સાવરકુંડલામાં 25 ઓગસ્ટે 8 કલાક વીજ પુરવઠો બંધ રહેશે, M.V.C.C. કેબલની કામગીરીને લઈ PGVCLની જાહેરાત, શહેરના અનેક વિસ્તારોના વીજ ગ્રાહકોને અસર સાવરકુંડલા શહેરમાં પી.જી.વી.સી.એલ. દ્વારા M.V.C.C. કેબલની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આગામી મંગળવાર, તા. 25 ઓગસ્ટ 2026ના રોજ શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. વીજ વિભાગની કામગીરીને કારણે સવારે 7:00 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી એટલે કે આશરે 8 કલાક વીજળી બંધ રહેવાની જાણ કરવામાં આવી છે. વીજ પુરવઠો બંધ રહેનારા વિસ્તારોમાં સર્વોદય નગર, શોરાવાડી, કાનાણી નગર, રઘુવંશીપરા, સહજાનંદ નગર, કૃષ્ણાપ્લોટ અને મીરાપાર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. વીજ વિભાગ દ્વારા હાથ ધરાનારી કેબલ કામગીરીને કારણે આ સમયગાળા દરમિયાન ઘરેલુ તેમજ વ્યવસાયિક વીજ ગ્રાહકોને અગવડતા પડી શકે છે. PGVCL દ્વારા નાગરિકોને વીજળી આધારિત જરૂરી કામકાજનું આયોજન અગાઉથી કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.
સાવરકુંડલામાં 25 ઓગસ્ટે 8 કલાક વીજ પુરવઠો બંધ રહેશે, M.V.C.C. કેબલની કામગીરીને લઈ PGVCLની જાહેરાત, શહેરના અનેક વિસ્તારોના વીજ ગ્રાહકોને અસર સાવરકુંડલા શહેરમાં પી.જી.વી.સી.એલ. દ્વારા M.V.C.C. કેબલની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આગામી મંગળવાર, તા. 25 ઓગસ્ટ 2026ના રોજ શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. વીજ વિભાગની કામગીરીને કારણે સવારે 7:00 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી એટલે કે આશરે 8 કલાક વીજળી બંધ રહેવાની જાણ કરવામાં
આવી છે. વીજ પુરવઠો બંધ રહેનારા વિસ્તારોમાં સર્વોદય નગર, શોરાવાડી, કાનાણી નગર, રઘુવંશીપરા, સહજાનંદ નગર, કૃષ્ણાપ્લોટ અને મીરાપાર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. વીજ વિભાગ દ્વારા હાથ ધરાનારી કેબલ કામગીરીને કારણે આ સમયગાળા દરમિયાન ઘરેલુ તેમજ વ્યવસાયિક વીજ ગ્રાહકોને અગવડતા પડી શકે છે. PGVCL દ્વારા નાગરિકોને વીજળી આધારિત જરૂરી કામકાજનું આયોજન અગાઉથી કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.
- _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .1
- શૈક્ષણીક સંસ્થા ઓભષ્ટાચાર ના પાર્ટીઓ વ્યભીચાર ના અડ્ડાઓ બની રહ્યા છે.1
- પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે મહુવા તાલુકાના મોટા ખુંટવડામાં ભવ્ય કાવડ યાત્રા યોજાઈ મોટા ખુંટવડા ખાતે શ્રાવણના બીજા સોમવારે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજના આયોજન હેઠળ પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રા યોજાઈ હતી. પૂજ્ય નેપાળી બાપુના સમાધિ સ્થાનેથી પવિત્ર માલણ નદીના તીરે યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં 108 કાવડ અને 108 કાવડીયાઓ જોડાયા હતા. ધોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ ખાતે યાત્રા ફરી રામેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી. યાત્રામાં સરપંચ સહિત અઢારેય વર્ણના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજે તમામ ભક્તજનોને આશીર્વાદ આપી મોટા ખુંટવડા ગામના સમસ્ત ગ્રામજનોનું આરોગ્ય સારું રહે અને સૌ સુખી-નિરોગી રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.2
- જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી1
- છાછર ગામના વાડી વિસ્તારમાં સિંહ ના આંટા ફેરા છ🦁,Gir1
- બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક સામે ગંભીર આક્ષેપો થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ગ્રામજનોએ શિક્ષક હર્ષદભાઈ ઝાલા વિરુદ્ધ રજૂઆત કરી વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરી ત્રાસ આપતા હોવાના આક્ષેપો સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, બરાનીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હર્ષદભાઈ ઝાલા દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવામાં આવતા હોવાના આક્ષેપો છે. આ મામલે ગામલોકોએ અગાઉ શિક્ષક સમક્ષ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શિક્ષક દ્વારા ખોટી ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતી હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા.આ મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. શિક્ષક વિરુદ્ધ ફરિયાદ ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહેવાનો નિર્ણય પણ ગ્રામજનોએ કર્યો હતો. બીજી તરફ બરાનીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હર્ષદભાઈ ઝાલા પણ ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.શિક્ષક હર્ષદ ઝાલાએ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા વિદ્યાર્થીનીઓ સાથે અડપલાના આક્ષેપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગામના માજી સરપંચનું ખનીજ ભરેલું ડમ્પર શાળાની પાસેથી પસાર થતું હોવાથી તેમણે તેને રોકવાની ના પાડી હતી. આ બાબતને લઈને પોતાની વિરુદ્ધ ખોટી રજૂઆત કરવામાં આવી રહી હોવાનો શિક્ષકનો દાવો છે... રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો... ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો.....1
- અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલી પાણા ખાણમાંથી પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી... અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલી પાણા ખાણમાંથી પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી1