logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધંધુકા હિંસા બાદ માનવ અધિકાર કાઉન્સિલ એડવોકેટ દ્વારા આવેદન. *ધંધુકા હિંસા બાદ માનવ અધિકાર કાઉન્સિલ એડવોકેટ દ્વારા આવેદનપત્ર. હિંસામાં થયેલ નુકશાન બાબતે આવેદનપત્ર. અજાણ્યા લોકોને તેમજ લારી ગલ્લા, દુકાનોને થયેલ નુકશાન બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર, મામલતદાર તેમજ અમદાવાદ ગ્રામ્ય એસપીને આવેદનપત્ર પાઠવ્યું. માનવ અધિકાર કાઉન્સિલ એડવોકેટ દ્વારા આવેદન આપી રજુઆત કરાઈ.

1 day ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
1 day ago

ધંધુકા હિંસા બાદ માનવ અધિકાર કાઉન્સિલ એડવોકેટ દ્વારા આવેદન. *ધંધુકા હિંસા બાદ માનવ અધિકાર કાઉન્સિલ એડવોકેટ દ્વારા આવેદનપત્ર. હિંસામાં થયેલ નુકશાન બાબતે આવેદનપત્ર. અજાણ્યા લોકોને તેમજ લારી ગલ્લા, દુકાનોને થયેલ નુકશાન બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર, મામલતદાર તેમજ અમદાવાદ ગ્રામ્ય એસપીને આવેદનપત્ર પાઠવ્યું. માનવ અધિકાર કાઉન્સિલ એડવોકેટ દ્વારા આવેદન આપી રજુઆત કરાઈ.

More news from ગુજરાત and nearby areas
  • *ધંધુકા- ધોલેરા પંચાયત ચૂંટણીનું આવતીકાલે મતદાન. ચૂંટણી અધિકારી (RO) વિધાસાગરે માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની 31 બેઠકો માટે મતદાન થશે. સંવેદનશીલ બૂથ સહિત તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 788 પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા 16 ઝોનલ અધિકારીઓ પણ તૈનાત કરાયા છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શાંતિપૂર્ણ મતદાન માટેની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યુ છે.
    1
    *ધંધુકા- ધોલેરા પંચાયત ચૂંટણીનું આવતીકાલે મતદાન.
ચૂંટણી અધિકારી (RO) વિધાસાગરે માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની 31 બેઠકો માટે મતદાન થશે.
સંવેદનશીલ બૂથ સહિત તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 
આ ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 788 પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા 16 ઝોનલ અધિકારીઓ પણ તૈનાત કરાયા છે.
ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શાંતિપૂર્ણ મતદાન માટેની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યુ છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • ખાતે ટેન્ટેટિવ-૨૩ ટીમ માટે સિલેક્શન કેમ્પ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી નિષ્ણાત સિલેક્ટરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે ખેલાડીઓની પ્રતિભા, ટેકનિક અને રમતિયાળ વલણનું નિષ્પક્ષ અને વ્યાવસાયિક મૂલ્યાંકન કર્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રક્રિયામાં બોટાદ જિલ્લાના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર મીત ગજ્જરે પોતાની ઉત્તમ રમત, અવિરત મહેનત અને અડગ લગનના બળ પર ટ્વેન્ટી-૨૩ ટીમમાં સ્થાન મેળવી જિલ્લામાં ગૌરવની લાગણી પાથરી છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્ર માટે ગર્વનો વિષય બની છે. આ પ્રસંગે બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેબલીયા, હેડ કોચ કિરણ સોલંકી તેમજ ગજ્જર સમાજના આગેવાનો અને અમદાવાદ સ્થિત SPIS (Sardar Patel Institute of Sports) ના ચીફ કોચ, રણજી ટ્રોફી પ્લેયર અને BCCI લેવલ-૨ સર્ટિફાઇડ કોચ કલ્પેશભાઈ પાટડીવાળાએ મીત ગજ્જરને હાર્દિક અભિનંદન પાઠવી તેમની આ સિદ્ધિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે મીત ગજ્જર ભવિષ્યમાં પણ સતત પ્રગતિ કરતા રહી વધુ ઊંચાઈઓ સર કરશે અને ક્રિકેટ ક્ષેત્રે નવા કીર્તિમાનો સ્થાપશે. મીત ગજ્જરની આ ઉપલબ્ધિ અનેક યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે અને બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્રમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહનું સંચાર કરશે. 🏏✨ “મહેનત, લગન અને આત્મવિશ્વાસ હોય તો સફળતા ચોક્કસ મળે” – મીત ગજ્જર તેની જીવંત સાબિતી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ખાતે ટેન્ટેટિવ-૨૩ ટીમ માટે સિલેક્શન કેમ્પ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી નિષ્ણાત સિલેક્ટરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે ખેલાડીઓની પ્રતિભા, ટેકનિક અને રમતિયાળ વલણનું નિષ્પક્ષ અને વ્યાવસાયિક મૂલ્યાંકન કર્યું હતું.
આ ગૌરવપૂર્ણ પ્રક્રિયામાં બોટાદ જિલ્લાના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર મીત ગજ્જરે પોતાની ઉત્તમ રમત, અવિરત મહેનત અને અડગ લગનના બળ પર  ટ્વેન્ટી-૨૩ ટીમમાં સ્થાન મેળવી જિલ્લામાં ગૌરવની લાગણી પાથરી છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્ર માટે ગર્વનો વિષય બની છે.
આ પ્રસંગે બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેબલીયા, હેડ કોચ કિરણ સોલંકી તેમજ ગજ્જર સમાજના આગેવાનો અને અમદાવાદ સ્થિત SPIS (Sardar Patel Institute of Sports) ના ચીફ કોચ, રણજી ટ્રોફી પ્લેયર અને BCCI લેવલ-૨ સર્ટિફાઇડ કોચ કલ્પેશભાઈ પાટડીવાળાએ મીત ગજ્જરને હાર્દિક અભિનંદન પાઠવી તેમની આ સિદ્ધિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
તેમણે આશા વ્યક્ત કરી કે મીત ગજ્જર ભવિષ્યમાં પણ સતત પ્રગતિ કરતા રહી વધુ ઊંચાઈઓ સર કરશે અને ક્રિકેટ ક્ષેત્રે નવા કીર્તિમાનો સ્થાપશે.
મીત ગજ્જરની આ ઉપલબ્ધિ અનેક યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે અને બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્રમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહનું સંચાર કરશે.
🏏✨ “મહેનત, લગન અને આત્મવિશ્વાસ હોય તો સફળતા ચોક્કસ મળે” – મીત ગજ્જર તેની જીવંત સાબિતી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • .  બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આવતીકાલે ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન પહેલાં આજે પોલિંગ ટીમોને ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    1
    . 
બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આવતીકાલે ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન પહેલાં આજે પોલિંગ ટીમોને ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • Arjun njjjjjjjjjjjjjjjjjjjj
    1
    Arjun njjjjjjjjjjjjjjjjjjjj
    user_Arjun
    Arjun
    ખંભાત, આણંદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Jayantibhai bhi Makwana
    1
    Post by Jayantibhai bhi Makwana
    user_Jayantibhai bhi Makwana
    Jayantibhai bhi Makwana
    ખેડા, ખેડા, ગુજરાત•
    55 min ago
  • બ્રેકિંગ લીંબડી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને લીંબડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આવતી કાલે યોજાવવાની છે તેને પગલે વહીવટી તંત્ર દ્વારા આખરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે લીંબડી તાલુકા સેવા સદન ખાતેથી તમામ મતદાન મથકો માટે ચૂંટણી સાહિત્ય અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથેની પોલિંગ સ્ટાફની ટીમોનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આજે સવારથી જ લીંબડી સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવેલ અને લીંબડી નગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વિવિધ મતદાન મથકો માટે નક્કી કરાયેલા રૂટ મુજબ બસો અને વાહનો દ્વારા સ્ટાફને રવાના કરવામાં આવ્યો ડિસ્પેચિંગ કામગીરીની સેવા સદન ખાતે પ્રત્યેક મતદાન મથક દીઠ જરૂરી એવા EVM, વીવીપેટ (VVPAT), મતદાર યાદી, સ્ટેશનરી કીટ, અને અન્ય જરૂરી ફોર્મ્સ સહિતનું તમામ સાહિત્ય સુવ્યવસ્થિત રીતે સુપરત કરવામાં આવ્યું હતું. તેમજ હાલ ઉનાળામાં સત્તત ગરમીમાં લીધે કોઈપણ મતદારો કે ચૂંટણીના સ્ટાફ ને તકલીફ ન પડે તે માટે તમામ મતદાન મથકો પર મેડિકલ કીટ, ORS, લીંબુ પાણી, દવાઓ, પીવાના પાણી સહિત સાથેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જ્યારે સ્ટાફની ફાળવણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને અન્ય સહાયક સ્ટાફને તેમના નિયત કરાયેલા મતદાન મથકો અંગેની જાણકારી આપી, જરૂરી માર્ગદર્શન પુરૂ પાડીને રવાના કરાયા હતા. મતદાન મથકો સુધી સાધન-સામગ્રી પહોંચાડવા માટે ખાસ રૂટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, જેથી સમય મર્યાદામાં તમામ મથકો પર કામગીરી શરૂ થઈ શકેલ ડિસ્પેચિંગ સેન્ટર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગુપ્તતા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો હેતુ આવતીકાલે યોજાનાર મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. અને તમામ પોલિંગ સ્ટાફ આજે સાંજ સુધીમાં પોતાના નિર્ધારિત મતદાન મથકો પર પહોંચી જશે અને જરૂરી સેટઅપ પૂર્ણ કરશે. રીપોટર દિનેશ ગાંભવા લીંબડી
    1
    બ્રેકિંગ લીંબડી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને લીંબડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આવતી કાલે યોજાવવાની છે તેને પગલે વહીવટી તંત્ર દ્વારા આખરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે લીંબડી તાલુકા સેવા સદન ખાતેથી તમામ મતદાન મથકો માટે ચૂંટણી સાહિત્ય અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથેની પોલિંગ સ્ટાફની ટીમોનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું.
ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આજે  સવારથી જ લીંબડી સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવેલ અને લીંબડી નગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વિવિધ મતદાન મથકો માટે નક્કી કરાયેલા રૂટ મુજબ બસો અને વાહનો દ્વારા સ્ટાફને રવાના કરવામાં આવ્યો
ડિસ્પેચિંગ કામગીરીની સેવા સદન ખાતે પ્રત્યેક મતદાન મથક દીઠ જરૂરી એવા EVM, વીવીપેટ (VVPAT), મતદાર યાદી, સ્ટેશનરી કીટ, અને અન્ય જરૂરી ફોર્મ્સ સહિતનું તમામ સાહિત્ય સુવ્યવસ્થિત રીતે સુપરત કરવામાં આવ્યું હતું.    તેમજ હાલ ઉનાળામાં સત્તત ગરમીમાં લીધે કોઈપણ મતદારો કે ચૂંટણીના સ્ટાફ ને તકલીફ ન પડે તે માટે તમામ મતદાન મથકો પર મેડિકલ કીટ,  ORS, લીંબુ પાણી, દવાઓ, પીવાના પાણી સહિત સાથેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જ્યારે સ્ટાફની ફાળવણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને અન્ય સહાયક સ્ટાફને તેમના નિયત કરાયેલા મતદાન મથકો અંગેની જાણકારી આપી, જરૂરી માર્ગદર્શન પુરૂ પાડીને રવાના કરાયા હતા.
મતદાન મથકો સુધી સાધન-સામગ્રી પહોંચાડવા માટે ખાસ રૂટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, જેથી સમય મર્યાદામાં તમામ મથકો પર કામગીરી શરૂ થઈ શકેલ  ડિસ્પેચિંગ સેન્ટર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગુપ્તતા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો હેતુ આવતીકાલે યોજાનાર મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. અને તમામ પોલિંગ સ્ટાફ આજે સાંજ સુધીમાં પોતાના નિર્ધારિત મતદાન મથકો પર પહોંચી જશે અને જરૂરી સેટઅપ પૂર્ણ કરશે.
રીપોટર
દિનેશ ગાંભવા 
લીંબડી
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • માંડલ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આજે માંડલની મહાત્મા હાઈસ્કૂલ ખાતે ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાંથી મતદાન મથકો પર મશીનો રવાના કરવામાં આવ્યા. આ ચૂંટણીમાં કુલ 53 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેઓનું રાજકીય ભવિષ્ય હવે EVM મશીનમાં સીલ થવાનું છે. મતદાન પ્રક્રિયા માટે તાલુકા વિસ્તારમાં કુલ 77 મતદાન મથકો (બુથ) તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણીને શાંતિપૂર્ણ અને પારદર્શક બનાવવા માટે પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 400 થી વધુ કર્મચારીઓ મતદાન કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા મતદારોને નિર્ભય અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી લોકશાહીનો આ મહાપર્વ સફળ બને. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. ✍️ રિપોર્ટર: જગદીશ રાવળ
    4
    માંડલ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આજે માંડલની મહાત્મા હાઈસ્કૂલ ખાતે ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાંથી મતદાન મથકો પર મશીનો રવાના કરવામાં આવ્યા.
આ ચૂંટણીમાં કુલ 53 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેઓનું રાજકીય ભવિષ્ય હવે EVM મશીનમાં સીલ થવાનું છે. મતદાન પ્રક્રિયા માટે તાલુકા વિસ્તારમાં કુલ 77 મતદાન મથકો (બુથ) તૈયાર કરવામાં આવ્યા છે.
ચૂંટણીને શાંતિપૂર્ણ અને પારદર્શક બનાવવા માટે પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 400 થી વધુ કર્મચારીઓ મતદાન કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
પ્રશાસન દ્વારા મતદારોને નિર્ભય અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી લોકશાહીનો આ મહાપર્વ સફળ બને. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે.
✍️ રિપોર્ટર: જગદીશ રાવળ
    user_Jagdish Raval
    Jagdish Raval
    Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • *ધંધુકા- ધોલેરા પંચાયત ચૂંટણીનું આવતીકાલે મતદાન, તૈયારીઓ પૂર્ણ: 788 પોલિંગ સ્ટાફ, 16 ઝોનલ અધિકારીઓ સાથે સખ્ત પોલીસ બંદોબસ્ત* ધંધુકા અને ધોલેરા તાલુકામાં આવતીકાલે જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે બિરલા હાઈસ્કૂલ ખાતે EVM મશીનો અને ચૂંટણી સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી (RO) વિધાસાગરે માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની 31 બેઠકો માટે મતદાન થશે. સંવેદનશીલ બૂથ સહિત તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 788 પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા 16 ઝોનલ અધિકારીઓ પણ તૈનાત કરાયા છે. રિપોર્ટર: સંજયભાઈ ઝાલા ધંધુકા.
    1
    *ધંધુકા- ધોલેરા પંચાયત ચૂંટણીનું આવતીકાલે મતદાન, તૈયારીઓ પૂર્ણ: 788 પોલિંગ સ્ટાફ, 16 ઝોનલ અધિકારીઓ સાથે સખ્ત પોલીસ બંદોબસ્ત*
ધંધુકા અને ધોલેરા તાલુકામાં  આવતીકાલે જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. 
આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે બિરલા હાઈસ્કૂલ ખાતે EVM મશીનો અને ચૂંટણી સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ચૂંટણી અધિકારી (RO) વિધાસાગરે માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની 31 બેઠકો માટે મતદાન થશે.
સંવેદનશીલ બૂથ સહિત તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 
આ ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 788 પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા 16 ઝોનલ અધિકારીઓ પણ તૈનાત કરાયા છે.
રિપોર્ટર:
સંજયભાઈ ઝાલા 
ધંધુકા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.