Shuru
Apke Nagar Ki App…
##@hosakta hai ese#@????
Eagle.47999
##@hosakta hai ese#@????
More news from ગુજરાત and nearby areas
- Post by Nareandrasinh Rathod4
- વિજાપુરના ખરોડમાં ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા સહિતના આગેવાનોની હાજરીમાં ગણેશ મુહૂર્ત સાથે ચૂંટણી માર્ગદર્શન ભવ્ય કાર્યક્રમ મહેસાણા: વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની આગામી ચૂંટણીની તૈયારીઓને લઈને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. ખરોડ ૨૦ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર નિતીનભાઈ સી. પટેલ, ખરોડ ૧૨ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અશોકજી હીરાજી ઠાકોર, બામણવા સીટના ઉમેદવાર મોહનસિંહ ચૌહાણ, ફુદેરા સીટના ઉમેદવાર નેહાબેન સુથાર અને જંત્રાલ સીટના ઉમેદવાર શ્રી પ્રહલાદજી ઠાકોર તથા રણશીપુર સીટના ઉમેદવાર વર્ષાબેન પટેલને ભાજપના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ અવસરે વિજાપુર વિધાનસભાના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ અને વિજયભાઈ પટેલ તથા હાલના ખરોડ સરપંચ ધીરૂભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઉમેદવારોને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમમાં બપોરે ૫ વાગે ગણેશ મુહૂર્ત કરીને ઉમેદવારોને આગામી ચૂંટણી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ ઉમેદવારોને વિકાસના કાર્યોને આગળ વધારવા અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોની સમસ્યાઓના નિવારણ માટે સતત પ્રયાસ કરવાની સલાહ આપી હતી. સ્થાનિક કાર્યકર્તાઓ અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ ભાજપની મજબૂત સંગઠનાત્મક તાકાત અને આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં વિજયના સંકલ્પને દર્શાવે છે.1
- Post by Gautam Patel1
- વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ – આ છે ભાજપ સરકારની સાચી સેવા અને સંવેદના.”જ્યાં અન્ય સરકારો માત્ર વચનો આપે છે, ત્યાં ભાજપ સરકાર વિધવા બહેનોના જીવનમાં સાચો સહારો બને છે.”ગરીબ અને નિરાધાર બહેનો માટે આશાનો કિરણ – ભાજપ સરકારનું વિકાસ મોડેલ.”1
- ખેડબ્રહ્મા તાલુકામાં ખેડૂતોએ અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નિમિત્તે ખેતીના કાર્યોનો શુભારંભ કર્યો હતો. પરંપરાગત રીતે હળ જોડીને અને ખેતીના ઓજારોની પૂજા કરીને ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિધિવત પૂજા-અર્ચના કરી હતી. પરંપરાગત હળ ઉપરાંત આધુનિક ખેતીના સાધન એવા ટ્રેક્ટરોની પણ સામૂહિક પૂજા કરવામાં આવી હતી. આ રીતે ખેડૂતોએ નવા કૃષિ વર્ષ માટે શુભ મુહૂર્ત કર્યું હતું. અખાત્રીજ એ હિન્દુ ધર્મનો અત્યંત શુભ અને પવિત્ર તહેવાર છે. ગુજરાતના ખેડૂતો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે તેઓ આ દિવસે ધરતી માતાનું પૂજન કરીને નવા વર્ષના ખેતીકાર્યોની શરૂઆત કરે છે. વૈશાખ સુદ ત્રીજના આ દિવસે કરેલા દાન, પુણ્ય અને શુભ કાર્યોનું ફળ 'અક્ષય' (જેનો ક્યારેય નાશ ન થાય તેવું) રહે છે તેવી માન્યતા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને ગંગાજી પૃથ્વી પર અવતર્યા હતા.4
- ખેડામા 17 વર્ષીય સગીરાના ગેંગરેપ કેસમાં 9 આરોપી, 8 ઝડપાયા; પોલીસનું રિ-કંટ્રકશન . ખેડા એસ. પી. વિજયભાઈ પટેલ ની પ્રતિક્રિયા1
- ખેડબ્રહ્મામાં બજરંગ દળ દ્વારા સરદાર ચોક ખાતે પૂતળા દહન: નાશિક TCS ઘટનાના વિરોધમાં જેહાદી માનસિકતાનો વિરોધ કરી શુત્રોચાર કરી પુતળા નુ દહન કર્યુ હતુ ખેડબ્રહ્મામાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સંગઠન દ્વારા નાશિકની TCS કંપનીમાં બનેલી ઘટનાના વિરોધમાં પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ 18 એપ્રિલ, 2026 ના રોજ સાંજે 6:15 કલાકે ખેડબ્રહ્માના સરદારચોક ખાતે યોજાયો હતો સંગઠન દ્વારા આ વિરોધ પ્રદર્શનને 'જેહાદી માનસિકતા' વિરુદ્ધનું પગલું ગણાવવામાં આવ્યું હતુ. મહારાષ્ટ્રના નાશિકમાં TCS કંપનીમાં બનેલી ઘટનાને આ વિરોધનું મુખ્ય કારણ દર્શાવવામાં આવ્યું છે.ખેડબ્રહ્મા બજરંગ દળના જિલ્લા સંયોજક અને સહસંયોજક દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના પ્રખંડનાવિભાગ મંત્રી દીપેશભાઈ પટેલ બજરંગ દળ વિભાગ સંયોજક શેખરભાઈ ભાટ પ્રાંત ધર્માચાર્ય પ્રદીપભાઈ ખરાદિ જિલ્લા સંયોજક કૌશિકભાઈ રાવલ સહ સંયોજક ધ્રુવીલભાઈ જોશી મનનભાઈ વોરા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને આ પૂતળા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ દીકરીઓ પણ હાજર રહી શુત્રો ચાર કર્યા હતા4
- ધંધુકામાં ખેલાયો લોહિયાળ ખેલ! ફાટી નીકળી હિંસા; દુકાનો-વાહનો સળગાવ્યા, યુવકનું સામે આવ્યું નામ ધંધુકા શહેરમાં એક યુવાનની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પગલે પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. જોકે, હાલ સ્થિતિ કાબૂમાં છે અને મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે. ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવકના બંને ભાઈઓ પોલીસ દળમાં ફરજ બજાવે છે. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુવાનની હત્યાના વિરોધમાં ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો. ટોળા દ્વારા કેટલીક દુકાનોમાં આગચંપી કરવામાં આવી હતી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. હિંસા ફાટી નીકળતા જ વેપારીઓએ ડરના માર્યા પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ભય અને અજંપાભર્યો માહોલ જોવા મળ્યો હતો. પોલીસની કડક કાર્યવાહી અને અટકાયત સ્થિતિ વણસતા જિલ્લા પોલીસ વડા (SP) ઓમપ્રકાશ જાટ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યાના કેસમાં રીઝવાન નામના મુખ્ય આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. શહેરમાં SOG, LCB અને અન્ય પોલીસ મથકોની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તોડફોડ અને આગચંપી કરનારા તત્વોને સીસીટીવી ફૂટેજ દ્વારા ઓળખી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. હાલમાં આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- ઉધના રેલ્વે સ્ટેશન પર અફરાતફરી નો માહોલ સર્જાયો પોલીસે લાઠીચાર્જ કરી વતન જવાની ઉતાવળ કે મોતની સવારી? ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા માટે મુસાફરોની પડાપડી!1