logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તાપી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સોમગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ કમોસમી વરસાદને કારણે કેરી, શાકભાજી અને અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

1 hr ago
user_NEWS 74 INDIA
NEWS 74 INDIA
Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
1 hr ago

તાપી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સોમગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ કમોસમી વરસાદને કારણે કેરી, શાકભાજી અને અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • ગરમી અને ભેજથી કંટાળેલા સુરતવાસીઓને વહેલી સવારે મેઘરાજાએ મોટી રાહત આપી છે. શહેરના લીંબાયત વિસ્તારમાં વહેલી સવારે અચાનક આવેલા વરસાદી ઝાપટાંથી વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હળવાથી મધ્યમ વરસાદે શહેરના ઘણા વિસ્તારોને ભીંજવી દીધા છે, જેને કારણે લોકોને આકરા તાપ અને ગરમીથી ચોમાસા પૂર્વેની રાહત મળી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
    1
    ગરમી અને ભેજથી કંટાળેલા સુરતવાસીઓને વહેલી સવારે મેઘરાજાએ મોટી રાહત આપી છે. શહેરના લીંબાયત વિસ્તારમાં વહેલી સવારે અચાનક આવેલા વરસાદી ઝાપટાંથી વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હળવાથી મધ્યમ વરસાદે શહેરના ઘણા વિસ્તારોને ભીંજવી દીધા છે, જેને કારણે લોકોને આકરા તાપ અને ગરમીથી ચોમાસા પૂર્વેની રાહત મળી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ ફ્રોડના એક મોટા નેટવર્ક પર પ્રહાર કરતા આસામના ગુવાહાટી ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશનમાં કરોડો દેશવાસીઓને નિશાન બનાવતા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટના બે સાયબર ઠગો, ઇજાજુલ હક જલાલુદ્દીન અને મુઝફર અલી સમસુલ હક, ને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનું સંચાલન પાકિસ્તાનથી થઈ રહ્યું હતું. આ ઠગ ટોળકી સોશિયલ મીડિયા પર લોકોને 'કોન બનેગા કરોડપતિ' (KBC) માં રૂ. 25 લાખ અને રૂ. 8 લાખની મોટી લોટરી લાગી હોવાની લાલચ આપતી હતી. રજીસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જ અને ટેક્સના નામે ભોગ બનનાર પાસેથી રૂ. 13.51 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. વાંચકો અને ભોગ બનનારનો ભરોસો જીતવા માટે આ ગુનેગારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના લોગોવાળા નકલી લેટરપેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના બનાવટી ચેક અને ભારત સરકારના લોગોવાળા મોહર મારેલા સ્ટેમ્પ પેપર વોટ્સએપ પર મોકલતા હતા, અને ભોગ બનનારને આવેલા તમામ કોલ્સ પાકિસ્તાની વોટ્સએપ નંબરોથી ઓપરેટ થતા હતા. સાયબર સેલની વિગતવાર તપાસમાં જાણવા મળ્યું છે કે છેતરપિંડીના નાણાં આસામના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. મુખ્ય આરોપી ઇજાજુલ હકે માત્ર 1% કમિશન માટે પોતાનું એકાઉન્ટ મુઝફર અલીને આપ્યું હતું, જેણે આગળ 2% કમિશનના નામે આ એકાઉન્ટ મુખ્ય ફરાર આરોપીઓને સોંપ્યું હતું. આ એકાઉન્ટ્સમાંથી એટીએમ અને ચેક દ્વારા રોકડા નાણાં ઉપાડી લેવાતા હતા. આ ગેંગ સામે પોરબંદરના કુતિયાણા અને ઝારખંડમાં પણ ફરિયાદો નોંધાયેલી છે, જેમાં કુલ રૂ. 28.68 લાખના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.
    1
    સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ ફ્રોડના એક મોટા નેટવર્ક પર પ્રહાર કરતા આસામના ગુવાહાટી ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશનમાં કરોડો દેશવાસીઓને નિશાન બનાવતા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટના બે સાયબર ઠગો, ઇજાજુલ હક જલાલુદ્દીન અને મુઝફર અલી સમસુલ હક, ને ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનું સંચાલન પાકિસ્તાનથી થઈ રહ્યું હતું. આ ઠગ ટોળકી સોશિયલ મીડિયા પર લોકોને 'કોન બનેગા કરોડપતિ' (KBC) માં રૂ. 25 લાખ અને રૂ. 8 લાખની મોટી લોટરી લાગી હોવાની લાલચ આપતી હતી. રજીસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જ અને ટેક્સના નામે ભોગ બનનાર પાસેથી રૂ. 13.51 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. વાંચકો અને ભોગ બનનારનો ભરોસો જીતવા માટે આ ગુનેગારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના લોગોવાળા નકલી લેટરપેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના બનાવટી ચેક અને ભારત સરકારના લોગોવાળા મોહર મારેલા સ્ટેમ્પ પેપર વોટ્સએપ પર મોકલતા હતા, અને ભોગ બનનારને આવેલા તમામ કોલ્સ પાકિસ્તાની વોટ્સએપ નંબરોથી ઓપરેટ થતા હતા.

સાયબર સેલની વિગતવાર તપાસમાં જાણવા મળ્યું છે કે છેતરપિંડીના નાણાં આસામના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. મુખ્ય આરોપી ઇજાજુલ હકે માત્ર 1% કમિશન માટે પોતાનું એકાઉન્ટ મુઝફર અલીને આપ્યું હતું, જેણે આગળ 2% કમિશનના નામે આ એકાઉન્ટ મુખ્ય ફરાર આરોપીઓને સોંપ્યું હતું. આ એકાઉન્ટ્સમાંથી એટીએમ અને ચેક દ્વારા રોકડા નાણાં ઉપાડી લેવાતા હતા. આ ગેંગ સામે પોરબંદરના કુતિયાણા અને ઝારખંડમાં પણ ફરિયાદો નોંધાયેલી છે, જેમાં કુલ રૂ. 28.68 લાખના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Press advisory અડાજણ, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને ‘ભરોસા’ જેન્ડર અને POSH એક્ટ જેવા કાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ માહિતી સત્રમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    1
    સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને ‘ભરોસા’ જેન્ડર અને POSH એક્ટ જેવા કાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ માહિતી સત્રમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    6 hrs ago
  • પ્રાથમિક શિક્ષક મહાસંધ દ્વારા સુરતમાં વસ્તી ગણતરીના કાર્યને લઈને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઉધના ખાતે આવેલા ઝાંસી કી રાણી ગાર્ડનમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા હતા અને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. શિક્ષકોને તેમના ઘર અને શાળાથી 7 કિલોમીટરથી લઈને 21 કિલોમીટર સુધી દૂરના બ્લોક વસ્તી ગણતરીના કાર્ય માટે ફાળવવામાં આવ્યા છે, જેના કારણે શિક્ષકો મૂંઝવણમાં છે કે તેઓ શાળાનું કામ કરે કે વસ્તી ગણતરીનું કાર્ય સંભાળે.
    1
    પ્રાથમિક શિક્ષક મહાસંધ દ્વારા સુરતમાં વસ્તી ગણતરીના કાર્યને લઈને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઉધના ખાતે આવેલા ઝાંસી કી રાણી ગાર્ડનમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા હતા અને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. શિક્ષકોને તેમના ઘર અને શાળાથી 7 કિલોમીટરથી લઈને 21 કિલોમીટર સુધી દૂરના બ્લોક વસ્તી ગણતરીના કાર્ય માટે ફાળવવામાં આવ્યા છે, જેના કારણે શિક્ષકો મૂંઝવણમાં છે કે તેઓ શાળાનું કામ કરે કે વસ્તી ગણતરીનું કાર્ય સંભાળે.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • સુરત ગ્રામ્ય જિલ્લાની પલસાણા પોલીસ અને એલ.સી.બી. ટીમે સંયુક્ત કામગીરી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં અલગ-અલગ જગ્યાઓએ મકાનોમાં બારી-દરવાજાની ગ્રીલ તોડીને કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા. આ બનાવોને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા હતા.
    1
    સુરત ગ્રામ્ય જિલ્લાની પલસાણા પોલીસ અને એલ.સી.બી. ટીમે સંયુક્ત કામગીરી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં અલગ-અલગ જગ્યાઓએ મકાનોમાં બારી-દરવાજાની ગ્રીલ તોડીને કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા. આ બનાવોને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા હતા.
    user_NEWS 74 INDIA
    NEWS 74 INDIA
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ નોમ્સ અનુસાર ₹૩.૬૦ કરોડના ખર્ચે એક અત્યાધુનિક પોસ્ટમોર્ટમ રૂમનું નિર્માણ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે આ નવા સેન્ટરમાં 'પોસ્ટમોર્ટમ એક્સ-રે'ની વિશેષ સુવિધા પણ શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ સુવિધા પીજીના વિદ્યાર્થીઓ માટે સંશોધન હેતુસર અત્યંત ઉપયોગી સાબિત થશે.
    4
    સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ નોમ્સ અનુસાર ₹૩.૬૦ કરોડના ખર્ચે એક અત્યાધુનિક પોસ્ટમોર્ટમ રૂમનું નિર્માણ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે આ નવા સેન્ટરમાં 'પોસ્ટમોર્ટમ એક્સ-રે'ની વિશેષ સુવિધા પણ શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ સુવિધા પીજીના વિદ્યાર્થીઓ માટે સંશોધન હેતુસર અત્યંત ઉપયોગી સાબિત થશે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન છેતરપિંડી સામે એક મોટી સફળતા મેળવી છે, જ્યાં તેમણે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા એક મોટા લોટરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનથી સંચાલિત થતા અને ભારતના નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતા 'કૌન બનેગા કરોડપતિ' (KBC) ફ્રોડના કેસમાં સંડોવાયેલા બે ગઠ્ઠિયાઓને પોલીસે આસામથી ઝડપી પાડ્યા છે. આ ઠગ ટોળકીએ સુરતના એક રહેવાસીને કરોડો રૂપિયાની લોટરી લાગ્યાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. સાયબર સેલની તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ ફરિયાદીને ફોન કરીને KBC અંતર્ગત રૂ. ૮,૫૦,૦૦૦ અને રૂ. ૨૫ લાખની બમ્પર લોટરી લાગી હોવાનું જણાવ્યું હતું. આ મોટી રકમ મેળવવા માટે પ્રોસેસિંગ ફી અને ટેક્સના નામે ફરિયાદીનો વિશ્વાસ જીતી, તેમના બેંક ખાતામાંથી કુલ રૂ. ૧૩,૫૧,૪૫૦ જુદા જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદીને શંકા ન જાય તે માટે, ઠગબાજોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના બોગસ ચેક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના નકલી લેટર પેડ સહિતના સરકારી મહોરવાળા દસ્તાવેજો વોટ્સએપ દ્વારા મોકલ્યા હતા. સુરત શહેર સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આસામ રાજ્યના ગુવાહાટીથી લગભગ ૧૪૦ કિલોમીટર દૂર આવેલા નગાઉ ડિસ્ટ્રિક્ટ અને કોચગાવ ખાતે સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે સ્થાનિક સ્તરે સઘન રેકી કરીને જુદા જુદા સ્થળોએ છાપા મારીને ઇજાજુલ હક અને મુજફર અલી નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર કૌભાંડના તાર સરહદ પાર પાકિસ્તાનથી જોડાયેલા છે, જ્યાં બેઠેલા આકાઓ નાણાકીય વ્યવહારોનું સંચાલન કરતા હતા. હાલ સુરત સાયબર પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધી કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.
    1
    સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન છેતરપિંડી સામે એક મોટી સફળતા મેળવી છે, જ્યાં તેમણે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા એક મોટા લોટરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનથી સંચાલિત થતા અને ભારતના નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતા 'કૌન બનેગા કરોડપતિ' (KBC) ફ્રોડના કેસમાં સંડોવાયેલા બે ગઠ્ઠિયાઓને પોલીસે આસામથી ઝડપી પાડ્યા છે.

આ ઠગ ટોળકીએ સુરતના એક રહેવાસીને કરોડો રૂપિયાની લોટરી લાગ્યાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. સાયબર સેલની તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ ફરિયાદીને ફોન કરીને KBC અંતર્ગત રૂ. ૮,૫૦,૦૦૦ અને રૂ. ૨૫ લાખની બમ્પર લોટરી લાગી હોવાનું જણાવ્યું હતું. આ મોટી રકમ મેળવવા માટે પ્રોસેસિંગ ફી અને ટેક્સના નામે ફરિયાદીનો વિશ્વાસ જીતી, તેમના બેંક ખાતામાંથી કુલ રૂ. ૧૩,૫૧,૪૫૦ જુદા જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદીને શંકા ન જાય તે માટે, ઠગબાજોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના બોગસ ચેક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના નકલી લેટર પેડ સહિતના સરકારી મહોરવાળા દસ્તાવેજો વોટ્સએપ દ્વારા મોકલ્યા હતા.

સુરત શહેર સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આસામ રાજ્યના ગુવાહાટીથી લગભગ ૧૪૦ કિલોમીટર દૂર આવેલા નગાઉ ડિસ્ટ્રિક્ટ અને કોચગાવ ખાતે સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે સ્થાનિક સ્તરે સઘન રેકી કરીને જુદા જુદા સ્થળોએ છાપા મારીને ઇજાજુલ હક અને મુજફર અલી નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર કૌભાંડના તાર સરહદ પાર પાકિસ્તાનથી જોડાયેલા છે, જ્યાં બેઠેલા આકાઓ નાણાકીય વ્યવહારોનું સંચાલન કરતા હતા. હાલ સુરત સાયબર પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધી કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Press advisory અડાજણ, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જેમાં વૃદ્ધ મહિલાના કાન કાપીને ઘરેણાં લૂંટનારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓની ધરપકડ સાયલા અને માળિયા-મિયાણામાંથી કરવામાં આવી છે. આ ઘટના 26/05/2026ના રોજ વેલંજામાં બની હતી, જ્યાં એક વૃદ્ધ મહિલાને ધમકી આપીને કાનની બૂટી લૂંટી લેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં રિતિક સંજયભાઈ કાવિથિયા અને કાજલબેન જોગિન્દ્ર શર્મા નામની મહિલાની ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે તેમની પાસે પૈસા ન હોવાથી તેઓ કામધંધા માટે રિક્ષા લઈને એક મહિલા સાથે સુરત આવ્યા હતા. સુરતમાં રહેવા માટે રૂમ ન મળતા તેઓ ખુલ્લામાં રહી રહ્યા હતા. વૃદ્ધ મહિલા રિક્ષામાં બેસતાં જ આરોપીઓએ તેમની બૂટી છીનવી લીધી હતી, જેના કારણે ફરિયાદકર્તાને ઈજાઓ પણ થઈ હતી. પકડાયેલા આરોપી રિતિકભાઈનો ગુનાહિત ઇતિહાસ પણ છે, તેમની વિરુદ્ધ ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ કેસ નોંધાયેલા છે. આ ધરપકડ દ્વારા સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ડીસીપી, ડીસીબી ભાવેશ રોઝિયાએ આ અંગે માહિતી આપી હતી.
    1
    સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જેમાં વૃદ્ધ મહિલાના કાન કાપીને ઘરેણાં લૂંટનારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓની ધરપકડ સાયલા અને માળિયા-મિયાણામાંથી કરવામાં આવી છે. આ ઘટના 26/05/2026ના રોજ વેલંજામાં બની હતી, જ્યાં એક વૃદ્ધ મહિલાને ધમકી આપીને કાનની બૂટી લૂંટી લેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં રિતિક સંજયભાઈ કાવિથિયા અને કાજલબેન જોગિન્દ્ર શર્મા નામની મહિલાની ધરપકડ કરી છે.

આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે તેમની પાસે પૈસા ન હોવાથી તેઓ કામધંધા માટે રિક્ષા લઈને એક મહિલા સાથે સુરત આવ્યા હતા. સુરતમાં રહેવા માટે રૂમ ન મળતા તેઓ ખુલ્લામાં રહી રહ્યા હતા. વૃદ્ધ મહિલા રિક્ષામાં બેસતાં જ આરોપીઓએ તેમની બૂટી છીનવી લીધી હતી, જેના કારણે ફરિયાદકર્તાને ઈજાઓ પણ થઈ હતી.

પકડાયેલા આરોપી રિતિકભાઈનો ગુનાહિત ઇતિહાસ પણ છે, તેમની વિરુદ્ધ ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ કેસ નોંધાયેલા છે. આ ધરપકડ દ્વારા સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ડીસીપી, ડીસીબી ભાવેશ રોઝિયાએ આ અંગે માહિતી આપી હતી.
    user_SKT NEWS
    SKT NEWS
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.