ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026” અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ગ્રુપની અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનું શાળા પરિવાર, SMC સભ્યો, ગ્રામજનો, બાળકો અને વાલીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને અને ઢોલ-શરણાઈના સથવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને લાયઝન અધિકારી કિશનભાઈ નાયકા ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરક હાજરીમાં અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળામાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 માં કુલ 14 નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો, જ્યારે ભીલપુર ગ્રુપ શાળામાં કુલ 11 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ નવપ્રવેશિત બાળકોને શૈક્ષણિક કીટ, પાઠ્યપુસ્તકો અને કુમકુમ તિલક કરીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. શૈક્ષણિક કીટમાં નોટબુક અને વાર્તા પુસ્તિકા સહિતની સામગ્રીનો સમાવેશ થતો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ, જેમાં બાળકોએ “બેટી બચાવો” અને “વૃક્ષારોપણ” જેવા વિષયો પર વક્તવ્ય આપ્યા હતા, તથા મહાનુભાવોનું સ્વાગત પુસ્તક આપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગત વર્ષમાં CET, NMMS, જ્ઞાનસાધના પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ, ધોરણ 3 થી 8 માં પ્રથમ ત્રણ ક્રમે આવેલા બાળકો, તેમજ 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શાળાને દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરાયું હતું. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, “પ્રવેશોત્સવ એ સરકારી કાર્યક્રમ ન રહેતા હવે જનભાગીદારી સાથેનો સમાજોત્સવ બની ગયો છે.” કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રીએ શાળા પરિસરની મુલાકાત લીધી હતી અને શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમણે SMC સભ્યો સાથે બેઠક યોજી શાળા વિકાસ અંગે ચર્ચા કરી, જ્યાં SMC સભ્યોએ શાળાના શિક્ષકોની મહેનત અને નિયમિતતાની પ્રશંસા કરી. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ, CRC કો-ઓર્ડિનેટર હિરેનભાઈ પંચાલ, SMC સભ્યો, ગામના આગેવાનો, દાતાઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ શિક્ષક પ્રવિણકુમાર પટેલિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી, આમ છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈનની હાજરીમાં અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક અને ભીલપુર પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉલ્લાસમય રીતે ઉજવાયો હતો.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026” અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ગ્રુપની અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનું શાળા પરિવાર, SMC સભ્યો, ગ્રામજનો, બાળકો અને વાલીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને અને ઢોલ-શરણાઈના સથવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને લાયઝન અધિકારી કિશનભાઈ નાયકા ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરક હાજરીમાં અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળામાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 માં કુલ 14 નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો, જ્યારે ભીલપુર ગ્રુપ શાળામાં કુલ 11 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ
નવપ્રવેશિત બાળકોને શૈક્ષણિક કીટ, પાઠ્યપુસ્તકો અને કુમકુમ તિલક કરીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. શૈક્ષણિક કીટમાં નોટબુક અને વાર્તા પુસ્તિકા સહિતની સામગ્રીનો સમાવેશ થતો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ, જેમાં બાળકોએ “બેટી બચાવો” અને “વૃક્ષારોપણ” જેવા વિષયો પર વક્તવ્ય આપ્યા હતા, તથા મહાનુભાવોનું સ્વાગત પુસ્તક આપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગત વર્ષમાં CET, NMMS, જ્ઞાનસાધના પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ, ધોરણ 3 થી 8 માં પ્રથમ ત્રણ ક્રમે આવેલા બાળકો, તેમજ 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શાળાને દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરાયું હતું. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું
હતું કે, “પ્રવેશોત્સવ એ સરકારી કાર્યક્રમ ન રહેતા હવે જનભાગીદારી સાથેનો સમાજોત્સવ બની ગયો છે.” કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રીએ શાળા પરિસરની મુલાકાત લીધી હતી અને શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમણે SMC સભ્યો સાથે બેઠક યોજી શાળા વિકાસ અંગે ચર્ચા કરી, જ્યાં SMC સભ્યોએ શાળાના શિક્ષકોની મહેનત અને નિયમિતતાની પ્રશંસા કરી. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ, CRC કો-ઓર્ડિનેટર હિરેનભાઈ પંચાલ, SMC સભ્યો, ગામના આગેવાનો, દાતાઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ શિક્ષક પ્રવિણકુમાર પટેલિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી, આમ છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈનની હાજરીમાં અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક અને ભીલપુર પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉલ્લાસમય રીતે ઉજવાયો હતો.
- તારીખ 23 જૂન, 2026, મંગળવારના રોજ, લીમખેડા તાલુકાના જેતપુર ગામે આવેલી લાડપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 9 નવા ઓરડાના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત બપોરે 12:30 કલાક સુધીમાં સંપન્ન થયો હતો. આ ભૂમિપૂજન દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ ભાભોર, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ આગેવાનો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળા પરિવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં આ નવા ઓરડાના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ અને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર વધુ મજબૂત બને તથા વિદ્યાર્થીઓને આધુનિક ભૌતિક સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપસ્થિત મહાનુભાવોએ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આધુનિક સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ શક્ય બનશે તેના મહત્વ પર ભાર મૂક્યો હતો.1
- વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. પાલિકાની વિવિધ વોર્ડ કચેરીઓ અને મુખ્ય કચેરી ખાતે છેલ્લા 8 થી 9 વર્ષથી પ્રમાણિકતાપૂર્વક ફરજ બજાવતા 80 થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને, ખાસ કરીને સૌથી મહત્વના ગણાતા કેશ વિભાગમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને, આગામી મહિનાથી નોકરી પર ન આવવા માટેનું ફરમાન સંભળાવી દેવામાં આવતા કર્મચારી આલમમાં ભારે ફફડાટ અને રોષ વ્યાપી ગયો છે. આ આક્રોશિત કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી હતી ત્યારે પણ તેમણે ફરજ નિભાવી હતી, તેમ છતાં વહીવટી તંત્ર તેમની સાથે માત્ર 'યુઝ એન્ડ થ્રો' (વાપરો અને ફેંકો) ની નીતિ અપનાવી રહ્યું છે. આ મામલે કર્મચારીઓએ પાલીતાણાના ડેપ્યુટી કમિશનર, ચેરમેન અને પાલિકાના પદ અધિકારીઓને રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓ દ્વારા તેમને યોગ્ય જવાબ ન આપતા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, તેઓ ભલે કોઈને પણ રજૂઆત કરે, તેમને નોકરી પર પાછા લેવામાં આવશે નહીં. આથી નારાજ અને ગુસ્સે ભરાયેલા તમામ કર્મચારીઓ આજે કમાટીબાગ ગેટ નંબર બે ખાતે એકઠા થયા હતા અને તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે વહીવટી તંત્ર પાસેથી તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત લેવાની માંગ કરી હતી.1
- રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોને સંડોવતા એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. જંગલ ખાતાની જમીનના વિવાદ સંબંધિત એક મામલામાં વન અધિકારી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.1
- વડોદરાના તાંદલજા વિસ્તારમાં મકરંદ દેસાઈ રોડ પર આવેલા અલ મક્કા ખાતેની દુકાન નંબર-22 પર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.1
- વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા મકરંદ દેસાઈ રોડ પરની અલ મક્કા ખાતેની દુકાન નંબર-22 પર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી.1
- આજે, મંગળવાર, તારીખ 23/06/2026 ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં, ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે પાટવેલ ગ્રુપ ગ્રામ પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત રાજ્ય મંત્રી રમેશ કટારાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવું પંચાયત ભવન ગ્રામીણ વિકાસ અને જનસુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર આ આધુનિક પંચાયત ભવનમાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી અને સુલભ રીતે મળી રહેશે. નવા ભવનના નિર્માણથી ગ્રામ પંચાયતની કામગીરી વધુ અસરકારક બનશે, જેનાથી લોકોને ઝડપી સેવાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર વિકાસના કાર્યો અને કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે અને ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરી રહી છે. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.1
- રાજ્વીરસિંહ સિંધા પર થયેલા જીવલેણ હુમલાના કેસની તપાસના ભાગરૂપે, પોલીસે ઘટના સ્થળે ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન પોલીસ સાથે બે આરોપીઓ પણ હાજર હતા.1
- ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજા સંબંધી આદેશ વડોદરા મધ્ય જેલ ખાતે રવાના કરવામાં આવ્યા છે.1