Shuru
Apke Nagar Ki App…
સાંગોઈ ગામમાં ભોંયરામાં છુપાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપી | ધજાળા પોલીસનો મોટો દરોડો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાંગોઈ ગામની સીમમાં ધજાળા પોલીસે મોટી કાર્યવાહી કરતા ભોંયરામાં છુપાવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ PSI એસ.પી. ઝાલાની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 1704 બોટલ (750 મીલી) અને 12,246 ચપલા મળી કુલ ₹42 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ મામલે આરોપી રામકુભાઈ ઉર્ફે લાલો તકમરીયા ફરાર હોવાનું સામે આવ્યું છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ધજાળા પોલીસની આ સફળ કામગીરીથી ગેરકાયદેસર દારૂના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. 👉 વધુ અપડેટ માટે અમારી ચેનલને Subscribe કરો અને Video ને Like & Share કરો.
Dinesh Gambhava Report
સાંગોઈ ગામમાં ભોંયરામાં છુપાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપી | ધજાળા પોલીસનો મોટો દરોડો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાંગોઈ ગામની સીમમાં ધજાળા પોલીસે મોટી કાર્યવાહી કરતા ભોંયરામાં છુપાવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ PSI એસ.પી. ઝાલાની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 1704 બોટલ (750 મીલી) અને 12,246 ચપલા મળી કુલ ₹42 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ મામલે આરોપી રામકુભાઈ ઉર્ફે લાલો તકમરીયા ફરાર હોવાનું સામે આવ્યું છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ધજાળા પોલીસની આ સફળ કામગીરીથી ગેરકાયદેસર દારૂના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. 👉 વધુ અપડેટ માટે અમારી ચેનલને Subscribe કરો અને Video ને Like & Share કરો.
More news from ગુજરાત and nearby areas
- ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ.યુ. મસીના અમદાવાદ ACB ખાતે ટ્રાન્સફર નિમિત્તે વિદાય સન્માન સમારોહ યોજાયો. પોલીસ સ્ટાફ અને આગેવાનો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી.1
- તબીબ પાસેથી 18,381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કરાયો ધ્રાંગધ્રા પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ક્લિનિક ખોલી બેઠેલા ડિગ્રી વગરના બોગસ તબીબો દર્દીઓ પર મેડિકલ પ્રેક્ટિસ કરી જીવનું જોખમ ઉભુ કરે છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે બોગસ તબીબ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ક્લિનિક ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ ભાવેશભાઈ શિંગરખીયા, મહાવિસિહ રાઠોડ, વિશાલભાઈ જોશી સહિતની ટીમ વિરેન્દ્રગઢ ગામે દરોડો કરી હરેશભાઈ પોપટભાઇ ઠાકોર (રહે:રાધનપુર)ને ઝડપી લઈ ક્લિનિકમાંથી 18381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો પણ જપ્ત કરી બોગસ તબીબ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.1
- Post by Ramesh thakor Halvad Morbi1
- *ચંદનનગરી ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર ખોદકામ થવાના મામલે ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે*. મળતી માહિતી મુજબ સર્વે નંબર 241 હેઠળ આવતી રેવન્યુ વલાણી ગૌચરની જમીન પર ખનિજ માફિયાઓ દ્વારા સતત ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ચંદનનગરીના પૂર્વ સરપંચ દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામલોકોનું કહેવું છે કે ગૌચર જમીન પશુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, છતાં તેનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે.1
- બે દિવસ દરમિયાન સાળંગપુર મંદિરના પટાંગણમાં વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞનું આયોજન, દાદા ને રાજોપચાર પૂજન પણ કરાશે ગુજરાતના નામાંકિત કલાકારો કિંગ ઓફ સાળંગપુર ના સાનિધ્યમાં ભક્તિસંગીત લોક ડાયરા યોજાશે..1
- સાણંદની હરેકૃષ્ણ સોસાયટીમાં ભક્તિમય માહોલમાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન સાણંદ: સાણંદ શહેરની હરેકૃષ્ણ સોસાયટી ખાતે આયોજિત માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગેમહંત ઋષિભારતી બાપુ એ હાજરી આપીઅને સોસાયટીના કરણભાઇ પટેલ જીગરભાઈ ઠક્કર ગૌત્તમભાઇ ચૌહાણ જાવાભાઈ ભરવાડ આવાભાઈ ભરવાડ શંકરચંદભાઈ પંચાલ જે બી ભરવાડ તમામ રહીશો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ પધરામણી કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ખોડિયાર માતાના મંદિરેથી કરવામાં આવી હતી. ત્યાંથી હરેકૃષ્ણ સોસાયટીના કોમન પ્લોટ સુધી બેન્ડવાજાના તાલે ભુવાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે માતાજીની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. બપોરે ૪:૧૫ કલાકે પવિત્ર શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતોથી સમગ્ર સોસાયટીનું વાતાવરણ મંગલમય બની ગયું હતું સાંજે ૬:૦૦ કલાકે સોસાયટીના તમામ સભ્યો અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ્રસંગે ઋષિભારતી બાપુ હાજરી આપી હતી સોસાયટીના તમામ રહીશોએ આ પ્રસંગને પોતાના ઘરનો પ્રસંગ સમજીને ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ધરા પટેલ અમદાવાદ4
- વિનાયક પાર્ક સોસાયટી બોટાદ ખાતે તારીખ.૨૮/૦૩/૨૦૨૬ના રોજ મિતેશકુમાર રાઠોડ નો ભવ્ય વિદાય સમારંભ યોજાયો ગઢડા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સરળ સ્વભાવ અને અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્ણ સાંભળીને કામનો જડપી નિકાલ કરનાર એવા મિતેશકુમાર ડાહ્યાભાઈ રાઠોડ તેમને બદલી સાથે મહિસાગર જિલ્લામાં નાયબ મામલતદાર નું પ્રમોશન મળવા બદલ તેમના નિવાસસ્થાને વિનાયક પાર્ક સોસાયટીના મિત્રો મળીને રાત્રીના સમયે મિતેશકુમાર રાઠોડ નો ભવ્ય સ્વાગત અને વિદાય સમારંભ નું આયોજન રાખવામાં આવેલ જેમા સમતા બુદ્ધ વિહાર.બોટાદ પ્રમુખ.બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ દ્વારા પંચશીલ અને ડૉ.બાબાસાહેબ નું પુસ્તક આપીને મિતેશકુમાર રાઠોડનું સન્માન અને શુભેચ્છા પાઠવી હતી તેમજ વિનાયક સોસાયટીના રહિશો અને મિત્રોએ ઉત્સાહભેર શુભકામનાઓ પાઠવવા માટે ડાયાભાઈ ચાવડા ગીરીશભાઈ પરમાર જીતુભાઈ કારેલીયા મુળજીભાઈ સાગઠીયા મૌલેશભાઈ સોલંકી સહદેવભાઈ પરમાર ભાવિનભાઈ સોલંકી રાહુલભાઈ ચાવડા મહેશભાઈ ચાવડા સહીત મોટી સંખ્યામા સ્નેહીજન તથા મિત્રો ઉપસ્થિત રહી મિતેશકુમાર રાઠોડ ને બદલી સાથે નાયબ મામલતદાર નું પ્રમોશન મળવા બદલ અઢળક શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- 12 શાળાના 120 વિધાર્થીઓએ કોન્ટેસ્ટમાં ભાગ લીધો રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્કૂલોમા અભ્યાસ કરતા ગરીબ પરિવારોમાંથી આવતા વિધાર્થીના ખર્ચ ખર્ચ કરી શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે હેતુસર જ્ઞાન સાધના યોજના થકી અનેક વિધાર્થીઓને પોતાના જીવનનું સ્વપ્ન પૂર્ણ કરવાની તક આપી છે ત્યારે ધ્રાંગધ્રા તપોવન વિધાલય ખાતે રાજ્ય સરકારની જ્ઞાન સાધના યોજનાના પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ધ્રાંગધ્રા પંથકની 12 સ્કૂલના 120 વિદ્યાર્થીઓ માટે ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન કરાયું હતું જેમાં જ્ઞાન સાધના પરીખમાં સંભવિત પ્રશ્નોત્તરી થકી વિધાર્થીઓની ક્વિઝ કોન્ટેસ્ટ હાથ ધરી હતી આ કોન્ટેસ્ટમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિધાર્થીઓને શિલ્ડ તથા અન્ય ભાગ લેનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.1