સમગ્ર વિશ્વમાં અમીરુલ મોમીનીન, ખલીફતુલ મુસ્લિમીન સૈયદના ઉમર ફારૂકે આઝમ (ર.અ.) ની યાદમાં યૌમે વિસાલની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, વડોદરાના ખાનકાહે એહલે સુન્નત ના માર્ગદર્શન હેઠળ, રવિવારે સવારે ૯:૦૦ વાગ્યાની આસપાસ હાલોલ નગરમાં પણ શ્રદ્ધાપૂર્વક યૌમે વિસાલની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માસૂમ બાળકોનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે હાલોલના તમામ મદ્રસાઓના નાના-નાના માસૂમ બાળકો ૧૦૧ કોલોની ખાતે એકત્રિત થયા હતા, જ્યાંથી આ ભવ્ય જુલુસની શરૂઆત થઈ હતી. આ જુલુસ હજરત બાદશાહ બાબાની દરગાહ થઈને નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું, જે લીમડી ફળિયા (અમીરે મિલ્લત ચોક) થઈ ફુલશહિદ બાબાની દરગાહ ખાતે સંપન્ન થયું હતું. જુલુસના સમાપન બાદ ફુલશહિદ બાબાની દરગાહ ખાતે મિલાદ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિલાદ શરીફમાં સલાતો-સલામ પઢ્યા બાદ દેશમાં અમન-શાંતિ માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ લોકો માટે નિયાઝ (પ્રસાદ)નું વિતરણ કરવામાં આવ્યું. આ ભવ્ય જુલુસમાં મોટી સંખ્યામાં મદ્રસાના નાના બાળકો, ઉલેમાઓ અને સ્થાનિક મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

- આજે સોમવારની સંધ્યાએ પાવગઢ સ્થિત શ્રી કાલિકા માતાજીની શુભ આરતી કરવામાં આવી. શ્રદ્ધાળુઓને માતાજીની આ સાંજની આરતીના દર્શન કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી.1
- ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના આખડોલ ગામમાં, સ્મશાન પાછળના વિસ્તારમાં બૂટલેગરો દ્વારા ખુલ્લેઆમ ઇંગલિશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે, ત્યારે સ્થાનિક પોલીસ કથિત રીતે ‘ગોર નિંદ્રામાં’ હોવાનું જણાવવામાં આવ્યું છે.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયતનો વહીવટ ગંભીર વિવાદોમાં ફસાયો છે. પંચાયતના વોર્ડ નંબર ૮ ના મહિલા સભ્ય બદના રેહાનાબીબી મહેબુબે પંચાયતમાં ચાલતી નાણાકીય ગેરરીતિઓ અંગે કાનૂની સોગંદનામું કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, જેનાથી સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહિલા સભ્ય બદના રેહાનાબીબીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) કાલોલને કરેલી લેખિત ફરિયાદ અને સોગંદનામામાં જણાવ્યું છે કે, તેઓ લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્ય હોવા છતાં, તેમને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લીધા વિના કે તેમની સંમતિ વગર પંચાયતના વર્તમાન સરપંચ અને સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમણે પંચાયતના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનો વિરોધ અગાઉ સામાન્ય સભામાં પણ નોંધાવ્યો હતો. સોગંદનામામાં સૌથી ચોંકાવનારો આક્ષેપ પાણીના બોર બાબતે કરવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ, પંચાયત હદ વિસ્તારમાં અગાઉથી બોર હયાત હોવા છતાં, તે જ સ્થળ પર નવો બોર મંજૂર કરીને ખોટો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, અને આવા 'ડબલ બોર' બનાવીને સરકારી નાણાંની ખુલ્લેઆમ ઉચાપત કરવામાં આવી રહી છે. હાલમાં ઉર્દૂ શાળા પાસે ચાલી રહેલા નાળાના કામમાં તેમજ પેવર બ્લોક, સીસી રોડ અને રસ્તાના કામોમાં સરકારી નીતિ-નિયમો, વહીવટી એસ્ટીમેટ કે મેઝરમેન્ટ માપનું પાલન કરવામાં આવતું નથી અને કામોની ગુણવત્તા અત્યંત નબળી છે. મહિલા સભ્યએ ઉચ્ચ કક્ષાએથી આ તમામ વિકાસ કામોની ઝીણવટભરી અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. ભ્રષ્ટાચાર અટકાવવા માટે હાલમાં ચાલી રહેલા તમામ કામોના બિલની ચુકવણી તાત્કાલિક અસરથી રોકી દેવા વિનંતી કરાઈ છે. સાથોસાથ, જ્યારે પણ સક્ષમ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે, ત્યારે અરજદાર સભ્યને સાથે રાખીને તેમની રૂબરૂમાં જ તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરાઈ છે. સોગંદનામામાં મહિલા સભ્યએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે, ભવિષ્યમાં જ્યારે પણ ઉચ્ચ કક્ષાએથી આ બાબતની તપાસ થશે અને જે નાણાંકીય ભ્રષ્ટાચાર કે વહીવટી ગેરરીતિ બહાર આવશે, તેમાં વોર્ડ નં. ૮ ના સભ્ય તરીકે તેમની કોઈ પણ પ્રકારની વ્યક્તિગત, નૈતિક કે કાનૂની જવાબદારી રહેશે નહીં. આ તમામ ભ્રષ્ટાચાર અને ખોટા હિસાબોની સંપૂર્ણ જવાબદારી જે તે સમયના સરપંચ અને દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયેલા તાલુકા વિકાસ અધિકારીની રહેશે. આ ગંભીર ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તે માટે મહિલા સભ્ય દ્વારા સોગંદનામાની નકલો કાલોલના તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO), જિલ્લા કલેક્ટર (ગોધરા), રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગાંધીનગર પંચાયત વિભાગના મંત્રીશ્રીને પણ લેખિત પુરાવા અને અખબારી અહેવાલોની નકલ સાથે રવાના કરવામાં આવી છે.3
- ગાંધી સભાગૃહમાં પ્રભારી મંત્રી અજીત સિંહ પાલનો મીડિયા સંવાદ યોજાયો હતો. આ સંવાદ દરમિયાન, તેમણે વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની વિવિધ ઉપલબ્ધિઓ ગણાવી હતી.1
- સમગ્ર વિશ્વમાં અમીરુલ મોમીનીન, ખલીફતુલ મુસ્લિમીન સૈયદના ઉમર ફારૂકે આઝમ (ર.અ.) ની યાદમાં યૌમે વિસાલની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, વડોદરાના ખાનકાહે એહલે સુન્નત ના માર્ગદર્શન હેઠળ, રવિવારે સવારે ૯:૦૦ વાગ્યાની આસપાસ હાલોલ નગરમાં પણ શ્રદ્ધાપૂર્વક યૌમે વિસાલની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માસૂમ બાળકોનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે હાલોલના તમામ મદ્રસાઓના નાના-નાના માસૂમ બાળકો ૧૦૧ કોલોની ખાતે એકત્રિત થયા હતા, જ્યાંથી આ ભવ્ય જુલુસની શરૂઆત થઈ હતી. આ જુલુસ હજરત બાદશાહ બાબાની દરગાહ થઈને નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું, જે લીમડી ફળિયા (અમીરે મિલ્લત ચોક) થઈ ફુલશહિદ બાબાની દરગાહ ખાતે સંપન્ન થયું હતું. જુલુસના સમાપન બાદ ફુલશહિદ બાબાની દરગાહ ખાતે મિલાદ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિલાદ શરીફમાં સલાતો-સલામ પઢ્યા બાદ દેશમાં અમન-શાંતિ માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ લોકો માટે નિયાઝ (પ્રસાદ)નું વિતરણ કરવામાં આવ્યું. આ ભવ્ય જુલુસમાં મોટી સંખ્યામાં મદ્રસાના નાના બાળકો, ઉલેમાઓ અને સ્થાનિક મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા.1
- પંચમહાલના બોડેલી-હાલોલ માર્ગ પર ધનકુવા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. શિવરાજપુર તરફથી આવતી એક કારના ચાલકે રીક્ષાને ઓવરટેક કરવા જતાં પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કર બાદ કારનું નિયંત્રણ ગુમાવતા તે રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હાલોલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, બીજી તરફ, રીક્ષામાં સવાર ચાર લોકો, જેમાં રીક્ષા ચાલક પણ સામેલ હતો, તેમનો ગંભીર અકસ્માત છતાં ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.1