ટેકનિકલ ખામીને કારણે છેલ્લા બે વર્ષથી બંધ પડેલા એક તરફના રસ્તાનું સમારકામ શરૂ પ્રતિનિધિ ગોધરા તા.23 રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે સંતરોડ પાસે પાનમ બ્રિજનું જાતનિરીક્ષણ કરી રિપેરિંગ કામગીરીનો પ્રારંભ કરાવ્યો ટેકનિકલ ખામીને કારણે છેલ્લા બે વર્ષથી બંધ પડેલા એક તરફના રસ્તાનું સમારકામ શરૂ થતાં વાહનચાલકોને મોટી રાહત થશે ગોધરાથી-ઈન્દોર હાઈવે પર સંતરોડ પાસે આવેલા પાનમ બ્રિજનું લાંબા સમયથી અટકેલું રિપેરિંગ કામ આખરે શરૂ કરી દેવામાં આવ્યું છે.જે આગામી થોડા મહિનામાં પૂર્ણ કરીને બ્રિજને ફરીથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. ટેકનિકલ ખામીને કારણે બ્રિજનો એક તરફનો ભાગ છેલ્લા 2 વર્ષથી બંધ હોવાથી વાહનચાલકોને પડતી હાલાકી અને અવારનવાર સર્જાતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતોની સમસ્યાનો હવે ટૂંક સમયમાં અંત આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ બ્રિજ રિપેરિંગ માટે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર અને સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી.જેના સુખદ પરિણામ સ્વરૂપે તંત્ર હરકતમાં આવ્યું છે. કામગીરીનો પ્રારંભ થતાં જ જનહિતના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે જાતે બ્રિજ પર પહોંચીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ત્યાં હાજર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજની મરામત અને ટેકનિકલ બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. નોંધનીય છે કે મુખ્ય નેશનલ હાઈવે હોવા છતાં એક તરફનો રસ્તો બંધ હોવાથી અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા હતા. જોકે, હવે શિક્ષણ અને જાહેર પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જાણીતા સાંસદની સક્રિયતાને કારણે રિપેરિંગ કામ વેગવંતું બન્યું છે. અધિકારીઓના દાવા મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરી બ્રિજને ફરીથી ટ્રાફિક માટે કાર્યરત કરી દેવામાં આવશે.જેથી હાઈવે પરની મુસાફરી સુરક્ષિત અને સરળ બનશે.
ટેકનિકલ ખામીને કારણે છેલ્લા બે વર્ષથી બંધ પડેલા એક તરફના રસ્તાનું સમારકામ શરૂ પ્રતિનિધિ ગોધરા તા.23 રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે સંતરોડ પાસે પાનમ બ્રિજનું જાતનિરીક્ષણ કરી રિપેરિંગ કામગીરીનો પ્રારંભ કરાવ્યો ટેકનિકલ ખામીને કારણે છેલ્લા બે વર્ષથી બંધ પડેલા એક તરફના રસ્તાનું સમારકામ શરૂ થતાં
વાહનચાલકોને મોટી રાહત થશે ગોધરાથી-ઈન્દોર હાઈવે પર સંતરોડ પાસે આવેલા પાનમ બ્રિજનું લાંબા સમયથી અટકેલું રિપેરિંગ કામ આખરે શરૂ કરી દેવામાં આવ્યું છે.જે આગામી થોડા મહિનામાં પૂર્ણ કરીને બ્રિજને ફરીથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. ટેકનિકલ ખામીને કારણે બ્રિજનો એક તરફનો ભાગ છેલ્લા 2 વર્ષથી
બંધ હોવાથી વાહનચાલકોને પડતી હાલાકી અને અવારનવાર સર્જાતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતોની સમસ્યાનો હવે ટૂંક સમયમાં અંત આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ બ્રિજ રિપેરિંગ માટે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર અને સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર
દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી.જેના સુખદ પરિણામ સ્વરૂપે તંત્ર હરકતમાં આવ્યું છે. કામગીરીનો પ્રારંભ થતાં જ જનહિતના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે જાતે બ્રિજ પર પહોંચીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ત્યાં હાજર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ
સાથે બ્રિજની મરામત અને ટેકનિકલ બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. નોંધનીય છે કે મુખ્ય નેશનલ હાઈવે હોવા છતાં એક તરફનો રસ્તો બંધ હોવાથી અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા હતા. જોકે, હવે
શિક્ષણ અને જાહેર પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જાણીતા સાંસદની સક્રિયતાને કારણે રિપેરિંગ કામ વેગવંતું બન્યું છે. અધિકારીઓના દાવા મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરી બ્રિજને ફરીથી ટ્રાફિક માટે કાર્યરત કરી દેવામાં આવશે.જેથી હાઈવે પરની મુસાફરી સુરક્ષિત અને સરળ બનશે.
- પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે કાલોલ પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૧૦.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાલોલ પોલીસ સ્ટેશનના સીનિયર પી.આઈ. આર. ડી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ક્રેટા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બોરુ ટર્નિંગ વિસ્તારમાં નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ કાર ભગાવી મૂકી હતી. પોલીસે તાત્કાલિક ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક કાતોલ પાટિયા પાસે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે, કારમાં બાજુમાં બેસેલો શખ્સ ખુર્શીદ નસિર અહમદ આલમ (રહે. વરીપુરા, જી. બરેલી) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલો મુદ્દામાલ અને ચોંકાવનારી વિગતો: પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો પોલીસને ગુમરાહ કરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી આરટીઓ માન્ય બે અસલી નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અત્યંત મોંઘી અને વૈભવી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૮૧ બોટલ મળી આવી હતી: દારૂનો જથ્થો: રૂ. ૫,૦૯,૯૨૦/- ક્રેતા કાર: રૂ. ૫,૦૦,૦૦૦/- બે મોબાઈલ ફોન: રૂ. ૧૦,૦૦૦/- કુલ મુદ્દામાલ: રૂ. ૧૦,૧૯,૯૨૦/- કુલ ૪ ઈસમો સામે ગુનો દાખલ: કાલોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી નીચે મુજબના ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે: નાસી છૂટેલ કાર ચાલક ખુર્શીદ નસિર અહમદ આલમ રે વરીપુરા જી બરેલી (ઝડપાયેલ આરોપી) કેવલ અર્જુન બામણીયા (માલ મંગાવનાર, રહે. વડોદરા) રાજેન્દ્રસિંહ અચલસિંહ રાજપુરોહિત (ગાડીનો માલિક, રહે. કારેલીબાગ, વડોદરા) પોલીસે આ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી નાસી છૂટેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.2
- રસ્તો જલ્દી ઠીક થાય એવી આશા રાખીએ છીએ પોલ્યુશન ઓફિસ ના ટર્મ મો rinki chokdi thi Safari chokdi no Marg che halol gidc.............................................................................1
- Post by Jasmin B Shah1
- ₹. 76.80 લાખની 768 ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે 1 ઇસમને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા SOG પોલીસ... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- ₹. 76.80 લાખની 768 ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે 1 ઇસમને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા SOG પોલીસ... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- Post by Tushar Singh1
- ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી હસ્તકના છાપરી ગામ ખાતે પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 157 જેટલા ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવનાર લાભાર્થીઓની આગળની તપાસ માટે NAAT ટેસ્ટ કરવામાં આવશે અને જરૂર મુજબ તરત જ સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ દ્વારા વધુ નિદાન કરવામાં આવશે જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે.1
- દાહોદમાં રખડતા ગધેડાના કારણે કોંગ્રેસના પુર્વ પાલિકાના કાઉન્સિલરનું મોત નીપજવા પામતા તેમને ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા છે1