Shuru
Apke Nagar Ki App…
ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો તબીબ પાસેથી 18,381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કરાયો ધ્રાંગધ્રા પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ક્લિનિક ખોલી બેઠેલા ડિગ્રી વગરના બોગસ તબીબો દર્દીઓ પર મેડિકલ પ્રેક્ટિસ કરી જીવનું જોખમ ઉભુ કરે છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે બોગસ તબીબ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ક્લિનિક ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ ભાવેશભાઈ શિંગરખીયા, મહાવિસિહ રાઠોડ, વિશાલભાઈ જોશી સહિતની ટીમ વિરેન્દ્રગઢ ગામે દરોડો કરી હરેશભાઈ પોપટભાઇ ઠાકોર (રહે:રાધનપુર)ને ઝડપી લઈ ક્લિનિકમાંથી 18381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો પણ જપ્ત કરી બોગસ તબીબ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Sunny Vaghela
ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો તબીબ પાસેથી 18,381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કરાયો ધ્રાંગધ્રા પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ક્લિનિક ખોલી બેઠેલા ડિગ્રી વગરના બોગસ તબીબો દર્દીઓ પર મેડિકલ પ્રેક્ટિસ કરી જીવનું જોખમ ઉભુ કરે છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે બોગસ તબીબ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ક્લિનિક ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ ભાવેશભાઈ શિંગરખીયા, મહાવિસિહ રાઠોડ, વિશાલભાઈ જોશી સહિતની ટીમ વિરેન્દ્રગઢ ગામે દરોડો કરી હરેશભાઈ પોપટભાઇ ઠાકોર (રહે:રાધનપુર)ને ઝડપી લઈ ક્લિનિકમાંથી 18381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો પણ જપ્ત કરી બોગસ તબીબ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાંગોઈ ગામની સીમમાં ધજાળા પોલીસે મોટી કાર્યવાહી કરતા ભોંયરામાં છુપાવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ PSI એસ.પી. ઝાલાની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 1704 બોટલ (750 મીલી) અને 12,246 ચપલા મળી કુલ ₹42 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ મામલે આરોપી રામકુભાઈ ઉર્ફે લાલો તકમરીયા ફરાર હોવાનું સામે આવ્યું છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ધજાળા પોલીસની આ સફળ કામગીરીથી ગેરકાયદેસર દારૂના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. 👉 વધુ અપડેટ માટે અમારી ચેનલને Subscribe કરો અને Video ને Like & Share કરો.1
- *ચંદનનગરી ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર ખોદકામ થવાના મામલે ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે*. મળતી માહિતી મુજબ સર્વે નંબર 241 હેઠળ આવતી રેવન્યુ વલાણી ગૌચરની જમીન પર ખનિજ માફિયાઓ દ્વારા સતત ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ચંદનનગરીના પૂર્વ સરપંચ દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામલોકોનું કહેવું છે કે ગૌચર જમીન પશુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, છતાં તેનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે.1
- શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા.01 થી 02 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવેલ છે ગુજરાતની સૌથી ભવ્ય શ્રીહનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમુહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા છે જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઈટેક લાઈટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે, હનુમાન જયંતીની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાનજી ખાતે આવશે. આ માટે મંદિર દ્વારા ભક્તોને કોઈ અગવડતા ના પડે એ માટે સુવિધા પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા છે. તો મંદિર પરિસરની પાછળ અને શ્રી ગોપાળાનંદ યાત્રિક ભવન સિવાય અન્ય બે મોટા પ્લોટમાં 10 હજાર ફોરવ્હીલ અને 5 હજારથી વધુ ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે “શ્રી હનુમાન જયંતી”એ દાદાને 8 કિલો સોનાના પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા પહેરાવાશે શ્રી હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે શ્રીહનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે. આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા. પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત “શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ 01-02 એપ્રિલ – 2026 અંતર્ગત કીર્તન આરાધના:- 29,30, 31 માર્ચ 2026, દરરોજ રાત્રે 7.30થી 9.00 યોજાય છે. જેમાં વિદ્વાન સંગીતના ઉપાસકો દ્વારા શ્રી હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ શૈલીથી કીર્તન આરાધના કરી દાદાને પ્રસન્ન કરવામાં આવશે. ભક્તો પોતાની ઉપસ્થિતિ દર્શાવી કીર્તન આરાધનાનો લાભ લઈ શકે છે રાજોપચાર પૂજન:- 01/04/2026, બુધવા,સમય : સવારે 07:30 કલાકે, સાળંગપુરધામના રાજાનું ઐતિહાસિક પૂજન રાજોપચાર પૂજનની વિશેષતા:- ૧૦૦૮ કીલો પુષ્પોથી શ્રી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થશે કિંગ ઓફ સાળંગપુર સમુહ આરતી, Light & Sound Show, Fireworks Show, 01 એપ્રિલ 2026, બુધવાર સમય : રાત્રે 08:00 કલાકે, સમુહ આરતીની દિવ્યતા:- કિંગ ઓફ સાળંગપુર ખાતે ભવ્ય Light and Sound Show ઉજવાશે હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે. ઐતિહાસિક આતશબાજીથી કિંગ ઓફ સાળંગપુરનું સ્વાગત કરવામાં આવશે સત્સંગ લોકડાયરો:- LIVE IN SALANGPUR, 01 એપ્રિલ 2026, બુધવાર, સમય : રાત્રે 09:00 કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લોક ડાયરો શ્રી હનુમાન જયંતી :-02 એપ્રિલ 2026, ગુરુવાર મંગળા આરતી,સમય : સવારે 05:00 કલાકે,આતશબાજીથી શ્રી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવશે શણગાર આરતી :સમય : સવારે 07:00 કલાકે,શ્રી કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપશે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ:-શ્રી હનુમાન જયંતી, સમય : સવારે 07:30 કલાકે,1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠશે વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ:-02/04/2026, ગુરુવાર,સમય : સવારે 07:00 કલાકે, યજ્ઞની ધુમ્રસેરમાં પવિત્રતા અને વૈદિક મંત્રોની ઉર્જાનો સંચાર થશે 1000થી વધારે ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે મહા અન્નકૂટ, 02 એપ્રિલ 2026, ગુરુવાર,સમય : બપોરે 11:00 કલાકે શ્રી કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવશે મહા અન્નક્ષેત્ર:-,સમય : બપોરે 10:00 કલાકે,દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ મળશે મહા સંધ્યા આરતી:- 02 એપ્રિલ 2026, ગુરુવાર, સાંજે 07:00 કલાકે,શ્રીકષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બે દિવસ દરમિયાન સાળંગપુર મંદિરના પટાંગણમાં વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞનું આયોજન, દાદા ને રાજોપચાર પૂજન પણ કરાશે ગુજરાતના નામાંકિત કલાકારો કિંગ ઓફ સાળંગપુર ના સાનિધ્યમાં ભક્તિસંગીત લોક ડાયરા યોજાશે..1
- अहमदाबाद के साणंद: हरेकृष्ण सोसाइटी में गोगा महाराज जोगनीमाताजी प्राण प्रतिस्ठा माताजी नी प्राण प्रतिष्ठा महोत्सव संपन्न साणंद: साणंद शहर की हरेकृष्ण सोसाइटी में माताजी की प्राण प्रतिष्ठा महोत्सव अत्यंत हर्षोल्लास और भक्तिमय वातावरण में संपन्न हुआ इस अवसर पर मुख्य महेमान महंत श्री ऋषिभारती बापू ए हाजरी आपी हती अने सोसायटी ना भक्तो करण भाई पटेल जिगरभाई ठक्कर गौतमभाई चौहान जे. बी. भरवाड़ जवाभाई भरवाड़ आवाभाई भरवाड़ सभी निवासियों द्वारा विभिन्न धार्मिक कार्यक्रमों का भव्य आयोजन किया गया भव्य शोभायात्रा और मूर्ति स्थापना कार्यक्रम की शुरुआत सुबह खोड़ियार माता मंदिर से की गई वहां से हरेकृष्ण सोसाइटी के कॉमन प्लॉट तक बैंड-बाजों के साथ भुवाजी का भव्य स्वागत किया गया। इसके पश्चात शास्त्रीय विधि-विधान के साथ माताजी की मूर्ति की पदरामणी (स्थापना) की गई, जिसमें बड़ी संख्या में श्रद्धालु शामिल हुए दोपहर 4:15 बजे पवित्र श्रीफल होम यज्ञ आहुति की विधि पूर्ण की गई मंत्रोच्चार और भक्ति गीतों से पूरी सोसाइटी का वातावरण मंगलमय हो गया। शाम 6:00 बजे सोसाइटी के सभी सदस्यों और भक्तों के लिए महाप्रसाद का आयोजन किया गया सोसाइटी के सभी निवासियों ने इस अवसर को अपने परिवार का प्रसंग मानकर उत्साहपूर्वक अपनी उपस्थिति दर्ज कराई और कार्यक्रम को सफल बनाया रिपोट भरतसिंह चौहान अहमदाबाद4
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- 12 શાળાના 120 વિધાર્થીઓએ કોન્ટેસ્ટમાં ભાગ લીધો રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્કૂલોમા અભ્યાસ કરતા ગરીબ પરિવારોમાંથી આવતા વિધાર્થીના ખર્ચ ખર્ચ કરી શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે હેતુસર જ્ઞાન સાધના યોજના થકી અનેક વિધાર્થીઓને પોતાના જીવનનું સ્વપ્ન પૂર્ણ કરવાની તક આપી છે ત્યારે ધ્રાંગધ્રા તપોવન વિધાલય ખાતે રાજ્ય સરકારની જ્ઞાન સાધના યોજનાના પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ધ્રાંગધ્રા પંથકની 12 સ્કૂલના 120 વિદ્યાર્થીઓ માટે ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન કરાયું હતું જેમાં જ્ઞાન સાધના પરીખમાં સંભવિત પ્રશ્નોત્તરી થકી વિધાર્થીઓની ક્વિઝ કોન્ટેસ્ટ હાથ ધરી હતી આ કોન્ટેસ્ટમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિધાર્થીઓને શિલ્ડ તથા અન્ય ભાગ લેનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.1
- ગુજરાત રાજ્યની મહિલાઓની સુરક્ષાનું અભય વચન આપતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અનેક મહિલાઓના જીવનને નવી દિશા બતાવવામાં મદદરૂપ થાય છે. આવા જ એક કિસ્સામાં ૧૮૧ અભયમ ટીમે બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરે દર્શનાર્થે આવેલી વૃદ્ધાને પરિવાર સાથે મિલાવી હતી બોટાદના સાળંગપુર દાદાના દર્શનાર્થે આવેલ એક વૃદ્ધા માનસિક તણાવમાં અને અસ્વસ્થ જણતા એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન સંપર્ક સાધ્યો હતો અભયમ ટીમના કાઉન્સિલર જલ્પાબેન સોંડાગર, કોન્સ્ટેબલશ્રી જયશ્રીબેન અને ડ્રાઇવરશ્રી હાર્દિકભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અભયમ ટીમે વૃદ્ધાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે વૃદ્ધ મહિલા શારીરિક રીતે અશક્ત અને માનસિક તણાવને કારણે તેઓ તેમનું નામ અને સરનામું સ્પષ્ટ જણાવી શકતા ન હતા. અભયમ ટીમે ખૂબ જ ધીરજપૂર્વક વૃદ્ધા સાથે વાતચીત કરતા હતા. ટીમે શાંતિપૂર્વક કાઉન્સિલિંગ કરતા વૃદ્ધાએ અભયમ ટીમને તેમના ગામ અથવા નજીકના સગા વિશે થોડી માહિતી આપી હતી. ઉપરાંત, વૃદ્ધાએ જણાવ્યું કે સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરવા તેણીના પતિ સાથે આવી હતી પરંતુ, ભીડના લીધે પતિથી વિખૂટા પડ્યા હતા. આ માહિતી પરથી અને મંદિરમાં ફરજ બજાવતા કાર્યકર્તાઓ તથા ભક્તોની મદદથી મંદિરમાં વૃદ્ધા વિશે સ્પિકર પર અનાઉન્સમેન્ટ કરાવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે વૃદ્ધાને તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. વૃદ્ધા ભીડમાં ગુમ થયા હોવાથી પરિજનો ચિંતિત હતા. વૃદ્ધ મહિલાને પરિવાર સાથે મિલાવી ત્યારે તેમના પરિવારે અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ૬૬ ઉપયોગમાં લેવાયેલી અને ૧૬ બાકી ટિકિટ મળી.. આરોપીઓ અલગ-અલગ સ્ટેશનો પરથી ટિકિટ બુક કરી વધુ કિંમતે વેચતા હતા..1