વાવ-સુઈગામ-ધરણીધર અને ભાભરમાં પાણી પ્રશ્ને સરકાર એલર્ટ ! મંત્રી સ્વરૂપજી ઠાકોરનો કડક મિજાજ ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પીવાના પાણી મુદ્દે થરાદ પ્રાંત કચેરી ખાતે હાઈ લેવલ બેઠક યોજાઈ મંત્રી સ્વરૂપજી ઠાકોરે અધિકારીઓ અને એજન્સીઓને ધધડાવ્યા ! પાણી પ્રશ્ને બેદરકારી નહીં ચાલે તેવી ચેતવણી સરહદી ગામોમાં પાણી માટે હાહાકાર ન મચે તે માટે ટેન્કર વ્યવસ્થા તાત્કાલિક મજબૂત કરવાનો આદેશ પીવાના પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા અધિકારીઓને કડક સૂચનાઓ જળસંકટગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનીટરીંગ રાખવા તંત્રને આદેશ (લક્ષ્મણ સોલંકી) વાવ થરાદ થરાદ પ્રાંત કચેરી ખાતે પાણી પ્રશ્ને રાજય મંત્રી સ્વરૂપજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં થરાદ વાવ પ્રાંત અધિકારી સાજન મેર પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાવ, સુઈગામ, ધરણીધર અને ભાભર તાલુકામાં ઊભી થયેલી પીવાના પાણીની સમસ્યાને ગંભીરતાથી લઈ રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરે થરાદ પ્રાંત કચેરી ખાતે જવાબદાર અધિકારીઓ અને એજન્સી સાથે સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ તેમજ ચારેય તાલુકાના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે બેઠક દરમિયાન પાણી પ્રશ્ને કડક વલણ અપનાવી અધિકારીઓ અને એજન્સીઓને ધધડાવ્યા હતા ખાસ કરીને સરહદી અને અંતરિયાળ ગામોમાં પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે તાત્કાલિક અસરથી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ બેઠક દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે ઉનાળામાં સામાન્ય પ્રજાજનોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવાનો વારો ન આવવો જોઈએ તેમજ જ્યાં પાણી પુરવઠાની લાઈનોમાં ખામી હોય અથવા પાણી પહોંચવામાં વિલંબ થતો હોય ત્યાં તાત્કાલિક ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો તેમજ ખાસ કરીને સરહદી ગામોમાં પાણીની સમસ્યા વધુ ન સર્જાય તે માટે ગામે ગામ ટેન્કરો મોકલવા પાણી પુરવઠા વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી સાથે સાથે પાણી વિતરણની દૈનિક મોનીટરીંગ રાખી લોકો સુધી પૂરતું અને સમયસર પાણી પહોંચે તેની ખાતરી કરવા પણ તંત્રને જણાવ્યું હતું તેમજ વધુમાં મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે પીવાના પાણીના પ્રશ્ને કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને લોકોની ફરિયાદો સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેમજ આ બેઠક બાદ ચારેય તાલુકામાં પાણી પ્રશ્ને તંત્ર વધુ સક્રિય બન્યું હોવાનું જોવા મળી રહ્યું છે અને પ્રજાજનોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે......

- ગુજરાતના થરાદમાં નિર્માણાધીન સિવિલ હોસ્પિટલના પરિસરમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવા થરાદ અને ધાનેરાની ફાયર ટીમો તેમજ સ્થાનિક લોકોને પણ મદદ માટે બોલાવવા પડ્યા હતા.1
- બનાસકાંઠાના થરાદમાં આવેલી નવી સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં લોકોમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો.1
- બનાસકાંઠાના થરાદની રેફરલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી. હોસ્પિટલમાં રાખેલા કન્સ્ટ્રક્શનના સામાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી.2
- થરાદમાં સિવિલ હોસ્પિટલ પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દર્દીઓ અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ફાયર બ્રિગેડે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે જાનહાનિ ટળી પરંતુ મોટા આર્થિક નુકસાનનો અંદાજ છે.3
- બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામ નજીક ભારતમાલા રોડ પરથી એક કિયા સેલ્ટોસ ગાડીમાંથી ₹૯.૧૧ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ગાડીના ગુપ્ત ખાનામાંથી ૨૮૫ બોટલો વિદેશી દારૂ કબજે કર્યો અને થરાદના રહેવાસી એક આરોપીની ધરપકડ કરી છે. આ મામલે વાવ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.1
- ગુજરાતના થરાદ રેફરલ હોસ્પિટલમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. આગને કારણે દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફમાં ભય ફેલાઈ ગયો હતો.1
- બનાસકાંઠાના થરાદમાં રેફરલ ત્રણ રસ્તા પાસે આવેલી સરકારી હોસ્પિટલના કાટમાળમાં ભીષણ આગ લાગી. આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.1
- બનાસકાંઠાના થરાદમાં પેરોલ ફર્લો સ્કોડે છોટા હાથીમાં બનાવેલા ચોરખાનામાંથી ₹10.58 લાખનો દારૂ ઝડપ્યો. પોલીસે 2400 બોટલ દારૂ, છોટા હાથી અને મોબાઈલ ફોન સહિત કુલ મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના એક ઈસમની ધરપકડ કરી છે.1