Shuru
Apke Nagar Ki App…
*અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 10 January 2026ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz https://youtu.be/G5w7lSNEvoM http://dhunt.in/135d6A
Ahmedabad Mitra News
*અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 10 January 2026ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz https://youtu.be/G5w7lSNEvoM http://dhunt.in/135d6A
More news from ગુજરાત and nearby areas
- વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુ સાથે આમોદ તાલુકાની પ્રખ્યાત બચ્ચોકા ઘર સંચાલિત ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ શાળામાં સાપ્તાહિક રમતગમત મહોત્સવ ‘સ્પોર્ટ્સ વીક’નું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. ૫ જાન્યુઆરીથી શરૂ થયેલ આ રમતોત્સવનું ૧૦ જાન્યુઆરીના રોજ આનંદ અને ઉત્સાહભેર સમાપન થયું. આ સ્પોર્ટ્સ વીક દરમિયાન શાળાના મેદાનમાં વિવિધ પરંપરાગત તેમજ આધુનિક રમતો યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની શારીરિક તાકાત, ચપળતા અને રમતગમત કૌશલ્યનો સુંદર પરિચય આપ્યો. કોથળા દોડ, અવરોધ દોડ, ગોળા ફેંક, ફૂલ રેકેટ, સિક્કા શોધ, મ્યુઝિકલ ચેર, દોરડા ખેંચ, ખો-ખો, ક્રિકેટ તેમજ સાયકલ રેસ જેવી સ્પર્ધાઓમાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રમતો દરમિયાન ખેલાડીઓની ઉર્જા અને સહપાઠીઓના ઉત્સાહભર્યા ઉત્સાહથી સમગ્ર મેદાન ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી બશીર રાણાએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વીડિયો સંદેશ દ્વારા તેમણે જણાવ્યું હતું કે ૫ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન આયોજિત આ સ્પોર્ટ્સ વીક બાળકોના આત્મવિશ્વાસ અને છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થયો છે. ક્રિકેટ, ખો-ખો, દોરડા ખેંચ અને ગોળા ફેંક જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા દર્શાવવાની ઉત્તમ તક મળી છે. ટ્રસ્ટી બશીર રાણાએ શાળાના આચાર્ય મુસતકીમ, ઇરફાન સાહેબ તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફની મહેનતને બિરદાવતાં કહ્યું હતું કે શિક્ષણ સાથે રમતગમત જોડાય તો બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. તેમણે ઉમેર્યું હતું કે આવી પ્રવૃત્તિઓ બાળકોમાં આત્મવિશ્વાસ, ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીની ભાવનાનો વિકાસ કરે છે. આ આયોજનને વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. સ્પર્ધાઓમાં વિજેતા બનેલા હોશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ આગામી સમયમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ શાળાનું ગૌરવ વધારી શકે.1
- હાલોલ-કાલોલ રોડ પર આવેલી રાજપુતાના કંપની નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો1
- બોલીવુડ અભિનેતા સોનુ સૂદે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌસેવા અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન આ સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને અભિનેતાએ ગૌશાળાના વિકાસ અને ઘાસચારા માટે ₹11 લાખનું દાન જાહેર કર્યું હતું.1
- થરાદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત પોલીસ અને NGO દ્વારા હેલ્મેટ વિતરણ1
- દિયોદર તાલુકા કોંગ્રેસ દ્વારા કોતરવાડા જિલ્લા પંચાયત સીટ પર જન સંવાદ કાર્યક્રમ શરૂ કરાયો છે. આ કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે ભેસાણા અને રવેલ ગામોમાં યોજાયો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય સિવા ભૂરીયા સહિત કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.સંવાદ દરમિયાન, લોકોના વીજળી, પાણી, રસ્તા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ લોકોને ખાતરી આપી હતી કે તેમના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સિવા ભૂરીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદ ચૌધરી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બળવંતજી ઠાકોર, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બળદેવ બારોટ, મફજી વાઘેલા (પાલડી), યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સુરેશ ચૌધરી અને પૂર્વ સરપંચ પ્રહલાદ માળી (ધરાડવ) ઉપસ્થિત રહ્યા હતા. ભેસાણા અને રવેલના વર્તમાન સરપંચો તેમજ મોટી સંખ્યામાં યુવાનો સહિત સ્થાનિક લોકોએ પણ આ સંવાદમાં ભાગ લીધો હતો અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.4
- એક્સપ્રેસવેનો એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરાતા વાહનચાલકોમાં ભારે રોષ1
- દિયોદર પોલીસ મથકે રાધનપુરની આરાધના બચત મંડળીના બ્રાંચ મેનેજર ભાવેશ કાકડીયા સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપી લગ્ન કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. એક યુવતીએ આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મેનેજર ભાવેશ કાકડીયાએ યુવતીને ઓફિસમાં રજીસ્ટરો લખવાના બહાને બોલાવી હતી. ત્યાં તેણે યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે મેનેજરે ઓફિસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ દ્વારા બદનામ કરવાની ધમકી આપીને આ કૃત્ય કર્યું હતું.આ ઉપરાંત, યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીએ તેને ધાકધમકી આપીને તેની સાથે કોર્ટ મેરેજ પણ કર્યા હતા. દિયોદર પોલીસે યુવતીની ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.2
- એક્સપ્રેસવેનો એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરાતા વાહનચાલકોમાં ભારે રોષ1
- મોડી મોડી પણ કાર્ય વાહી શરૂઆત થઈ છે1