Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને NDRFનું ત્વરિત ઓપરેશન: નસવાડીની અશ્વિની નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવકનો આબાદ બચાવ
Chhota udepur view
છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને NDRFનું ત્વરિત ઓપરેશન: નસવાડીની અશ્વિની નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવકનો આબાદ બચાવ
More news from ગુજરાત and nearby areas
- જાંબુઘોડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ઘનઘોર વાદળો વચ્ચે ધોધમાર વરસાદથી જળબંબાકાર જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર અને ધમાકેદાર રૂપ ધારણ કરીને વિરામ બાદ ફરી પધરામણી કરી છે. ગત રાત્રિ દરમિયાન પંથકમાં પોણા ત્રણ ઇંચ જેટલો ખાબકેલા વરસાદ બાદ આજે બપોર સુધી વરસાદે વિરામ લીધો હતો. જોકે, બપોરે ૩:૩૦ વાગ્યા પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાઈ આવ્યા હતા, જેના કારણે બપોરના સમયે જ સાંજ જેવો અંધકાર છવાઈ ગયો હતો. અંધારપટ છવાયા બાદ એકાએક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જાંબુઘોડા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદનું જોર એટલું પ્રચંડ હતું કે થોડી જ વારમાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. વરસાદ ને લઇ વિઝિબિલિટી ઘટી જવાથી અને હાઇવે પર થી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાહનોના પૈડાં જ્યાં ને ત્યાં થંભી ગયા હતા. આ ઉપરાંત જાંબુઘોડાના મુખ્ય માર્ગ (મેઇન રોડ) પર નદી વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે રસ્તા કાંઠે આવેલી દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચી જતાં વેપારીઓમાં પણ ચિતિત બન્યા હતા લાંબા વિરામ બાદ મેઘરાજાની આ પ્રકારની તોફાની બેટિંગથી પંથકમાં ચો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.1
- સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદનું માહોલ સર્જાયો.. યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ ખાતે આવતા યાત્રિકોને સતત સાવચેતી રાખી સલામત અને સુરક્ષિત રહેવા તંત્ર સહિત માં કાલિકા માતા મંદિર ટ્રસ્ટની અપીલ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- કાલોલ ખાતે મુશળધાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત કાલોલ નગરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર કાલોલ નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક જનજીવન પર માઠી અસર પડી હતી અચાનક શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા કાર્યાલય પાસે, મહાલક્ષ્મી ચોક, કચેરી રોડ તેમજ મુખ્ય બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનો ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી. નગરના મુખ્ય ચાર રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.2
- છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને NDRFનું ત્વરિત ઓપરેશન: નસવાડીની અશ્વિની નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવકનો આબાદ બચાવ1