Shuru
Apke Nagar Ki App…
ટેક્સ ચોરીનો ખુલ્લો ખેલ: બડોલીના ગુટકા વેપારીની ઉઘાડી લૂંટ ઈડરના બડોલીમાં ગુટકાનો એક જથ્થાબંધ વેપારી સરકારના નિયમોને ઘોળીને પી રહ્યો છે. બિલ વગરના બેફામ વેચાણ સાથે આ વેપારી GST ચોરી કરવાના ઈરાદે ઓનલાઇન પેમેન્ટ (Google Pay/PhonePe) સ્વીકારવાનો પણ સ્પષ્ટ ઈનકાર કરી રહ્યો છે.એકતરફ સરકાર 'ડિજિટલ ઈન્ડિયા' ને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે આવા લેભાગુ તત્વો સિસ્ટમની મજાક ઉડાવી આર્થિક ગુના આચરી રહ્યા છે. શું જવાબદાર તંત્ર આ ખુલ્લેઆમ થતી ટેક્સ ચોરી સામે કડક કાર્યવાહી કરવાની હિંમત દાખવશે? આવા તત્વો સામે તાત્કાલિક લાલ આંખ કરવી અનિવાર્ય છે.
રીપોર્ટર ધ્રુવ માળી
ટેક્સ ચોરીનો ખુલ્લો ખેલ: બડોલીના ગુટકા વેપારીની ઉઘાડી લૂંટ ઈડરના બડોલીમાં ગુટકાનો એક જથ્થાબંધ વેપારી સરકારના નિયમોને ઘોળીને પી રહ્યો છે. બિલ વગરના બેફામ વેચાણ સાથે આ વેપારી GST ચોરી કરવાના ઈરાદે ઓનલાઇન પેમેન્ટ (Google Pay/PhonePe) સ્વીકારવાનો પણ સ્પષ્ટ ઈનકાર કરી રહ્યો છે.એકતરફ સરકાર 'ડિજિટલ ઈન્ડિયા' ને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે આવા લેભાગુ તત્વો સિસ્ટમની મજાક ઉડાવી આર્થિક ગુના આચરી રહ્યા છે. શું જવાબદાર તંત્ર આ ખુલ્લેઆમ થતી ટેક્સ ચોરી સામે કડક કાર્યવાહી કરવાની હિંમત દાખવશે? આવા તત્વો સામે તાત્કાલિક લાલ આંખ કરવી અનિવાર્ય છે.
More news from ગુજરાત and nearby areas
- ઇડર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા સમ્યક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કુકડિયાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ સપ્તાહ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શ્રી હીરાલાલ હોલ, ઇડર ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે અશ્વિનભાઈ પટેલ (પ્રમુખ, ઉત્તર સાબરકાંઠા કેળવણી મંડળ) હાજર રહ્યા હતા.ત્યારે આ પ્રસંગે બહોળી સંખ્યામાં માતૃભાષા પ્રેમીઓ અને સાહિત્ય રસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાવ્ય પઠનનો રસા સ્વાદ માણ્યો હતો1
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે રામદેવ મહિલા મંડળની બહેનો દ્વારા રામદેવપીર ની મંડળીનું આયોજન કરવામાં આવતાં જશવંતપુરા ગામની રામદેવપીર મંડળી દ્વારા લાંબડીયા ગામે ત્રણ દિવસ સુધી બાબા રામદેવનું આખ્યાન યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી આ મંડળીને નિહાળી બાબા રામદેવ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરેલ ત્રીજા દિવસે આખ્યાન પૂરું થતાં ગામ લોકો દ્વારા રામદેવપીર મંડળી નો આભાર પ્રગટ કરીને વિદાય આપવામાં આવેલ.1
- ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો1
- રણાસણ રેપડી માતાજી મંદિરે મહાશિવરાત્રી ૨ મહોત્સવમાં મહાલઘુરૂદ્ર યજ્ઞ, કાલ ભૈરવ યજ્ઞ, ભંડારા અને ભજન-સત્સંગ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં આવેલ રેપડી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ દરમિયાન શિવ ગોરખ અઘોર અખાડા દ્વારા આયોજિત મહાશિવરાત્રી ૨ મહોત્સવ તથા મહા લઘુરૂદ્ર યજ્ઞ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં હજારો ભક્તો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે ગોરખ ધુણા ખાતે પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધિ પાસે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં મહા લઘુરૂદ્ર યજ્ઞનો આરંભ પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાધુ-સંતો તથા મહેમાનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોને ભક્તિરસનો અનુભવ થયો હતો. છેલ્લા દિવસે સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું હતું. આ મહોત્સવમાં કાલ ભૈરવ યજ્ઞ, પ્રભુનાથજીની સમાધિ તિથિ તથા અઘોરી બાપુના ધુણા સાથે જોડાયેલા તમામ પરંપરાગત વિધિ-વિધાનો પણ સંપન્ન થયા હતા. આયોજનમાં અઘોરી યોગી સાગરનાથ બાપુએ અધ્યક્ષ/પ્રમુખ તરીકે, સાવરીયા શેઠે સનરક્ષક તરીકે અને એડવોકેટ હાર્દિક પટેલ હીરાનાથે ઉપાધ્યક્ષ તરીકે મુખ્ય જવાબદારી નિભાવી હતી. યોગી બાબા સાગરનાથજી તથા માતાજી નિર્મલનાથજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.1
- મોડાસા તાલુકા ના ગાજણ ગામે છેલ્લા છ સાત વર્ષ અગાઉ પાકો રસ્તો બનવ્યો હતૉ. હાલ માં આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જે રોડ ઉપર વારંવાર માર્ગ અને મકાન ધ્વરા ખાડા પેવર કરવા માં આવે છે. ત્યારે ગ્રામ જનો ની લોક માંગ છે કે ગાજણ ગામનો રસ્તો ઝડપી બનાવવા માં આવે તેવી લોક માંગ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006502
- જશવંતપુરા ગામની મંડળી દ્વારા લાંબડીયા ગામે બાબા રામદેવપીર નું આખ્યાન યોજાયું1
- Post by Yusuf Bahai1
- તલોદ તાલુકાના ભાટીયા ગામે ઈંટ ભઠ્ઠા પર કાર્યરત શ્રમિક પરિવારો માટે આરોગ્યલક્ષી સર્વે તથા પ્રાથમિક આરોગ્ય તપાસ અભિયાન યોજાયું હતું. સ્થળ પર હાજર આરોગ્ય ટીમ દ્વારા કામદારો અને તેમના પરિવારજનોની પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા, પોષણ અને રોગ નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ મજૂર વર્ગ સુધી આરોગ્ય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં વસતા અને આરોગ્ય સુવિધાઓથી વંચિત રહેલા શ્રમિક પરિવારોને સ્થળ પર જ સેવા મળી રહે તે દિશામાં સકારાત્મક પહેલ કરવામાં આવી હતી.1