Shuru
Apke Nagar Ki App…
GOVIND Aazad
More news from ગુજરાત and nearby areas
- Post by Digital Media Times 24/71
- જામનગર તા.૧૭, ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૫થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે1
- બ્રેકિંગ જસદણ.. જસદણ સીમ વિસ્તારમાં સિંહ બાદ હવે દીપડાના નાં ધામા જસદણ તાલુકાના ભડલી સનાળા રોડ પર દીપડાનો દેખાડો ભડલી વાડી વિસ્તારમાં દિપડો દેખાયો ખેડુતો માં ફફડાટ વ્યાપી ગયો હતો આંબરડી કાસલોલીયા વિસ્તારમાં સિંહ નાં ધામા ભડલી વિસ્તારમાં દીપડો દેખાતાં વાડીમાં રહેતાં ખેડુતો એ સાવધાની રાખવી રાત્રે એકબીજા ને ફોન કરી ખેડુતો એ સાવચેતી રાખવી ધટના સ્થળે વનવિભાગ ની ટીમ દોડી ગઈ હતી દીપડો જોવા લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા4
- વિશ્વ માતૃભાષા નિમિત્તે - ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના સયુંકત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ - ૨૦૨૬ *મળી માતૃભાષા મને ગુજરાતી* વિષય પર વ્યાખ્યાન તા.૧૮/૨/૨૬ ના રોજ આશ્રય ઘર , નવ નાળા પાસે બોટાદ ખાતે યોજાયુ કાર્યકમ નો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ દીપ પ્રગટન થી કરવામાં આવેલ.સ્વાગત પ્રવચન જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ડો.પ્રશાંત ભાઈ કળથીયા એ કરેલ. ઉપસ્થિતિ મહાનુભાવો નુ પુસ્તક અર્પણ કરી અભિવાદન કરેલઆ મહોત્સવ ડો. ભાગ્યેશજા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના માર્ગદર્શન અને પ્રેરણા તળે યોજાયો મહોત્સવ માં વક્તા તરીકે નરેન્દ્ર ભાઈ જોશી (બાલ વાર્તાકાર અને હાસ્ય કલાકાર) અને સંજય ભાઈ મકવાણા (સાહિત્યકાર) ઉપસ્થિતિ રહી ગુજરાતી ભાષા ની સમૃદ્ધિ અને મહત્વ ઉજાગર કરવા શોર્ય,લોકગીતો,વાર્તાઓ,કવિતાઓ,છંદ અને હાસ્યનો ખજાનો પ્રસ્તુત કરી પ્રેક્ષકો ના મન હરી લીધા આ કાર્યકમ ના અતિથિ પદે જાયન્ટ્સ ફેડરેશન ના પદાધિકારીઓ કેતન ભાઈ રોજેસરા ગ્રીન મેન સી.એલ. ભીકડીયા,નિલેશ ભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડો.એલ. જી.બદ્રકિયા જાયન્ટસ સભ્યો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા સમગ્ર કાર્યક્રમ નુ સુચારૂ સંચાલન સેક્રેટરી દર્શન ભાઈ પટેલે અને આભારવિધિ કમલેશ ભાઈ દવે એ કરેલ. છેલ્લે રાષ્ટ્ર ગીત નુ સમૂહગાન કરી અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- * આ કાર્યકમ ના અતિથિ પદે જાયન્ટ્સ ફેડરેશન ના પદાધિકારીઓ કેતન ભાઈ રોજેસરા , ગ્રીન મેન સી.એલ. ભીકડીયા ,નિલેશ ભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડો.એલ. જી.બદ્રકિયા , જાયન્ટસ સભ્યો ,નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા.1
- Post by Jadeja bhupat sinh Satubha1
- ઉપલેટા મામલતદાર તેમજ તંત્ર દ્વારા ગણોદ ગામમા વાડી વિસ્તાર મા બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરાઈ ઉપલેટા મામલતદાર તેમજ તંત્ર દ્વારા પાંચ બુલડોઝર તેમજ પાંચ રોટાવેટર લઈ ગણોદ ગામમા ધામા ઉપલેટા તંત્ર દ્વારા ગણોદ ગામે ખેતી વિસાયક જમીન તેમજ ગેરકાયદેસર વાડા કરેલ તંત્ર દ્વારા રોટાવેટર તેમજ બુલડોઝર ફેરવી દેવાયેલ ઉપલેટા ના ગણોદ ગામે સરકાર હસ્તક ની સર્વ નંબર 784 પૈકી ની જમીન ઉપર 31 દબાણ કારો દ્વારા દબાણ કરાયેલ ઉપલેટા મામલતદાર દ્વારા નોટિસ આપીયા બાદ પણ જમીન ખાલી નો કરાતા ઉપલેટા મામલતદાર ટિમ દ્વારા દબાણ દૂર કરાયું ધોરાજી નાયબ કલેકટર ઉપલેટા મામલતદાર રેવન્યુ સ્ટાફ પોલીસ સ્ટાફ સાથે જેસીબી રોટાવેટર ફેરવી દબાણ દૂર કરાયું દબાણ કર્તા ઓએ સરકારી જમીન ઉપર ઘઉં નું વાવેતર કરેલ હોઈ તંત્ર દ્વારા રોટાવેટર ફેરવીદેવાયું ઉપલેટા તંત્ર દ્વારા ગણોદ મા સરકારી કુલ જમીન હેં 48-01-01 ચો. મી. (300 વીઘા થી વધુ જમીન ઉપર નું દબાણ દૂર કરાયું ઉપલેટા તંત્ર દ્વારા 17 કરોડ થી વધુની કિંમત ની જમીન ખાલી કરવાઈ ઉપલેટા મામલતદાર દ્વારા દબાણ કારો ને 4.42.030 રૂપિયા નો દંડ ફટકારેલ બાઈટ... નિખિલ મહેતા મામલતદાર ઉપલેટા3
- બોટાદ ના શિક્ષણ જગત મા લાંચનરૂપ ઘટનાઆરોપી દિનેશ ભુવા પોલીસ હીરાસત માં બોટાદ શહેર ના શિક્ષણ જગત માં લાંચનરૂપ ઘટના બનવા પામી છે. જ્યાં શિક્ષક પોતાની દીકરી સમાન વિધાર્થીની ને ભણતર ના પાઠ ભણવાના બદલે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથક પહોંચતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે પોસ્કો, એટ્રોસિટી સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી ની હવાલાત માં ધકેલી દીધો છે. મળતી વિગત મુજબ ગોકુલ મેડિકલ વાળા ખાંચા માં આવેલ કે. એમ. એન દોશી પ્રા. શાળા ના આચાર્ય દિનેશ પ્રસોત્તમ ભુવા એ ગઈ કાલે સગીર વય ની વિદ્યાર્થીની ઓફિસ માં કાતર લેવા ગઈ ત્યારે હાથ પકડી ને કહ્યું કે તું આવતા વર્ષે કોમર્સ આં સ્કૂલ માં ભણીશ પછી કમર પર હાથ રાખી ને કહ્યું કે 'તું મને પ્રોમિસ કર કે તું આવતા વર્ષે પણ અહીં ભણીશ ' ત્યારબાદ ઓફિસ બહાર નીકળી બીજી વિદ્યાર્થીની ને આવાત કહેતા તેની સાથે આવી ઘટના બન્યા નું જણાવ્યું હતું. ત્યાર સગીર વય ની વિદ્યાર્થીની એ તેના વાલી ને કહેતા વાલી એ સ્કૂલ જય ને સી સી. તી. વી. ના ફૂટેજ માંગતા આચાર્ય દિનેશ ભુવા વાલી ને પણ મન ફાવે તેમ જ્ઞાતિ વિશે અપમાનિત કરેલ આથી સગીર વય ની વિદ્યાર્થીની ના વાલી એ બોટાદ પોલીસ મથક દિનેશ ભુવા વિરુદ્ધ પોસ્કો, છેડતી સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસ ગુન્હો નોંધી આરોપી દિનેશ ભુવા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1