પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયતનો વહીવટ ગંભીર વિવાદોમાં ફસાયો છે. પંચાયતના વોર્ડ નંબર ૮ ના મહિલા સભ્ય બદના રેહાનાબીબી મહેબુબે પંચાયતમાં ચાલતી નાણાકીય ગેરરીતિઓ અંગે કાનૂની સોગંદનામું કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, જેનાથી સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહિલા સભ્ય બદના રેહાનાબીબીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) કાલોલને કરેલી લેખિત ફરિયાદ અને સોગંદનામામાં જણાવ્યું છે કે, તેઓ લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્ય હોવા છતાં, તેમને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લીધા વિના કે તેમની સંમતિ વગર પંચાયતના વર્તમાન સરપંચ અને સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમણે પંચાયતના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનો વિરોધ અગાઉ સામાન્ય સભામાં પણ નોંધાવ્યો હતો. સોગંદનામામાં સૌથી ચોંકાવનારો આક્ષેપ પાણીના બોર બાબતે કરવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ, પંચાયત હદ વિસ્તારમાં અગાઉથી બોર હયાત હોવા છતાં, તે જ સ્થળ પર નવો બોર મંજૂર કરીને ખોટો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, અને આવા 'ડબલ બોર' બનાવીને સરકારી નાણાંની ખુલ્લેઆમ ઉચાપત કરવામાં આવી રહી છે. હાલમાં ઉર્દૂ શાળા પાસે ચાલી રહેલા નાળાના કામમાં તેમજ પેવર બ્લોક, સીસી રોડ અને રસ્તાના કામોમાં સરકારી નીતિ-નિયમો, વહીવટી એસ્ટીમેટ કે મેઝરમેન્ટ માપનું પાલન કરવામાં આવતું નથી અને કામોની ગુણવત્તા અત્યંત નબળી છે. મહિલા સભ્યએ ઉચ્ચ કક્ષાએથી આ તમામ વિકાસ કામોની ઝીણવટભરી અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. ભ્રષ્ટાચાર અટકાવવા માટે હાલમાં ચાલી રહેલા તમામ કામોના બિલની ચુકવણી તાત્કાલિક અસરથી રોકી દેવા વિનંતી કરાઈ છે. સાથોસાથ, જ્યારે પણ સક્ષમ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે, ત્યારે અરજદાર સભ્યને સાથે રાખીને તેમની રૂબરૂમાં જ તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરાઈ છે. સોગંદનામામાં મહિલા સભ્યએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે, ભવિષ્યમાં જ્યારે પણ ઉચ્ચ કક્ષાએથી આ બાબતની તપાસ થશે અને જે નાણાંકીય ભ્રષ્ટાચાર કે વહીવટી ગેરરીતિ બહાર આવશે, તેમાં વોર્ડ નં. ૮ ના સભ્ય તરીકે તેમની કોઈ પણ પ્રકારની વ્યક્તિગત, નૈતિક કે કાનૂની જવાબદારી રહેશે નહીં. આ તમામ ભ્રષ્ટાચાર અને ખોટા હિસાબોની સંપૂર્ણ જવાબદારી જે તે સમયના સરપંચ અને દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયેલા તાલુકા વિકાસ અધિકારીની રહેશે. આ ગંભીર ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તે માટે મહિલા સભ્ય દ્વારા સોગંદનામાની નકલો કાલોલના તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO), જિલ્લા કલેક્ટર (ગોધરા), રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગાંધીનગર પંચાયત વિભાગના મંત્રીશ્રીને પણ લેખિત પુરાવા અને અખબારી અહેવાલોની નકલ સાથે રવાના કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયતનો વહીવટ ગંભીર વિવાદોમાં ફસાયો છે. પંચાયતના વોર્ડ નંબર ૮ ના મહિલા સભ્ય બદના રેહાનાબીબી મહેબુબે પંચાયતમાં ચાલતી નાણાકીય ગેરરીતિઓ અંગે કાનૂની સોગંદનામું કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, જેનાથી સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહિલા સભ્ય બદના રેહાનાબીબીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) કાલોલને કરેલી લેખિત ફરિયાદ અને સોગંદનામામાં જણાવ્યું છે કે, તેઓ લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્ય હોવા છતાં, તેમને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લીધા વિના કે તેમની સંમતિ વગર પંચાયતના વર્તમાન સરપંચ અને સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમણે પંચાયતના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનો વિરોધ અગાઉ સામાન્ય સભામાં પણ નોંધાવ્યો હતો. સોગંદનામામાં સૌથી ચોંકાવનારો આક્ષેપ પાણીના બોર બાબતે કરવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા
મુજબ, પંચાયત હદ વિસ્તારમાં અગાઉથી બોર હયાત હોવા છતાં, તે જ સ્થળ પર નવો બોર મંજૂર કરીને ખોટો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, અને આવા 'ડબલ બોર' બનાવીને સરકારી નાણાંની ખુલ્લેઆમ ઉચાપત કરવામાં આવી રહી છે. હાલમાં ઉર્દૂ શાળા પાસે ચાલી રહેલા નાળાના કામમાં તેમજ પેવર બ્લોક, સીસી રોડ અને રસ્તાના કામોમાં સરકારી નીતિ-નિયમો, વહીવટી એસ્ટીમેટ કે મેઝરમેન્ટ માપનું પાલન કરવામાં આવતું નથી અને કામોની ગુણવત્તા અત્યંત નબળી છે. મહિલા સભ્યએ ઉચ્ચ કક્ષાએથી આ તમામ વિકાસ કામોની ઝીણવટભરી અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. ભ્રષ્ટાચાર અટકાવવા માટે હાલમાં ચાલી રહેલા તમામ કામોના બિલની ચુકવણી તાત્કાલિક અસરથી રોકી દેવા વિનંતી કરાઈ છે. સાથોસાથ, જ્યારે પણ સક્ષમ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે, ત્યારે અરજદાર સભ્યને સાથે રાખીને તેમની રૂબરૂમાં જ તપાસ પ્રક્રિયા
હાથ ધરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરાઈ છે. સોગંદનામામાં મહિલા સભ્યએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે, ભવિષ્યમાં જ્યારે પણ ઉચ્ચ કક્ષાએથી આ બાબતની તપાસ થશે અને જે નાણાંકીય ભ્રષ્ટાચાર કે વહીવટી ગેરરીતિ બહાર આવશે, તેમાં વોર્ડ નં. ૮ ના સભ્ય તરીકે તેમની કોઈ પણ પ્રકારની વ્યક્તિગત, નૈતિક કે કાનૂની જવાબદારી રહેશે નહીં. આ તમામ ભ્રષ્ટાચાર અને ખોટા હિસાબોની સંપૂર્ણ જવાબદારી જે તે સમયના સરપંચ અને દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયેલા તાલુકા વિકાસ અધિકારીની રહેશે. આ ગંભીર ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તે માટે મહિલા સભ્ય દ્વારા સોગંદનામાની નકલો કાલોલના તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO), જિલ્લા કલેક્ટર (ગોધરા), રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગાંધીનગર પંચાયત વિભાગના મંત્રીશ્રીને પણ લેખિત પુરાવા અને અખબારી અહેવાલોની નકલ સાથે રવાના કરવામાં આવી છે.
- ગાંધી સભાગૃહમાં પ્રભારી મંત્રી અજીત સિંહ પાલનો મીડિયા સંવાદ યોજાયો હતો. આ સંવાદ દરમિયાન, તેમણે વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની વિવિધ ઉપલબ્ધિઓ ગણાવી હતી.1
- રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે બબાલ કરી હોવાનું સામે આવ્યું છે.1
- વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમા સ્થિત ઊર્મિ સ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ, રીક્ષા તેમજ સ્કૂલ વાન ચાલકોને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક નિયમોની જાણકારી દ્વારા અકસ્માતો અટકાવવા અને સુરક્ષિત વાહન વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિનો સંદેશો ફેલાવવાનો હતો.1
- વડોદરા શહેરમાં મચ્છીપીઠ વિસ્તાર નિયમોના પાલનમાં મોખરે હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર શહેરમાં રાત્રિના સમયે બજારો ધમધમતા જોવા મળે છે, ત્યારે મચ્છીપીઠમાં જ કાયદાનું પાલન શા માટે કરાવવામાં આવે છે તેવો ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યો છે, જે નિયમોના અમલીકરણમાં ભેદભાવ સૂચવે છે.1
- સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.1
- ગામ ગમ્હરીમાં મંત્રી અજીત પાલ સિંહે એક રાત્રિ ચોપાલનું આયોજન કર્યું હતું. આ ચોપાલ દરમિયાન, તેમણે ગ્રામજનોની વિવિધ સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી હતી. ગ્રામજનોની રજૂઆતો સાંભળ્યા બાદ, મંત્રીએ સંબંધિત અધિકારીઓને આ તમામ સમસ્યાઓનો તાત્કાલિક અને ઝડપી નિરાકરણ લાવવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા.1
- ખેડા જિલ્લાના મંજુસર GIDC માં આવેલી પહાસ્કૂલ કુલિંગ ટાવર નામની એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.1