અરવલ્લી : શામળાજી બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના બાઇકને ટક્કર મારતાં એકનું સ્થળ પર મોત, એક ગંભીર અરવલ્લી : શામળાજી બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના બાઇકને ટક્કર મારતાં એકનું સ્થળ પર મોત, એક ગંભીર શામળાજી નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે બાઇક ચાલકનું મોત, શામળાજી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો શામળાજી નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રતનપુરથી શામળાજી તરફ આવી રહેલી બાઇકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ડિસ્કવર બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા તેમના મિત્રને શરીરે, માથાના ભાગે તથા ડાબો હાથ કપાઈ જતાં અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કડવઠ ગામના વતની અને બાઇક ચાલકના પત્ની વર્ષાબેન મુકેશભાઈ ડોડીયારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજના સુમારે આ અકસ્માત સર્જાયો હતો. શામળાજી બ્રિજ ચઢતાં રતનપુરથી શામળાજી તરફ જતા નેશનલ હાઇવે પરથી વર્ષાબેનના પતિ તેમની ડિસ્કવર બાઇક (GJ-9-AS-1537) લઈને પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વર્ષાબેનના પતિનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા તેમના મિત્ર પ્રભુદાસ મંગળાજી ગામેતીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થવા સાથે ડાબો હાથ કપાઈ ગયો હતો. ઘટના બાદ અજાણ્યો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ BNS ની કલમો તથા એમ.વી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શામળાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.બી. ચૌધરી દ્વારા ફરાર વાહન ચાલકની શોધખોળ અને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
અરવલ્લી : શામળાજી બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના બાઇકને ટક્કર મારતાં એકનું સ્થળ પર મોત, એક ગંભીર અરવલ્લી : શામળાજી બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના બાઇકને ટક્કર મારતાં એકનું સ્થળ પર મોત, એક ગંભીર શામળાજી નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે બાઇક ચાલકનું મોત, શામળાજી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો શામળાજી નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રતનપુરથી શામળાજી તરફ આવી રહેલી બાઇકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ડિસ્કવર બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા તેમના મિત્રને શરીરે, માથાના ભાગે તથા ડાબો હાથ કપાઈ જતાં અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કડવઠ ગામના વતની અને બાઇક ચાલકના પત્ની વર્ષાબેન મુકેશભાઈ ડોડીયારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજના સુમારે આ અકસ્માત સર્જાયો હતો. શામળાજી બ્રિજ ચઢતાં રતનપુરથી શામળાજી તરફ જતા નેશનલ હાઇવે પરથી વર્ષાબેનના પતિ તેમની ડિસ્કવર બાઇક (GJ-9-AS-1537) લઈને પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વર્ષાબેનના પતિનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા તેમના મિત્ર પ્રભુદાસ મંગળાજી ગામેતીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થવા સાથે ડાબો હાથ કપાઈ ગયો હતો. ઘટના બાદ અજાણ્યો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ BNS ની કલમો તથા એમ.વી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શામળાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.બી. ચૌધરી દ્વારા ફરાર વાહન ચાલકની શોધખોળ અને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
- અરવલ્લીમાં રક્ષાબંધનની શ્રધ્ધાભેર ઉજવણી : નારિયેળી પૂનમે પૂજા-અર્ચના સાથે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલી અરવલ્લીમાં રક્ષાબંધનની શ્રધ્ધાભેર ઉજવણી : નારિયેળી પૂનમે પૂજા-અર્ચના સાથે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાંજ તહેવારોના કારણે વાતાવરણ ભક્તિમય બની જાય છે આ માસમાં આવતા તહેવારોનું ઘણું મહત્વ રહ્યું છે જેમાં ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધનનું અનોખું મહત્વ છે બહેન ભાઈ ઉપર કોઈ સંકટ ન આવે તેના રક્ષણ માટે રાખડી બાંધીને પ્રાર્થના કરે છે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ધામધૂમ પૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી બહેનોએ શુભમુહર્તમાં પોતાના લાડકવાયા ભાઈઓના હાથે રાખડી બાંધી તેમની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી રક્ષાબંધનના તહેવારને લઈ વહેલી સવાર થીજ અબાલ વૃદ્ધ સૌકોઈ માં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો બહેનોએ ભાઈઓ માટે બજાર માં મળતી અવનવી યથાશક્તિ મુજબ રાખડીઓ ખરીદી હતી બાળકોમાં લાઈટ અને કાર્ટૂનવાળી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી શુભમુહર્તમાં બહેનોએ ભાઈઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધી હતું ત્યારબાદ ભાઈ પત્નીને પણ નણંદોએ રાખડી બાંધી હતી રક્ષાબંધનમાં કેટલાક મુસ્લિમ ભાઈઓના ઘરે હિન્દૂ બહેનો અને મુસ્લિમ બહેનોએ હિન્દૂ ભાઈઓને ત્યાં રાખડી લઈ રક્ષાબંધનની ભાવપૂર્વક ઉજવણી થતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા શ્રાવણ માસની નારિયેળી પૂનમ બ્રાહ્મણો માટે અનેરૂ મહત્વ ધરાવે છે અને જનોઈ બદલાતા હોય છે લીંભોઈ ગામ અને મોડાસાના ઓધારી મંદિર ખાતે રક્ષાબંધનના પવિત્ર દિવસે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલવાની વિધિ યોજી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ પોતાની જનોઈ પવિત્ર શ્લોક ઉચ્ચારણ અને પૂજા અર્ચન સાથે નવી જનોઈ ધારણ કરી હતી4
- અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે જેલમાં સજા અર્થ રહેલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.. અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી, મોડાસા સબ જેલ ખાતે ગુજરાત જેલ વડાના માર્ગદર્શન હેઠળ મોડાસા સબ જેલ ના જેલર બી. એમ. પારગીના અધ્યક્ષ સ્થાને રક્ષાબંધન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સબ જેલમાં કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જેલમાં રહેલા કેદીઓને રક્ષાબંધન પર્વ ને લઈને બહેનોએ ભાઈઓના લાંબા આયુષ્ય માટે મોડાસા સબ જેલ ખાતે પહોંચી પ્રાર્થના કરી હતી. જેલમાં બંધ ભાઈઓ ને રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેલ વહીવટી તંત્ર નો બહેનોએ આભાર માન્યો હતો.4
- મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના કેદીઓની આંખોમાં ખુશીના આંસુ, જેલ પરિસરમાં જોવા મળ્યું હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય1
- ગુજરાતની દારૂબંધી ને લઈ શું કહ્યું એડવોકેટ, સમાજ સેવક કીર્તિ રાજ પંડ્યાએ. ગુજરાતની દારૂબંધી ને લઈ શું કહ્યું એડવોકેટ, સમાજ સેવક કીર્તિ રાજ પંડ્યાએ.1
- લુણાવાડા ટાઉન પોલીસને મોટી સફળતા: વિદેશી દારૂના કેસમાં ગાડી સહિત રૂ. 32,895/- નો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર વિદેશી દારૂનો કેસ શોધી કાઢવામાં લુણાવાડા ટાઉન પોલીસને મળેલ સફળતા પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન મહીસાગર જિલ્લાનાઓએ પ્રોહી/જુગાર અંગેની અસરકારક કામગીરી કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કમલેશ વસાવા સાહેબ લુણાવાડા વિભાગ, લુણાવાડા નાઓના માર્ગદર્શન હેઠળ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. શ્રી બી.એમ.ચૌધરી સાહેબ નાઓની સુચના આધારે લુણાવાડા ટાઉન પોલીસના માણસો પ્રોહી મુદ્દામાલ અંગેની તપાસમાં રહેલ. જે દરમ્યાન અ.પો.કો. વિલેશકુમાર ફતેસિંહ નાઓને બાતમી મળેલ કે વાંસિયા તળાવ રોડ નજીક એક ઇસમ નામે મોહંમદ તૌકીર રફીક શેખ રહે- વાંસિયા દરવાજા પાસે એક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જતા ગાડીનો ચાલક અમો પોલીસને જોઈને નાસી ગયેલ હોય અને પંચો રૂબરૂ ગાડીના આગળના ભાગે મુકેલ એક વિમલના થેલામાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ જેથી પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા ડીકીમાં તેમજ વિમલના થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા ટીન બીયર ફુલ બોટલ નંગ-૧૯, કિ.રૂ.૨૮૯૫/- તથા બીજો મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૩૨,૮૮૫/- નો મળી આવેલ જે અંગે લુણાવાડા ટાઉન પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલ: ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટીન બીયર - ૧૯ નંગ કિં.રૂ. ૨૮,૯૫/- અને એક એક્ટિવા મળી કુલ રૂ. ૩૨,૮૮૫/-2
- રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો તહેવાર નહીં, સમાજની સુરક્ષા અને એકતાનો સંકલ્પ પણ છે : સામાજિક કાર્યકર તરુણ પટેલ વિજાપુર, તા. 28 : રક્ષાબંધન પ્રેમ અને રક્ષણ સાથે સામાજિક એકતા તથા નાગરિક જવાબદારીનો સંકલ્પ લેવાનો અવસર છે, તેમ સામાજિક કાર્યકર તરુણ પટેલે જણાવ્યું હતું. તરુણ પટેલે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી તાલુકાની જનતાને અપીલ કરી હતી કે કાયદાનું પાલન કરે અને કોઈ ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિ જણાય તો કાયદો હાથમાં લીધા વિના સંબંધિત સત્તાધિકારીઓને જાણ કરે. તેમણે જણાવ્યું હતું કે નાગરિકોની જાગૃતિ, એકતા અને કાયદા પરનો વિશ્વાસ સમાજને સુરક્ષિત બનાવે છે. રક્ષાબંધન નિમિત્તે તેમણે સૌને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વિજાપુરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.1
- નારીયેળી પુનમ એ ખેડબ્રહ્મા અંબીકા માતાજી મંદિર એ કીડીયારુ ઉભરાયુ નારીયેળી પુનમ એ ખેડબ્રહ્મા અંબીકા માતાજી મંદિર એ કીડીયારુ ઉભરાયુ ખેડબ્રહ્મા સ્થિત ઐતિહાસિક અને પવિત્ર શ્રી અંબિકા માતાજી મંદિરે શ્રાવણ શુક્લ પૂનમ આજરોજ 28/08/2026 ને શુક્રવાર(નારિયેળી પૂનમ / રક્ષાબંધન) ના પાવન પર્વે ભક્તોનો ભારે મહેરામણ ઉમટી પડ્યુહતુ. આ દિવસે ગુજરાત તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી અંદાજે 1,00,000 જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી પોતાની જાત ને ધન્ય કરીહતી. આજ મંદિરના દર્શન તથા આરતીનો સમય મા ફેરફાર આ મુજબ રહ્યો હતો મંદિર સવારે સમય: સવારે 6:15 વાગે ખુલ્યુ હતુ મંગલા આરતી: સવારે 6:30 વાગે કરાઈ હતી રાજભોગ: સવારે 11:30 વાગે કરવામા આવ્યો હતો આજરોજ સાંજ ની આરતી: સાંજે 7:00 વાગે કરાસે દર્શનનો સમય: સવારે 6:30 થી રાત્રે 9:45 વાગ્યા સુધી મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહેશે આજરોજ આવનાર યાત્રાળુઓ માટે ટ્રસ્ટીઓ દ્વારાવિશેષ દર્શનની વ્યવસ્થાઓ કરવામા આવી હતી ખેડબ્રહ્મા પોલીસ એ સુરક્ષા અને ટ્રાફિક ની બાબતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ગોઠવ્યો હતો મંદિર પરિસર મા પ્રાઇવેટ સિક્યુરિટી અને સમગ્ર મંદિર પરિસરમાં સીસીટીવી (CCTV) કેમેરાથી સુસજ્જ નિરીક્ષણ હેઠળ વ્યવસ્થાપન કરાયુ હતુ વાહનોના યોગ્ય સુવિધાજનક પાર્કિંગ અને ટ્રાફિક નિયમન માટે વિશેષ આયોજન. આજરોજ નજરે પડ્યુ હતુ યાત્રીકોઆટે પીવાનું પાણી: દર્શનાર્થીઓ માટે મંદિર પરિસરમાં 6 અલગ-અલગ જગ્યાએ ઠંડા પીવાના પાણીની સગવડ. કરાઈ છે આવનારા યાત્રીઓ માટે ભોજન પ્રસાદ: ની ખાસ અલાયદી સેવા ના ભાગ રૂપે માત્ર 20 રૂપીયા ટોકન દરથી શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરાઈ હતી આજરોજ મંદિર શણગાર પાવન પર્વ નિમિત્તે સમગ્ર મંદિરને મનોરમ્ય ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રક્ષાબંધન અને પૂનમના આ શુભ સમન્વયે ભાઈ-બહેન સાથે મળીને માં અંબિકાના ચરણોમાં શીશ નમાવી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.1
- મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડીનો આક્ષેપ - ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડીનો આક્ષેપ - ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી મુકેશ પટેલ અને પત્ની વર્ષાબેન સામે ફરિયાદ, ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ હપ્તામાં રૂપિયા લીધાનો આક્ષેપ અરવલ્લી, મોડાસા : મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મોડાસાના સોનીવાડા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય આર્ચીબેન કડિયાએ મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આશરે ચાર વર્ષ અગાઉ મુકેશભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન સાથે ફરિયાદી પરિવારની ઓળખાણ થઈ હતી. ઓગસ્ટ 2025માં બંને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને મુકેશભાઈએ પોતે સ્પોર્ટ્સ વિભાગમાં અધિકારી તરીકે ઓર્ડર થવાનો હોવાનું જણાવી ફરિયાદીના ભાઈ મિતુલભાઈ તેમજ ફરિયાદીની બે માસીના દીકરાઓને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી.આરોપીઓએ એક વ્યક્તિ દીઠ રૂ.25 લાખ ખર્ચ થશે તેમ કહી ત્રણેય માટે કુલ રૂ.75 લાખની રકમની માંગણી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં એડવાન્સ પેટે રકમ આપ્યા બાદ આરોપીઓ દ્વારા સમયાંતરે વધુ રકમની માંગણી કરવામાં આવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી અને તેના પરિવારજનો દ્વારા અલગ-અલગ તારીખે રોકડ તથા ઓનલાઇન વ્યવહાર મારફતે રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘરેણાં ગીરવે મૂકીને, માતાના દાગીના વેચીને તેમજ સંબંધીઓ અને ઓળખીતાઓના નામે લોન મેળવીને પણ આરોપીઓને રકમ ચૂકવાઈ હોવાનો આક્ષેપ છે. ફરિયાદી દ્વારા પોતાના મંગેતરના નામે લોન કરાવી રૂ.10 લાખ તથા મંગેતરના મિત્રના નામે લોન કરાવી રૂ.14 લાખ મેળવી આરોપીઓને આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીઓ રોકડમાં જ રૂપિયા આપવાનું કહેતા હોવાનું અને ઓનલાઇન વ્યવહાર કરવાથી ઉપરના અધિકારીઓને રૂપિયા આપવાની કામગીરીમાં મુશ્કેલી પડશે તેમ કહેતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમજ પરિવાર સાથે વિશ્વાસ જળવાઈ રહે તે માટે ‘અમો ક્યાં જતા નહીં રહીએ’ અને ‘તું અમારી દીકરી જેવી છે’ તેવી વાતો કરી વિશ્વાસમાં લીધાનો આક્ષેપ કરાયો છે.સમય પસાર થવા છતાં નોકરીના ઓર્ડર ન મળતા ફરિયાદી અને પરિવારજનોએ આરોપીઓ પાસે રૂપિયા પરત માંગ્યા હતા. દરમિયાન 19 જુલાઈ 2026ના રોજ આરોપીઓ પોતાનું મકાન ખાલી કરીને અન્યત્ર જતા રહ્યા હોવાનું પરિવારને જાણવા મળ્યું હતું. બાદમાં શામળાજી રોડ પર આવેલા કિટલી કાફે ખાતે આરોપીઓ મળ્યા હતા. ત્યાં રૂપિયા પરત માંગતા આરોપીઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, રૂ.88 લાખમાંથી રૂ.60 લાખ ઉપરી અધિકારીને આપી દીધા હોવાનું જણાવ્યું હતું અને હાલ પૈસાની સગવડ ન હોવાથી સગવડ થતાં રૂપિયા પરત આપવાની વાત કરી હતી.જોકે આજદિન સુધી રૂપિયા પરત ન મળતા આખરે આર્ચીબેન કડિયા દ્વારા તા.26 ઓગસ્ટ 2026ના રોજ મોડાસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને વર્ષાબેન મુકેશભાઈ પટેલ સામે સરકારી નોકરી અપાવવાના નામે કુલ રૂ.88 લાખ મેળવી નોકરી કે રૂપિયા પરત ન આપી છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ સાથે સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.3