વિદાય વેળાએ લાગણીઓની હેલી: સનરાઈઝ વિદ્યા સંકુલમાં સ્નેહમિલન ઈડર શહેરના દલજીત નગર વિસ્તારમાં આવેલ સનરાઈઝ વિદ્યા સંકુલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શ્રીહરિ એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમારોહ દરમિયાન સંસ્થાના સંચાલક અજયભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં પરીક્ષાની તૈયારી આત્મવિશ્વાસ અને ધૈર્ય સાથે કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી.કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના અગ્રણીઓ કિશનભાઈ સોની, વિપુલકુમાર લોનવાલા અને એમ.ડી. રાઠોડ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના વ્યક્ત કરી હતી.વિદાયની આ ક્ષણો વિદ્યાર્થીઓ માટે સ્મરણિય બની રહી હતી, જેમાં લાગણીઓ સાથે નવા સપનાઓનો સંકલ્પ પણ ઝળહળતો જોવા મળ્યો હતો.

- ઈડર શહેરના દલજીત નગર વિસ્તારમાં આવેલ સનરાઈઝ વિદ્યા સંકુલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શ્રીહરિ એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમારોહ દરમિયાન સંસ્થાના સંચાલક અજયભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં પરીક્ષાની તૈયારી આત્મવિશ્વાસ અને ધૈર્ય સાથે કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી.કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના અગ્રણીઓ કિશનભાઈ સોની, વિપુલકુમાર લોનવાલા અને એમ.ડી. રાઠોડ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના વ્યક્ત કરી હતી.વિદાયની આ ક્ષણો વિદ્યાર્થીઓ માટે સ્મરણિય બની રહી હતી, જેમાં લાગણીઓ સાથે નવા સપનાઓનો સંકલ્પ પણ ઝળહળતો જોવા મળ્યો હતો.1
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે રામદેવ મહિલા મંડળની બહેનો દ્વારા રામદેવપીર ની મંડળીનું આયોજન કરવામાં આવતાં જશવંતપુરા ગામની રામદેવપીર મંડળી દ્વારા લાંબડીયા ગામે ત્રણ દિવસ સુધી બાબા રામદેવનું આખ્યાન યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી આ મંડળીને નિહાળી બાબા રામદેવ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરેલ ત્રીજા દિવસે આખ્યાન પૂરું થતાં ગામ લોકો દ્વારા રામદેવપીર મંડળી નો આભાર પ્રગટ કરીને વિદાય આપવામાં આવેલ.1
- ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો1
- રણાસણ રેપડી માતાજી મંદિરે મહાશિવરાત્રી ૨ મહોત્સવમાં મહાલઘુરૂદ્ર યજ્ઞ, કાલ ભૈરવ યજ્ઞ, ભંડારા અને ભજન-સત્સંગ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં આવેલ રેપડી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ દરમિયાન શિવ ગોરખ અઘોર અખાડા દ્વારા આયોજિત મહાશિવરાત્રી ૨ મહોત્સવ તથા મહા લઘુરૂદ્ર યજ્ઞ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં હજારો ભક્તો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે ગોરખ ધુણા ખાતે પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધિ પાસે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં મહા લઘુરૂદ્ર યજ્ઞનો આરંભ પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાધુ-સંતો તથા મહેમાનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોને ભક્તિરસનો અનુભવ થયો હતો. છેલ્લા દિવસે સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું હતું. આ મહોત્સવમાં કાલ ભૈરવ યજ્ઞ, પ્રભુનાથજીની સમાધિ તિથિ તથા અઘોરી બાપુના ધુણા સાથે જોડાયેલા તમામ પરંપરાગત વિધિ-વિધાનો પણ સંપન્ન થયા હતા. આયોજનમાં અઘોરી યોગી સાગરનાથ બાપુએ અધ્યક્ષ/પ્રમુખ તરીકે, સાવરીયા શેઠે સનરક્ષક તરીકે અને એડવોકેટ હાર્દિક પટેલ હીરાનાથે ઉપાધ્યક્ષ તરીકે મુખ્ય જવાબદારી નિભાવી હતી. યોગી બાબા સાગરનાથજી તથા માતાજી નિર્મલનાથજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.1
- મોડાસા તાલુકા ના ગાજણ ગામે છેલ્લા છ સાત વર્ષ અગાઉ પાકો રસ્તો બનવ્યો હતૉ. હાલ માં આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જે રોડ ઉપર વારંવાર માર્ગ અને મકાન ધ્વરા ખાડા પેવર કરવા માં આવે છે. ત્યારે ગ્રામ જનો ની લોક માંગ છે કે ગાજણ ગામનો રસ્તો ઝડપી બનાવવા માં આવે તેવી લોક માંગ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006502
- જશવંતપુરા ગામની મંડળી દ્વારા લાંબડીયા ગામે બાબા રામદેવપીર નું આખ્યાન યોજાયું1
- મોબાઈલ સ્નેચિંગ કરનાર બે આરોપીઓ ઝડપાયા, 1.15 લાખનો મુદ્દામાલ કબ્જે1
- વડાલી શહેરમાં એક ખાનગી સુપર માર્ટના માલિક સામે યુવતી સાથે છેડતી અને અભદ્ર વર્તનના આરોપ મામલે પીડિતાના પરિવારે વડાલી પોલીસમાં લેખિત અરજી કરી છે. આ સમગ્ર મામલે હાઈવે રોડ પરના ખાનગી સુપર માર્ટ આગળ બોલાચાલી બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો હતા.ત્યારે વડાલી પોલીસે તાત્કાલિક ઘટના પહોંચી મામલો શાંત પાડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.આ મામલે વડાલી પી.આઈ. ડી.આર. પઢેરીયાએ જણાવ્યું હતું કે અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.1