સંતરામપુરમાં આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ...! દિવાલો પર કેટલાક પક્ષો ના પોસ્ટરોને લઈને ઉઠ્યા સવાલ-પોસ્ટરો મુદ્દે સંતરામપુરમાં માહોલ ગરમાયો... તાત્કાલિક પગલાંની લોક માંગ.. સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ બાકી રહેલી નગરપાલિકાઓ માટે ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સરકાર ના નિયમો અનુસાર આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન સંતરામપુર શહેરના વિવિધ વિસ્તારો અને મોહલ્લાઓમાં મોટી સંખ્યામાં મકાનોની દીવાલો પર કેટલાક પક્ષીય રંગોથી બનાવેલા પોસ્ટરો હજુ પણ જોવા મળ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી સંબંધિત લખાણો જેમ કે “ના બેટા નું, ના બાપનું, હવે ગુજરાત આપનું” તેમજ ઝાડુના નિશાન સાથેના ચિત્રો શહેરના અનેક સ્થળોએ દેખાઈ રહ્યા છે. આ પ્રકારના પ્રચાર સામગ્રી આચાર સંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરે છે કે નહીં તે અંગે સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે ચૂંટણી જાહેર થયા પછી પણ સંતરામપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા આવા પોસ્ટરો હટાવવા અંગે કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પરિણામે શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોમાંથી ઉઠતી માંગ મુજબ, સંતરામપુર તાલુકા વહીવટી તંત્રએ તાત્કાલિક પગલાં લઈ આચાર સંહિતાનો કડક અમલ કરવો અને કરાવો જોઈએ અને સંતરામપુર શહેરમાં લગાવવામાં આવેલા આવા પોસ્ટરો દૂર કરવા જોઈએ, જેથી નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત થઈ શકે.... આ વિશે જાગૃત નાગરિકો દ્વારા તંત્ર ના જવાબદાર અધિકારી નું ધ્યાન દોરતા તેઓએ કહેલ કે આ તો જે જગ્યાએ ચૂંટણી હોય ત્યાં પોસ્ટરો ઉતારવા ના હોય અને બાકી ચૂંટણી પંચ ના શું નિયમો છે તે હું જોઈ લેવરાવું છું..તો શું આ મહીસાગર જિલ્લા મા આવેલ સંતરામપુર તાલુકા માં કોઈ પણ ચૂંટણીઓ નથી...? કે જેથી આ આચાર સંહિતા ના નિયમો આ સંતરામપુર શહેર ને લાગુ પડતા નથી..તેવું જાગૃત નાગરિકો માં ચર્ચાતું જોવા મળી રહ્યું છે.... સત્ય હકીકત શું છે તે છે તપાસ નો વિષય.... 🌹સલમાન મોરાવાલા, મો. 94272 21409 સંતરામપુર–મહીસાગર

- Post by Salman moravala1
- બાલાસિનોર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી સાહેબશ્રી નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે આધારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓએ એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ શ્રી એચ.બી.સિસોદીયા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ. દરમ્યાન એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે, બાલાસિનોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૨/૨૦૨૬ BNS કલમ ૩૧૮(૪),૫૪ તથા આઇ.ટી.એક્ટ કડ(ડી) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઇ લીમડીવાલા રહે. જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ જમાલપુર અમદાવાદ નાનો પોતાના ઘરે હોવાની ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી. ટીમના પો.સ.ઇ. એચ.બી.સિસોદીયા તથા એ.એસ.આઇ.કિર્તીપાલસિહ તથા હે.કો અક્ષયભાઇ તથા પો.કો.નથુભાઇ તથા પો.કો. મયુરસિંહ નાઓને અમદાવાદ ખાતે મોકલી તપાસ કરાવતાં ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી મળી આવેલ જેથી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર પો.સ્ટે. સોપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી - સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઇ લીમડીવાલા1
- દુર્ગા ઇલેક્ટ્રોનિક લુણાવાડા 9712828745 99797037483
- દાહોદ જિલ્લાના વિવિધ PHC અને સબ સેન્ટર ખાતે મમતા દિવસની ઉજવણી કરાઈ આજે તારીખ 08/04/2026 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં બુધવારના દિવસે વિવિધ સબ સેન્ટર ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય ચકાસણી, રસીકરણ તેમજ પોષણ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એચપિવી વેક્સિન પણ આપવામાં આવી હતી. યુવતીઓના આરોગ્ય સુરક્ષા માટે આ રસી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે ભવિષ્યમાં ગંભીર બીમારીઓથી રક્ષણ આપે છે. આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા, સમયસર રસીકરણ કરાવવાનું અને સ્વચ્છતા જાળવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. મમતા દિવસની આ કામગીરી દ્વારા માતા અને બાળ આરોગ્યને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.1
- Post by Deval Vikas1
- ટ્રેનની નીચે આવી આવી જતાવ્યક્તિનું મોત દાહોદના પ્લેટફોર્મ નંબર ૩ નજીક માલગાડીનીચે આવતા બની ઘટના અજાણ્યા મુસાફરીનું ઘટનામાં મોત રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરીઅજાણ્યા વ્યક્તિના પરિવારની શોધ કોણે હાથ ધરાઈ1
- કાલોલ ભાજપ દ્વારા મૌન રેલી કાઢી કોંગ્રેસ પ્રમુખ ના નિવેદન નો વિરોધ નોંધાવ્યો. કાલોલ નગર ભાજપા અને તાલુકા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા બદલ જન આક્રોશ રેલી કાઢી ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મૌન રેલી કાલોલ નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી કાલોલ નગરપાલિકા પાસે આવી હતી કાલોલ ભાજપા યુવા મોરચા દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા અધ્યક્ષ મહિદિપસિંહ ગોહિલ નગરના અધ્યક્ષ કલ્પેશ પારેખ પંચમહાલ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન યુવા મોરચાના જયુભાઈ રાણા ,નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ અને એસસી મોરચાના ઉપાધ્યક્ષ કિરણભાઈ મકવાણા,બક્ષીપંચ મોરચાના મંત્રી સંતોષભાઈ વાલા મહિલા મોરચાના પ્રમુખ શોભાબેન શાહ અને સમગ્ર સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો અને કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.1
- Post by Salman moravala1