Shuru
Apke Nagar Ki App…
જય ગોગા મહારાજના દર્શન લાઇવ તારીખ 2/ 4/2026 ના જય ગોગા મહારાજ 🙏
Thakor Suresh
જય ગોગા મહારાજના દર્શન લાઇવ તારીખ 2/ 4/2026 ના જય ગોગા મહારાજ 🙏
More news from ગુજરાત and nearby areas
- વઘાડા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં સંતાડેલા ગેરકાયદેસર દારૂના જથ્થા પર દરોડો પાડી પોલીસે 4 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કેસમાં કુલ 13 શખ્સો સામે ગુનો નોંધાયો છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે તપાસ તેજ બનાવવામાં આવી છે. દરોડા દરમિયાન 9,864 બોટલ વિદેશી દારૂ, 3 વાહનો, 7 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹61,24,064નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મોટી કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. 👉 તાજા સમાચાર માટે પેજને Follow કરો.1
- હળવદ તાલુકાના ચરાડવા ગામે ચાલી રહેલા રોડ નિર્માણ કાર્યમાં ગંભીર લાપરવાહી સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી રોડનું કામ ધીમું ચાલી રહ્યું હોવાથી સ્થાનિક લોકોમાં અસંતોષ વ્યાપી ગયો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે લગભગ 11 લાખ રૂપિયાના રોડ કામમાં ગોટાળો કરવામાં આવી રહ્યો છે અને કામની ગુણવત્તા પણ નીચી હોવાનું જણાઈ રહ્યું છે. આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિસ્થિતિથી કંટાળેલા ગ્રામજનોએ સૂત્રોચાર કરી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે, જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વધુ આંદોલન કરવાની ચેતવણી આપી છે. ગ્રામજનોની માંગ છે કે રોડ કામની તાત્કાલિક તપાસ કરી જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ગુણવત્તાયુક્ત કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. આ મામલે તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- બહુચરાજી મેળામાં યાત્રાળુઓ માટે સેવા કેમ્પોનું આયોજન મહેસાણા, ૧ એપ્રિલ ૨૦૨૬ પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ મેળામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે આવે છે. આવા યાત્રાળુઓની સુવિધા માટે રસ્તામાં વિવિધ સંસ્થાઓ તથા ગ્રામજનો દ્વારા વિશ્રામ, ઠંડા પાણી, છાશ, નાસ્તા અને અન્ય સેવાઓના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. મહેસાણા અને મોઢેરા તરફથી આવતા યાત્રાળુઓ માટે કાલરી ખાતે નર્મદેશ્વર મહાદેવ જય શ્રી બહુચર કેમ્પ દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં યાત્રાળુઓને નાસ્તો તથા ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બલોલથી બહુચરાજી વચ્ચેના રસ્તા પર કસલપુરા યુવક મંડળ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યાત્રાળુઓ માટે ચા-નાસ્તો, પીવાનું પાણી અને બરફના ગોલા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યાત્રાળુઓ આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને તેમની યાત્રા વધુ સુગમ બની રહી છે. આવા સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રયાસોને કારણે બહુચરાજીના મેળામાં ભક્તોને ધાર્મિક આસ્થા સાથે સારી સુવિધાઓ મળી રહે છે.1
- महेशाना कडी कल्याणपुरा रोड, शिवशक्ति जीनिंग के सामने। समय: रात को 3:00बजे यह हादसा देर रात के समय हुआ। रात में जब श्रमिक सड़क किनारे सो रहे थे, तब एक JCB रिवर्स लेते समय दो बच्चों के ऊपर चढ़ गई। इस भीषण दुर्घटना में दो मासूम बच्चों की दर्दनाक मौत हो गई। श्रमिकों में आक्रोश: अपने बच्चों को खोने वाले परिवारों और अन्य श्रमिकों में भारी गुस्सा देखा जा रहा है। मांग: पीड़ित परिवार और स्थानीय लोगों ने दोषी कॉन्ट्रैक्टर के खिलाफ कड़ी कार्रवाई करने की मांग की है। पुलिस कार्यवाही: पुलिस ने मामला दर्ज कर लिया है और घटना की जांच शुरू कर दी है यह घटना सड़क किनारे सोने वाले मजदूरों की सुरक्षा और काम के दौरान बरती जाने वाली लापरवाही पर गंभीर सवाल खड़े करती है रिपोट भरतसिंह चौहान2
- Post by Nareandrasinh Rathod1
- ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ચૈત્રી પૂનમની આરતી આરતી ના સમયે કીડીયારુ ઉભરાયુ હોય એવા દશ્યો ત્રિ-દિવસીય મેળામાં દર્શન વહેલી સવારે 6 વાગ્યે થી ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચૈત્રી પૂનમના દિવસે, ગુરુવારે સવારે 6 કલાકે મંગલા આરતી થઈ હતી અને સાંજે 7 કલાકે આરતી કરવામાં આવશે. પૂનમના દિવસે દર્શન સવારે 6 કલાકથી રાત્રે 9:30 કલાક સુધી દર્શનાથીઓ માટે મંદિર માં દર્શન ખુલ્લા રહેશે.4
- विरामगाम: टावर चौक के पास कंप्यूटर की दुकान में भीषण आग, विरामगाम शहर के मध्य स्थित और व्यस्त रहने वाले टावर चौक इलाके में आज एक कंप्यूटर की दुकान में अचानक भीषण आग लगने से हड़कंप मच गया। आग इतनी विकराल थी कि देखते ही देखते उसने पूरी दुकान को अपनी चपेट में ले लिया। जानकारी के अनुसार, टावर चौक के पास स्थित कंप्यूटर की दुकान से अचानक धुएं के गुबार निकलते देख आसपास के लोग जमा हो गए इससे पहले कि कोई कुछ समझ पाता, आग ने रौद्र रूप धारण कर लिया। स्थानीय लोगों ने तुरंत फायर ब्रिगेड को सूचित किया, जिसके बाद दमकल की गाड़ियों ने मौके पर पहुंचकर स्थिति पर काबू पाने का प्रयास किया इस भीषण आग के कारण दुकान में रखा कीमती सामान जलकर राख हो गया है इलेक्ट्रॉनिक उपकरण प्राथमिक अनुमान के अनुसार, इस अग्निकांड में नुकसान की आशंका जताई जा रही है राहत की बात यह रही कि इस दुर्घटना में कोई जनहानि नहीं हुई है आग लगने के सटीक कारणों का अभी पता नहीं चल पाया है, लेकिन शुरुआती तौर पर माना जा रहा है कि शॉर्ट सर्किट की वजह से यह हादसा हुआ होगा रिपोर्ट: भरतसिंह चौहान, अहमदाबाद4
- સાબરકાંઠા જિલ્લામાં વિકાસની દિશામાં આજે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ખેડબ્રહ્માથી અસારવા વાયા હિંમતનગર સુધી નવી બ્રોડગેજ રેલવે સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન Narendra Modi દ્વારા વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યારે નવી બ્રોડગેજ ઈલેક્ટ્રિક રેલવે લાઈન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન Narendra Modiએ વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી, જેને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવી સેવા શરૂ થતાં જ મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા ઉમટી પડ્યા હતા અને પ્રથમ ટ્રેન ખેડબ્રહ્માથી અસારવા માટે રવાના થઈ હતી. આ પ્રસંગે ખેડબ્રહ્મામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ શોભનાબેન બારૈયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી રેલવે સેવા આદિવાસી વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ નાના અંબાજી જતા યાત્રાળુઓને પણ મોટો લાભ મળશે. આ રીતે, નવી રેલવે સેવા સાબરકાંઠા જિલ્લામાં પરિવહન સુવિધાઓને મજબૂત બનાવતી વિકાસના નવા દ્વાર ખોલી રહી છે. આ નવી ટ્રેન સેવા વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.1
- સિનિયર સિટિઝન માટે આજે વ્હીલચેરના ફોર્મ જમા કરવામાં આવ્યા છે. માર્ચ મહિનાના હિસાબ મુજબ વ્હીલચેર અપ્રિલ મહિનાની ૧૫ તારીખ પછી CRC સેન્ટરમાંથી મળવા લાગશે. ડીવાયએફઆઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે જે પણ સિનિયર સિટિઝન વ્હીલચેરનું ફોર્મ ભરાવવા માંગતા હોય તેઓ અમે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે. સીપીઆઈ(એમ) અને ડીવાયએફઆઈની ટીમ તમામ સિનિયર સિટિઝન, મહેનતકશ કામદારો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સાથે દરેક મુશ્કેલીના સમયે તેમની સાથે ઊભી રહેશે. અમે તેમની દરેક શક્ય મદદ માટે સતત પ્રયાસરત રહીશું.1