Shuru
Apke Nagar Ki App…
જાંબુઘોડા તાલુકાના જબાન ગામે ભારે વરસાદ માં કોતર પાર કરતા યુવક તણાતા બચ્યો જાંબુઘોડા તાલુકાના જબાન ગામે ભારે વરસાદ માં કોતર પાર કરતા યુવક તણાતા બચ્યો આજુબાજુ થી ગ્રામજનો આવી જતા માનવ સાંકડ બનાવી યુવાન ને બચાવ્યો
OUR JAMBUGHODA
જાંબુઘોડા તાલુકાના જબાન ગામે ભારે વરસાદ માં કોતર પાર કરતા યુવક તણાતા બચ્યો જાંબુઘોડા તાલુકાના જબાન ગામે ભારે વરસાદ માં કોતર પાર કરતા યુવક તણાતા બચ્યો આજુબાજુ થી ગ્રામજનો આવી જતા માનવ સાંકડ બનાવી યુવાન ને બચાવ્યો
More news from ગુજરાત and nearby areas
- જાંબુઘોડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ઘનઘોર વાદળો વચ્ચે ધોધમાર વરસાદથી જળબંબાકાર જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર અને ધમાકેદાર રૂપ ધારણ કરીને વિરામ બાદ ફરી પધરામણી કરી છે. ગત રાત્રિ દરમિયાન પંથકમાં પોણા ત્રણ ઇંચ જેટલો ખાબકેલા વરસાદ બાદ આજે બપોર સુધી વરસાદે વિરામ લીધો હતો. જોકે, બપોરે ૩:૩૦ વાગ્યા પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાઈ આવ્યા હતા, જેના કારણે બપોરના સમયે જ સાંજ જેવો અંધકાર છવાઈ ગયો હતો. અંધારપટ છવાયા બાદ એકાએક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જાંબુઘોડા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદનું જોર એટલું પ્રચંડ હતું કે થોડી જ વારમાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. વરસાદ ને લઇ વિઝિબિલિટી ઘટી જવાથી અને હાઇવે પર થી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાહનોના પૈડાં જ્યાં ને ત્યાં થંભી ગયા હતા. આ ઉપરાંત જાંબુઘોડાના મુખ્ય માર્ગ (મેઇન રોડ) પર નદી વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે રસ્તા કાંઠે આવેલી દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચી જતાં વેપારીઓમાં પણ ચિતિત બન્યા હતા લાંબા વિરામ બાદ મેઘરાજાની આ પ્રકારની તોફાની બેટિંગથી પંથકમાં ચો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.1
- હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે વધુ એક કરુણ ઘટના સામે આવી છે.તા.31 જુલાઈ શુક્રવારના રોજ મોટી ઉભરવાણ ગામે કોતરના વધેલા પાણીમાં તણાઈ જતા 46 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ રેવજીભાઈ કાળુભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના રહેવાસી હતા અને છેલ્લા એક સપ્તાહથી પોતાની બહેનના ઘરે મોટી ઉભરવાણ ગામે રહેતા હતા.ઘટનાના દિવસે રેવજીભાઈ ગામમાં દુકાને સામાન લેવા ગયા હતા. પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે કોતરમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા અને આગળ નાળામાં ફસાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.1
- કાલોલ ખાતે મુશળધાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત કાલોલ નગરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર કાલોલ નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક જનજીવન પર માઠી અસર પડી હતી અચાનક શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા કાર્યાલય પાસે, મહાલક્ષ્મી ચોક, કચેરી રોડ તેમજ મુખ્ય બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનો ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી. નગરના મુખ્ય ચાર રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.2
- છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને NDRFનું ત્વરિત ઓપરેશન: નસવાડીની અશ્વિની નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવકનો આબાદ બચાવ1