logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરના ખીલાતરવાડા વિસ્તારમાં આવેલા પ્રાચીન કંકેશ્વરી માતાજીના મંદિરે 121મા પાટોત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને મંદિર પરિસર 'જય માતાજી'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. પાટોત્સવ નિમિત્તે મંદિરને આકર્ષક લાઇટિંગ, રંગબેરંગી ફૂલો અને પરંપરાગત શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમોના ભાગરૂપે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ, મહાપૂજા અને માતાજીના રાજોપચાર પૂજન સંપન્ન થયા હતા. આ યજ્ઞમાં યજમાન તરીકે હરેશકુમાર શંકરલાલ ઠાકર રહ્યા હતા, જ્યારે મહાપ્રસાદના દાતા તરીકે કાશ્મીરાબેન ઠાકર બન્યા હતા. દિવસભર ચાલેલા વિવિધ ધાર્મિક આયોજનોમાં ભક્તોએ મોટી સંખ્યામાં જોડાઈને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાંજના સમયે મંદિર પરિસરથી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળી હતી, જે ખીલાતરવાડા, મેતા ઓળ, મંડી બજાર, ધર્મચકલા, ખારપાડાના મહાડ, નિશાળચકલા અને પથ્થરપોળ જેવા વિસ્તારોમાંથી પસાર થઈ હતી. નગરયાત્રા દરમિયાન ભક્તોએ ઠેર-ઠેર પુષ્પવર્ષા કરીને માતાજીનું સ્વાગત કર્યું હતું. યાત્રા પૂર્ણ થયા બાદ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોટી સંખ્યામાં ભાવિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

22 hrs ago
user_Anil Ramanuj
Anil Ramanuj
Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
22 hrs ago
bfd67eda-fd71-42f9-b444-564b8ca04cb5

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરના ખીલાતરવાડા વિસ્તારમાં આવેલા પ્રાચીન કંકેશ્વરી માતાજીના મંદિરે 121મા પાટોત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને મંદિર પરિસર 'જય માતાજી'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. પાટોત્સવ નિમિત્તે મંદિરને આકર્ષક લાઇટિંગ, રંગબેરંગી ફૂલો અને પરંપરાગત શણગારથી

b4d18fbd-83a1-4d5c-929b-8aa6975c746b

સુશોભિત કરવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમોના ભાગરૂપે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ, મહાપૂજા અને માતાજીના રાજોપચાર પૂજન સંપન્ન થયા હતા. આ યજ્ઞમાં યજમાન તરીકે હરેશકુમાર શંકરલાલ ઠાકર રહ્યા હતા, જ્યારે મહાપ્રસાદના દાતા તરીકે કાશ્મીરાબેન ઠાકર બન્યા હતા. દિવસભર ચાલેલા વિવિધ ધાર્મિક આયોજનોમાં ભક્તોએ મોટી સંખ્યામાં જોડાઈને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાંજના સમયે મંદિર પરિસરથી

c9cc7a89-b7bb-415b-b226-e9cd375934a5

માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળી હતી, જે ખીલાતરવાડા, મેતા ઓળ, મંડી બજાર, ધર્મચકલા, ખારપાડાના મહાડ, નિશાળચકલા અને પથ્થરપોળ જેવા વિસ્તારોમાંથી પસાર થઈ હતી. નગરયાત્રા દરમિયાન ભક્તોએ ઠેર-ઠેર પુષ્પવર્ષા કરીને માતાજીનું સ્વાગત કર્યું હતું. યાત્રા પૂર્ણ થયા બાદ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોટી સંખ્યામાં ભાવિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

More news from ગુજરાત and nearby areas
  • સિદ્ધપુરમાં ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક પરંપરાનું પ્રતિક ગણાતી ભગવાન ગોવિંદ માધવની 83મી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે સિદ્ધપુર પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા માર્ગ પર ભવ્ય ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગમાર્ચ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે. આ ફ્લેગમાર્ચમાં પાટણ ડીવાયએસપી, સિદ્ધપુર ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, જીઆરડી, હોમગાર્ડ અને અન્ય સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ફ્લેગમાર્ચ ગોવિંદ માધવ મંદિરથી પ્રારંભ થઈને ખારપાડાનો મહાડ, મંડી બજાર, નિશાળ ચકલો, પથ્થરપુર, ખીલા તરવાડો, આલવાનો ચોક, વેદવાળાનો મહાડ, કાલા ભટ્ટનો મહાડ, પસવાદલ પોલ, રુદ્ર મહાલય, મંડી બજાર અને સરસ્વતી નદી વિસ્તાર સહિતના સમગ્ર નિર્ધારિત રૂટ પરથી પસાર થઈને ફરી ગોવિંદ માધવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. સંપૂર્ણ ચાંદીના ભવ્ય રથમાં નીકળતી ભગવાન ગોવિંદ માધવની આ નગરયાત્રા દેશભરમાં અનોખું સ્થાન ધરાવે છે અને તે ભારતની આવી એકમાત્ર રથયાત્રા હોવાનું માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, ભાઈચારો અને પરસ્પર સૌહાર્દ જાળવીને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
    2
    સિદ્ધપુરમાં ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક પરંપરાનું પ્રતિક ગણાતી ભગવાન ગોવિંદ માધવની 83મી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે સિદ્ધપુર પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા માર્ગ પર ભવ્ય ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગમાર્ચ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે.

આ ફ્લેગમાર્ચમાં પાટણ ડીવાયએસપી, સિદ્ધપુર ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, જીઆરડી, હોમગાર્ડ અને અન્ય સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ફ્લેગમાર્ચ ગોવિંદ માધવ મંદિરથી પ્રારંભ થઈને ખારપાડાનો મહાડ, મંડી બજાર, નિશાળ ચકલો, પથ્થરપુર, ખીલા તરવાડો, આલવાનો ચોક, વેદવાળાનો મહાડ, કાલા ભટ્ટનો મહાડ, પસવાદલ પોલ, રુદ્ર મહાલય, મંડી બજાર અને સરસ્વતી નદી વિસ્તાર સહિતના સમગ્ર નિર્ધારિત રૂટ પરથી પસાર થઈને ફરી ગોવિંદ માધવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.

સંપૂર્ણ ચાંદીના ભવ્ય રથમાં નીકળતી ભગવાન ગોવિંદ માધવની આ નગરયાત્રા દેશભરમાં અનોખું સ્થાન ધરાવે છે અને તે ભારતની આવી એકમાત્ર રથયાત્રા હોવાનું માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, ભાઈચારો અને પરસ્પર સૌહાર્દ જાળવીને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    6 min ago
  • પાટણના રાધનપુર એપીએમસી ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કૃષિ-સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ત્રિવિધ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ખેડૂતોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે બનાસ બેંકની નવી શાખા, કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ અને ઓપન ઓક્શન શેડ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ અવસરે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં લેવામાં આવી રહેલા નિર્ણયો રાજ્યના કૃષિ વિકાસને નવી ગતિ આપી રહ્યા છે. આ સાથે જ કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ આ વિસ્તારના ખેડૂતો દ્વારા ઊભા કરવામાં આવેલા વિકાસના પ્રેરણાદાયી મોડેલની વિશેષ પ્રશંસા કરી હતી.
    1
    પાટણના રાધનપુર એપીએમસી ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કૃષિ-સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ત્રિવિધ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ખેડૂતોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે બનાસ બેંકની નવી શાખા, કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ અને ઓપન ઓક્શન શેડ ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

આ અવસરે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં લેવામાં આવી રહેલા નિર્ણયો રાજ્યના કૃષિ વિકાસને નવી ગતિ આપી રહ્યા છે. આ સાથે જ કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ આ વિસ્તારના ખેડૂતો દ્વારા ઊભા કરવામાં આવેલા વિકાસના પ્રેરણાદાયી મોડેલની વિશેષ પ્રશંસા કરી હતી.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    3 hrs ago
  • બનાસકાંઠાના સુઈગામ ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં પાણી અને રસ્તાની ગંભીર સમસ્યાને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો. બેઠક દરમિયાન એક અરજદારે મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ આ મુદ્દે અત્યંત ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક લોકો વર્ષોથી પાણી અને રસ્તાની સુવિધાથી વંચિત હોવાની ફરિયાદ કરતા અરજદારે તંત્રને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, 'તમારાથી થતું હોય તો કરો, નહીં તો અમે પાકિસ્તાન જઈએ.' અરજદારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ઉગ્ર માંગણી કરી હતી.
    1
    બનાસકાંઠાના સુઈગામ ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં પાણી અને રસ્તાની ગંભીર સમસ્યાને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો. બેઠક દરમિયાન એક અરજદારે મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ આ મુદ્દે અત્યંત ઉગ્ર રજૂઆત કરી હતી.

સ્થાનિક લોકો વર્ષોથી પાણી અને રસ્તાની સુવિધાથી વંચિત હોવાની ફરિયાદ કરતા અરજદારે તંત્રને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, 'તમારાથી થતું હોય તો કરો, નહીં તો અમે પાકિસ્તાન જઈએ.' અરજદારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ઉગ્ર માંગણી કરી હતી.
    user_BANAS TV HD
    BANAS TV HD
    Classified ads newspaper publisher ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • બનાસકાંઠાના દિયોદર ખાતે ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા એક વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જગદંબા ટ્રસ્ટ સંચાલિત અનાથાલયના બાળકો માટે આ કાર્યક્રમ અંતર્ગત સ્વરૂચી ભોજન અને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પહેલ ડૉ. રાકેશભાઈ અખાણી અને પ્રફુલભાઈ અખાણીના સૌજન્યથી સંપન્ન થઈ હતી.
    4
    બનાસકાંઠાના દિયોદર ખાતે ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા એક વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જગદંબા ટ્રસ્ટ સંચાલિત અનાથાલયના બાળકો માટે આ કાર્યક્રમ અંતર્ગત સ્વરૂચી ભોજન અને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પહેલ ડૉ. રાકેશભાઈ અખાણી અને પ્રફુલભાઈ અખાણીના સૌજન્યથી સંપન્ન થઈ હતી.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • સુઈગામ ખાતે યોજાયેલી સંકલન બેઠક દરમિયાન પાણી અને રસ્તાના ગંભીર મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ત્યાં હાજર અધિકારીઓ સમક્ષ એક અરજદારે વર્ષોથી વણઉકેલ્યા રહેલા આ પ્રશ્નો અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અરજદારે સ્થાનિક લોકોને પડતી હાલાકીનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ ઠાલવ્યો હતો કે, "તમારાથી થતું હોય તો કરો, નહીં તો અમે પાકિસ્તાન જઈએ." અરજદારે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાઓનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ છે. તેમણે સરકાર અને સંબંધિત વિભાગો પાસે તાત્કાલિક કામગીરીની માંગ કરી હતી. આ રજૂઆત બાદ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ આ પ્રશ્નો અંગે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
    1
    સુઈગામ ખાતે યોજાયેલી સંકલન બેઠક દરમિયાન પાણી અને રસ્તાના ગંભીર મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ત્યાં હાજર અધિકારીઓ સમક્ષ એક અરજદારે વર્ષોથી વણઉકેલ્યા રહેલા આ પ્રશ્નો અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અરજદારે સ્થાનિક લોકોને પડતી હાલાકીનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ ઠાલવ્યો હતો કે, "તમારાથી થતું હોય તો કરો, નહીં તો અમે પાકિસ્તાન જઈએ."

અરજદારે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાઓનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ છે. તેમણે સરકાર અને સંબંધિત વિભાગો પાસે તાત્કાલિક કામગીરીની માંગ કરી હતી. આ રજૂઆત બાદ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ આ પ્રશ્નો અંગે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • રાધનપુરમાં સહકાર અને સમૃદ્ધિના એક નવા પ્રકરણની શરૂઆત કરતા એક ભવ્ય લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ (APMC), રાધનપુરના સંકુલમાં બનાસ બેંકની માર્કેટયાર્ડ રાધનપુર શાખાના નવા મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે જ APMCના વિવિધ અદ્યતન ભવનોનું પણ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
    1
    રાધનપુરમાં સહકાર અને સમૃદ્ધિના એક નવા પ્રકરણની શરૂઆત કરતા એક ભવ્ય લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ (APMC), રાધનપુરના સંકુલમાં બનાસ બેંકની માર્કેટયાર્ડ રાધનપુર શાખાના નવા મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે જ APMCના વિવિધ અદ્યતન ભવનોનું પણ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    4 hrs ago
  • દિયોદર તાલુકાના ઈસરવા નજીક પુરપાટ ઝડપે જતી એક કાર અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચાલક યુવકનું મોત નીપજ્યું છે. અકસ્માતનો ભોગ બનેલો આ યુવક દિયોદર તાલુકાના મેસરા ગામનો રહેવાસી અને નાગજીભાઈ ભુવાજીનો દીકરો હતો. તે પોતાની ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે સ્પીડ વધુ હોવાને કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા કાર સીધી ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા જ આસપાસથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    1
    દિયોદર તાલુકાના ઈસરવા નજીક પુરપાટ ઝડપે જતી એક કાર અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચાલક યુવકનું મોત નીપજ્યું છે. અકસ્માતનો ભોગ બનેલો આ યુવક દિયોદર તાલુકાના મેસરા ગામનો રહેવાસી અને નાગજીભાઈ ભુવાજીનો દીકરો હતો. તે પોતાની ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે સ્પીડ વધુ હોવાને કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા કાર સીધી ઝાડ સાથે અથડાઈ ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માત સર્જાતા જ આસપાસથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    user_વાધેલા પાંચાજી આર
    વાધેલા પાંચાજી આર
    Farmer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.