Shuru
Apke Nagar Ki App…
પાટડી-વિરમગામ રોડ પર અનુસૂચિત જાતિના સ્મશાન નજીક એક અકસ્માત થયો હતો. અગમ્ય કારણોસર ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મીઠા ભરેલો ટ્રક રોડની સાઈડમાં ખાબકી ગયો હતો. આ ઘટનામાં ટ્રકના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
Priyakant Chavda
પાટડી-વિરમગામ રોડ પર અનુસૂચિત જાતિના સ્મશાન નજીક એક અકસ્માત થયો હતો. અગમ્ય કારણોસર ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મીઠા ભરેલો ટ્રક રોડની સાઈડમાં ખાબકી ગયો હતો. આ ઘટનામાં ટ્રકના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
More news from ગુજરાત and nearby areas
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના પ્રેરણાદાયી માર્ગદર્શન તથા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક (એ.ડી.સી. બેંક)ના ચેરમેન અજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત માંડલ અને જલીસણા ગામે યોજાયેલા રક્તદાન કેમ્પને લોકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો, જ્યાં એક જ દિવસમાં કુલ 125 યુનિટ રક્ત એકત્ર કરીને માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. માંડલ ખાતે એ.ડી.સી. બેંકના મીટિંગ હોલ અને જલીસણા ગામે આયોજિત કેમ્પોમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કરીને ઉત્તમ સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન બેંકના ડિરેક્ટર મણિલાલભાઈ સોમાભાઈ પટેલ, મેનેજર વાસુદેવભાઈ સહિત બેંકના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ રેડક્રોસ સોસાયટીના ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાતાઓની સુવિધા માટે આરોગ્ય ચકાસણી સાથે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સહિતના વિવિધ આરોગ્ય પરીક્ષણો પણ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા. રેડક્રોસ સોસાયટી દ્વારા તમામ રક્તદાતાઓને બ્લડ ડોનેશન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. માંડલ અને જલીસણાના આ બંને કેમ્પોમાંથી એકત્ર કરાયેલું કુલ 125 યુનિટ રક્ત ભવિષ્યમાં અનેક દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ રક્તદાનને મહાદાન ગણાવતા વધુમાં વધુ લોકોને આવા સેવાકીય કાર્યોમાં જોડાવા અપીલ કરી હતી. તેમનો સંદેશ હતો કે, "રક્તદાન એ મહાદાન — એક યુનિટ રક્ત અનેક જિંદગીઓને નવી આશા આપી શકે છે."1
- સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર ખાતે રેલવે સ્ટેશન રોડ પર આવેલી સંકટ મોચન હનુમાનજીની ડેરી ખાતે ભક્તિભાવપૂર્વક રામધૂન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈને રામધૂનનો લાભ લીધો હતો. રામધૂન પૂર્ણ થયા પછી શ્રી કષ્ટભંજન હનુમાન દાદાની મહાઆરતી ઉતારવામાં આવી હતી, અને ત્યાર બાદ ઉપસ્થિત ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.1
- ગુજરાત રાજ્યમાં વધુ એક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.1
- પાટણ પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત એક જનસહાર કેમ્પનું આયોજન કરીને આશરે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કર્યો છે.1
- Post by Pankaj Parmar1
- Post by Pooja patel1
- પાટડી-વિરમગામ રોડ પર અનુસૂચિત જાતિના સ્મશાન નજીક એક ઘટના બની હતી, જેમાં મીઠા ભરેલો એક ટ્રક રોડની બાજુમાં ખાબકી ગયો. ટ્રક ચાલકે અગમ્ય કારણોસર વાહનના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટ્રકના ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી.1