Shuru
Apke Nagar Ki App…
Pooja patel
More news from ગુજરાત and nearby areas
- जयपुर (राजस्थान): एक्सपायर्ड फूड का बड़ा खेल उजागर, 1.5 लाख किलो अमूल प्रोडक्ट नष्ट जयपुर में फूड सेफ्टी विभाग ने बड़ी कार्रवाई करते हुए करीब 1.5 लाख किलो एक्सपायर्ड अमूल फूड प्रोडक्ट्स को नष्ट कर दिया। जांच में सामने आया कि एक कंपनी एक्सपायर्ड प्रोडक्ट्स को सस्ते दाम पर खरीदकर उनकी एक्सपायरी डेट मिटाकर दोबारा नई डेट छापकर बाजार में बेच रही थी। फूड सेफ्टी विभाग की टीम ने कार्रवाई के दौरान एक्सपायरी डेट मिटाने के लिए इस्तेमाल होने वाला एसिटोसिन समेत अन्य केमिकल भी जब्त किए हैं। अधिकारियों के मुताबिक इन रसायनों की मदद से पैकेट पर छपी पुरानी एक्सपायरी डेट को मिटाया जाता था और फिर उस पर नई डेट प्रिंट कर दी जाती थी। जांच में पता चला कि “गगन आहूजा डिस्ट्रीब्यूटर्स” नाम की कंपनी एक्सपायर्ड अमूल प्रोडक्ट्स खरीदकर उन्हें दोबारा पैकिंग कर बाजार में बेच रही थी। बताया जा रहा है कि आरोपी गगन आहूजा ने यूट्यूब से फूड प्रोडक्ट्स की पैकेजिंग पर एक्सपायरी डेट हटाकर दोबारा प्रिंट करने की तकनीक सीखी थी। फूड सेफ्टी विभाग ने मामले को गंभीर मानते हुए आगे की जांच शुरू कर दी है और संबंधित लोगों के खिलाफ कानूनी कार्रवाई की तैयारी की जा रही है। अधिकारियों का कहना है कि इस तरह की मिलावट और धोखाधड़ी लोगों के स्वास्थ्य के लिए बड़ा खतरा बन सकती है।1
- Post by R GUJARAT NEWS1
- ઈરાન ઈઝરાયલ યુદ્ધ ની હોટલ ઉદ્યોગો પર પડશે માઠી અસર1
- દાણી સાહેબ…હેલ્મેટ તો પહેરી લેતા! ટર્મ પૂરી… પણ હેલ્મેટ ભૂલી ગયા! ચેરમેન દેવાંગ દાણીનો વીડિયો ચર્ચામાં #Ahmedabad#DevangDani #AMC#HelmetRule #newsforgujarat #sharif_ghanchi #TrafficRules#AhmedabadNews #GujaratNews#ViralReel #NewsReel#HelmetSafety1
- 🚩વિરોચન નગર પરમ પૂજ્ય સંત શ્રી સ્વરૂપાનંદ સ્વામીજી ના સાનિધ્યમાં ગઈકાલે સાયલા ગાદીએ થી પરમ પૂજ્ય સંત શ્રી મહામંડલેશ્વર અમરદાસ બાપુ નું સ્વાગત2
- ઇડર તાલુકાના બડોલી ગામે તાલુકા કક્ષાનો “સેવાસેતુ 2.0 (ગ્રામ્ય)” કાર્યક્રમ ઇડર તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર જ ઝડપી નિવારણ લાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચાડવાનો રહ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ પટેલ, ઇડર તાલુકા હેલ્થ ઓફિસર ધ્રુવભાઈ પટેલ, રેવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. ભાસ્કર અમીન તેમજ મામલતદાર સર્કલ ઓફિસર દેવડા સાહેબ,નાયબ મામતદાર જયેશભાઈ, ઇટડીઓ હિતેશભાઈ,વિસ્તરણ અધિકારી લીલાબેન,નરેશભાઈ પટેલ,પોલીસ સ્ટાફ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા PMJAY કાર્ડ, જી-કાર્ડ, ઓપીડી સારવાર સહિત આરોગ્ય સંબંધિત વિવિધ સેવાઓ આપવામાં આવી હતી તેમજ નાગરિકોને આરોગ્ય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ICDS વિભાગ દ્વારા મિલેટ અને THR વાનગીઓનું પ્રદર્શન યોજી પોષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, વાયવંદના યોજના, સમાજ સુરક્ષા યોજનાઓ સહિતની સેવાઓ માટે અરજીઓ સ્વીકારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ UGVCL ઇડર ગ્રામ્ય વિભાગ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ઇડર, બેંક ઓફ બરોડા, પુરવઠા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ તથા એગ્રિસ્ટેક પ્રોજેક્ટ સહિતના વિવિધ વિભાગોએ પણ પોતાના સ્ટોલ દ્વારા નાગરિકોને સેવાઓ અને માહિતી ઉપલબ્ધ કરાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલ, તલાટી કમ મંત્રી જલ્પાબેન પ્રજાપતિ, ડે. રમીલાબેન સુતરીયા સહિત પંચાયત બોડી અને સ્ટાફ ,વિસીઈ અને ગ્રામજનો દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો, જેના પરિણામે કાર્યક્રમ સુંદર રીતે યોજાઈ શક્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં ક્લસ્ટર હેઠળના ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમથી ગ્રામજનોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી પ્રાપ્ત થતાં સંતોષ વ્યક્ત કર્યો હતો.1
- વડાલી તાલુકાના થેરાસણા ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની બેદરકારીના કારણે એક અકસ્માત સર્જાયો હતો. ગામમાં લાંબા સમયથી બિનઉપયોગી વીજપોલ પરથી લટકતા તાર ન હટાવવાના કારણે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, થેરાસણા ગામમાંથી બટાકા ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી. તે સમયે રસ્તા ઉપરથી લટકતા વીજ વાયરોમાં ટ્રક ફસાઈ ગઈ હતી. આ વાયરો લાંબા સમયથી વપરાશમાં ન હોય તેવા વીજ પોલ સાથે જોડાયેલા હતા. ટ્રક આગળ વધતાં તાર પર ખેંચાણ સર્જાયું અને વીજ પોલ પાયામાંથી ઉખડીને ધરાશાયી થયો. આ દરમિયાન રસ્તેથી પસાર થઈ રહેલા હીરાબેન ઠાકોર ઉપર આ વીજ પોલ પડતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલ સીધો તેમના પગ પર પડ્યો હતો. આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત મહિલાને ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ઘણા વીજ પોલ લાંબા સમયથી બિનઉપયોગી હાલતમાં ઉભા છે. આ અંગે અનેક વખત તંત્રને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ બિનઉપયોગી પોલ પરથી તાર ઉતારવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પરિણામે, તંત્રની બેદરકારીને કારણે આજે એક નિર્દોષ મહિલાને ગંભીર ઈજાઓ ભોગવવાનો વારો આવ્યો છે.1
- પ્રેસ નોટ તારીખ: ૧૦ માર્ચ ૨૦૨૬ સ્થળ: અમદાવાદ, ગુજરાત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ(એમ) દ્વારા મોંઘવારી, બેરોજગારી તથા જનવિરોધી નીતિઓ વિરુદ્ધ જન-જાગૃતિ રેલીનું સફળ આયોજન આજ રોજ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સીપીઆઈ(એમ) ગુજરાત એકમ દ્વારા અમદાવાદના ગોમતીપુર વોર્ડ તથા સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલનો આકાશને આંબતો ભાવ, રેશનની દુકાનો પર ચાલતી છેતરપિંડી, બ્લેકમેઈલિંગ તથા ગરીબો પર થતા અત્યાચારો વિરુદ્ધ એક જોરદાર જન-જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. રેલીનો માર્ગ સુખરામ નગર (પાણીની ટાંકી પાસેથી) થી શરૂ થઈને એપ્રિલ પાર્ક, ખોખરા સર્કલ (જ્યાં શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા), સીટીએમ ચાર રસ્તા, વંડર પોઈન્ટ, રબારી કોલોની, રાજેન્દ્ર ચાર રસ્તા થઈને સુંદરનગર મેદાન પર પહોંચી. અહીં નારાબાજી સાથે સભા યોજાઈ, ત્યારબાદ કાર્યક્રમ આગળ વધ્યો અને ગુજરાત બોર્ડિંગ, ચોકડિયા મહાદેવ, ગોમતીપુર ફુવારે પાસે તથા ગોમતીપુર આનંદભાઈ ઘરે પાસે સુધી ચાલુ રહ્યો. રેલીમાં લોકોની ભારે ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો. સભાને સંબોધિત કરતાં મુખ્ય વક્તા ડી વાય એફ આઈ અમદાવાદ પ્રમુખ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની જનવિરોધી નીતિઓને કારણે ગરીબ-મજૂર વર્ગ ચરમ મોંઘવારી, બેરોજગારી, મોંઘા વીજળી બિલ તથા રેશનની દુકાનો પર ચાલતી ધોંધાધડી અને બ્લેકમેઈલિંગથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે આપણા મોહલ્લાઓ, વિસ્તારો અને રાજ્યોમાં લૂંટ-ખસોટ કરનારા ચંદ નેતાઓ તથા પૂંજીવાદી તાકાતો વિરુદ્ધ એકજૂટ થવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીપીઆઈ(એમ)ના આહ્વાન પર ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિલ્હીમાં 'જન આક્રોશ રેલી' યોજવામાં આવી રહી છે, જેમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલ તથા અન્ય જનમુદ્દાઓ પર દેશવ્યાપી સંઘર્ષને વેગ આપવામાં આવશે. તેમણે અમદાવાદવાસીઓ તથા આખા ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લે, સન્માન સાથે આવે અને મજબૂત અવાજ બને. આ રેલી સીટીએમ થઈ ગોમતીપુર વિસ્તારમાં થઈ સરસપુર ઈટવાડા ખાતે વિશાળ સભા યોજવામાં આવેલ જે સભા સીટીએમ ઓલ ઈન્ડીયા સેકેટરીયટ મેમ્બર મુરલીધરન, સી પી એમરાજ્ય સેકેટરી એચ.આઈ.ભટ્ટ , અમદાવાદ જીલ્લા સેકેટરી સતીષચંદ્ર પરમાર , ડીવાયએફઆઈ સેકેટરી મનીષભાઈ પરમાર, જથ્થા યાત્રા વિશે જણાવવા માં આવેલ ઉત્સાહભર્યા પ્રદર્શન સાથે સફળ રહેલ સી.પી.એમ પાર્ટી કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતાએ સરકાર પાસે આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. જય હિંદ! ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અમદાવાદ જીલ્લા સમિતી1
- પ્રેસ નોટ તારીખ: ૧૦ માર્ચ ૨૦૨૬ સ્થળ: અમદાવાદ, ગુજરાત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ(એમ) દ્વારા મોંઘવારી, બેરોજગારી તથા જનવિરોધી નીતિઓ વિરુદ્ધ જન-જાગૃતિ રેલીનું સફળ આયોજન આજ રોજ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સીપીઆઈ(એમ) ગુજરાત એકમ દ્વારા અમદાવાદના ગોમતીપુર વોર્ડ તથા સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલનો આકાશને આંબતો ભાવ, રેશનની દુકાનો પર ચાલતી છેતરપિંડી, બ્લેકમેઈલિંગ તથા ગરીબો પર થતા અત્યાચારો વિરુદ્ધ એક જોરદાર જન-જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. રેલીનો માર્ગ સુખરામ નગર (પાણીની ટાંકી પાસેથી) થી શરૂ થઈને એપ્રિલ પાર્ક, ખોખરા સર્કલ (જ્યાં શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા), સીટીએમ ચાર રસ્તા, વંડર પોઈન્ટ, રબારી કોલોની, રાજેન્દ્ર ચાર રસ્તા થઈને સુન્દરમનગર મેદાન પર પહોંચી. અહીં નારાબાજી સાથે સભા યોજાઈ, ત્યારબાદ કાર્યક્રમ આગળ વધ્યો અને ગુજરાત બોર્ડિંગ, ચોકડિયા મહાદેવ, ગોમતીપુર ફુવારે પાસે તથા ગોમતીપુર આનંદભાઈ ઘરે પાસે સુધી ચાલુ રહ્યો. રેલીમાં લોકોની ભારે ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો. સભાને સંબોધિત કરતાં મુખ્ય વક્તા ડી વાય એફ આઈ અમદાવાદ પ્રમુખ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની જનવિરોધી નીતિઓને કારણે ગરીબ-મજૂર વર્ગ ચરમ મોંઘવારી, બેરોજગારી, મોંઘા વીજળી બિલ તથા રેશનની દુકાનો પર ચાલતી ધોંધાધડી અને બ્લેકમેઈલિંગથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે આપણા મોહલ્લાઓ, વિસ્તારો અને રાજ્યોમાં લૂંટ-ખસોટ કરનારા ચંદ નેતાઓ તથા પૂંજીવાદી તાકાતો વિરુદ્ધ એકજૂટ થવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીપીઆઈ(એમ)ના આહ્વાન પર ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિલ્હીમાં 'જન આક્રોશ રેલી' યોજવામાં આવી રહી છે, જેમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલ તથા અન્ય જનમુદ્દાઓ પર દેશવ્યાપી સંઘર્ષને વેગ આપવામાં આવશે. તેમણે અમદાવાદવાસીઓ તથા આખા ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લે, સન્માન સાથે આવે અને મજબૂત અવાજ બને. આ રેલી સીટીએમ થઈ ગોમતીપુર વિસ્તારમાં થઈ સરસપુર ઈટવાડા ખાતે વિશાળ સભા યોજવામાં આવેલ જે સભા સીટીએમ ઓલ ઈન્ડીયા સેકેટરીયટ મેમ્બર મુરલીધરન, સી પી એમરાજ્ય સેકેટરી એચ.આઈ.ભટ્ટ , અમદાવાદ જીલ્લા સેકેટરી સતીષચંદ્ર પરમાર , ડીવાયએફઆઈ સેકેટરી મનીષભાઈ પરમાર, જથ્થા યાત્રા વિશે જણાવવા માં આવેલ ઉત્સાહભર્યા પ્રદર્શન સાથે સફળ રહેલ સી.પી.એમ પાર્ટી કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતાએ સરકાર પાસે આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. જય હિંદ! ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અમદાવાદ જીલ્લા સમિતી1