logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઠાકોર કિશનજી જય મહાકાળી

1 hr ago
user_Kisan Thakor
Kisan Thakor
પાટણ, પાટણ, ગુજરાત•
1 hr ago
dfc560ab-9423-42a7-a30d-0324199ec719

ઠાકોર કિશનજી જય મહાકાળી

  • user_Kisan Thakor
    Kisan Thakor
    પાટણ, પાટણ, ગુજરાત
    ઠાકોર કિશનજી.
    1 hr ago
More news from ગુજરાત and nearby areas
  • જય મહાકાળી
    4
    જય મહાકાળી
    user_Kisan Thakor
    Kisan Thakor
    પાટણ, પાટણ, ગુજરાત•
    1 hr ago
  • મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી. સાંસદ હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવે. આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.
    2
    મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી
મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી.
સાંસદ  હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે  સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવે.
આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    15 hrs ago
  • *વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વાવ-થરાદ ખાતે ₹૧૯,૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યો જનતાને સમર્પિત* -----------------000--- *વિરાસત વિકાસ અને વિશ્વાસની ધરતી વાવ- થરાદમાં રાજ્યના નાગરીકોને વિકાસ કાર્યોની ભેટ* ------------000---- *છેવાડાના માનવીનું સ્વપ્ન પૂર્ણ:રાજ્યભરમાં ૩૮ હજારથી વધુ પરિવારોનો નૂતન આવાસમાં મંગલ પ્રવેશ* ----------------------0000---- *પંચાયતથી પાર્લામેન્ટ સુધી જનતાનો ભરોસો જ વિકાસની સુપરફાસ્ટ એક્સપ્રેસને ચલાવી રહ્યો છે* *.- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી* *પ્રધાનમંત્રીશ્રી* *૨૫ વર્ષ પહેલાં આ ક્ષેત્રના વિકાસની જવાબદારી જનતાએ મને સોંપી હતી, જે આજે પણ 'મિશન મોડ'માં આગળ વધી રહી છે* *વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી જનતાએ સાવધ રહેવું જોઈએ* *મુખ્યમંત્રીશ્રી* *યુદ્ધના સંકટમાં પણ ભારતની વિકાસયાત્રા અણનમ, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ પર રાષ્ટ્રને ભરોસો* *એક સમયે આખું રાજ્ય જે બજેટ પર ચાલતું, તેનાથી અડધા ખર્ચના વિકાસકામો આજે એક જ દિવસમાં જનતાને સમર્પિત* *રાષ્ટ્રહિત પ્રથમ ભાવ સાથે કરોડોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાથે લાખણી બન્યું ‘લાખેણું’* *છેવાડાના ગામો હવે 'છેલ્લા નહીં, પ્રથમ ગામ': પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પના સાકાર થઇ રહી છે* ---------------000000000000----- *સીમાવર્તી વિસ્તારના વિકાસ અને સુરક્ષા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અભૂતપૂર્વ* *વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી* -----------------000000--- *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ઉત્તર ગુજરાતમાં 'રિવર્સ માઈગ્રેશન' શરૂ થયું* *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી* -----0000000000000000 વાવ-થરાદ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરહદી વિસ્તાર વાવ-થરાદ ખાતેથી સમગ્ર ગુજરાતને ₹૧૯,૮૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ ધરી હતી. "વિરાસત, વિકાસ અને વિશ્વાસ"ની આ પવિત્ર ધરતી પરથી પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જનતાને સમર્પિત કર્યા હતા. સુરક્ષા અને વિકાસનો નવા અધ્યાયની ઐતિહાસિક સિદ્ધિ દર્શાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગૌરવ સાથે જણાવ્યું કે, આજે તેમનું વિમાન સીધું ડીસા એરબેઝ પર ઉતર્યું છે. આ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ૧૩૦ કિમી દૂર છે, જે દેશની સુરક્ષા માટે અત્યંત વ્યૂહાત્મક (Strategic) મહત્વ ધરાવે છે. આ એરબેઝથી વિકાસને નવી દિશા મળશે, તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ દાયકાઓથી ફાઇલોમાં દબાયેલો હતો કારણ કે તત્કાલીન દિલ્હી સરકારને ગુજરાત પ્રત્યે અણગમો હતો જે આ સરકારે આ ફાઇલો બહાર કાઢી કામ પૂર્ણ કર્યું, જેનાથી આ વિસ્તારમાં રોજગારી અને વિકાસમાં વધારો થયો છે. ઉત્તર ગુજરાત સાથેની આત્મીય નાતાની જૂની યાદો અને ભૂતકાળને વાગોળતા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે, "બનાસકાંઠાનું કોઈ ગામ એવું નથી જ્યાં મારી યાદો ન જોડાયેલી હોય." જૂના કાર્યકર્તાઓને જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો અને સ્વીકાર્યું કે, આ વિસ્તારના લોકોના સ્નેહ અને 'બાજરીના રોટલા-લસણની ચટણી'નો પ્રેમ તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં, સાથે તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે, આજે યુવા પેઢી પણ તે જ કુશળતા સાથે સંગઠનનું કામ સંભાળી રહી છે. પ્રધાનમંત્રીએ ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, ૨૫ વર્ષ પહેલાં આ ક્ષેત્રના વિકાસની જે જવાબદારી જનતાએ તેમને સોંપી હતી, તેને આજે પણ 'મિશન મોડ'માં આગળ ધપાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, "દાયકાઓથી આ વિસ્તાર જે ઉપેક્ષા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, તેનો હવે અંત આવ્યો છે. ૨૦૧૪ પછી ડબલ એન્જિન સરકારની તાકાત મળતા વિકાસની ગતિ બમણી થઈ છે. તેમણે આજે ઊર્જા, રોડ-રસ્તા, રેલવે અને હાઉસિંગ સેક્ટર સાથે જોડાયેલ આ વિકાસ પ્રકલ્પોથી આખા વિસ્તારની કાયાપલટ થશે અને સ્થાનિકોના જીવનધોરણમાં સુધારો આવશે તેમ જણાવ્યું હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા નવા પ્રોજેક્ટ્સથી માત્ર બનાસકાંઠા જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી મજબૂત બનશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે તેમ પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યુ હતું. તેમણે રાજ્યમાં વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આજે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે,સાથે તેમણે માર્ગ અને રેલવે કનેક્ટિવિટીમાં થઇ રહેલા વિકાસ થકી આ વિસ્તારના ઉદ્યોગો અને ખેડૂતો માટે નવા દ્વાર ખોલાશે તેમ જણાવ્યું હતું ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં વિશ્વનું કેન્દ્ર બની રહ્યું છે. ખાવડા સોલર પાર્ક દ્વારા 4 ગીગાવોટ વીજળી પેદા થશે, જે ખેતી અને ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ બનશે તેમ પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, પાકા ઘરનું સપનું સાકાર થઇ રહ્યું છે આજે ગુજરાતમાં હજારો પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા ઘર મળ્યા છે. તેમણે આ પુણ્યના ખરા હકદાર જનતાના એક મતને ગણાવ્યો હતો. ભૂતકાળમાં ઉત્તર ગુજરાતમાં જે દુકાળ અને પાણીની તંગી હતી, તેને સુજલામ સુફલામ યોજના અને નર્મદાના પાણી દ્વારા દૂર કરી ખેતીને સમૃદ્ધ બનાવી હોવાનું તેમણે જણાવ્યું. પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૨૦૦૫માં ગુજરાતના ખૂણે-ખૂણે વિકાસ પહોંચાડવા માટે “શહેરી વિકાસ વર્ષ”ની શરૂઆત કરાઇ હતી. તે સમયે તેનું બજેટ આશરે ₹૬૫૦ કરોડ હતું પરંતુ વિકાસનું ચક્ર એટલી ઝડપથી આગળ વધ્યું કે આજે આ બજેટ ₹૩૩૦૦૦કરોડથી વધુ થઈ ગયું છે.તેમણે જણાવ્યું હતું કે,આ જ દિશામાં, નવ નવી મહાનગર પાલિકાઓ માટે આશરે ₹૨૦૦૦–₹૩૦૦૦કરોડના લગભગ ૩૦૦ પ્રસ્તાવો મંજૂરી માટે આવ્યા છે. અને સાથે ૭૨ નગરપાલિકાઓને અપગ્રેડ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,ગુજરાત સરકારે આ વર્ષે જે બજેટ રજૂ કર્યું છે,જે ₹૦૪ લાખ કરોડથી વધુનું છે. આ રકમ ગામ, કસ્બા અને શહેરોના કાયાકલ્પ માટે ખર્ચવામાં આવશે. જેનાથી રાજ્યની પ્રાથમિક અને માળખાકીય સુવિધામાં વધારો થશે તેમ જણાવ્યું હતું પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કઠિન સમય કેટલીય મુશ્કેલીઓ હોવા છતાં આપણા દેશના નાગરિકો એકતા સાથે ઊભા રહે છે. છેલ્લા કેટલાક સમયમાં તમે જોયું હશે કે વિશ્વના અનેક દેશો યુદ્ધ, અસંતોષ અને અસ્થિરતાથી પીડાઈ રહ્યા છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી પરિસ્થિતિનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડ્યો છે. ઊર્જાની જરૂરિયાતો જેમ કે ડીઝલ, પેટ્રોલ અને ગેસની અછત સમગ્ર દુનિયામાં વધી ગઈ છે. આવા સંકટમાં પણ ભારતે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી છે. આ પાછળ દેશની સફળ વિદેશ નીતિ અને દેશવાસીઓની એકતાનો મોટો ફાળો છે. પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,વૈશ્વિક કટોકટીમાં વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિને કારણે ઇંધણના ભાવો અને મોંઘવારીને નિયંત્રણમાં રાખી છે. પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીઓ વૈશ્વિક સંકટના સમયમાં પણ પોતાનો રાજકીય લાભ મેળવવાના પ્રયત્નમાં વ્યસ્ત છે. દેશને એકતા અને સહકારની જરૂર છે, ત્યારે વિપક્ષના નેતાઓ દેશને વિભાજિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે દેશને વિશ્વાસ અને સહકારની જરૂર છે, ત્યારે ભય અને અફવાઓ ફેલાવવા પ્રયાસશીલ છે. જ્યારે દેશને સંયમ અને ધૈર્યની જરૂર છે, ત્યારે લોકોમાં ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જ્યારે દેશને એકતાની જરૂર છે ત્યારે વિપક્ષ ભય અને અફવા ફેલાવીને દેશને વહેંચવાનું કામ કરી રહી છે. વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી જનતાએ સાવધ રહેવું જોઈએ. પ્રધાનમંત્રીશ્રીએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જનતાનો ભરોસો જ વિકાસની સુપરફાસ્ટ એક્સપ્રેસને ચલાવી રહ્યો છે. તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીએ માતૃશક્તિને પ્રણામ કરી અંબાજી માતા અને ભગવાન શ્રી ધરણીધરના ચરણોમાં વંદન કરી (મહાવીર જયંતી) નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. *મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ* *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી જિલ્લા વાવ-થરાદ ખાતે આયોજિત વિકાસ ઉત્સવમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાવભીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે,* સરકારના વડા તરીકે સૌથી વધુ સમય જનસેવાનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપનારા વિશ્વનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પર આજે સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે જ્યારે વિશ્વના દેશો યુદ્ધ અને ઉર્જા સંકટથી ચિંતિત છે, ત્યારે ભારત પ્રધાનમંત્રીશ્રીની લીડરશીપમાં અડગ છે. વડાપ્રધાનશ્રીએ દેશના સામાન્ય માનવીની ચિંતા કરીને પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો જે ઐતિહાસિક નિર્ણય લીધો છે, તેનાથી દેશવાસીઓને મોટી રાહત મળી છે. 'રાષ્ટ્રહિત પ્રથમ'ના ભાવ સાથે વિકાસયાત્રામાં કોઈ રૂકાવટ ન આવે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાનશ્રીએ કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ સરહદી અને છેવાડાના ગામોને 'છેલ્લા નહીં પણ પહેલા ગામ' ગણીને વિકાસની મુખ્યધારામાં લાવવાની નેમ પૂરી કરી છે. તેમણે લાખણી તાલુકાને 'લાખેણુ' બનાવવાનું જે વચન આપ્યું હતું, તે આજે કરોડો રૂપિયાના વિકાસકામોના લોકાર્પણથી સાકાર થયું છે. અગાઉના સમયમાં ઉત્તર ગુજરાતમાં પાણી, વીજળી અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓનો અભાવ હતો, પરંતુ જ્યોતિગ્રામ, સુજલામ સુફલામ અને વોટર ગ્રીડ જેવી યોજનાઓથી આજે લોકોનું 'ઈઝ ઓફ લિવિંગ' વધ્યું છે. રાજ્યના વિકાસની મજબૂત આર્થિક સ્થિતિ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક સમયે આખા રાજ્યનું બજેટ ૩૮ હજાર કરોડ હતું, તેની સામે આજે માત્ર એક જ દિવસમાં ૧૯ હજાર કરોડના વિકાસકામો જનતાને સમર્પિત કરવામાં આવ્યા છે. આ પ્રધાનમંત્રીશ્રીના શ્રેષ્ઠ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટનું પરિણામ છે. આજે વડાપ્રધાનશ્રીના હસ્તે કુલ ૩૪ કામોના ખાતમુહૂર્ત અને ૩૮ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા છે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને 'વિકાસ ભી, વિરાસત ભી'ના ધ્યેય સાથે પ્રવાસન વિકાસના કામોનો સમાવેશ થાય છે. સૌને માથે પાક્કી છત"ના સંકલ્પને દોહરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૫ લાખ આવાસોનું નિર્માણ થયું છે. આજે ૩૯ હજાર લાભાર્થીઓ પોતાના નવા ઘરમાં ગૃહપ્રવેશ કરી રહ્યા છે, જે લાખો પરિવારો માટે દિવાળી જેવો ઉત્સવ છે. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 'ગતિ એક અને મતિ એક'ના મંત્ર સાથે ગુજરાત વડાપ્રધાનશ્રીના 'વિકસિત ભારત ૨૦૪૭'ના સંકલ્પને પૂર્ણ કરવામાં હંમેશા અગ્રેસર રહેશે. આ વિકાસકામોની વણઝાર વિકસિત ગુજરાતના નિર્માણને નવી ગતિ આપશે. *વાવ-થરાદની પવિત્ર ધરતી પર આયોજિત ભવ્ય જનસભાને સંબોધતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ* પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને ભારતના સુવર્ણકાળ સમાન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ ભારતને આંતરિક અને બાહ્ય સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી વધુ સુરક્ષિત રાષ્ટ્ર બનાવ્યું છે. શ્રી શંકરભાઈએ જણાવ્યું કે, સરહદી વિસ્તારની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે થરાદ ખાતે નિર્મિત નવા એરપોર્ટ અને ત્યાં વિમાનનું સફળ લેન્ડિંગ એ આ વિસ્તાર માટે ઐતિહાસિક ઘટના છે. સાથે જ, સાપરા ગામ પાસે સિવિલ એવિએશન ટર્મિનલની મંજૂરી મળતા હવે સ્થાનિક લોકો 'ઉડાન' યોજના હેઠળ હવાઈ મુસાફરીનો લાભ લઈ શકશે, તેમણે ઉમેર્યું કે, બૃહદ બનાસકાંઠા જિલ્લો પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યો છે ત્યારે એર કાર્ગો સુવિધાને કારણે અહીંના બટાકા, શાકભાજી અને દૂધની પ્રોડક્ટ્સ દેશ-વિદેશના બજારોમાં ઝડપથી પહોંચશે, જે નવી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરશે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા તેમણે જણાવ્યું કે, વહીવટી સરળતા માટે વાવ-થરાદ નવા જિલ્લાની રચના તેમજ લાખણી, રાહ, ધરણીધર અને ઓગડ જેવા નવા તાલુકાઓની ભેટ આ વિસ્તારના વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે. ભૂતકાળના દુષ્કાળના દિવસોને યાદ કરતા અધ્યક્ષશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે નર્મદાના નીર અને સુજલમ સુફલમ કેનાલ દ્વારા આ ધરતીની તરસ છીપાવી છે. સાથે તેમણે ગર્વ સાથે જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ જે કન્યા કેળવણીના બીજ રોપ્યા હતા, તેના ફળસ્વરૂપે આજે બનાસકાંઠા જિલ્લો ધોરણ-૧૦ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે. આ વિસ્તાર આજે સૌથી વધુ ડોક્ટરો દેશને આપી રહ્યો છે. બનાસ ડેરીના માધ્યમથી ગાયના ગોબરમાંથી બાયો-સીએનજી ઉત્પન્ન કરવાની ક્રાંતિની ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં વધુ ૩ બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, જેનાથી પશુપાલકોની આવક બમણી થશે, સાથે સાથે નડાબેટ (સુઈગામ) ખાતે બોર્ડર ટુરિઝમના વિકાસને કારણે રોજગારીની નવી તકો ઊભી થઈ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. *નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ* હંમેશા વિકાસની સાથે વિરાસતને જાળવવાનું કામ કર્યું છે. પાટણમાં રાણીની વાવ અને વડનગરમાં થ્રી-ડી મેપિંગ શો જેવા પ્રકલ્પો આધુનિક ટેકનોલોજી દ્વારા આપણી પ્રાચીન વિરાસતને જીવંત રાખવાના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. વડાપ્રધાનશ્રીના મક્કમ સંકલ્પની પ્રશંસા કરતા શ્રી સંઘવીએ કહ્યું કે, "એક સમયે બનાસકાંઠા, વાવ-થરાદ અને કચ્છના છેવાડાના ગામો સુધી પાણી અને વીજળી પહોંચાડવી એ લોકો માટે એક સપનું હતું. પરંતુ વડાપ્રધાનશ્રીએ આ સંકલ્પને સાકાર કર્યો છે. આજે ખેતરો લીલાછમ થયા છે અને પશુપાલકોની આવક વધી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે વિશ્વભરમાં લોકો ગામડાં છોડી શહેર તરફ જઈ રહ્યા છે, ત્યારે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી બનાસકાંઠામાં શહેરોમાંથી લોકો પરત ગામડાં તરફ વળી રહ્યા છે. 'રિવર્સ માઈગ્રેશન'માં બનાસકાંઠા જિલ્લો કદાચ એશિયામાં પ્રથમ ક્રમે હશે. શ્રી સંઘવીએ ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વર્ષો સુધી ખેડૂતોના નામે માત્ર રાજનીતિ થઈ, પરંતુ વડાપ્રધાનશ્રીએ 'પીએમ કિસાન સન્માન નિધિ' દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં વર્ષે રૂ. 6000 પહોંચાડી તેમને આર્થિક સુરક્ષા આપી છે. બનાસ ડેરીના માધ્યમથી પશુપાલકો અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે થયેલી કામગીરી અભૂતપૂર્વ છે. તેમણે 'ટીમ ગુજરાત' તરીકે રાજ્યના તમામ નાગરિકો વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અથાક મહેનત કરશે તેવો આશાવાદ આપ્યો હતો *લોકાર્પણ અને ખાતમુર્હુત......* પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹૧૦,૯૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ,ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹૫૨૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાનશ્રી ગુજરાતના ૩૪ જિલ્લાઓમાં ૩૮૯૪૯ આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાયો હતો અત્રે ઉલ્લેખનીય છેકે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹૧૯૮૦૬.૦૯ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું જેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹૧૦,૯૨૧ કરોડના તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના ₹૮૮૮૬ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. ભારત સરકારના આ ત્રણ મંત્રાલયો હેઠળ ₹૧૦,૯૨૧ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ હતુ જેમાં, હરિત ઊર્જાનો વ્યાપ અને ઊર્જા સુરક્ષા મજબૂત બનાવાના હેતુથી કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક નિર્માણાધીન છે. જે ખાવડાના RE પાર્ક માટે ઊર્જા મંત્રાલય હેઠળના ૩ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ (કુલ ₹૩૬૪૫કરોડના ખર્ચે) પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરાયુ હતું . ભારત સરકારના માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ ઇડર-બડોલી બાયપાસ ફોર લેન રોડ (₹૭૦૫ કરોડના ખર્ચે) અને ધોળાવીરા-મૌવાણા-વોવા-સાંતલપુર સેક્શનનું (₹૫૭૫કરોડના ખર્ચે) ખાતમુહૂર્ત તેમજ અમદાવાદ-ધોલેરા પેકેજ ૧ (₹૧૨૯૮કરોડના ખર્ચે), પેકેજ ૨ (₹૧૪૧૫ કરોડના ખર્ચે), પેકેજ ૩ (₹૧૦૩૪કરોડના ખર્ચે) અને પેકેજ ૪નું (₹૧૩૫૮ કરોડના ખર્ચે) લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભારત સરકારના રેલવે મંત્રાલયના ₹૮૯૧ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયુ હતુ , જેમાં હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન, ગાંધીધામ-આદિપુર વચ્ચે ક્વૉડ્રપલિંગ અને રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટના ભાગરૂપે કાનાલુસ-જામનગર ડબલિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેનને ખેડબ્રહ્મા ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી હતી . વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કુલ ₹૮૮૮૬કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું,તેમાં શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ ₹૫૨૯૫.૦૫કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ શહેરી વિકાસ વિભાગના આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગર ખાતેના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે, જેમાં અમદાવાદ ખાતે ખારીકટ કેનાલનો વિકાસ, અમદાવાદ મહાનગરપાલિકાની BRTS અને AMTS બસ સર્વિસનું મોડર્નાઇઝેશન, હાલના સુભાષબ્રિજને તોડી નાંખીને નવા ફોર લેન બ્રિજનું કન્સ્ટ્રક્શન, આર્થિક રીતે પછાત વર્ગો (EWS) માટે રહેણાંક ઘરોનું નિર્માણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. ગાંધીનગર ખાતે આર્થિક રીતે પછાત વર્ગો (EWS) માટે રહેણાંક ઘરોનું નિર્માણ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી અડાલજ TSPS સુધી ખુલ્લા ખોદકામ (લંબાઈ = ૨૪૨૦ મીટર) અને માઇક્રોટનલિંગ (લંબાઈ = ૩૧૮૦ મીટર) દ્વારા ૧૮૦૦ મીમી ગટર ટ્રંક નાખવી, પેથાપુર ખાતે ૧૫ એમએલડી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન, રાંધેજા ખાતે ૦૪ તળાવોનું ઇન્ટરલિંકિંગ અને સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું કામ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. શહેરી વિકાસ વિભાગ ઉપરાંત, ગુજરાત સરકારના જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન, આદિજાતિ વિકાસ તેમજ ગ્રામીણ વિકાસ વિભાગના પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ હતું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગુજરાતના ૩૪ જિલ્લાઓમાં ૩૮,૯૪૯ પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આ નૂતન આવાસોમાં ગૃહપ્રવેશ કરાવીને રાજ્યના નાગરિકોને સુખ, સુવિધા અને સુરક્ષાની ભેટ મળી છે. *આ પ્રસંગે અગ્રણીશ્રી જગદીશ વિશ્વકર્મા,વાવ થરાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ,*મંત્રી સર્વેશ્રી કનુંભાઇ દેસાઇ,શ્રીકુવરજી બાવળીયા,શ્રીનરેશભાઇ પટેલ,શ્રીઇશ્વરસિંહ પટેલ,શ્રીમતી દર્શનાબહેન વાઘેલા,ડો જયરામ ગામીત,શ્રી સંજયસિંહ મહીડા,શ્રીપુનમચંદ બરંડા, શ્રી સ્વરૂપજી ઠાકોર,શ્રી પ્રવીણભાઇ માળી, સાંસદ સભ્ય સર્વેશ્રીઓ,ધારાસભ્ય સર્વેશ્રીઓ,અગ્ર સચિવશ્રી એમ.થેન્નારસન, પ્રભારી સચિવશ્રી એમ.નાગરાજન, સચિવશ્રીઓ,ઉચ્ચ અધિકારીશ્રીઓ , અધિકારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
    2
    *વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વાવ-થરાદ ખાતે ₹૧૯,૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યો જનતાને સમર્પિત*
-----------------000---
*વિરાસત વિકાસ અને વિશ્વાસની ધરતી વાવ- થરાદમાં રાજ્યના નાગરીકોને વિકાસ કાર્યોની ભેટ*
------------000----
*છેવાડાના માનવીનું સ્વપ્ન પૂર્ણ:રાજ્યભરમાં ૩૮ હજારથી વધુ પરિવારોનો નૂતન આવાસમાં મંગલ પ્રવેશ*
----------------------0000----
*પંચાયતથી પાર્લામેન્ટ સુધી જનતાનો ભરોસો જ વિકાસની સુપરફાસ્ટ એક્સપ્રેસને ચલાવી રહ્યો છે*
*.- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી*
*પ્રધાનમંત્રીશ્રી*
*૨૫ વર્ષ પહેલાં આ ક્ષેત્રના વિકાસની જવાબદારી જનતાએ મને સોંપી હતી, જે આજે પણ 'મિશન મોડ'માં આગળ વધી રહી છે*
*વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી જનતાએ સાવધ રહેવું જોઈએ*
*મુખ્યમંત્રીશ્રી*
*યુદ્ધના સંકટમાં પણ ભારતની વિકાસયાત્રા અણનમ, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ પર રાષ્ટ્રને ભરોસો*
*એક સમયે આખું રાજ્ય જે બજેટ પર ચાલતું, તેનાથી અડધા ખર્ચના વિકાસકામો આજે એક જ દિવસમાં જનતાને સમર્પિત*
*રાષ્ટ્રહિત પ્રથમ ભાવ સાથે કરોડોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાથે લાખણી બન્યું ‘લાખેણું’*
*છેવાડાના ગામો હવે 'છેલ્લા નહીં, પ્રથમ ગામ': પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પના સાકાર થઇ રહી છે*
---------------000000000000-----
*સીમાવર્તી વિસ્તારના વિકાસ અને સુરક્ષા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અભૂતપૂર્વ*
*વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી*
-----------------000000---
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ઉત્તર ગુજરાતમાં 'રિવર્સ માઈગ્રેશન' શરૂ થયું* 
*નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
-----0000000000000000
વાવ-થરાદ
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરહદી વિસ્તાર વાવ-થરાદ ખાતેથી સમગ્ર ગુજરાતને ₹૧૯,૮૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ ધરી હતી. "વિરાસત, વિકાસ અને વિશ્વાસ"ની આ પવિત્ર ધરતી પરથી પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જનતાને સમર્પિત કર્યા હતા.
સુરક્ષા અને વિકાસનો નવા અધ્યાયની ઐતિહાસિક સિદ્ધિ દર્શાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગૌરવ સાથે જણાવ્યું કે, આજે તેમનું વિમાન સીધું ડીસા એરબેઝ પર ઉતર્યું છે. આ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ૧૩૦ કિમી દૂર છે, જે દેશની સુરક્ષા માટે અત્યંત વ્યૂહાત્મક (Strategic) મહત્વ ધરાવે છે. આ એરબેઝથી વિકાસને નવી દિશા મળશે, તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ દાયકાઓથી ફાઇલોમાં દબાયેલો હતો કારણ કે તત્કાલીન દિલ્હી સરકારને ગુજરાત પ્રત્યે અણગમો હતો જે આ સરકારે આ ફાઇલો બહાર કાઢી કામ પૂર્ણ કર્યું, જેનાથી આ વિસ્તારમાં રોજગારી અને વિકાસમાં વધારો થયો છે.
ઉત્તર ગુજરાત સાથેની આત્મીય નાતાની જૂની યાદો અને ભૂતકાળને વાગોળતા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે, "બનાસકાંઠાનું કોઈ ગામ એવું નથી જ્યાં મારી યાદો ન જોડાયેલી હોય." જૂના કાર્યકર્તાઓને જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો અને સ્વીકાર્યું કે, આ વિસ્તારના લોકોના સ્નેહ અને 'બાજરીના રોટલા-લસણની ચટણી'નો પ્રેમ તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં, સાથે તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે, આજે યુવા પેઢી પણ તે જ કુશળતા સાથે સંગઠનનું કામ સંભાળી રહી છે.
પ્રધાનમંત્રીએ ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, ૨૫ વર્ષ પહેલાં આ ક્ષેત્રના વિકાસની જે જવાબદારી જનતાએ તેમને સોંપી હતી, તેને આજે પણ 'મિશન મોડ'માં આગળ ધપાવવામાં આવી રહી છે. 
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, "દાયકાઓથી આ વિસ્તાર જે ઉપેક્ષા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, તેનો હવે અંત આવ્યો છે. ૨૦૧૪ પછી ડબલ એન્જિન સરકારની તાકાત મળતા વિકાસની ગતિ બમણી થઈ છે. તેમણે આજે ઊર્જા, રોડ-રસ્તા, રેલવે અને હાઉસિંગ સેક્ટર સાથે જોડાયેલ આ વિકાસ પ્રકલ્પોથી આખા વિસ્તારની કાયાપલટ થશે અને સ્થાનિકોના જીવનધોરણમાં સુધારો આવશે તેમ જણાવ્યું હતું.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા નવા પ્રોજેક્ટ્સથી માત્ર બનાસકાંઠા જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી મજબૂત બનશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે તેમ પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યુ હતું.
તેમણે રાજ્યમાં વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આજે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે,સાથે તેમણે માર્ગ અને રેલવે કનેક્ટિવિટીમાં થઇ રહેલા વિકાસ થકી આ વિસ્તારના ઉદ્યોગો અને ખેડૂતો માટે નવા દ્વાર ખોલાશે તેમ જણાવ્યું હતું
ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં વિશ્વનું કેન્દ્ર બની રહ્યું છે. ખાવડા સોલર પાર્ક દ્વારા 4 ગીગાવોટ વીજળી પેદા થશે, જે ખેતી અને ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ બનશે તેમ પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, પાકા ઘરનું સપનું સાકાર થઇ રહ્યું છે  આજે ગુજરાતમાં હજારો પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા ઘર મળ્યા છે. તેમણે આ પુણ્યના ખરા હકદાર જનતાના એક મતને ગણાવ્યો હતો.
ભૂતકાળમાં ઉત્તર ગુજરાતમાં જે દુકાળ અને પાણીની તંગી હતી, તેને સુજલામ સુફલામ યોજના અને નર્મદાના પાણી દ્વારા દૂર કરી ખેતીને સમૃદ્ધ બનાવી હોવાનું તેમણે જણાવ્યું.
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૨૦૦૫માં ગુજરાતના ખૂણે-ખૂણે વિકાસ પહોંચાડવા માટે “શહેરી વિકાસ વર્ષ”ની શરૂઆત કરાઇ હતી. તે સમયે તેનું બજેટ આશરે ₹૬૫૦ કરોડ હતું પરંતુ વિકાસનું ચક્ર એટલી ઝડપથી આગળ વધ્યું કે આજે આ બજેટ ₹૩૩૦૦૦કરોડથી વધુ થઈ ગયું છે.તેમણે જણાવ્યું હતું કે,આ જ દિશામાં, નવ નવી મહાનગર પાલિકાઓ માટે આશરે ₹૨૦૦૦–₹૩૦૦૦કરોડના લગભગ ૩૦૦ પ્રસ્તાવો મંજૂરી માટે આવ્યા છે. અને સાથે ૭૨ નગરપાલિકાઓને અપગ્રેડ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,ગુજરાત સરકારે આ વર્ષે જે  બજેટ રજૂ કર્યું છે,જે ₹૦૪ લાખ કરોડથી વધુનું છે. આ રકમ ગામ, કસ્બા અને શહેરોના કાયાકલ્પ માટે ખર્ચવામાં આવશે. જેનાથી રાજ્યની પ્રાથમિક અને માળખાકીય સુવિધામાં વધારો થશે તેમ જણાવ્યું હતું
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કઠિન સમય કેટલીય મુશ્કેલીઓ હોવા છતાં આપણા દેશના નાગરિકો એકતા સાથે ઊભા રહે છે. છેલ્લા કેટલાક સમયમાં તમે જોયું હશે કે વિશ્વના અનેક દેશો યુદ્ધ, અસંતોષ અને અસ્થિરતાથી પીડાઈ રહ્યા છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી પરિસ્થિતિનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડ્યો છે. ઊર્જાની જરૂરિયાતો જેમ કે ડીઝલ, પેટ્રોલ અને ગેસની અછત સમગ્ર દુનિયામાં વધી ગઈ છે. આવા સંકટમાં પણ ભારતે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી છે. આ પાછળ દેશની સફળ વિદેશ નીતિ અને દેશવાસીઓની એકતાનો મોટો ફાળો છે.
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,વૈશ્વિક કટોકટીમાં  વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિને કારણે ઇંધણના ભાવો અને મોંઘવારીને નિયંત્રણમાં રાખી છે.
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીઓ વૈશ્વિક સંકટના સમયમાં પણ પોતાનો રાજકીય લાભ મેળવવાના પ્રયત્નમાં વ્યસ્ત છે. દેશને એકતા અને સહકારની જરૂર છે, ત્યારે વિપક્ષના નેતાઓ દેશને વિભાજિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે દેશને વિશ્વાસ અને સહકારની જરૂર છે, ત્યારે ભય અને અફવાઓ ફેલાવવા પ્રયાસશીલ છે. જ્યારે દેશને સંયમ અને ધૈર્યની જરૂર છે, ત્યારે લોકોમાં ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે
વિપક્ષ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જ્યારે દેશને એકતાની જરૂર છે ત્યારે વિપક્ષ ભય અને અફવા ફેલાવીને દેશને વહેંચવાનું કામ કરી રહી છે. વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી જનતાએ સાવધ રહેવું જોઈએ.
પ્રધાનમંત્રીશ્રીએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જનતાનો ભરોસો જ વિકાસની સુપરફાસ્ટ એક્સપ્રેસને ચલાવી રહ્યો છે. તેમ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીશ્રીએ માતૃશક્તિને પ્રણામ કરી અંબાજી માતા અને ભગવાન શ્રી ધરણીધરના ચરણોમાં વંદન કરી (મહાવીર જયંતી) નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ*
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી જિલ્લા વાવ-થરાદ ખાતે આયોજિત વિકાસ ઉત્સવમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાવભીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે,* સરકારના વડા તરીકે સૌથી વધુ સમય જનસેવાનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપનારા વિશ્વનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પર આજે સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે જ્યારે વિશ્વના દેશો યુદ્ધ અને ઉર્જા સંકટથી ચિંતિત છે, ત્યારે ભારત પ્રધાનમંત્રીશ્રીની લીડરશીપમાં અડગ છે. વડાપ્રધાનશ્રીએ દેશના સામાન્ય માનવીની ચિંતા કરીને પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો જે ઐતિહાસિક નિર્ણય લીધો છે, તેનાથી દેશવાસીઓને મોટી રાહત મળી છે. 'રાષ્ટ્રહિત પ્રથમ'ના ભાવ સાથે વિકાસયાત્રામાં કોઈ રૂકાવટ ન આવે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાનશ્રીએ કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ સરહદી અને છેવાડાના ગામોને 'છેલ્લા નહીં પણ પહેલા ગામ' ગણીને વિકાસની મુખ્યધારામાં લાવવાની નેમ પૂરી કરી છે. તેમણે લાખણી તાલુકાને 'લાખેણુ' બનાવવાનું જે વચન આપ્યું હતું, તે આજે કરોડો રૂપિયાના વિકાસકામોના લોકાર્પણથી સાકાર થયું છે. અગાઉના સમયમાં ઉત્તર ગુજરાતમાં પાણી, વીજળી અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓનો અભાવ હતો, પરંતુ જ્યોતિગ્રામ, સુજલામ સુફલામ અને વોટર ગ્રીડ જેવી યોજનાઓથી આજે લોકોનું 'ઈઝ ઓફ લિવિંગ' વધ્યું છે. 
રાજ્યના વિકાસની મજબૂત આર્થિક સ્થિતિ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક સમયે આખા રાજ્યનું બજેટ ૩૮ હજાર કરોડ હતું, તેની સામે આજે માત્ર એક જ દિવસમાં ૧૯ હજાર કરોડના વિકાસકામો જનતાને સમર્પિત કરવામાં આવ્યા છે. આ પ્રધાનમંત્રીશ્રીના શ્રેષ્ઠ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટનું પરિણામ છે. આજે વડાપ્રધાનશ્રીના હસ્તે કુલ ૩૪ કામોના ખાતમુહૂર્ત અને ૩૮ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા છે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને 'વિકાસ ભી, વિરાસત ભી'ના ધ્યેય સાથે પ્રવાસન વિકાસના કામોનો સમાવેશ થાય છે.
સૌને માથે પાક્કી છત"ના સંકલ્પને દોહરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૫ લાખ આવાસોનું નિર્માણ થયું છે. આજે ૩૯ હજાર લાભાર્થીઓ પોતાના નવા ઘરમાં ગૃહપ્રવેશ કરી રહ્યા છે, જે લાખો પરિવારો માટે દિવાળી જેવો ઉત્સવ છે.
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 'ગતિ એક અને મતિ એક'ના મંત્ર સાથે ગુજરાત વડાપ્રધાનશ્રીના 'વિકસિત ભારત ૨૦૪૭'ના સંકલ્પને પૂર્ણ કરવામાં હંમેશા અગ્રેસર રહેશે. આ વિકાસકામોની વણઝાર વિકસિત ગુજરાતના નિર્માણને નવી ગતિ આપશે.
*વાવ-થરાદની પવિત્ર ધરતી પર આયોજિત ભવ્ય જનસભાને સંબોધતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ* પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને ભારતના સુવર્ણકાળ સમાન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ ભારતને આંતરિક અને બાહ્ય સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી વધુ સુરક્ષિત રાષ્ટ્ર બનાવ્યું છે.
શ્રી શંકરભાઈએ જણાવ્યું કે, સરહદી વિસ્તારની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે થરાદ ખાતે નિર્મિત નવા એરપોર્ટ અને ત્યાં વિમાનનું સફળ લેન્ડિંગ એ આ વિસ્તાર માટે ઐતિહાસિક ઘટના છે. સાથે જ, સાપરા ગામ પાસે સિવિલ એવિએશન ટર્મિનલની મંજૂરી મળતા હવે સ્થાનિક લોકો 'ઉડાન' યોજના હેઠળ હવાઈ મુસાફરીનો લાભ લઈ શકશે, તેમણે ઉમેર્યું કે, બૃહદ બનાસકાંઠા જિલ્લો પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યો છે ત્યારે એર કાર્ગો સુવિધાને કારણે અહીંના બટાકા, શાકભાજી અને દૂધની પ્રોડક્ટ્સ દેશ-વિદેશના બજારોમાં ઝડપથી પહોંચશે, જે નવી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરશે.
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા તેમણે જણાવ્યું કે, વહીવટી સરળતા માટે વાવ-થરાદ નવા જિલ્લાની રચના તેમજ લાખણી, રાહ, ધરણીધર અને ઓગડ જેવા નવા તાલુકાઓની ભેટ આ વિસ્તારના વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે.
ભૂતકાળના દુષ્કાળના દિવસોને યાદ કરતા અધ્યક્ષશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે નર્મદાના નીર અને સુજલમ સુફલમ કેનાલ દ્વારા આ ધરતીની તરસ છીપાવી છે. સાથે તેમણે ગર્વ સાથે જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ જે કન્યા કેળવણીના બીજ રોપ્યા હતા, તેના ફળસ્વરૂપે આજે બનાસકાંઠા જિલ્લો ધોરણ-૧૦ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે. આ વિસ્તાર આજે સૌથી વધુ ડોક્ટરો દેશને આપી રહ્યો છે.
બનાસ ડેરીના માધ્યમથી ગાયના ગોબરમાંથી બાયો-સીએનજી ઉત્પન્ન કરવાની ક્રાંતિની ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં વધુ ૩ બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, જેનાથી પશુપાલકોની આવક બમણી થશે, સાથે સાથે નડાબેટ (સુઈગામ) ખાતે બોર્ડર ટુરિઝમના વિકાસને કારણે રોજગારીની નવી તકો ઊભી થઈ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
*નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ* હંમેશા વિકાસની સાથે વિરાસતને જાળવવાનું કામ કર્યું છે. પાટણમાં રાણીની વાવ અને વડનગરમાં થ્રી-ડી મેપિંગ શો જેવા પ્રકલ્પો આધુનિક ટેકનોલોજી દ્વારા આપણી પ્રાચીન વિરાસતને જીવંત રાખવાના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે.
વડાપ્રધાનશ્રીના મક્કમ સંકલ્પની પ્રશંસા કરતા શ્રી સંઘવીએ કહ્યું કે, "એક સમયે બનાસકાંઠા, વાવ-થરાદ અને કચ્છના છેવાડાના ગામો સુધી પાણી અને વીજળી પહોંચાડવી એ લોકો માટે એક સપનું હતું. પરંતુ વડાપ્રધાનશ્રીએ આ સંકલ્પને સાકાર કર્યો છે. આજે ખેતરો લીલાછમ થયા છે અને પશુપાલકોની આવક વધી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે વિશ્વભરમાં લોકો ગામડાં છોડી શહેર તરફ જઈ રહ્યા છે, ત્યારે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી બનાસકાંઠામાં શહેરોમાંથી લોકો પરત ગામડાં તરફ વળી રહ્યા છે. 'રિવર્સ માઈગ્રેશન'માં બનાસકાંઠા જિલ્લો કદાચ એશિયામાં પ્રથમ ક્રમે હશે.
શ્રી સંઘવીએ ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વર્ષો સુધી ખેડૂતોના નામે માત્ર રાજનીતિ થઈ, પરંતુ વડાપ્રધાનશ્રીએ 'પીએમ કિસાન સન્માન નિધિ' દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં વર્ષે રૂ. 6000 પહોંચાડી તેમને આર્થિક સુરક્ષા આપી છે. બનાસ ડેરીના માધ્યમથી પશુપાલકો અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે થયેલી કામગીરી અભૂતપૂર્વ છે. તેમણે 'ટીમ ગુજરાત' તરીકે રાજ્યના તમામ નાગરિકો વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અથાક મહેનત કરશે તેવો આશાવાદ આપ્યો હતો
*લોકાર્પણ અને ખાતમુર્હુત......*
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹૧૦,૯૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ,ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹૫૨૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાનશ્રી ગુજરાતના ૩૪ જિલ્લાઓમાં ૩૮૯૪૯ આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાયો હતો 
અત્રે ઉલ્લેખનીય છેકે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹૧૯૮૦૬.૦૯  કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું જેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹૧૦,૯૨૧ કરોડના તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના ₹૮૮૮૬ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. 
ભારત સરકારના આ ત્રણ મંત્રાલયો હેઠળ ₹૧૦,૯૨૧ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ હતુ જેમાં, હરિત ઊર્જાનો વ્યાપ અને ઊર્જા સુરક્ષા મજબૂત બનાવાના હેતુથી  કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક નિર્માણાધીન છે. જે ખાવડાના RE પાર્ક માટે ઊર્જા મંત્રાલય હેઠળના ૩ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ (કુલ ₹૩૬૪૫કરોડના ખર્ચે)  પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરાયુ હતું  .
ભારત સરકારના માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ ઇડર-બડોલી બાયપાસ ફોર લેન રોડ (₹૭૦૫ કરોડના ખર્ચે) અને ધોળાવીરા-મૌવાણા-વોવા-સાંતલપુર સેક્શનનું (₹૫૭૫કરોડના ખર્ચે) ખાતમુહૂર્ત તેમજ અમદાવાદ-ધોલેરા પેકેજ ૧ (₹૧૨૯૮કરોડના ખર્ચે), પેકેજ ૨ (₹૧૪૧૫ કરોડના ખર્ચે), પેકેજ ૩ (₹૧૦૩૪કરોડના ખર્ચે) અને પેકેજ ૪નું (₹૧૩૫૮ કરોડના ખર્ચે) લોકાર્પણ  કરવામાં આવ્યું હતું
ભારત સરકારના રેલવે મંત્રાલયના ₹૮૯૧ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયુ હતુ , જેમાં હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન, ગાંધીધામ-આદિપુર વચ્ચે ક્વૉડ્રપલિંગ અને રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટના ભાગરૂપે કાનાલુસ-જામનગર ડબલિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેનને ખેડબ્રહ્મા ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી હતી . 
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કુલ ₹૮૮૮૬કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું,તેમાં શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ ₹૫૨૯૫.૦૫કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ 
શહેરી વિકાસ વિભાગના આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગર ખાતેના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે, જેમાં અમદાવાદ ખાતે ખારીકટ કેનાલનો વિકાસ, અમદાવાદ મહાનગરપાલિકાની BRTS અને AMTS બસ સર્વિસનું મોડર્નાઇઝેશન, હાલના સુભાષબ્રિજને તોડી નાંખીને નવા ફોર લેન બ્રિજનું કન્સ્ટ્રક્શન, આર્થિક રીતે પછાત વર્ગો (EWS) માટે રહેણાંક ઘરોનું નિર્માણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. 
ગાંધીનગર ખાતે આર્થિક રીતે પછાત વર્ગો (EWS) માટે રહેણાંક ઘરોનું નિર્માણ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી અડાલજ TSPS સુધી ખુલ્લા ખોદકામ (લંબાઈ = ૨૪૨૦ મીટર) અને માઇક્રોટનલિંગ (લંબાઈ = ૩૧૮૦ મીટર) દ્વારા ૧૮૦૦ મીમી ગટર ટ્રંક નાખવી, પેથાપુર ખાતે ૧૫ એમએલડી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન, રાંધેજા ખાતે ૦૪ તળાવોનું ઇન્ટરલિંકિંગ અને સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું કામ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
શહેરી વિકાસ વિભાગ ઉપરાંત, ગુજરાત સરકારના જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન, આદિજાતિ વિકાસ તેમજ ગ્રામીણ વિકાસ વિભાગના પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ હતું 
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગુજરાતના ૩૪ જિલ્લાઓમાં ૩૮,૯૪૯ પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આ નૂતન આવાસોમાં ગૃહપ્રવેશ કરાવીને રાજ્યના નાગરિકોને સુખ, સુવિધા અને સુરક્ષાની ભેટ મળી છે.
*આ પ્રસંગે અગ્રણીશ્રી જગદીશ વિશ્વકર્મા,વાવ થરાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ,*મંત્રી સર્વેશ્રી કનુંભાઇ દેસાઇ,શ્રીકુવરજી બાવળીયા,શ્રીનરેશભાઇ પટેલ,શ્રીઇશ્વરસિંહ પટેલ,શ્રીમતી દર્શનાબહેન વાઘેલા,ડો જયરામ ગામીત,શ્રી સંજયસિંહ મહીડા,શ્રીપુનમચંદ બરંડા, શ્રી સ્વરૂપજી ઠાકોર,શ્રી પ્રવીણભાઇ માળી, સાંસદ સભ્ય સર્વેશ્રીઓ,ધારાસભ્ય સર્વેશ્રીઓ,અગ્ર સચિવશ્રી એમ.થેન્નારસન, પ્રભારી સચિવશ્રી એમ.નાગરાજન, સચિવશ્રીઓ,ઉચ્ચ અધિકારીશ્રીઓ , અધિકારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • Post by Pravin Thakor
    1
    Post by Pravin Thakor
    user_Pravin Thakor
    Pravin Thakor
    Farmer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • Post by Thakor Suresh
    1
    Post by Thakor Suresh
    user_Thakor Suresh
    Thakor Suresh
    Chef ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • Jay babari
    1
    Jay babari
    user_Thakor sahab Asana
    Thakor sahab Asana
    Photographer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • Post by Pravin Thakor
    1
    Post by Pravin Thakor
    user_Pravin Thakor
    Pravin Thakor
    Farmer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.