logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

5 hrs ago
user_Sanjaykumar S parmar
Sanjaykumar S parmar
Classified ads newspaper publisher ઠાસરા, ખેડા, ગુજરાત•
5 hrs ago

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

More news from Panch Mahals and nearby areas
  • કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્ક કરાયેલા બે ટ્રેકટરોમાંથી બેટરીઓની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. કાલોલ પીપલ્સ બેન્કની પાછળ, આંગણવાડી નજીક આવેલી ખુલ્લી જગ્યામાંથી અજાણ્યા ચોરો ₹૧૨,૦૦૦ની કિંમતની બે બેટરીઓ ચોરી ફરાર થઈ ગયા છે. આ અંગે ઈંટોના ભઠ્ઠા પર ડ્રાઇવિંગ અને મજૂરી કામ કરતા ફરિયાદી હસમુખભાઈ ગોપાલજી વણઝારા (ઉ.વ. ૨૬, રહે. કાલોલ ઇન્દિરાનગર તળાવ વિસ્તાર) એ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત ૧૦ જૂન ૨૦૨૬ ના રોજ સાંજે આશરે છ વાગ્યે હસમુખભાઈએ પોતાનું ટ્રેકટર (નંબર: GJ-17-CA-0736) તથા તેમના કાકા ભીમાજી રૂપાજી વણઝારાનું ટ્રેકટર (નંબર: GJ-17-BN-5179) ઉપરોક્ત ખુલ્લી જગ્યામાં પાર્ક કર્યું હતું. બીજા દિવસે, એટલે કે ૧૧ જૂન ૨૦૨૬ ના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ જ્યારે તેઓ ઈંટોના ભઠ્ઠા પર જવા માટે ટ્રેકટર ચાલુ કરવા ગયા, ત્યારે બંને ટ્રેકટરો ચાલુ થયા ન હતા. શંકા જતાં બંને ટ્રેકટરના બોનેટ ખોલીને તપાસ કરતાં, અંદરથી બેટરીઓ ગાયબ જોવા મળી હતી. આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં બેટરીઓનો કોઈ પત્તો મળ્યો ન હતો. ચોરાયેલી બંને બેટરીઓની અંદાજિત કિંમત પ્રત્યેક ₹૬,૦૦૦ લેખે કુલ ₹૧૨,૦૦૦ આંકવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે હસમુખભાઈ વણઝારાએ ૧૪ જૂન ૨૦૨૬ ના રોજ કાલોલ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.આર મકવાણા ચલાવી રહ્યા છે.
    1
    કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્ક કરાયેલા બે ટ્રેકટરોમાંથી બેટરીઓની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. કાલોલ પીપલ્સ બેન્કની પાછળ, આંગણવાડી નજીક આવેલી ખુલ્લી જગ્યામાંથી અજાણ્યા ચોરો ₹૧૨,૦૦૦ની કિંમતની બે બેટરીઓ ચોરી ફરાર થઈ ગયા છે. આ અંગે ઈંટોના ભઠ્ઠા પર ડ્રાઇવિંગ અને મજૂરી કામ કરતા ફરિયાદી હસમુખભાઈ ગોપાલજી વણઝારા (ઉ.વ. ૨૬, રહે. કાલોલ ઇન્દિરાનગર તળાવ વિસ્તાર) એ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ગત ૧૦ જૂન ૨૦૨૬ ના રોજ સાંજે આશરે છ વાગ્યે હસમુખભાઈએ પોતાનું ટ્રેકટર (નંબર: GJ-17-CA-0736) તથા તેમના કાકા ભીમાજી રૂપાજી વણઝારાનું ટ્રેકટર (નંબર: GJ-17-BN-5179) ઉપરોક્ત ખુલ્લી જગ્યામાં પાર્ક કર્યું હતું. બીજા દિવસે, એટલે કે ૧૧ જૂન ૨૦૨૬ ના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ જ્યારે તેઓ ઈંટોના ભઠ્ઠા પર જવા માટે ટ્રેકટર ચાલુ કરવા ગયા, ત્યારે બંને ટ્રેકટરો ચાલુ થયા ન હતા. શંકા જતાં બંને ટ્રેકટરના બોનેટ ખોલીને તપાસ કરતાં, અંદરથી બેટરીઓ ગાયબ જોવા મળી હતી. આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં બેટરીઓનો કોઈ પત્તો મળ્યો ન હતો. ચોરાયેલી બંને બેટરીઓની અંદાજિત કિંમત પ્રત્યેક ₹૬,૦૦૦ લેખે કુલ ₹૧૨,૦૦૦ આંકવામાં આવી છે.

આ સમગ્ર ઘટના અંગે હસમુખભાઈ વણઝારાએ ૧૪ જૂન ૨૦૨૬ ના રોજ કાલોલ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.આર મકવાણા ચલાવી રહ્યા છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    23 hrs ago
  • આજે સોમવારની સંધ્યાએ પાવગઢ સ્થિત શ્રી કાલિકા માતાજીની શુભ આરતી કરવામાં આવી. શ્રદ્ધાળુઓને માતાજીની આ સાંજની આરતીના દર્શન કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી.
    1
    આજે સોમવારની સંધ્યાએ પાવગઢ સ્થિત શ્રી કાલિકા માતાજીની શુભ આરતી કરવામાં આવી. શ્રદ્ધાળુઓને માતાજીની આ સાંજની આરતીના દર્શન કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • ગાંધીનગર ખાતે ખેડૂત આંદોલન ની સાથે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
    1
    ગાંધીનગર ખાતે ખેડૂત આંદોલન ની સાથે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
    user_ફારૂક સૈયદ
    ફારૂક સૈયદ
    Advertising agency માતર, ખેડા, ગુજરાત•
    15 min ago
  • સમગ્ર વિશ્વમાં અમીરુલ મોમીનીન, ખલીફતુલ મુસ્લિમીન સૈયદના ઉમર ફારૂકે આઝમ (ર.અ.) ની યાદમાં યૌમે વિસાલની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, વડોદરાના ખાનકાહે એહલે સુન્નત ના માર્ગદર્શન હેઠળ, રવિવારે સવારે ૯:૦૦ વાગ્યાની આસપાસ હાલોલ નગરમાં પણ શ્રદ્ધાપૂર્વક યૌમે વિસાલની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માસૂમ બાળકોનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે હાલોલના તમામ મદ્રસાઓના નાના-નાના માસૂમ બાળકો ૧૦૧ કોલોની ખાતે એકત્રિત થયા હતા, જ્યાંથી આ ભવ્ય જુલુસની શરૂઆત થઈ હતી. આ જુલુસ હજરત બાદશાહ બાબાની દરગાહ થઈને નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું, જે લીમડી ફળિયા (અમીરે મિલ્લત ચોક) થઈ ફુલશહિદ બાબાની દરગાહ ખાતે સંપન્ન થયું હતું. જુલુસના સમાપન બાદ ફુલશહિદ બાબાની દરગાહ ખાતે મિલાદ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિલાદ શરીફમાં સલાતો-સલામ પઢ્યા બાદ દેશમાં અમન-શાંતિ માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ લોકો માટે નિયાઝ (પ્રસાદ)નું વિતરણ કરવામાં આવ્યું. આ ભવ્ય જુલુસમાં મોટી સંખ્યામાં મદ્રસાના નાના બાળકો, ઉલેમાઓ અને સ્થાનિક મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
    1
    સમગ્ર વિશ્વમાં અમીરુલ મોમીનીન, ખલીફતુલ મુસ્લિમીન સૈયદના ઉમર ફારૂકે આઝમ (ર.અ.) ની યાદમાં યૌમે વિસાલની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, વડોદરાના ખાનકાહે એહલે સુન્નત ના માર્ગદર્શન હેઠળ, રવિવારે સવારે ૯:૦૦ વાગ્યાની આસપાસ હાલોલ નગરમાં પણ શ્રદ્ધાપૂર્વક યૌમે વિસાલની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માસૂમ બાળકોનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે હાલોલના તમામ મદ્રસાઓના નાના-નાના માસૂમ બાળકો ૧૦૧ કોલોની ખાતે એકત્રિત થયા હતા, જ્યાંથી આ ભવ્ય જુલુસની શરૂઆત થઈ હતી. આ જુલુસ હજરત બાદશાહ બાબાની દરગાહ થઈને નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું, જે લીમડી ફળિયા (અમીરે મિલ્લત ચોક) થઈ ફુલશહિદ બાબાની દરગાહ ખાતે સંપન્ન થયું હતું.

જુલુસના સમાપન બાદ ફુલશહિદ બાબાની દરગાહ ખાતે મિલાદ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિલાદ શરીફમાં સલાતો-સલામ પઢ્યા બાદ દેશમાં અમન-શાંતિ માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ લોકો માટે નિયાઝ (પ્રસાદ)નું વિતરણ કરવામાં આવ્યું. આ ભવ્ય જુલુસમાં મોટી સંખ્યામાં મદ્રસાના નાના બાળકો, ઉલેમાઓ અને સ્થાનિક મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    22 hrs ago
  • પાવાગઢ ડુંગર પર લાંબા સમયથી ચાલી રહેલી પાણીની ગંભીર સમસ્યાના નિરાકરણ માટે ગ્રામજનો, ગ્રામ પંચાયત અને સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને હાલોલના ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી છાસિયા અને દુધિયા તળાવોને ઊંડા કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરાવી છે. તળાવોમાં પાણીનો જથ્થો ઘટી જવાના કારણે સ્થાનિક પરિવારોને પીવાના અને રોજિંદા ઉપયોગ માટે પાણીની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે આ તળાવો ઊંડા થવાથી આગામી ચોમાસામાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકશે, જેનાથી પાણીની અછતમાં નોંધપાત્ર રાહત મળવાની આશા છે. સ્થાનિક રહેવાસીઓએ તેમની રજૂઆતને પ્રાધાન્ય આપી ઝડપી નિર્ણય લેવા બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો છે.
    1
    પાવાગઢ ડુંગર પર લાંબા સમયથી ચાલી રહેલી પાણીની ગંભીર સમસ્યાના નિરાકરણ માટે ગ્રામજનો, ગ્રામ પંચાયત અને સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને હાલોલના ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી છાસિયા અને દુધિયા તળાવોને ઊંડા કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરાવી છે.

તળાવોમાં પાણીનો જથ્થો ઘટી જવાના કારણે સ્થાનિક પરિવારોને પીવાના અને રોજિંદા ઉપયોગ માટે પાણીની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે આ તળાવો ઊંડા થવાથી આગામી ચોમાસામાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકશે, જેનાથી પાણીની અછતમાં નોંધપાત્ર રાહત મળવાની આશા છે. સ્થાનિક રહેવાસીઓએ તેમની રજૂઆતને પ્રાધાન્ય આપી ઝડપી નિર્ણય લેવા બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો છે.
    user_VAGHELA SUNILKUMAR
    VAGHELA SUNILKUMAR
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    23 hrs ago
  • સોમવતી અમાસના પવિત્ર સંયોગે ગળતેશ્વર મહાદેવ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ શુભ અવસરે, ત્રિવેણી સંગમમાં હજારો શ્રદ્ધાળુઓએ આસ્થાભેર ડૂબકી લગાવી હતી.
    1
    સોમવતી અમાસના પવિત્ર સંયોગે ગળતેશ્વર મહાદેવ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ શુભ અવસરે, ત્રિવેણી સંગમમાં હજારો શ્રદ્ધાળુઓએ આસ્થાભેર ડૂબકી લગાવી હતી.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.