logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધાંગધ્રા તાલુકાના થળા ગામે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે એક રેણાકી મકાન પર દરોડો પાડી નાની-મોટી વિદેશી દારૂની બોટલો સહિત કુલ ₹18,860નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે, પોલીસે થળા ગામના રહેવાસી છત્રસિંહ ઉર્ફે સતુભા રાજુભા ઝાલાને ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂ મોકલનાર અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

11 hrs ago
user_Salim ghachi
Salim ghachi
Local News Reporter ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
11 hrs ago

ધાંગધ્રા તાલુકાના થળા ગામે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે એક રેણાકી મકાન પર દરોડો પાડી નાની-મોટી વિદેશી દારૂની બોટલો સહિત કુલ ₹18,860નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે, પોલીસે થળા ગામના રહેવાસી છત્રસિંહ ઉર્ફે સતુભા રાજુભા ઝાલાને ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂ મોકલનાર અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • જેતપર ખાતે ચાલી રહેલી ઉપવાસ છાવણીમાં આગામી 24 જૂન, 2026 (બુધવાર)ના રોજ સવારે 9:00 વાગ્યાથી એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાન થાય તેવી તૈયારીઓ ચાલી રહી છે. આયોજકો દ્વારા ગુજરાતભરના ખેડૂતો અને જનતાને જેતપર પહોંચી સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવસેવાના આ કાર્યમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો ઉદ્દેશ્ય ગુજરાતમાં એક જ દિવસમાં 5,419 બોટલ રક્તદાનના નોંધાયેલા રેકોર્ડની ભાવનાને આગળ વધારવાનો છે. આ પ્રસંગે મોરબીનું જેતપર, જ્યાં અન્નદાતા હવે રક્તદાતા બની ગુજરાતની અંતરાત્માને જગાડશે, તેવા ગહન ઉદ્દેશ્ય સાથે આ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
    1
    જેતપર ખાતે ચાલી રહેલી ઉપવાસ છાવણીમાં આગામી 24 જૂન, 2026 (બુધવાર)ના રોજ સવારે 9:00 વાગ્યાથી એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાન થાય તેવી તૈયારીઓ ચાલી રહી છે.

આયોજકો દ્વારા ગુજરાતભરના ખેડૂતો અને જનતાને જેતપર પહોંચી સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવસેવાના આ કાર્યમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો ઉદ્દેશ્ય ગુજરાતમાં એક જ દિવસમાં 5,419 બોટલ રક્તદાનના નોંધાયેલા રેકોર્ડની ભાવનાને આગળ વધારવાનો છે.

આ પ્રસંગે મોરબીનું જેતપર, જ્યાં અન્નદાતા હવે રક્તદાતા બની ગુજરાતની અંતરાત્માને જગાડશે, તેવા ગહન ઉદ્દેશ્ય સાથે આ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    22 hrs ago
  • આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય લોકો ઉપર નામદાર કોર્ટે સાત વર્ષની સજા ફરમાવી છે. આ કોર્ટના આદેશના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા નેતા માધવી બેન રાજપૂતે સખત નારાજગી વ્યક્ત કરી છે.
    1
    આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય લોકો ઉપર નામદાર કોર્ટે સાત વર્ષની સજા ફરમાવી છે. આ કોર્ટના આદેશના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા નેતા માધવી બેન રાજપૂતે સખત નારાજગી વ્યક્ત કરી છે.
    user_ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
    ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 min ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલા ધંધુકા તાલુકા મુસ્લિમ કેળવણી મંડળ દ્વારા સંચાલિત મોડર્ન હાઈસ્કૂલ ખાતે પ્રવેશ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર સહિતના મહાનુભાવો, ગરીબ નવાઝ રિલીફ કમિટીના પ્રમુખ, શાળાના પ્રિન્સિપાલ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગરીબ નવાઝ રિલીફ કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 5 થી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છ ચોપડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાથે, અન્ય શાળાઓના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ આ નોટબુક્સનું વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગરીબ નવાઝ રિલીફ કમિટી વર્ષ દરમિયાન અનાજની કીટો, જરૂરિયાતમંદોને દવા તથા ઘરનું ગુજરાન ચલાવવા માટે સિલાઈ મશીનનું પણ વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલા ધંધુકા તાલુકા મુસ્લિમ કેળવણી મંડળ દ્વારા સંચાલિત મોડર્ન હાઈસ્કૂલ ખાતે પ્રવેશ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર સહિતના મહાનુભાવો, ગરીબ નવાઝ રિલીફ કમિટીના પ્રમુખ, શાળાના પ્રિન્સિપાલ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ગરીબ નવાઝ રિલીફ કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 5 થી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છ ચોપડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાથે, અન્ય શાળાઓના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ આ નોટબુક્સનું વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગરીબ નવાઝ રિલીફ કમિટી વર્ષ દરમિયાન અનાજની કીટો, જરૂરિયાતમંદોને દવા તથા ઘરનું ગુજરાન ચલાવવા માટે સિલાઈ મશીનનું પણ વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    36 min ago
  • પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ, શાળા પ્રગતિ અભિયાન અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ અત્યંત ઉત્સાહભેર યોજાયો હતો, જેમાં કુલ ૧૩ બાળકોને શાળામાં પ્રવેશ આપી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ લીમ્બાચીયા, જિલ્લા પંચાયતના સભ્ય દિલીપજી કેશાજી ઠાકોર, સમી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ સમદરબેન ઠાકોર, ICDS વિભાગના મુખ્ય સેવિકા કાજલબેન ઠાકોર, CRC બાસ્પાના જગદીશભાઈ અમરાભાઈ વઢેર, સંજયભાઈ રસિકલાલ શાહ અને દાઉદપુર ગામના સરપંચ બચુભાઈ મહાદેવભાઈ ડાભી સહિત સાધુ પંકજકુમાર ભેમાજી ઠાકોર, અનિલભાઈ રાવલ, ત્રિકમદાસ સાધુ, ભીખાભાઈ ભરવાડ, ગેલાભાઈ, રામાભાઈ લખુભાઈ નાડોદા, નશાભાઈ પરબતભાઈ નાડોદા, જલાભાઈ નાડોદા, નરેશજી ઠાકોર અને રમેશજી ઠાકોર જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશોત્સવ બાદ તરત જ એસ.એમ.સી. બેઠક અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવાના હેતુથી શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. શાળાના વિકાસલક્ષી કાર્યોને પ્રોત્સાહન આપવા માટે બાળકો માટે સ્કૂલબેગના દાતા સ્વ. રસિકલાલ ન્યાલચંદ શાહ અને સ્લેટના દાતા હરખાભાઈ જેસંગભાઈ નાડોદાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્વ, બાળશિક્ષણના વ્યાપ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતમાં, શાળાના આચાર્ય નરસંગભાઈ રામાભાઈ નાડોદાએ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, વાલીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    3
    પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ, શાળા પ્રગતિ અભિયાન અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ અત્યંત ઉત્સાહભેર યોજાયો હતો, જેમાં કુલ ૧૩ બાળકોને શાળામાં પ્રવેશ આપી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ લીમ્બાચીયા, જિલ્લા પંચાયતના સભ્ય દિલીપજી કેશાજી ઠાકોર, સમી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ સમદરબેન ઠાકોર, ICDS વિભાગના મુખ્ય સેવિકા કાજલબેન ઠાકોર, CRC બાસ્પાના જગદીશભાઈ અમરાભાઈ વઢેર, સંજયભાઈ રસિકલાલ શાહ અને દાઉદપુર ગામના સરપંચ બચુભાઈ મહાદેવભાઈ ડાભી સહિત સાધુ પંકજકુમાર ભેમાજી ઠાકોર, અનિલભાઈ રાવલ, ત્રિકમદાસ સાધુ, ભીખાભાઈ ભરવાડ, ગેલાભાઈ, રામાભાઈ લખુભાઈ નાડોદા, નશાભાઈ પરબતભાઈ નાડોદા, જલાભાઈ નાડોદા, નરેશજી ઠાકોર અને રમેશજી ઠાકોર જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રવેશોત્સવ બાદ તરત જ એસ.એમ.સી. બેઠક અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવાના હેતુથી શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. શાળાના વિકાસલક્ષી કાર્યોને પ્રોત્સાહન આપવા માટે બાળકો માટે સ્કૂલબેગના દાતા સ્વ. રસિકલાલ ન્યાલચંદ શાહ અને સ્લેટના દાતા હરખાભાઈ જેસંગભાઈ નાડોદાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્વ, બાળશિક્ષણના વ્યાપ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતમાં, શાળાના આચાર્ય નરસંગભાઈ રામાભાઈ નાડોદાએ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, વાલીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    user_ઠાકોર દશરથભાઈ નવાભાઈ
    ઠાકોર દશરથભાઈ નવાભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    4 hrs ago
  • સુરેન્દ્રનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેર વિસ્તારમાં મનપા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
    1
    સુરેન્દ્રનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેર વિસ્તારમાં મનપા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા વિક્રમભાઈ દવેએ તેમના પક્ષના કદાવર નેતા ચૈત્ર વસાવા અને તેમના પત્નીને નામદાર કોર્ટ દ્વારા સાત વર્ષની સજા ફરમાવવા બદલ જોરદાર વિરોધ વ્યક્ત કર્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ચૈત્ર વસાવા અને તેમના પત્ની વિરુદ્ધ કોર્ટના આ આદેશ સામે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે.
    1
    સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા વિક્રમભાઈ દવેએ તેમના પક્ષના કદાવર નેતા ચૈત્ર વસાવા અને તેમના પત્નીને નામદાર કોર્ટ દ્વારા સાત વર્ષની સજા ફરમાવવા બદલ જોરદાર વિરોધ વ્યક્ત કર્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ચૈત્ર વસાવા અને તેમના પત્ની વિરુદ્ધ કોર્ટના આ આદેશ સામે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે.
    user_ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
    ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    29 min ago
  • અમદાવાદના ધંધુકા ખાતે આવેલી મોડર્ન હાઈસ્કૂલમાં પ્રવેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મામલતદાર સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.
    1
    અમદાવાદના ધંધુકા ખાતે આવેલી મોડર્ન હાઈસ્કૂલમાં પ્રવેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મામલતદાર સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના દસાડા નજીક આવેલા એસવાડા બસ સ્ટેશન પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના ટ્રેલર અને રીક્ષા વચ્ચે થઈ હતી.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના દસાડા નજીક આવેલા એસવાડા બસ સ્ટેશન પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના ટ્રેલર અને રીક્ષા વચ્ચે થઈ હતી.
    user_ઠાકોર સંજય
    ઠાકોર સંજય
    દસાડા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.