Shuru
Apke Nagar Ki App…
બોટાદ પોલીસ ની પ્રસસનીય કામગીરી ચોરી ના ગુના માં મેળવી મોટી સફળતા
Loksamnanews channel
બોટાદ પોલીસ ની પ્રસસનીય કામગીરી ચોરી ના ગુના માં મેળવી મોટી સફળતા
More news from ગુજરાત and nearby areas
- , motivational story1
- જૂનાગઢ: ઉનાળાની શરૂઆતે જ જૂનાગઢમાં તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવી જતાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વન્યજીવોને રક્ષણ આપવા તંત્ર સજ્જ બન્યું છે. સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિંહ, વાઘ, દીપડા અને વરુ જેવા માંસાહારી પ્રાણીઓના પાંજરામાં વોટર સ્પ્રિંકલર અને ફુવારા શરૂ કરવામાં આવ્યા છે. વન્યપ્રાણીઓને ડિહાઈડ્રેશનથી બચાવવા પીવાના પાણીમાં ORS અને ગ્લુકોઝ ઉમેરવામાં આવે છે, જ્યારે રીંછ જેવા પ્રાણીઓને ફળોની 'આઈસ કેન્ડી' આપી ઠંડક પહોંચાડાઈ રહી છે. ખોરાકમાં તરબૂચ અને ટેટી જેવા જળયુક્ત ફળોનો વધારો કરાયો છે અને પક્ષીઓ માટે આર્ટિફિશિયલ નેસ્ટ તેમજ સરીસૃપો માટે ખાસ છાંયડાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. સમગ્ર પ્રાણી સંગ્રહાલયમાં ગ્રીન નેટ લગાવી સીસીટીવી દ્વારા વન્યજીવોના સ્વાસ્થ્યનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.1
- ગાયના ગોબર તથા મુત્ર જમીનને ફળદ્રુપ બનાવવા મદદરૂપ: ખેડૂતોના મિત્રો અળસિયા જળસંચય અને પાક માટે મદદરૂપ હાલમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન સન્માન નિધિ” યોજના અંતર્ગત ભારત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને આસામ રાજ્ય સરકારના કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આસામના ગુવાહાટી ખાતેથી કિસાનોને ૨૨મો હપ્તો હપ્તો ચુકવવામાં આવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ ભારતભરના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બોટાદની એ.પી.એમ.સી.ખાતે આશરે ૨૫૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજ વસ્તુઓથી જમીન તથા વ્યક્તિના શરીરને થતાં ફાયદાઓ અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, વધુમાં કિસાનોને જણાવવામાં આવ્યું કે, ગાયના ગોબર, ગૌમૂત્ર તેમજ ગાય આધારિત ખેતી જમીનની ફળદ્રુપતા વધારવા ખુબ જ મદદરૂપ થાય છે. જમીનમાં રહેલા અળસિયા પાકને તથા જમીનની ગુણવતા લાંબા સમય સુધી ટકાવી રાખે છે. સાથોસાથ અળસિયા ખેતરના ભૂર્ગભ તળને સાજા કરે છે એટલે કે જળસંચય માટે ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. તેમજ પ્રાકૃતિક ચીજ વસ્તુઓ માનવ શરીરને તંદુરસ્ત અને નીરોગી બનાવે છે તે અંગેની માહિતી કિસાનોને આપી હતી તથા પ્રાકૃતિક કૃષિના અભિગમને વધુને વધુ કિસાનો અપનાવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- આ કાર્યક્રમમાં બરવાળા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, પ્રાંત અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, બરવાળા તાલુકાના તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ તથા સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.1
- ૧૪,૧૫ તારીખે આખા દેશમાં પ્રથમ વખત Nt/Dnt ના સમાજ નુ વિચાર મંથન થયું હતું એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરીયાણા, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પંજાબ, દિલ્હી, રાજ્ય માંથી પોત પોતાના રાજ્ય ના પ્રતિનિધિ ઓ હાજર થયા હતા બે દિવસ સુધી ચાલે અધિવેશન માં પોત પોતાના રાજ્ય માં જીવન પરિસ્થિતિ નુ અવલોકન કર્યું હતું આ સમુદાય ના લોકો અત્યંત ગરીબ અને દયનીય સ્થિતિ માં જીવન જીવી રહ્યા છે આ સમુદાય ના લોકો પર વર્ષ ૧૮૫૭ અંગ્રેજ સરકાર દ્વારા કિરર્મિનલ એકટ લાગું કરવામાં આવ્યો હતો ત્યારથી આ સમુદાય ના લોકો ના પારંપરિક વ્યવસાય થી અલગ થતા ભટકતું જીવન ગુજાર પર મજબૂર થયા હતા ૧૯૪૭ ભારત દેશ તો આઝાદ થયો પણ આ લોકો આઝાદી ના પાંચ વર્ષ પછી૧૯૫૨, ૩૧ ઓગસ્ટ દિને આઝાદ કરવામાં આવ્યા હતા1
- ભરૂચ શહેરમાં વ્યાજખોરી અને ધમકીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો તુલસીધામના કપડાં વેપારી પાસેથી વ્યાજખોરે આશરે ₹18 લાખ વસૂલ્યાનો આરોપ વેપારીને મારપીટ કરી ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ સામે સી-ડિવિઝન પોલીસમાં લેખિત અરજી વેપારીને જબરદસ્તી કારમાં બેસાડી માર માર્યાનો પણ આક્ષેપ પરિવાર સામે અપમાનજનક ભાષા વાપરી ધમકી આપ્યાનો આરોપ સી-ડિવિઝન પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી.1
- રાજુલા પોલીસ સ્ટેશન પાસે સર્જાયો અકસ્માત એક કાર ચાલકે સર્જયો અકસ્માત1
- જૈન યુવતી ઓનો સારોસાચો નિર્ણય.1
- બોટાદ જિલ્લા ખાતે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં બોટાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પ્રેમ સંબંધ અને સગાઈ બાબતે થયેલા વિવાદને કારણે આરોપીએ ખેડૂતની હત્યા કરી હોવાનું કેસ દરમિયાન સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામે રહેતા ખેડૂત નિતુભા કરણુભા ગોહિલે પોતાની ખેતીની જમીન આરોપી કિરણ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પઢીયાર (રહે. ગંભીરા, તા. આંકલાવ, જી. આણંદ)ને મજુરીએ વાવવા માટે આપી હતી. આ જમીનની બાજુમાં અન્ય ખેડૂતની જમીન વાવતા એક ભાગિયાની દીકરી સાથે આરોપી કિરણનો પ્રેમ સંબંધ હતો અને તે તેની સાથે સગાઈ કરવા ઈચ્છતો હતો. આ બાબતે દીકરીના પિતાએ નિતુભા ગોહિલને ફરિયાદ કરતાં નિતુભાએ આરોપીને ઠપકો આપ્યો હતો. આ વાતથી આરોપી કિરણ ઉર્ફે કિરો નારાજ થયો હતો. તા. 16 ડિસેમ્બર 2023ના રોજ નિતુભા ગોહિલ પોતાની વાડીમાં એકલા હાજર હતા ત્યારે આરોપીએ પાછળથી હાથમાં લોખંડની કોશ વડે તેમના માથામાં ઘા કર્યો હતો. ઘટનાના બાદ આરોપી કોશ કુવામાં નાખી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નિતુભા ગોહિલનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મરણજનારના ભાઈ ધેલુભા કરણુભા ગોહિલે ગઢડા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા કલમ 302, 201 તથા જી.પી.એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધાવી હતી. ગઢડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.જી. જાડેજાએ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી અને પુરતા પુરાવા મળતા બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કેસ દરમિયાન 36 દસ્તાવેજી પુરાવા અને 12 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલો અને રજૂઆતો ધ્યાને લઈ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મનીષસહાય જે. પરાશરે આરોપી કિરણ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પઢીયારને IPC કલમ 302 અને 201 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા તથા દંડ ફટકાર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1