વલસાડમાં બેંક ઓફ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI) દ્વારા આયોજિત 31 દિવસીય લઘુ ઉદ્યોગ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ તાલીમનો લાભ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા યુવક-યુવતીઓએ ઉત્સાહપૂર્વક લીધો હતો, જેને યુવાઓને સ્વરોજગાર માટે આધુનિક તાલીમ પૂરી પાડી હતી. સંસ્થાએ તાલીમાર્થીઓને રહેવા અને જમવાની મફત સુવિધા પૂરી પાડી હતી, જેનાથી દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓને વિશેષ ફાયદો થયો હતો. DST ટ્રેનર શ્રી નૈતિક જાદવ દ્વારા બેઝિકથી લઈને એડવાન્સ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેમાં હલ્દી શૂટ, કાર લોન્ચ શૂટ, નાઇટ શૂટ અને સિનેમેટિક શૂટ જેવા વિવિધ પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, તાલીમાર્થીઓને કમ્યુનિકેશન સ્કિલ, કસ્ટમર ડીલિંગ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને બેન્કિંગ ક્ષેત્રની ઉપયોગી માહિતી પણ અપાઈ હતી, જેથી તેઓ સ્વરોજગાર ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે. તા. 20-06-2026ના રોજ યોજાયેલા વેલિડેશન કાર્યક્રમમાં ચીફ મેનેજર અનામિકા મેડમ, ડિરેક્ટર આકાશ કોઠારી, DST ટ્રેનર નૈતિક જાદવ, એસેસર રોહિત પાઢીયાર, ભીખુ પટેલ, ચૈતાલી પટેલ, રૂમાના બાંદી અને બૃજલ પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપન સમયે, તમામ સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમ "કૌશલ્ય સાથે સ્વરોજગાર તરફ એક મજબૂત પગલું" સાબિત થયો હતો.

- પુણે વિસ્તારમાં આવેલા આઈમાતા રોડ પર મોડી રાત્રે એક ઘટના બની હતી, જ્યાં રસ્તા પર ચાલી રહેલી એક ક્રેન અચાનક દીવાલ સાથે અથડાઈ ગઈ.1
- સુરતમાં અંધશ્રદ્ધાના નામે દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે સિંગણપોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા નરેશ ચૌહાણ નામના એક ભૂવાની ધરપકડ કરી છે. આ ભૂવો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને પોતાને માતાજીના સેવક તરીકે રજૂ કરતો હતો અને લોકોને છેતરતો હતો. પોલીસે અંધશ્રદ્ધાના ઓઠા હેઠળ આચરવામાં આવેલા આ દુષ્કર્મ બદલ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.1
- સુરત સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટની સુવિધાના અભાવે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કેસ પેપર બારી અને એક્સ-રે વિભાગમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ન હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. દર્દીઓ જ્યારે 20, 50, 100 કે 200 રૂપિયાની નોટ લઈને જાય છે, ત્યારે ઓપરેટરો છૂટા પૈસાની માંગણી કરે છે.1
- વલસાડમાં બેંક ઓફ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI) દ્વારા આયોજિત 31 દિવસીય લઘુ ઉદ્યોગ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ તાલીમનો લાભ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા યુવક-યુવતીઓએ ઉત્સાહપૂર્વક લીધો હતો, જેને યુવાઓને સ્વરોજગાર માટે આધુનિક તાલીમ પૂરી પાડી હતી. સંસ્થાએ તાલીમાર્થીઓને રહેવા અને જમવાની મફત સુવિધા પૂરી પાડી હતી, જેનાથી દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓને વિશેષ ફાયદો થયો હતો. DST ટ્રેનર શ્રી નૈતિક જાદવ દ્વારા બેઝિકથી લઈને એડવાન્સ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેમાં હલ્દી શૂટ, કાર લોન્ચ શૂટ, નાઇટ શૂટ અને સિનેમેટિક શૂટ જેવા વિવિધ પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, તાલીમાર્થીઓને કમ્યુનિકેશન સ્કિલ, કસ્ટમર ડીલિંગ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને બેન્કિંગ ક્ષેત્રની ઉપયોગી માહિતી પણ અપાઈ હતી, જેથી તેઓ સ્વરોજગાર ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે. તા. 20-06-2026ના રોજ યોજાયેલા વેલિડેશન કાર્યક્રમમાં ચીફ મેનેજર અનામિકા મેડમ, ડિરેક્ટર આકાશ કોઠારી, DST ટ્રેનર નૈતિક જાદવ, એસેસર રોહિત પાઢીયાર, ભીખુ પટેલ, ચૈતાલી પટેલ, રૂમાના બાંદી અને બૃજલ પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપન સમયે, તમામ સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમ "કૌશલ્ય સાથે સ્વરોજગાર તરફ એક મજબૂત પગલું" સાબિત થયો હતો.1
- સુરતના પાલ RTO સર્કલ વિસ્તારમાં રસ્તાની ખરાબ હાલતને કારણે SMCની BRTS ઇલેક્ટ્રિક બસ રસ્તામાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે, જેનાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક રાહદારી દ્વારા આ ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કરીને WhatsApp દ્વારા મોકલવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ પસાર થઈ રહી હતી ત્યારે રસ્તાનો એક ભાગ બેસી જતાં બસનું પૈડું ખાડામાં ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં લાંબા સમયથી રસ્તાની સમસ્યા યથાવત છે. વરસાદી માહોલ અને માર્ગના અધૂરા સમારકામને લીધે વાહનચાલકો માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. શહેરમાં વિવિધ વિકાસ કાર્યો ચાલી રહ્યા હોવા છતાં, માર્ગોની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર દ્વારા બસને બહાર કાઢવા અને ટ્રાફિક વ્યવસ્થા ફરીથી સ્થાપિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક નાગરિકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો દરમિયાન માર્ગોની ગુણવત્તા અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.1