Shuru
Apke Nagar Ki App…
આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય લોકો ઉપર નામદાર કોર્ટે સાત વર્ષની સજા ફરમાવી છે. આ કોર્ટના આદેશના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા નેતા માધવી બેન રાજપૂતે સખત નારાજગી વ્યક્ત કરી છે.
ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય લોકો ઉપર નામદાર કોર્ટે સાત વર્ષની સજા ફરમાવી છે. આ કોર્ટના આદેશના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા નેતા માધવી બેન રાજપૂતે સખત નારાજગી વ્યક્ત કરી છે.
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના હરીપર ગામમાં નવી જીઆઇડીસી (GIDC) ગામની બાજુમાં જ મંજૂર થતાં ગ્રામજનો અને આગેવાનોએ તેનો જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ગામમાં થતી અગવડતાઓના કારણે આ મંજૂરી સામે ગ્રામજનોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ વિરોધના ભાગરૂપે, ગામના અગ્રણીઓ અને આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું.1
- બોટાદ LCB દ્વારા દારૂના ગુનાઓમાં સંડોવાયેલા એક ઇસમ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. LCBએ આ ઇસમને PASA (Prevention of Anti-Social Activities Act) કાયદા હેઠળ જેલ હવાલે કરીને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી છે.1
- સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા હાઇવે પર SMC દ્વારા ઈંગ્લીશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.1
- ધ્રાંગધ્રા હાઇવે પર સોલડી ગામ નજીક સોમવારે સનરાઈઝ સ્માર્ટ સ્કૂલની બસ અને બોલેરો વચ્ચે થયેલા અકસ્માત બાદ ગંભીર બેદરકારી સામે આવી છે. આ ઘટના પછી સ્કૂલ બસને તાત્કાલિક ઘટનાસ્થળેથી ગુમ કરી દેવામાં આવી હતી, અને બસ દ્વારા નિયમોનો ઉલાળિયો કરાયો હોવા છતાં સ્કૂલ સંચાલક સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકરોએ કડક પગલાં લેવાની માંગ સાથે અવાજ ઉઠાવ્યો છે. સામાજિક કાર્યકર ચંદ્રેશભાઈ રોયે જણાવ્યું કે, સનરાઈઝ સ્માર્ટ સ્કૂલની આ ગંભીર બેદરકારી એક મોટી દુર્ઘટના સર્જી શકે તેમ હતી, પરંતુ સ્થાનિક પોલીસ વિભાગ પણ મોટી દુર્ઘટના ટળ્યા પછી પણ સફાળું જાગ્યું નથી. તેમણે સ્કૂલ બસ કે સંચાલક સામે કોઈ કાર્યવાહી ન કરવા બદલ પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા છે. આ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે, તેમણે શહેરની તમામ સ્કૂલોની બસો અને અન્ય વાહનોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને તમામ નિયમોનું પાલન થાય છે કે નહીં તેની સમયાંતરે ચકાસણી કરવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે. સામાજિક કાર્યકરોએ પોલીસ અને શિક્ષણ વિભાગને સંયુક્ત રીતે રજૂઆત કરીને ધ્રાંગધ્રામાં નિયમોનો ઉલાળિયો કરતી સ્કૂલ બસો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા અને નિયમિત તપાસ શરૂ કરવાની માંગ કરી છે.1
- ધાંગધ્રા તાલુકાના થળા ગામે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે એક રેણાકી મકાન પર દરોડો પાડી નાની-મોટી વિદેશી દારૂની બોટલો સહિત કુલ ₹18,860નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે, પોલીસે થળા ગામના રહેવાસી છત્રસિંહ ઉર્ફે સતુભા રાજુભા ઝાલાને ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂ મોકલનાર અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.1
- સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે હડાળા બોર્ડ નજીક આવેલી એક હોટલ ખાતેથી સિમેન્ટ ચોરીનો પર્દાફાશ કરીને બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ચોરી અને ગેરકાયદેસર કૃત્યો કરતા ઈસમોને પકડી પાડવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અમરકુમાર ગઢવીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે હડાળા બોર્ડ નજીક આવેલી નાગરાજ હોટલ ખાતે દરોડો પાડ્યો હતો. અહીં એક સિમેન્ટ ટેન્કરમાંથી સિમેન્ટની થેલીઓ કાઢીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે નાગરાજ હોટલના સંચાલક રામકુભાઈ જેઠુરભાઈ વેગડ (તાલુકો સાયલાના રહેવાસી) અને ટેન્કર ડ્રાઈવર અચ્છેલાલ શ્રીરામલાલ (ઉત્તર પ્રદેશના રહેવાસી)ને ઘટનાસ્થળેથી જ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૧૬ નંગ સિમેન્ટની થેલીઓ, જેની કિંમત ૪૮૦૦ રૂપિયા છે, તે સહિત કુલ ૧૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓ અને કબજે કરાયેલા મુદ્દામાલને સાયલા પોલીસને સોંપીને આગળની ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.1
- અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલા ધંધુકા તાલુકા મુસ્લિમ કેળવણી મંડળ દ્વારા સંચાલિત મોડર્ન હાઈસ્કૂલ ખાતે પ્રવેશ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર સહિતના મહાનુભાવો, ગરીબ નવાઝ રિલીફ કમિટીના પ્રમુખ, શાળાના પ્રિન્સિપાલ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગરીબ નવાઝ રિલીફ કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 5 થી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છ ચોપડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાથે, અન્ય શાળાઓના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ આ નોટબુક્સનું વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગરીબ નવાઝ રિલીફ કમિટી વર્ષ દરમિયાન અનાજની કીટો, જરૂરિયાતમંદોને દવા તથા ઘરનું ગુજરાન ચલાવવા માટે સિલાઈ મશીનનું પણ વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.1
- આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય લોકો ઉપર નામદાર કોર્ટે સાત વર્ષની સજા ફરમાવી છે. આ કોર્ટના આદેશના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા નેતા માધવી બેન રાજપૂતે સખત નારાજગી વ્યક્ત કરી છે.1