કડોદરામાં બોગસ બેંક એકાઉન્ટ અને પ્રતિબંધિત ગેમિંગ એપના એક્સેસથી સાયબર ફ્રોડઃ બે આરોપી ઝડપાયા સાયબર સેલ યુનિટ અને એલ.સી.બી.ની સંયુક્ત કાર્યવાહી, રૂ.18.37 લાખનો મુદ્દામાલ જપ્ત સુરત ગ્રામ્ય જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કડોદરામાં બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી ભાડે આપતા તેમજ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ગેમિંગ એપના એક્સેસ ખરીદી સોશિયલ મીડિયા મારફતે લોકોને લલચાવી છેતરપિંડી કરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહની રાહબરી હેઠળ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણી તથા સાયબર સેલ યુનિટના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે. એમ. જાડેજાની દિશાનિર્દેશ હેઠળ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સાયબર સેલ યુનિટની ટીમને બાતમી મળી હતી કે કડોદરા વિસ્તારમાં રહેતા સુજલ નરોત્તમ અગ્રવાલ અને મોહીલ સંતોષ શર્મા નામના બે શખ્સો પાર્ટનર તરીકે મળી બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી તેને ભાડે આપતા હતા. ઉપરાંત, ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ગેમિંગ એપના એક્સેસ ખરીદી Facebook અને Instagram ઉપર જાહેરાતો મૂકીને લોકોને લલચાવતી લિંક્સ મોકલતા હતા. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે લોકોને વિવિધ પ્રલોભનો આપી તેમના સંપર્કમાં આવતા અને ત્યારબાદ છેતરપિંડીથી મેળવેલા નાણાં બોગસ બેંક એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનો પોલીસનો આક્ષેપ છે. બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપાડી આંગડિયા મારફતે મેળવી તેમાં પોતાનું કમિશન રાખી બાકીની રકમ આગળ મોકલવામાં આવતી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. આ મામલે કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર 11214023262375/2026 હેઠળ BNSની કલમ 319(2), 318(4), 61(2), 3(5) તેમજ IT Actની કલમ 66(C) અને 66(D) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન સુજલ નરોત્તમ અગ્રવાલ, ઉંમર 21 વર્ષ, ધંધો વેપાર, હાલ કડોદરા, મૂળ ગ્વાલિયર, મધ્યપ્રદેશ તથા મોહીલ સંતોષ શર્મા, ઉંમર 23 વર્ષ, ધંધો વેપાર, હાલ કડોદરા, મૂળ આગ્રા, ઉત્તરપ્રદેશને ઝડપી પાડ્યા છે. રૂ.18.37 લાખનો મુદ્દામાલ જપ્ત આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ.18,37,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં અલગ-અલગ દરની ચલણી નોટો કુલ 7,810 નંગ મળી રૂ.16.10 લાખ રોકડ, વિવિધ કંપનીના 8 મોબાઇલ ફોન કિંમત રૂ.1.72 લાખ, એક iPad તથા બે લેપટોપ સહિત 3 ઇલેક્ટ્રોનિક ઉપકરણો કિંમત રૂ.55 હજારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે 124 સિમકાર્ડ, 23 ચેકબુક, 4 બેંક પાસબુક અને 19 ક્રેડિટ કાર્ડ પણ કબજે કર્યા છે. આ સામગ્રીનો ઉપયોગ સાયબર છેતરપિંડી તથા બોગસ બેંક એકાઉન્ટના વ્યવહારોમાં કરવામાં આવતો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી ભાડે આપતા અને પ્રતિબંધિત ગેમિંગ એપના એક્સેસ ખરીદી Facebook તથા Instagram ઉપર જાહેરાતો મૂકીને લોકોને લિંક્સ મોકલતા હતા. લોકો પાસેથી છેતરપિંડીથી મેળવેલી રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં જમા કરાવી ત્યારબાદ આંગડિયા મારફતે રકમ મેળવી પોતાનું કમિશન રાખીને બાકીની રકમ આગળ મોકલતા હોવાની હકીકત સામે આવી છે. આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, કેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે અને અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તે અંગે સાયબર સેલ તથા કડોદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

- રેલવેની અડફેટે 32 વર્ષીય યુવકનું મોત, તાંતીથૈયા ગામમાં અકસ્માતની ઘટના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામની હદમાં રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે રેલવેની અડફેટે આવી જતાં 32 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. મૃતકની ઓળખ ધનંજય કુમાર સિંહ તરીકે થઈ છે. તેઓ મૂળ ઝારખંડના પલામુ જિલ્લાના હારદના ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ધનંજય કુમાર સિંહ છેલ્લા કેટલાક સમયથી તાંતીથૈયા ગામમાં આવેલી નિલકંઠ રેસિડેન્સીમાં રહેતા હતા. મળતી માહિતી મુજબ, રેલવે ટ્રેક પર બનેલી આ ઘટનાની જાણ થતાં કડોદરા GIDC પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, યુવક કયા સંજોગોમાં રેલવેની અડફેટે આવ્યો અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હાલ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- सूरत के डिंडोली खंडहर आवास में मनोज मालिया नाम के शख्स द्वारा चलाए जा रहा है देसी और विदेशी शराब का काला कारोबार1
- पलसाणा में पेट्रोल-डीजल चोरी के नेटवर्क का पर्दाफाश, टैंकर से चोरी करते 3 आरोपी गिरफ्तार#पलसाणा #सूरतग्रामीण #पेट्रोलडीजलचोरी #LCB #सूरतपुलिस #पुलिसकार्रवाई पलसाणा में पेट्रोल-डीजल चोरी के नेटवर्क का पर्दाफाश, टैंकर से चोरी करते 3 आरोपी गिरफ्तार#पलसाणा #सूरतग्रामीण #पेट्रोलडीजलचोरी #LCB #सूरतपुलिस #पुलिसकार्रवाई1
- फेसबुक-इंस्टाग्राम पर गेमिंग का झांसा देकर लाखों उड़ाने वाले 2 ठग कडोदरा से गिरफ्तार, ₹18.37 लाख का सामान जब्त #viralrbharatexpressnews #suratgujarat1
- ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મો.સા ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી રૂ.૨,૨૬,૭૧૦/-ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી ભેસ્તાન પોલીસ.1
- સુરત સિવિલમાં હવે ડિજિટલ O.P.D. વ્યવસ્થા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી રાહત કિડની બિલ્ડિંગ ખાતે બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટનું લોન્ચિંગ ફોલો-અપ દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં બારકોડ સ્કેન થતાં દર્દીની એન્ટ્રી સીધી ટેબ્લેટમાં થશે મેડિસિનમાં સ્કેનર સ્ટેશન 2થી વધારી 4 કરાયા ઓર્થોપેડિકમાં 2થી વધારી 3 સ્ટેશન શરૂ આગામી 15 દિવસમાં લાઈનો અને ભીડમાં 40% સુધી ઘટાડાની આશા ડિજિટલ સિસ્ટમથી સમય બચશે અને O.P.D. પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે સુરત સિવિલમાં હવે ડિજિટલ O.P.D. વ્યવસ્થા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી રાહત કિડની બિલ્ડિંગ ખાતે બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટનું લોન્ચિંગ ફોલો-અપ દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં બારકોડ સ્કેન થતાં દર્દીની એન્ટ્રી સીધી ટેબ્લેટમાં થશે મેડિસિનમાં સ્કેનર સ્ટેશન 2થી વધારી 4 કરાયા ઓર્થોપેડિકમાં 2થી વધારી 3 સ્ટેશન શરૂ આગામી 15 દિવસમાં લાઈનો અને ભીડમાં 40% સુધી ઘટાડાની આશા ડિજિટલ સિસ્ટમથી સમય બચશે અને O.P.D. પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે1
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચલથાણમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભાજપના કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાના કાર્યમાં સહભાગી બન્યા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચલથાણ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ, ચલથાણ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી, કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ રક્તદાન કર્યું હતું. કાર્યકર્તાઓએ રક્તદાન દ્વારા માનવસેવાના આ પુણ્ય કાર્યમાં પોતાનું યોગદાન આપી સમાજમાં સેવા અને પરોપકારનો સંદેશો આપ્યો હતો. રક્તદાન કેમ્પ દરમિયાન ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રક્તદાન કરનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગરપાલિકા પ્રમુખ રામભાઈ ચોસલા, કડોદરા નગર ભાજપ પ્રમુખ કિરણભાઈ પરમાર, મહામંત્રી હિતેશભાઈ દેસાઈ, કૃપાશંકર શુક્લા, મોહનભાઈ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રક્તદાનને મહાદાન ગણાવી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જળવાઈ રહે તે દિશામાં આવા સેવાકીય કેમ્પો મહત્વપૂર્ણ સાબિત થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા પ્રવૃત્તિ સાથે જોડીને યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો1
- સુરત... સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શહેર sog ને મળી સફળતા સુરત... સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શહેર sog ને મળી સફળતા 1.698 કિલોગ્રામ અફીણ સાથે બે જમીન દલાલ સહિત ત્રણની ધરપકડ ડીંડોલી વિસ્તારમાંથી ત્રણેય આરોપીઓની કરી ધરપકડ Sog એ 4.49 લાખનો અફીણ નો જથ્થો,રોકડા રૂપિયા 4,01,500,મોબાઈલ સહિત 12.91 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત ભૈરારામ બીશ્નોઈ, મહેન્દ્ર રાજપૂત,રુગારામ જાટ ને ઝડપી પાડયા ત્રણ પૈકીના બે જમીન દલાલ અને.અન્ય એક વેપારી શોર્ટ કર્ટમાં રૂપિયા કમાવવા આરોપીઓએ ડ્રગસના કારોબારમાં ઝપલાવ્યું, આરોપીઓ છૂટકમાં અફીણ નું વેચાણ કરતા હતા જે માહિતીના આધારે SOG એ ઝડપી પાડ્યા વધુ તપાસ સુરત SOG એ હાથ ધરી બાઈટ ;રાજદીપ સિંહ નકુમ (ડિસીપી સુરત SOG )1