*ધંધુકા- ધોલેરામાં ચૂંટણી તૈયારીઓ પૂર્ણ, આવતી કાલે મતદાન યોજાશે. *ધંધુકા- ધોલેરા પંચાયત ચૂંટણીનું આવતીકાલે મતદાન, તૈયારીઓ પૂર્ણ: 788 પોલિંગ સ્ટાફ, 16 ઝોનલ અધિકારીઓ સાથે સખ્ત પોલીસ બંદોબસ્ત* ધંધુકા અને ધોલેરા તાલુકામાં આવતીકાલે જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે બિરલા હાઈસ્કૂલ ખાતે EVM મશીનો અને ચૂંટણી સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી (RO) વિધાસાગરે માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની 31 બેઠકો માટે મતદાન થશે. સંવેદનશીલ બૂથ સહિત તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 788 પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા 16 ઝોનલ અધિકારીઓ પણ તૈનાત કરાયા છે. રિપોર્ટર: સંજયભાઈ ઝાલા ધંધુકા.
*ધંધુકા- ધોલેરામાં ચૂંટણી તૈયારીઓ પૂર્ણ, આવતી કાલે મતદાન યોજાશે. *ધંધુકા- ધોલેરા પંચાયત ચૂંટણીનું આવતીકાલે મતદાન, તૈયારીઓ પૂર્ણ: 788 પોલિંગ સ્ટાફ, 16 ઝોનલ અધિકારીઓ સાથે સખ્ત પોલીસ બંદોબસ્ત* ધંધુકા અને ધોલેરા તાલુકામાં આવતીકાલે જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે બિરલા હાઈસ્કૂલ ખાતે EVM મશીનો અને ચૂંટણી સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી (RO) વિધાસાગરે માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની 31 બેઠકો માટે મતદાન થશે. સંવેદનશીલ બૂથ સહિત તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 788 પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા 16 ઝોનલ અધિકારીઓ પણ તૈનાત કરાયા છે. રિપોર્ટર: સંજયભાઈ ઝાલા ધંધુકા.
- *181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ફરી એકવાર માનવતા અને કર્તવ્યનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે* 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં તાજેતરમાં જ એક ઘટના ધ્યાન પર આવેલ હતી જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક ટીમને ફોન કરીને જણાવેલ કે તેણીનો પતિ ત્રણ માસના બાળકને હાથમાંથી બળજબરી પૂર્વક ખેંચીને ગામમાં ભાગે છે, મદદની જરૂર છે. આ પ્રકારની માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા પોલીસ કોન્સ્ટેબલ બારૈયા ભાવનાબેન તેમજ પાયલોટ સોલંકી હિતેશભાઈ ઘટના સ્થળ પર 112 જનરક્ષક ટીમ સાથે મહિલાની મદદ માટે પહોંચેલ હતા, મહિલાના પતિ જે દિશા તરફ ગયા હતા તેની વિગતો ગ્રામજનો પાસેથી મેળવીને તે દિશા તરફ આગળ વધી મહિલાના પતિ સુધી પહોચવામાં સફળતા મેળવેલ હતી. ત્રણ માસનું બાળકના આરોગ્યને ધ્યાનમાં રાખી પતિ પાસેથી બાળક છોડાવી હેમખેમ તેની માતાના ખોળામાં સોંપ્યું હતું. 181 અભયમ ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા ફરિયાદની વિગતોમાં જણાવેલ કે તેમને લગ્નને 15 વર્ષ જેટલો સમયગાળો થયેલ છે, સંતાનમાં ત્રણ બાળકો છે તેના પતિ સાત વર્ષથી અવાર-નવાર ચારિત્ર્ય પર કુશંકા કરી, ઘરમાં સી.સી.ટી.વી કેમેરા લગાવેલ હતા જેથી પત્નીની રોજ-બરોજની દિનચર્યાની માહિતી મળે ઉપરાંત સતત ધ્યાન નજર સમક્ષ રાખીને નાની નાની બાબતોમાં ટોકીને માનસિક પજવણી કરતા હતા. મહિલા પર શંકાનું પ્રમાણ એટલું વધી ગયું કે પડોશીઓ સાથે પણ કોઈપણ પ્રકારના વ્યવહારની મનાઈ ફરમાવવામાં આવેલ હતી. મહિલાના આત્મસન્માનને હાની પહોચતા અને પતિના આ વર્તનથી ખૂબ જ ત્રસ્ત થઈને તેના પિયરમાં જવાનો નિર્ણય લીધેલ હતો અને આ વાતની જાણ પતિને થતા બાળકને કાળઝાળ ગરમીમાં લઈને ગામમાં દોડધામ કરવા લાગેલ હતા.181 ટીમ અને 112 ટીમે મહિલાના પતિને સમજાવેલ ખોટી શંકાના કારણે તેમના લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ અને બાળકના ભવિષ્ય અંગેની બાબતો વિષે સમજ કરેલ પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને જીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કરી ભવિષ્યમાં ફરિવાર ઝઘડા ન થાય તે માટે ગઢડા PBSC સેન્ટર ખાતે લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને સમગ્ર કેસ PBSC ગઢડા ખાતે મોકલી આપેલ હતો. આ ઘટનામાં PBSC ના કાઉન્સેલર બધેકા ક્રિષ્નાબેન એ આગળની કાઉન્સીલિંગની કાર્યવાહી હાથ ધરેલ હતી. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ જીના નેતૃત્વમાં ગુજરાતની ડબલ એન્જિન સરકાર વિકાસના નવા આયામો સર કરી રહી છે. છેવાડાના નાગરિક સુધી સુવિધાઓ પહોંચાડી, આવો આપણે સૌ સાથે મળીને 'વિકસિત ભારત'ના નિર્માણમાં સહભાગી બનીએ.1
- 🦟 માંડલ તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની જાગૃતિ રેલી – ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની અનોખી પહેલ માંડલ તાલુકાના ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ભાવેશભાઈ રથવી ના માર્ગદર્શક મુજબ કાર્યક્રમ યોજાયો આ અવસરે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ગામના મુખ્ય માર્ગો, બજારો તેમજ ગલી-ગલીમાં ફરી, લોકો સુધી મેલેરિયા સામે બચાવ અને સ્વચ્છતા અંગે સંદેશો પહોંચાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને “મચ્છર દૂર કરો – મેલેરિયા દૂર કરો” જેવા નારા સાથે જનજાગૃતિ ફેલાવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ રહે તેવા સ્થળો દૂર કરવા અને સમયસર સારવાર લેવાની જરૂરીયાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની આ પહેલને સ્થાનિક લોકો દ્વારા વખાણ મળી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મેડિકલ ઓફિસર ડો.પ્રિયંકા ચુડાસમા, ડો. વર્ષા વાઘેલા સુપરવાઈઝર -વિપુલભાઈ કે પંડયા. અને મનીષાબેન જે રાવલ. લેબ ટેક.- વૈભવી કે ડોડીયા. ફાર્માસિસ્ટ -રાહુલભાઈ બી રાઠોડ. વહીવટી વિભાગના-કિશનકુમાર જી પરમાર, તેમજ સમગ્ર આરોગ્ય સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જગદીશ રાવળ3
- ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક નજીક જપ્ત કરાયેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કાળા ધુમાડા અને આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું અને DySP જે.ડી. પુરોહિત તથા PI ચુડાસમા સહિતનો કાફલો સ્થળે પહોંચી ગયો. સુરક્ષાના ભાગરૂપે વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. ફાયર બ્રિગેડે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ છે. હાલ પોલીસે આગના કારણોની તપાસ શરૂ કરી છે. 📍 ધ્રાંગધ્રા | ગુજરાત 👉 વધુ અપડેટ માટે Follow કરો1
- NDPSના ગુનામાં જપ્ત કરેલ ટેન્કરના આગ લાગતા નાસભાગ મચી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક નજીક NDPS ના ગુનામાં જપ્ત કરેલ ટેન્કરના આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાના બનાવને લઈને તાત્કાલિક ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જ્યારે ફાયર વિભાગની ટીમ પણ તુરંત પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકની બહાર પડેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. જ્યારે આ ટેન્કર આગાઉ NDPS ના ગુનામાં જપ્ત કરવામાં આવ્યું હતું સાથે જ ટેન્કરના જ્વલનશીલ કેમિકલ હોવાની પણ સંભાવના હોવાથી ટેન્કર બ્લાસ્ટ થાય તેવી શક્યતા નજરે પડી રહી હતી. ટેન્કરોમાં આગ લાગવાની ઘટનાને લઈ તાત્કાલિક સ્થાનિક પોલીસે સતર્કતાથી ફાયર વિભાગને જાણ કરી હતી અને રોડ બંન્ને તરફથી વાહનોની અવર જવર પણ બંધ કરાવી દીધી હતી આ તરફ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચી એક સાથે ત્રણ ફાયર ફાયટર વડે પાણીનો મારો ચલાવતા કેટલાક અંશે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જોકે પોલીસની સતર્કતાથી આગના બનાવમાં મોટી દુર્ઘટના થતા બચી હતી. આ તરફ Dysp જે.ડી.પુરોહિત દ્વારા જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી મળી શક્યું નથી પરંતુ સૌ પ્રથમ આગ નીચેથી શરૂ હોવાથી ટેન્કરના ટાયરમાં આગ લાગ્યા બાદ વધુ આગ પ્રસરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.1
- 👉 *રામાણી સર્જીકલ હોસ્પિટલનો માનવતાભર્યો સરાહનીય સેવાયજ્ઞ..* *રામાણી સર્જીકલ હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ડો, દીપક રામાણી, ડો, આશિષ સરધારા, ડો, જૈનિશ પટેલ, ડો. સચિન ભિમાણી, ડો. ઢોલરીયા ના માનવતાભર્યા આયોજન હેઠળ આજરોજ રામાણી સર્જીકલ હોસ્પિટલ જસદણ ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમા વિવિધ પ્રકારના રોગોથી પીડાતા ૪૬૦ થી વધુ દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવતા અદભુત પ્રતિસાદ સાંપડ્યો છે દર્દીઓ વધુ સંખ્યામાં કેમ્પનો લાભ લઈ શકે તે માટે આવતીકાલે રવિવારે પણ કેમ્પ શરૂ રહેશે તેમ કેમ્પના મુખ્ય સંચાલક લાલાભાઈ ઠુંમરે જણાવ્યું હતું.*4
- ૫૮૦ પોલિંગ સ્ટાફ અને ૧૬૩ પોલીસ સ્ટાફ સુચારુ ચૂંટણી વ્યવસ્થા કામગીરી અર્થે તૈનાત હીટવેવની સ્થિતિને ધ્યાને લઈએ તંત્ર દ્વારા મતદારો માટે મતદાન મથકોમાં મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે બોટાદના પ્રાંત અધિકારીશ્રી આરતી ગોસ્વામીએ આજ રોજ બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી સંદર્ભે જણાવ્યું હતું કે, તા.૨૬ /૦૪ /૨૦૨૬ના રોજ બોટાદ નગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન કાર્યક્રમ યોજાશે અને તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ તેની મતગણતરીની કામગીરી કરવામાં આવશે. જે અન્વયે બોટાદ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માં કુલ ૯૬ મતદાન મથક પરથી મતદાન થશે. જે પૈકી ૧૫ જેટલાં સંવેદનશીલ મતદાન મથકો છે આ ઉપરાંત પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં કુલ ૫૦,૧૮૪ પુરુષ મતદારો, ૪૫,૬૭૧ મહિલા મતદારો અને અન્ય કુલ ૫ મતદારો સહિત કુલ ૯૫,૮૬૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અંતર્ગત કુલ ૧૧ ઝોનલ રૂટ બનાવવામાં આવ્યા છે. ચૂંટણીમાં કુલ ૫૮૦ પોલિંગ સ્ટાફ , પોલીંગ સ્ટેશન, ડિસ્પેચિંગ સેન્ટર, મતગણતરી કેન્દ્ર, ટ્રાફિક વ્યવસ્થાપન સહિતની વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે ઉપરાંત ૧૬૩ પોલીસ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની ઋતુમાં હીટવેવની સ્થિતિને ધ્યાને લઈએ બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા પોલીંગ સ્ટાફને મેડિકલ કીટ વિતરિત કરવામાં આવી છે અને ડિસ્પેચિંગ સ્થળ પર મેડિકલ ટીમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત, તંત્ર દ્વારા મતદાન મથકો પર પીવાના પાણીની વ્યવસ્થા, છાંયડા માટે મંડપની સુવિધાઓ તથા દિવ્યાંગજનો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરેક પોલિંગ સ્ટેશન લોકેશન પર મતદારો મતદાનની સરળ સમજ માટે ઇવીએમ વોટિંગ નિદર્શન બોર્ડ લગાવવામાં આવેલ છે. તંત્ર દ્વારા બોટાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના સુચારૂ આયોજન અને શાંતિપૂર્ણ મતદાન માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- खेड़ा: गुजरात लोकल सेल्फ-गवर्नमेंट इलेक्शन- 2026 खेड़ा जिले के वोटर्स रविवार, 26 अप्रैल को वोट करें खेड़ा जिले में रविवार, 26 अप्रैल, 2026 को डिस्ट्रिक्ट पंचायत, तालुका पंचायत, म्युनिसिपैलिटी और नाडियाड म्युनिसिपल कॉर्पोरेशन के चुनाव होने हैं, इस संबंध में डिस्ट्रिक्ट कलेक्टर श्री अमित प्रकाश यादव ने वोटर्स से खास अपील की है कि वे डेमोक्रेसी के प्रति अपना फर्ज निभाते हुए वोट करें।1
- સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં છે। શહેરના સીટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રોલ કોલ યોજાઈ અધિકારીઓને બંદોબસ્ત માટે નોકરી વહેંચવામાં આવી હતી। ટાવર ચોક, ઘાંચીવાડ, ટાંકી ચોક, પોપટપરા અને મહેતા માર્કેટ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સાથે સાથે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહનોને ડીટેઇન કરી નિયમ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। 📍 સુરેન્દ્રનગર 25 એપ્રિલ 2026 🎥 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા1