માર્યાના આક્ષેપ, CCTV ફૂટેજ સામે આવ્યા — પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલી હોરાઇઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મંગળવારની મધરાતે નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારીની ઘટના સામે આવી છે. બાઈકની લાઈટ મોઢા પર પાડવા તથા બાઈક પરત આપવા જેવી બાબતે શરૂ થયેલી તકરાર ઉગ્ર બનતાં બંને પક્ષે લાકડીઓ અને ચપ્પુ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, જોળવા ખાતે રહેતા વિક્રમસિંહ ઉર્ફે વીરુ રામસમરત સિંહે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના મિત્રો અરુણ, અંશુ અને હરિઓમ રાજસ્થાની ઢાબા પાસે બાંકડા પર બેઠા હતા. તે દરમિયાન શુભમ નામનો યુવક બાઈકની લાઈટ તેમના મોઢા પર પાડી પજવણી કરતો હોવાનો આક્ષેપ છે. આ બાબતે વિરોધ કરતાં શુભમે ‘તમે વિક્રમસિંહના માણસો છો’ કહી વિવાદ શરૂ કર્યો હતો. ત્યારબાદ શુભમ તેના સાગરીતો દેવકણ ભરવાડ, દીપક તથા એક અજાણ્યા શખ્સ સાથે મળી લાકડી અને ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. દરમિયાન વિક્રમસિંહ વચ્ચે પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ભાઈ સચિનને પણ માથાના ભાગે ઈજા થતાં બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે થયેલી મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી બીજી તરફ, તાંતીથૈયા ખાતે રહેતા દેવકણભાઈ વરજણભાઈ ભરવાડે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેઓ પોતાના મિત્ર દીપકની મોટરસાયકલ લેવા માટે ગયા હતા. તે સમયે વિક્રમસિંહ ઉર્ફે વીરુ, સચિન તથા બે અજાણ્યા શખ્સોએ બાઈક પરત આપવાનો ઈનકાર કરી ગાળાગાળી શરૂ કરી હતી. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, તેઓ વચ્ચે છોડાવવા પડતાં વિક્રમસિંહ અને સચિને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દેવકણને પીઠના ભાગે, શુભમને કમર તથા જાંઘના ભાગે અને દીપકને પગમાં ચપ્પુના ઘા વાગ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર માટે યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઘટનાને પગલે કડોદરા જીઆઈડીસી પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી છે. પોલીસે હથિયાર વડે હુમલો, રાયોટિંગ તેમજ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.એસ.આઈ. જયેશકુમાર જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે ઘટનાની હકીકત જાણવા પ્રયાસો હાથ ધરાયા છે. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં નજીવી બાબતોમાં મારામારી, ચપ્પુ અને લાકડીઓ વડે હુમલાની ઘટનાઓ સામે આવતી હોવાના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આવા બનાવોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
    1
    કડોદરામાં બાઈકની લાઈટ પાડવા જેવી નજીવી બાબતે બે જૂથ બાખડ્યાં, પાંચથી વધુ યુવકો ઘવાયા

એક યુવકને માથામાં ગંભીર ઈજા સાથે પગમાં ફ્રેક્ચર; સામા પક્ષના ત્રણ યુવકોને ચપ્પુના ઘા માર્યાના આક્ષેપ, CCTV ફૂટેજ સામે આવ્યા — પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલી હોરાઇઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મંગળવારની મધરાતે નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારીની ઘટના સામે આવી છે. બાઈકની લાઈટ મોઢા પર પાડવા તથા બાઈક પરત આપવા જેવી બાબતે શરૂ થયેલી તકરાર ઉગ્ર બનતાં બંને પક્ષે લાકડીઓ અને ચપ્પુ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જોળવા ખાતે રહેતા વિક્રમસિંહ ઉર્ફે વીરુ રામસમરત સિંહે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના મિત્રો અરુણ, અંશુ અને હરિઓમ રાજસ્થાની ઢાબા પાસે બાંકડા પર બેઠા હતા. તે દરમિયાન શુભમ નામનો યુવક બાઈકની લાઈટ તેમના મોઢા પર પાડી પજવણી કરતો હોવાનો આક્ષેપ છે. આ બાબતે વિરોધ કરતાં શુભમે ‘તમે વિક્રમસિંહના માણસો છો’ કહી વિવાદ શરૂ કર્યો હતો.
ત્યારબાદ શુભમ તેના સાગરીતો દેવકણ ભરવાડ, દીપક તથા એક અજાણ્યા શખ્સ સાથે મળી લાકડી અને ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. દરમિયાન વિક્રમસિંહ વચ્ચે પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ભાઈ સચિનને પણ માથાના ભાગે ઈજા થતાં બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે થયેલી મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી
બીજી તરફ, તાંતીથૈયા ખાતે રહેતા દેવકણભાઈ વરજણભાઈ ભરવાડે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેઓ પોતાના મિત્ર દીપકની મોટરસાયકલ લેવા માટે ગયા હતા. તે સમયે વિક્રમસિંહ ઉર્ફે વીરુ, સચિન તથા બે અજાણ્યા શખ્સોએ બાઈક પરત આપવાનો ઈનકાર કરી ગાળાગાળી શરૂ કરી હતી.
ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, તેઓ વચ્ચે છોડાવવા પડતાં વિક્રમસિંહ અને સચિને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દેવકણને પીઠના ભાગે, શુભમને કમર તથા જાંઘના ભાગે અને દીપકને પગમાં ચપ્પુના ઘા વાગ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર માટે યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ઘટનાને પગલે કડોદરા જીઆઈડીસી પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી છે. પોલીસે હથિયાર વડે હુમલો, રાયોટિંગ તેમજ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.એસ.આઈ. જયેશકુમાર જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે ઘટનાની હકીકત જાણવા પ્રયાસો હાથ ધરાયા છે.
કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં નજીવી બાબતોમાં મારામારી, ચપ્પુ અને લાકડીઓ વડે હુમલાની ઘટનાઓ સામે આવતી હોવાના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આવા બનાવોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.