મહીસાગર જિલ્લામાં આગામી તા. ૨૫મી જૂન, ૨૦૨૬ ના રોજ જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા આગામી તા.૨૯ થી ૩૦ જુન-૨૦૨૬ દરમ્યાન GSFC યુનિવર્સીટી, વડોદરા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રીજીનલ કોન્ફરન્સ (સેન્ટ્રલ ઝોન) યોજાનાર છે, જેના ભાગરૂપે દરેક જિલ્લામાં આવા કાર્યક્રમો થશે. મહીસાગર જિલ્લામાં આ કાર્યક્રમ તા.૨૫/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, મોટા સોનેલા, લુણાવાડા ખાતે યોજવામાં આવશે. કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ સમિતિઓની રચના કરીને સંબંધિત અધિકારીઓને કામગીરીની વહેંચણી કરવામાં આવી છે. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી, જેમાં કાર્યક્રમ સ્થળે ડાયસ પ્લાન, સ્ટેજ વ્યવસ્થા અને સુશોભનની જવાબદારી પ્રાંત અધિકારીશ્રી અને માર્ગ-મકાન વિભાગને સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં B2B/B2G માટે "One to One" બેઠકોની વિશેષ વ્યવસ્થા સાથે એક્ઝિબિશન સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે. જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા MSME ઉદ્યોગકારો, ક્વોરી ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિક બનવા રસ ધરાવતા વિદ્યાર્થીઓને ખાસ ઉપસ્થિત રાખવામાં આવશે. કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પાર્કિંગની સાથે આરોગ્ય વિષયક ઇમરજન્સી સેવાઓ માટે આવશ્યક દવાઓ સાથે તબીબોની ટીમ અને એમ્બ્યુલન્સ વાન સ્ટેન્ડ બાય રાખવા પણ સૂચનાઓ અપાઈ છે. બેઠકના અંતે કલેક્ટરશ્રીએ તમામ નિયુક્ત અધિકારીઓને સોંપેલ ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી સમગ્ર કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહીસાગર જિલ્લામાં આગામી તા. ૨૫મી જૂન, ૨૦૨૬ ના રોજ જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા આગામી તા.૨૯ થી ૩૦ જુન-૨૦૨૬ દરમ્યાન GSFC યુનિવર્સીટી, વડોદરા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રીજીનલ કોન્ફરન્સ (સેન્ટ્રલ
ઝોન) યોજાનાર છે, જેના ભાગરૂપે દરેક જિલ્લામાં આવા કાર્યક્રમો થશે. મહીસાગર જિલ્લામાં આ કાર્યક્રમ તા.૨૫/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, મોટા સોનેલા, લુણાવાડા ખાતે યોજવામાં આવશે. કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ સમિતિઓની રચના કરીને સંબંધિત અધિકારીઓને કામગીરીની વહેંચણી કરવામાં આવી છે. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી, જેમાં કાર્યક્રમ સ્થળે
ડાયસ પ્લાન, સ્ટેજ વ્યવસ્થા અને સુશોભનની જવાબદારી પ્રાંત અધિકારીશ્રી અને માર્ગ-મકાન વિભાગને સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં B2B/B2G માટે "One to One" બેઠકોની વિશેષ વ્યવસ્થા સાથે એક્ઝિબિશન સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે. જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા MSME ઉદ્યોગકારો, ક્વોરી ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિક બનવા રસ ધરાવતા વિદ્યાર્થીઓને ખાસ ઉપસ્થિત રાખવામાં આવશે. કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પાર્કિંગની સાથે આરોગ્ય વિષયક ઇમરજન્સી સેવાઓ માટે
આવશ્યક દવાઓ સાથે તબીબોની ટીમ અને એમ્બ્યુલન્સ વાન સ્ટેન્ડ બાય રાખવા પણ સૂચનાઓ અપાઈ છે. બેઠકના અંતે કલેક્ટરશ્રીએ તમામ નિયુક્ત અધિકારીઓને સોંપેલ ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી સમગ્ર કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- આજે, એટલે કે 22 જૂન, 2026, સોમવારના રોજ, સિંગવડ મુકામે ઝાલોદના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 3 કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન, વિવિધ અરજદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને અરજીઓની રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. ત્યારબાદ, તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે આ પ્રશ્નો અંગે ચર્ચા કરી અને તેમના સકારાત્મક તથા સમયસર નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો અને તેમને વહીવટી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો. તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જમીન, મહેસૂલ, જાહેર સુવિધાઓ તેમજ વિવિધ શાસકીય બાબતોને લગતી રજૂઆતો કરવામાં આવી હતી, જેના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1
- મોડાસામાં 'શ્રી નાથજી ઢાબા'નું ઉદ્ઘાટન હાલ ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે તેના પર કાયદાકીય સ્ટે હોવા છતાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક સ્તરે એવો પ્રશ્ન ઊભો થયો છે કે શું કાયદા ગરીબ લોકો માટે કડક હોય છે અને અમીર લોકો માટે નરમ હોય છે.1
- આણંદ જિલ્લાના પેટલાદમાં 100મી ઐતિહાસિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- છોટાઉદેપુર જિલ્લાના કાનાવાંટ ગામે વન વિભાગની વિવાદાસ્પદ કામગીરી વિરુદ્ધ સ્થાનિક આદિવાસીઓએ કાયદાકીય મોરચો ખોલ્યો છે. ગ્રામજનોએ સર્વે નંબર ૩૫૫ ની જમીન પર વન વિભાગ દ્વારા પરવાનગી વિના થઈ રહેલા વનીકરણનો સખત વિરોધ કર્યો છે. આ વિરોધના ભાગરૂપે, કાનાવાંટના ગ્રામજનોએ છોટાઉદેપુર કલેક્ટર કચેરીની રજિસ્ટ્રી શાખામાં D.F.O. અને રેન્જર સહિતના વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી છે. દસ્તાવેજી પુરાવા સાથે આ મામલે ન્યાયની માંગ કરવામાં આવી છે, જેમાં જમીન વિવાદ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે.1
- દાહોદ જિલ્લામાં દિલ્હી-મુંબઈ કોરિડોરથી પ્રભાવિત 14 ગામોમાં સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી કોરિડોરને કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા અને ખેતરો તેમજ ઘરોમાં પાણી ભરાવાની ફરિયાદોના પગલે હાથ ધરવામાં આવી છે. પ્રથમ વરસાદ બાદ અનેક ગામોમાં ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ પ્રાંત કચેરીમાં આ અંગે રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ સંકલન અધિકારીઓ, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ અને કામગીરી કરતી એજન્સીના પ્રતિનિધિઓ દ્વારા ગ્રામજનોને સાથે રાખીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને સર્વે કામગીરી શરૂ કરાઈ હતી. અધિકારીઓએ ગ્રામજનોને સમસ્યાઓના નિરાકરણ માટે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવાની અને વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી હતી. જોકે, ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે અને સમયસર કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં કોરિડોરની કામગીરી બંધ કરાવીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ દરમિયાન વસ્તી ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકોને રાહત મળી છે.1
- મેઘરજ-રામગઢી રોડ પર આવેલા બાઠીવાડા ચોકડી નજીક, રોડની બાજુમાં મોટા પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું હોવાનું દ્રશ્ય સામે આવ્યું છે. આ પાણી કયા કારણોસર વેડફાઈ રહ્યું છે તેની સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ રોડની બાજુમાં પાણી ભરેલા ખાબોચિયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોના મતે, આ પાણી ગંદુ હોવાથી આગામી સમયમાં પાણીજન્ય રોગો ફેલાવવાની આશંકા સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને જોતા, લોકો તંત્ર પાસેથી એવી માંગ કરી રહ્યા છે કે પાણી ક્યાંથી આવી રહ્યું છે અને કઈ રીતે ભરાઈ રહ્યું છે તે અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે.4
- કપડવંજ રૂરલ પોલીસે કાર્યવાહી કરીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ દારૂ નમકીનની આડમાં છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો, જેને પોલીસે પકડી પાડ્યો હતો.1
- અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના કુંડોલ (દહેગામડા) ગામે જમીન વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં સગા ભાઈ અને ભાભી સામે જીવલેણ હુમલાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી રણજીતભાઈ સવજીભાઈ બારીયા (ઉ.વ. 46) અને તેમની પત્ની ઉષાબેન 21 જૂન, 2026ના રોજ સવારે લગભગ 11 વાગ્યે તેમના ભાગના ખેતરમાં મકાનનો પાયો ખોદી રહ્યા હતા. આ દરમિયાન તેમના ભાઈ વિશ્રામભાઈ સવજીભાઈ બારીયા અને ભાભી સુશીલાબેન ટ્રેક્ટર લઈને ઘટનાસ્થળે પહોંચ્યા અને જમીન ખેડવાનું શરૂ કર્યું. ફરિયાદ મુજબ, તેમણે જમીન પોતાની હોવાનું કહી ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ વિશ્રામભાઈએ ટ્રેક્ટરમાંથી કુહાડી અને લાકડી લીધી, જ્યારે સુશીલાબેન ધારીયું લઈને આવ્યા. બંને પક્ષ વચ્ચે થયેલી ઝપાઝપીમાં વિશ્રામભાઈના હાથમાં રહેલી કુહાડી રણજીતભાઈના માથાના ભાગે વાગી, અને સુશીલાબેનના હાથમાં રહેલું ધારીયું ઉષાબેનના માથાના ભાગે વાગતાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ નીચે પડી ગયા. આરોપ મુજબ, ઝઘડા પછી વિશ્રામભાઈએ લાકડી વડે રણજીતભાઈની પીઠ અને ઉષાબેનના પગના ભાગે માર માર્યો, જ્યારે સુશીલાબેને પણ ગડદા-પાટુનો માર માર્યો હતો. જોકે, બુમાબુમ સાંભળી નજીકમાં રહેલા કમલેશભાઈ થવારાભાઈ ફેરા દોડી આવતા બંનેને વધુ મારથી બચાવી શકાયા હતા. આરોપીઓ જતા જતા ફરિયાદીને એકલા મળશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં, રણજીતભાઈએ તેમના સાળા ધર્મેન્દ્રભાઈ ડામોરને જાણ કરતાં તેઓ પરિવારજનો સાથે સ્થળ પર પહોંચ્યા અને 100 નંબર પર ફોન કરતાં પોલીસ વાન આવી હતી. પોલીસે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ઇસરી સીએચસી ખાતે ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે રણજીતભાઈ બારીયાએ તેમના ભાઈ વિશ્રામભાઈ સવજીભાઈ બારીયા અને ભાભી સુશીલાબેન સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.3