Shuru
Apke Nagar Ki App…
Pankaj Parmar
More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલા તિરૂપતિ બજારમાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે. બજાર વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશને કારણે આ ટ્રાફિક જામ સર્જાયો હતો.2
- રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામની પ્રાથમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવાનો અને લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તે અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી, ભાજપના તાલુકા મહામંત્રી બેચરભાઈ ઠાકોર, ગામના સરપંચ, તલાટી તેમજ શિક્ષણગણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વિવિધ આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.1
- વાવ થરાદ એલસીબી દ્વારા કાર્યવાહી કરતા ભાભર-દિયોદર હાઇવે રોડ પર મીઠા ગામની સીમમાંથી એક ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 3585 દારૂ અને બિયર બોટલો સહિત ₹19,35,749 ની કુલ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાવ થરાદ એલસીબીએ દારૂના આ જથ્થા સાથે બે ઈસમોને પણ ઝડપી પાડ્યા હતા.1
- ભાભર દિયોદર રોડ પર મીઠા ગામ નજીકથી પસાર થતી એક કારમાંથી એલસીબી વાવ થરાદ પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ૩૫૮૫ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી, જેનો કુલ મુદ્દામાલ ₹૧૯.૨૫ લાખનો આંકવામાં આવ્યો છે. પોલીસે આ મામલે બે શખ્સો સામે ભાભર પોલીસ મથક ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.3
- કડીના બલાસર નજીક થયેલ વિષ્ણુજી ઠાકોરની ક્રૂર હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે, જેમાં મૂળ બિહારના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એલ.સી.બી. અને કડી પોલીસે સંયુક્ત રીતે ગણતરીના કલાકોમાં જ આ આરોપીને દબોચી લીધો હતો. આરોપી મોહમ્મદ નોમાન, જે જાદવપુરા ચોકડી પાસે નોનવેજની લારી ચલાવે છે અને મૂળ બિહારનો રહેવાસી છે, તે આ હત્યાનો મુખ્ય ગુનેગાર નીકળ્યો છે. તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હતી. આરોપીને જાણ હતી કે ખેડૂત પાસે મોટી રકમ છે, આથી તેણે લિફ્ટ મેળવી એક્ટિવા પાછળ બેસી ગયો હતો. ત્યારબાદ તેણે તીક્ષ્ણ હથિયાર વડે વિષ્ણુજી ઠાકોરને છરીના ઉપરાઉપરી ઘા મારી ક્રૂર હત્યા કરી હતી અને ₹12,000 ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ગંભીર ગુનાનો પર્દાફાશ કરવા માટે 8 થી વધુ ટીમો બનાવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.1
- બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર છાપી નજીક ભરકાવાડા પાટિયા પાસે રાત્રિના સમયે રાજસ્થાન પોલીસ તરીકે ઓળખ આપી ફોર્ચ્યુનર કારમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ હાઈવે લૂંટ કરી હતી. આ ગંભીર ગુનાનો ભેદ બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ગણતરીના દિવસોમાં ઉકેલી દેવામાં આવ્યો છે. LCBની ઝડપી કાર્યવાહીમાં, પોલીસે તકનીકી તપાસ, બાતમીદારો અને સતત મોનિટરિંગના આધારે લૂંટમાં સંડોવાયેલા રાજસ્થાન રાજ્યના એક આરોપીને ઝડપી પાડીને મહત્વની સફળતા મેળવી છે. પોલીસે આરોપીની ધરપકડની સાથે જ લૂંટમાં ગયેલો કુલ ₹11,33,000/- નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે, જેનાથી પીડિતને રાહત મળી છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરીને અન્ય સંડોવાયેલા ઇસમો તથા ગુનાના સમગ્ર નેટવર્ક અંગે તપાસ કરવામાં આવી રહી છે.1
- પટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવનગર તેમજ ચામુંડાનગર ખાતે વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં એલસીબી (LCB), એસઓજી (SOG) અને પેરોલ ફરલોની ટીમો પણ જોડાઈ હતી.1
- એક ફોર્ચ્યુનર કારમાંથી કરોડો રૂપિયાના મૂલ્યનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.1