logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હાલોલ શહેરમાં અસામાજિક તત્વોની દાદાગીરી અને વારંવાર બનતી મારામારીની ઘટનાઓ વચ્ચે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં, મકાનમાલિક પિતા-પુત્રએ નજીવી બાબતે ભાડુઆત પરિવાર પર હિંસક હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાયત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતા વિજયસિંહ તખતસિંહ રાઠોડ દર મહિને નિયમિત રીતે ભાડું ચૂકવતા હતા અને બે મહિનાનું ભાડું એડવાન્સમાં જમા હતું. તેમ છતાં, ગત સાંજે મકાનમાલિક સુરેશસિંઘે લાઈટ બિલ અને વધારાના એડવાન્સ ભાડાની માંગણી કરી હતી, જેના પગલે મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી. વાત આટલેથી ન અટકતા, થોડીવાર પછી મકાનમાલિક સુરેશસિંઘ પોતાના પુત્ર સચિન સાથે ફરીથી વિજયસિંહના ઘરે ધસી આવ્યા હતા. ત્યાં પુત્ર સચિને હાઈડ્રો પાઇપ વડે વિજયસિંહ રાઠોડ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન, વિજયસિંહના પત્ની અને તેમના પુત્ર અક્ષય રાઠોડ બચાવવા વચ્ચે પડતાં, મકાનમાલિક પિતા-પુત્રએ તેમને પણ બેરહેમીથી માર માર્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ જતાં, હુમલાખોર પિતા-પુત્ર ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિજયસિંહ રાઠોડ અને અક્ષય રાઠોડને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત ભાડુઆતના પુત્ર અક્ષય રાઠોડે હાલોલ ટાઉન પોલીસ મથકે મકાનમાલિક પિતા-પુત્ર સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

2 hrs ago
user_Jasmin B Shah
Jasmin B Shah
Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
2 hrs ago

હાલોલ શહેરમાં અસામાજિક તત્વોની દાદાગીરી અને વારંવાર બનતી મારામારીની ઘટનાઓ વચ્ચે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં, મકાનમાલિક પિતા-પુત્રએ નજીવી બાબતે ભાડુઆત પરિવાર પર હિંસક હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાયત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતા વિજયસિંહ તખતસિંહ રાઠોડ દર મહિને નિયમિત રીતે ભાડું ચૂકવતા હતા અને બે મહિનાનું ભાડું એડવાન્સમાં જમા હતું. તેમ છતાં, ગત સાંજે મકાનમાલિક સુરેશસિંઘે લાઈટ બિલ અને વધારાના એડવાન્સ ભાડાની માંગણી કરી હતી, જેના પગલે મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી. વાત આટલેથી ન અટકતા, થોડીવાર પછી મકાનમાલિક સુરેશસિંઘ પોતાના પુત્ર સચિન સાથે ફરીથી વિજયસિંહના ઘરે ધસી આવ્યા હતા. ત્યાં પુત્ર સચિને હાઈડ્રો પાઇપ વડે વિજયસિંહ રાઠોડ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન, વિજયસિંહના પત્ની અને તેમના પુત્ર અક્ષય રાઠોડ બચાવવા વચ્ચે પડતાં, મકાનમાલિક પિતા-પુત્રએ તેમને પણ બેરહેમીથી માર માર્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ જતાં, હુમલાખોર પિતા-પુત્ર ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિજયસિંહ રાઠોડ અને અક્ષય રાઠોડને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત ભાડુઆતના પુત્ર અક્ષય રાઠોડે હાલોલ ટાઉન પોલીસ મથકે મકાનમાલિક પિતા-પુત્ર સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

More news from Panch Mahals and nearby areas
  • કાલોલ શહેર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગતરોજ મોડી રાત્રીએ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાત્રીના આશરે દોઢ વાગ્યાના સુમારે કડાકા ભડાકા અને ભારે પવનના સુસવાટા સાથે મેઘરાજાની એન્ટ્રી થતાં કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી કાલોલ શહેર સહિત તાલુકાના વિસ્તારો તેમજ રાજ્યના અન્ય અનેક જિલ્લાઓમાં તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે વહેલી સવારે પડેલા વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કાલોલ પંથકના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પણ ભીના બન્યા હતા. ગરમીનો પ્રકોપ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા લોકોને આ વરસાદથી ઘણી રાહત મળી હતી. આ ઉપરાંત, ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે પડેલા વરસાદે સમગ્ર વિસ્તારના વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું, જેનાથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. હવામાનમાં આવેલા આ બદલાવથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે અને આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    1
    કાલોલ શહેર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગતરોજ મોડી રાત્રીએ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાત્રીના આશરે દોઢ વાગ્યાના સુમારે કડાકા ભડાકા અને ભારે પવનના સુસવાટા સાથે મેઘરાજાની એન્ટ્રી થતાં કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે.

છેલ્લા કેટલાક દિવસોથી કાલોલ શહેર સહિત તાલુકાના વિસ્તારો તેમજ રાજ્યના અન્ય અનેક જિલ્લાઓમાં તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે વહેલી સવારે પડેલા વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કાલોલ પંથકના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પણ ભીના બન્યા હતા.

ગરમીનો પ્રકોપ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા લોકોને આ વરસાદથી ઘણી રાહત મળી હતી. આ ઉપરાંત, ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે પડેલા વરસાદે સમગ્ર વિસ્તારના વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું, જેનાથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. હવામાનમાં આવેલા આ બદલાવથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે અને આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    2 hrs ago
  • પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજભાઈ પટેલે એક આગવી પહેલ કરી છે.
    1
    પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજભાઈ પટેલે એક આગવી પહેલ કરી છે.
    user_Maheshsinh Solanki
    Maheshsinh Solanki
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
  • આ સંદેશમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે ખરાબ કાર્યો કર્યા પછી સારા નસીબની અપેક્ષા રાખવી એ મૂર્ખામી છે. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ જે પ્રકારના કર્મો કરશે, તેને તેનું જ ફળ મળશે, જે ક્રિયાઓ અને પરિણામો વચ્ચેના સીધા સંબંધ પર ભાર મૂકે છે.
    1
    આ સંદેશમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે ખરાબ કાર્યો કર્યા પછી સારા નસીબની અપેક્ષા રાખવી એ મૂર્ખામી છે. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ જે પ્રકારના કર્મો કરશે, તેને તેનું જ ફળ મળશે, જે ક્રિયાઓ અને પરિણામો વચ્ચેના સીધા સંબંધ પર ભાર મૂકે છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    11 hrs ago
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GTની લાઇવ ફાઇનલ મેચ ચાલી રહી છે, જેમાં GTના ચાહકો ઉપસ્થિત છે.
    1
    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GTની લાઇવ ફાઇનલ મેચ ચાલી રહી છે, જેમાં GTના ચાહકો ઉપસ્થિત છે.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    1 hr ago
  • હાલોલ-પાવગઢ રોડ પર આવેલા '99 શોપિંગ મોલ' માં એક અનોખી બચાવ કામગીરી સામે આવી હતી. મે મહિનાની 30મી તારીખે શનિવારના રોજ, મોલની અંદર આવેલી એક લોખંડની જાળીમાં એક બિલાડી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. મોલના સ્ટાફ દ્વારા જાળીમાં ફસાયેલી બિલાડીને જોતા જ તાત્કાલિક ધોરણે હાલોલ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજીને ફાયર ટીમ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગભરાયેલી બિલાડીનું સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. બિલાડી લાંબા સમયથી ફસાયેલી હોવાને કારણે ખૂબ જ ગભરાયેલી અને ગુસ્સામાં હતી, જેના કારણે તે કોઈને પણ નજીક આવવા દેતી ન હતી. આવી સ્થિતિમાં ફાયરની ટીમે ભારે કુશળતા અને ધીરજપૂર્વક કામ લીધું હતું. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, બિલાડી હિંસક મૂડમાં હોવાથી તેને ઈજા ન પહોંચે અને ટીમનો કોઈ સભ્ય પણ ઘાયલ ન થાય તે રીતે ઓપરેશન પાર પાડવાનું હતું. અંતે, યોગ્ય અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ફાયર ટીમે ખૂબ જ સાવચેતીપૂર્વક બિલાડીને જાળીમાંથી સુરક્ષિત બહાર કાઢી હતી. જાળીમાંથી મુક્ત થતા જ બિલાડીએ રાહતનો શ્વાસ લીધો હતો અને તેને સુરક્ષિત વાતાવરણમાં છોડી દેવામાં આવી હતી. ફાયર ટીમની આ તત્પરતા અને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનને મોલના સ્ટાફ અને સ્થાનિક લોકોએ બિરદાવ્યું હતું.
    1
    હાલોલ-પાવગઢ રોડ પર આવેલા '99 શોપિંગ મોલ' માં એક અનોખી બચાવ કામગીરી સામે આવી હતી. મે મહિનાની 30મી તારીખે શનિવારના રોજ, મોલની અંદર આવેલી એક લોખંડની જાળીમાં એક બિલાડી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. મોલના સ્ટાફ દ્વારા જાળીમાં ફસાયેલી બિલાડીને જોતા જ તાત્કાલિક ધોરણે હાલોલ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજીને ફાયર ટીમ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગભરાયેલી બિલાડીનું સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી.

બિલાડી લાંબા સમયથી ફસાયેલી હોવાને કારણે ખૂબ જ ગભરાયેલી અને ગુસ્સામાં હતી, જેના કારણે તે કોઈને પણ નજીક આવવા દેતી ન હતી. આવી સ્થિતિમાં ફાયરની ટીમે ભારે કુશળતા અને ધીરજપૂર્વક કામ લીધું હતું. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, બિલાડી હિંસક મૂડમાં હોવાથી તેને ઈજા ન પહોંચે અને ટીમનો કોઈ સભ્ય પણ ઘાયલ ન થાય તે રીતે ઓપરેશન પાર પાડવાનું હતું. અંતે, યોગ્ય અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ફાયર ટીમે ખૂબ જ સાવચેતીપૂર્વક બિલાડીને જાળીમાંથી સુરક્ષિત બહાર કાઢી હતી.

જાળીમાંથી મુક્ત થતા જ બિલાડીએ રાહતનો શ્વાસ લીધો હતો અને તેને સુરક્ષિત વાતાવરણમાં છોડી દેવામાં આવી હતી. ફાયર ટીમની આ તત્પરતા અને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનને મોલના સ્ટાફ અને સ્થાનિક લોકોએ બિરદાવ્યું હતું.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
  • હાલોલ શહેરમાં અસામાજિક તત્વોની દાદાગીરી અને વારંવાર બનતી મારામારીની ઘટનાઓ વચ્ચે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં, મકાનમાલિક પિતા-પુત્રએ નજીવી બાબતે ભાડુઆત પરિવાર પર હિંસક હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાયત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતા વિજયસિંહ તખતસિંહ રાઠોડ દર મહિને નિયમિત રીતે ભાડું ચૂકવતા હતા અને બે મહિનાનું ભાડું એડવાન્સમાં જમા હતું. તેમ છતાં, ગત સાંજે મકાનમાલિક સુરેશસિંઘે લાઈટ બિલ અને વધારાના એડવાન્સ ભાડાની માંગણી કરી હતી, જેના પગલે મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી. વાત આટલેથી ન અટકતા, થોડીવાર પછી મકાનમાલિક સુરેશસિંઘ પોતાના પુત્ર સચિન સાથે ફરીથી વિજયસિંહના ઘરે ધસી આવ્યા હતા. ત્યાં પુત્ર સચિને હાઈડ્રો પાઇપ વડે વિજયસિંહ રાઠોડ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન, વિજયસિંહના પત્ની અને તેમના પુત્ર અક્ષય રાઠોડ બચાવવા વચ્ચે પડતાં, મકાનમાલિક પિતા-પુત્રએ તેમને પણ બેરહેમીથી માર માર્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ જતાં, હુમલાખોર પિતા-પુત્ર ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિજયસિંહ રાઠોડ અને અક્ષય રાઠોડને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત ભાડુઆતના પુત્ર અક્ષય રાઠોડે હાલોલ ટાઉન પોલીસ મથકે મકાનમાલિક પિતા-પુત્ર સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    1
    હાલોલ શહેરમાં અસામાજિક તત્વોની દાદાગીરી અને વારંવાર બનતી મારામારીની ઘટનાઓ વચ્ચે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં, મકાનમાલિક પિતા-પુત્રએ નજીવી બાબતે ભાડુઆત પરિવાર પર હિંસક હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાયત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતા વિજયસિંહ તખતસિંહ રાઠોડ દર મહિને નિયમિત રીતે ભાડું ચૂકવતા હતા અને બે મહિનાનું ભાડું એડવાન્સમાં જમા હતું. તેમ છતાં, ગત સાંજે મકાનમાલિક સુરેશસિંઘે લાઈટ બિલ અને વધારાના એડવાન્સ ભાડાની માંગણી કરી હતી, જેના પગલે મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી.

વાત આટલેથી ન અટકતા, થોડીવાર પછી મકાનમાલિક સુરેશસિંઘ પોતાના પુત્ર સચિન સાથે ફરીથી વિજયસિંહના ઘરે ધસી આવ્યા હતા. ત્યાં પુત્ર સચિને હાઈડ્રો પાઇપ વડે વિજયસિંહ રાઠોડ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન, વિજયસિંહના પત્ની અને તેમના પુત્ર અક્ષય રાઠોડ બચાવવા વચ્ચે પડતાં, મકાનમાલિક પિતા-પુત્રએ તેમને પણ બેરહેમીથી માર માર્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ જતાં, હુમલાખોર પિતા-પુત્ર ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિજયસિંહ રાઠોડ અને અક્ષય રાઠોડને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત ભાડુઆતના પુત્ર અક્ષય રાઠોડે હાલોલ ટાઉન પોલીસ મથકે મકાનમાલિક પિતા-પુત્ર સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.