જમીન અને પાણીની પાઇપલાઇનના વિવાદમાં કાલોલના મેદાપુરમાં જૂથ અથડામણ: સામસામી ફરિયાદ નોંધાઈ જમીન અને પાણીની પાઇપલાઇનના વિવાદમાં કાલોલના મેદાપુરમાં જૂથ અથડામણ: સામસામી ફરિયાદ નોંધાઈ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મેદાપુર ગામના મોટું ફળિયું વિસ્તારમાં ખેતરમાં પાણીની પાઇપલાઇન અને જમીનના હક બાબતે બે પક્ષો વચ્ચે હિંસક ઝઘડો થતાં કાલોલ પોલીસ મથકે સામસામી બે ફરિયાદો નોંધાઈ છે. આ ઘટના ૨૮ મે ૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ ઘટી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ પાંચ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.પ્રથમ ફરિયાદ પૂનમસિંહ પ્રતાપસિંહ સોલંકીએ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર, તેમના કાકા બળવંતસિંહ ઉદેસિંહ સોલંકી સવારે પોતાના ખેતરમાં ગયા હતા. તે સમયે પાડોશમાં રહેતા ચારૂલતાબેન સોલંકીના ખેતરની પાણીની પાઇપ તૂટી ગઈ હોવાથી તેનું પાણી બળવંતસિંહના ખેતરમાં આવતું હતું. બળવંતસિંહ આ પાઇપ બાંધવા માટે ઘરેથી ટ્યુબનો ટુકડો લઈને પરત આવ્યા ત્યારે ગામની ચાર મહિલાઓએ તેમના પર હુમલો કર્યો હતો.આરોપીઓ: (૧) શકુન્તલાબેન વિક્રમસિંહ સોલંકી, (૨) આનંદીબેન કિશોરસિંહ સોલંકી, (૩) શીતલબેન કિશોરસિંહ સોલંકી અને (૪) ચારૂલતાબેન સિધ્ધરાજસિંહ સોલંકી. ઘટના: આ ચારેય મહિલાઓએ ભેગા મળી બળવંતસિંહને ગાળો આપી નીચે પાડી દીધા હતા. શકુન્તલાબેન અને આનંદીબેને તેમને લાતોથી માર માર્યો હતો, જ્યારે શીતલબેને ડાબા પગે તેમજ બરડાના ભાગે અને ચારૂલતાબેને માથાના ભાગે લાકડી ફટકારી લોહીલુહાણ કરી નાખ્યા હતા. ધમકી: જતાં-જતાં આરોપીઓએ બળવંતસિંહને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત બળવંતસિંહને ૧૦૮ એમ્બુલન્સ મારફતે પ્રથમ કાલોલ રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજા પક્ષની ફરિયાદ: "પાઇપલાઇન ખોદવા બાબતે ના પાડતા લાકડીથી માર માર્યો" હોવાની વિગતે ફરિયાદ નોંધાવી છે સામે પક્ષે ચારૂલતાબેન સિધ્ધરાજસિંહ સોલંકીએ બળવંતસિંહ સોલંકી વિરૂદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેઓ સવારે પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા હતા ત્યારે બળવંતસિંહ ઉદેસિંહ સોલંકી તેમના ખેતરમાં પાણીની પાઇપલાઇન ખોદી રહ્યા હતા.આરોપી: બળવંતસિંહ ઉદેસિંહ સોલંકી.ચારૂલતાબેને પાઇપલાઇન ખોદવા બાબતે પૂછતાં બળવંતસિંહે ઉશ્કેરાઈને કહ્યું કે, "આ ખેતર મારૂં છે, તું અહીંથી બહાર નીકળ" તેમ કહી ગંદી ગાળો આપી હતી. ચારૂલતાબેને ગાળો બોલવાની ના પાડતા બળવંતસિંહે તેમના હાથમાં રહેલી લાકડી ચારૂલતાબેનને કમરના ભાગે મારી દીધી હતી, જેથી તેઓ નીચે પડી ગયા હતા.ચારૂલતાબેને બૂમાબૂમ કરતાં તેમના સાસુ શકુન્તલાબેન, કાકી સાસુ આનંદીબેન અને શીતલબેન વચ્ચે પડીને તેમને વધુ મારથી બચાવ્યા હતા. બળવંતસિંહ પણ ચારૂલતાબેનને ફરી ખેતરમાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત ચારૂલતાબેનને ૧૧૨ સરકારી વાહન દ્વારા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જમીન અને પાણીની પાઇપલાઇનના વિવાદમાં કાલોલના મેદાપુરમાં જૂથ અથડામણ: સામસામી ફરિયાદ નોંધાઈ જમીન અને પાણીની પાઇપલાઇનના વિવાદમાં કાલોલના મેદાપુરમાં જૂથ અથડામણ: સામસામી ફરિયાદ નોંધાઈ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મેદાપુર ગામના મોટું ફળિયું વિસ્તારમાં ખેતરમાં પાણીની પાઇપલાઇન અને જમીનના હક બાબતે બે પક્ષો વચ્ચે હિંસક ઝઘડો થતાં કાલોલ પોલીસ મથકે સામસામી બે ફરિયાદો નોંધાઈ છે. આ ઘટના ૨૮ મે ૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ ઘટી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ પાંચ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.પ્રથમ ફરિયાદ પૂનમસિંહ પ્રતાપસિંહ સોલંકીએ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર, તેમના કાકા બળવંતસિંહ ઉદેસિંહ સોલંકી સવારે પોતાના ખેતરમાં ગયા હતા. તે સમયે પાડોશમાં રહેતા ચારૂલતાબેન સોલંકીના ખેતરની પાણીની પાઇપ તૂટી ગઈ હોવાથી તેનું પાણી બળવંતસિંહના ખેતરમાં આવતું હતું. બળવંતસિંહ આ પાઇપ બાંધવા માટે ઘરેથી ટ્યુબનો ટુકડો લઈને પરત આવ્યા ત્યારે ગામની ચાર મહિલાઓએ તેમના પર હુમલો કર્યો હતો.આરોપીઓ: (૧) શકુન્તલાબેન વિક્રમસિંહ સોલંકી, (૨) આનંદીબેન કિશોરસિંહ સોલંકી, (૩) શીતલબેન કિશોરસિંહ સોલંકી અને (૪) ચારૂલતાબેન સિધ્ધરાજસિંહ સોલંકી. ઘટના: આ ચારેય મહિલાઓએ ભેગા મળી બળવંતસિંહને ગાળો આપી નીચે પાડી દીધા હતા. શકુન્તલાબેન અને આનંદીબેને તેમને લાતોથી માર માર્યો હતો, જ્યારે શીતલબેને ડાબા પગે તેમજ બરડાના ભાગે અને ચારૂલતાબેને માથાના ભાગે લાકડી ફટકારી
લોહીલુહાણ કરી નાખ્યા હતા. ધમકી: જતાં-જતાં આરોપીઓએ બળવંતસિંહને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત બળવંતસિંહને ૧૦૮ એમ્બુલન્સ મારફતે પ્રથમ કાલોલ રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજા પક્ષની ફરિયાદ: "પાઇપલાઇન ખોદવા બાબતે ના પાડતા લાકડીથી માર માર્યો" હોવાની વિગતે ફરિયાદ નોંધાવી છે સામે પક્ષે ચારૂલતાબેન સિધ્ધરાજસિંહ સોલંકીએ બળવંતસિંહ સોલંકી વિરૂદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેઓ સવારે પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા હતા ત્યારે બળવંતસિંહ ઉદેસિંહ સોલંકી તેમના ખેતરમાં પાણીની પાઇપલાઇન ખોદી રહ્યા હતા.આરોપી: બળવંતસિંહ ઉદેસિંહ સોલંકી.ચારૂલતાબેને પાઇપલાઇન ખોદવા બાબતે પૂછતાં બળવંતસિંહે ઉશ્કેરાઈને કહ્યું કે, "આ ખેતર મારૂં છે, તું અહીંથી બહાર નીકળ" તેમ કહી ગંદી ગાળો આપી હતી. ચારૂલતાબેને ગાળો બોલવાની ના પાડતા બળવંતસિંહે તેમના હાથમાં રહેલી લાકડી ચારૂલતાબેનને કમરના ભાગે મારી દીધી હતી, જેથી તેઓ નીચે પડી ગયા હતા.ચારૂલતાબેને બૂમાબૂમ કરતાં તેમના સાસુ શકુન્તલાબેન, કાકી સાસુ આનંદીબેન અને શીતલબેન વચ્ચે પડીને તેમને વધુ મારથી બચાવ્યા હતા. બળવંતસિંહ પણ ચારૂલતાબેનને ફરી ખેતરમાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત ચારૂલતાબેનને ૧૧૨ સરકારી વાહન દ્વારા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- મહુધાના નિઝામપુરમાં GST વિભાગ દ્વારા એક મોટી અને ઓચિંતી કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન તમાકુ ભરેલી ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. આ અચાનક થયેલી કાર્યવાહીના કારણે ખેડા GST વિભાગ ઊંઘતું ઝડપાયું હોવાનું સામે આવ્યું છે, જેનાથી દલાલો અને વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.1
- કાલોલ તાલુકાના ડેરોલગામમાં ગ્રામ પંચાયત હસ્તકનું વર્ષો જૂનું ગ્રામ સેવકનું ક્વાર્ટર અને ઓફિસ કોઈપણ વહીવટી મંજૂરી વિના જે.સી.બી. મશીન વડે તોડી પાડી, તેમાં વપરાયેલ લોખંડ અને બારી-બારણાં ભંગારમાં વેચી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત ફરિયાદ કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. અરજદારો પૈકી ડેપ્યુટી સરપંચ હિમાંશુકુમાર હસમુખભાઈ પરમાર અને તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ લાલસિંગભાઈ ખડીયાનો સમાવેશ થાય છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ ગ્રામ સેવકનું મકાન સારી હાલતમાં હતું અને રિપેરિંગ કરીને તેનો ફરી ઉપયોગ કરી શકાય તેમ હતો. તેમ છતાં, ગત તારીખ ૨૮/૦૫/૨૦૨૬ ને ગુરુવારના રોજ બકરી ઈદની જાહેર રજાના દિવસે વહીવટી તંત્રની કોઈ પણ પૂર્વ મંજૂરી વગર આ સરકારી મકાન તોડી પાડવામાં આવ્યું હતું. અરજદારોએ ગામના સરપંચ, તેમના પતિ રાજેન્દ્રભાઈ બળવંતભાઈ પટેલ અને વોર્ડ નંબર-૭ ના સભ્ય જયવીરસિંહ વિક્રમસિંહ સોલંકી પર પરસ્પર મિલીભગત કરીને આ કૃત્ય આચરવાનો આરોપ મૂક્યો છે. આક્ષેપો મુજબ, મકાન તોડ્યા બાદ તેમાંથી નીકળેલી લોખંડની જાળીઓ, દરવાજા અને સળિયા ભંગારમાં વેચી દઈ નાણાકીય ગેરરીતિ કરવામાં આવી છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરવા અને ત્યાં નવીન હવાડાની ગ્રાન્ટ વાપરવાના બહાને નાણાકીય કૌભાંડ આચરવાના ઈરાદે આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અરજદારોએ આ મામલે કાલોલ તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી (DDO) ગોધરા અને કાલોલ પોલીસ મથકે પણ લેખિત નકલ રવાના કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ મામલે તટસ્થ તપાસ કરી કડક પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો સાથે મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.2
- હાલોલ-વડોદરા હાઈવે પર બાસ્કા સ્થિત 'નિર્માણ પેટ્રોલિયમ' પર જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમે અચાનક દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં સરકારી નિયમોનો ભંગ કરીને પેટ્રોલ પંપ દ્વારા વાહનોને બદલે મોટી કંપનીઓ અને ક્વોરી જેવા કોમર્શિયલ એકમોને બેરલોમાં મોટા પ્રમાણમાં ઇંધણનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. સરકારી નિયમો મુજબ બેરલ કે કારબામાં પેટ્રોલ-ડીઝલ આપવા પર પ્રતિબંધ છે. સામાન્ય ગ્રાહકો અને ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડીને કરવામાં આવતા આ ગેરકાયદેસર વેચાણને કારણે પુરવઠા તંત્ર દ્વારા પેટ્રોલ પંપનું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. વધુ તપાસ માટે પંપના રેકોર્ડ અને CCTVના DVR પણ જપ્ત કરવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીએ અન્ય પેટ્રોલ પંપો અને ઔદ્યોગિક એકમોને પણ કડક ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જો કોઈ પણ જગ્યાએ ઇંધણ ડાયવર્ટ કરવાનું કૌભાંડ પકડાશે, તો તેમની સામે બ્લેક માર્કેટિંગ એક્ટ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.1
- આજે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે કે કેમ, તે અંગે પ્રશ્ન ઊભો થયો છે.1
- બોડેલી નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.1
- વડોદરા શહેરમાં મધ્યરાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેજ હવાના ઝોકાં અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેના કારણે સમગ્ર શહેરમાં વરસાદ શરૂ થયો હતો.1
- છોટાઉદેપુર LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી એક મોટરસાયકલ સાથે બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે.1