Shuru
Apke Nagar Ki App…
Imran Khan
More news from ગુજરાત and nearby areas
- Post by LOK BANAS NEWS3
- ઈડર શહેરના દલજીત નગર વિસ્તારમાં આવેલ સનરાઈઝ વિદ્યા સંકુલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શ્રીહરિ એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમારોહ દરમિયાન સંસ્થાના સંચાલક અજયભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં પરીક્ષાની તૈયારી આત્મવિશ્વાસ અને ધૈર્ય સાથે કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી.કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના અગ્રણીઓ કિશનભાઈ સોની, વિપુલકુમાર લોનવાલા અને એમ.ડી. રાઠોડ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના વ્યક્ત કરી હતી.વિદાયની આ ક્ષણો વિદ્યાર્થીઓ માટે સ્મરણિય બની રહી હતી, જેમાં લાગણીઓ સાથે નવા સપનાઓનો સંકલ્પ પણ ઝળહળતો જોવા મળ્યો હતો.1
- દિયોદર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ વાવ થરાદ જિલ્લાના દિયોદર ખાતે આજે દશાબ્દી મહોત્સવ ને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં દિયોદર શ્રી સ્વામિનારાયણ મંદિરના દશ વર્ષ પૂર્ણ થતા હોઈ સ્વામિનારાયણ મંદિર ખાતે દશાબ્દી મહોત્સવ એવમ શાકોત્સવ અંતગર્ત શ્રીમંદ્ રામચરિત્ર માનસ પંચદિનાત્મક કથા ના આયોજન ને લઈ પ્રેસના માધ્યમ થી માહિતી અપાઈ હતી જેમાં આગામી 25 /2/2026 ના રોજ આ મહોત્સવ નો પ્રારંભ થશે અને તા 1/3/2026 ના રોજ પૂર્ણાહુતિ થશે જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ પ્રસંગો યોજાશે જેમાં પ્રથમ વખત આ મહોત્સવ માં નેત્રમણી નેત્રયજ્ઞ, સ્તન કેન્સર જાગૃતિ અભિયાન તેમજ નિશુલ્ક આયુષ નિદાન સારવાર કેમ્પ નું પણ આયોજન થશે....1
- દિયોદર સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ: પંચદિવસીય રામચરિત માનસ કથાનું આયોજન બળદેવ બારોટ | દિયોદર દિયોદર ખાતે સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ અને શાકોત્સવ અંતર્ગત શ્રીમદ રામચરિત માનસ પંચદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી શરૂ થશે. આ અંગેની માહિતી આપવા માટે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૩૬ ના રોજ બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યે સ્વામિનારાયણ મંદિર, દશામાં મંદિર સામે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દિયોદર તાલુકાના મિત્રો અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ટ્રસ્ટીઓમાં તપસ્વી દિલીપભાઈ ઠક્કર, ભરતભાઈ અખાણી, શૈલેષભાઈ ઠક્કર અને સોમાભાઈ જોશીનો સમાવેશ થાય છે. તેમની સાથે દિયોદર શહેરના સ્વામિનારાયણ મંદિરના ભક્તો પણ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદમાં કથા દરમિયાન આયોજિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતીઆપવામાં આવી હતી. જેમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ, નેત્રદાન કેમ્પ, તેમજ આયુષ, હોમિયોપેથી અને એલોપેથી સર્વરોગ નિદાન કેમ્પનો સમાવેશ થાય છે. કથાનો પ્રારંભ ૨૫ ફેબ્રુઆરીએ થશે અને તે દરરોજ બપોરે ૩ થી ૬ વાગ્યે તેમજ રાત્રે ૯ થી ૧૨ વાગ્યે યોજાશે. ભવિક ભક્તો માટે સાંજે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.4
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે રામદેવ મહિલા મંડળની બહેનો દ્વારા રામદેવપીર ની મંડળીનું આયોજન કરવામાં આવતાં જશવંતપુરા ગામની રામદેવપીર મંડળી દ્વારા લાંબડીયા ગામે ત્રણ દિવસ સુધી બાબા રામદેવનું આખ્યાન યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી આ મંડળીને નિહાળી બાબા રામદેવ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરેલ ત્રીજા દિવસે આખ્યાન પૂરું થતાં ગામ લોકો દ્વારા રામદેવપીર મંડળી નો આભાર પ્રગટ કરીને વિદાય આપવામાં આવેલ.1
- જશવંતપુરા ગામની મંડળી દ્વારા લાંબડીયા ગામે બાબા રામદેવપીર નું આખ્યાન યોજાયું1
- ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો1
- વડાલી શહેરમાં એક ખાનગી સુપર માર્ટના માલિક સામે યુવતી સાથે છેડતી અને અભદ્ર વર્તનના આરોપ મામલે પીડિતાના પરિવારે વડાલી પોલીસમાં લેખિત અરજી કરી છે. આ સમગ્ર મામલે હાઈવે રોડ પરના ખાનગી સુપર માર્ટ આગળ બોલાચાલી બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો હતા.ત્યારે વડાલી પોલીસે તાત્કાલિક ઘટના પહોંચી મામલો શાંત પાડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.આ મામલે વડાલી પી.આઈ. ડી.આર. પઢેરીયાએ જણાવ્યું હતું કે અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.1