logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પર્યાવરણની રક્ષા માટે ધોરાજીના ભાદર કેનાલ વિસ્તારમાં થોડા દિવસો પહેલા ગેરકાયદેસર રીતે ત્રણ જેટલા લીલાં બાવળો કાપી નાખવાની ઘટના સામે આવ્યા બાદ વન વિભાગે લાલ આંખ કરી છે. સરકારી મિલકત અને કુદરતી સંપત્તિ પર ત્રાટકેલા આ તત્વોને પકડી પાડવા માટે ધોરાજીના મહિલા ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યા અને તેમની ટીમે ચક્રો ગતિમાન કર્યા હતા, જેના પગલે જૂનાગઢના ૫ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગની સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ બાવળો કાપીને જૂનાગઢના અલગ-અલગ ગામોમાં વેચી દેવામાં આવ્યા હતા. વન વિભાગે ગણતરીના દિવસોમાં જ આ ગુનામાં સંડોવાયેલા કુલ ૫ આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની સામે વન સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગેરકાયદેસર કટીંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીને વન વિભાગ દ્વારા રૂપિયા ૬૦,૦૦૦ની વસૂલાત કરવામાં આવી છે.

11 hrs ago
user_Alpesh trivedi
Alpesh trivedi
Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
11 hrs ago

પર્યાવરણની રક્ષા માટે ધોરાજીના ભાદર કેનાલ વિસ્તારમાં થોડા દિવસો પહેલા ગેરકાયદેસર રીતે ત્રણ જેટલા લીલાં બાવળો કાપી નાખવાની ઘટના સામે આવ્યા બાદ વન વિભાગે લાલ આંખ કરી છે. સરકારી મિલકત અને કુદરતી સંપત્તિ પર ત્રાટકેલા આ તત્વોને પકડી પાડવા માટે ધોરાજીના મહિલા ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યા અને તેમની ટીમે ચક્રો ગતિમાન કર્યા હતા, જેના પગલે જૂનાગઢના ૫ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગની સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ બાવળો કાપીને જૂનાગઢના અલગ-અલગ ગામોમાં વેચી દેવામાં આવ્યા હતા. વન વિભાગે ગણતરીના દિવસોમાં જ આ ગુનામાં સંડોવાયેલા કુલ ૫ આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની સામે વન સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગેરકાયદેસર કટીંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીને વન વિભાગ દ્વારા રૂપિયા ૬૦,૦૦૦ની વસૂલાત કરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • ધોરાજી તાલુકાના વાડોદર ગામે રહેતા દિલસુખભાઈ સાવલીયાના રહેણાંક મકાનમાં મોડી રાત્રે એક કોબ્રા સાપ જોવા મળ્યો હતો. ઘરમાં કોબ્રા સાપ હોવાની જાણ થતાં જ આ અંગે તુરંત ધોરાજી ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મકાનમાંથી આ કોબ્રા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ કર્યા બાદ આ કોબ્રા સાપને હેમખેમ રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
    1
    ધોરાજી તાલુકાના વાડોદર ગામે રહેતા દિલસુખભાઈ સાવલીયાના રહેણાંક મકાનમાં મોડી રાત્રે એક કોબ્રા સાપ જોવા મળ્યો હતો. ઘરમાં કોબ્રા સાપ હોવાની જાણ થતાં જ આ અંગે તુરંત ધોરાજી ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી હતી.

ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મકાનમાંથી આ કોબ્રા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ કર્યા બાદ આ કોબ્રા સાપને હેમખેમ રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    11 hrs ago
  • જૂનાગઢમાં બાળક પર હુમલો કરનાર સિંહને આખરે પકડી લેવામાં આવ્યો છે. જૂનાગઢથી મેહુલ સિંગલના અહેવાલ અનુસાર, જે સિંહે બાળક પર હુમલો કર્યો હતો તે સિંહ આખરે પકડાઈ ગયો છે.
    1
    જૂનાગઢમાં બાળક પર હુમલો કરનાર સિંહને આખરે પકડી લેવામાં આવ્યો છે. જૂનાગઢથી મેહુલ સિંગલના અહેવાલ અનુસાર, જે સિંહે બાળક પર હુમલો કર્યો હતો તે સિંહ આખરે પકડાઈ ગયો છે.
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    10 hrs ago
  • જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત પરબધામ ખાતે અસાડી બીજના ભવ્ય મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પરબધામ દ્વારા તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરબધામના મહંત પૂજ્ય કરસનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન ભજન-કીર્તન, મહાપ્રસાદ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. પરબધામનો મુખ્ય સંકલ્પ 'કોઈપણ ભાવિક ભૂખ્યો ન જાય' તેને ધ્યાનમાં રાખીને વિશાળ રસોડામાં મહાપ્રસાદની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. અસાડી બીજના પાવન અવસરે સંતવાણીનો વિશેષ કાર્યક્રમ પણ યોજાશે. દેશ-વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓ આ ધાર્મિક મહોત્સવનો લાભ લઈ શકે તે માટે મેળાનું લાઇવ પ્રસારણ પરબધામની વેબસાઇટ મારફતે કરવામાં આવશે. મહંત પૂજ્ય કરસનદાસ બાપુએ દેશભરના ભાવિકોને આ મેળામાં પધારી પરબધામના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ધર્મલાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
    4
    જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત પરબધામ ખાતે અસાડી બીજના ભવ્ય મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પરબધામ દ્વારા તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

પરબધામના મહંત પૂજ્ય કરસનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન ભજન-કીર્તન, મહાપ્રસાદ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. પરબધામનો મુખ્ય સંકલ્પ 'કોઈપણ ભાવિક ભૂખ્યો ન જાય' તેને ધ્યાનમાં રાખીને વિશાળ રસોડામાં મહાપ્રસાદની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

અસાડી બીજના પાવન અવસરે સંતવાણીનો વિશેષ કાર્યક્રમ પણ યોજાશે. દેશ-વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓ આ ધાર્મિક મહોત્સવનો લાભ લઈ શકે તે માટે મેળાનું લાઇવ પ્રસારણ પરબધામની વેબસાઇટ મારફતે કરવામાં આવશે. મહંત પૂજ્ય કરસનદાસ બાપુએ દેશભરના ભાવિકોને આ મેળામાં પધારી પરબધામના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ધર્મલાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    12 hrs ago
  • અમરેલી જિલ્લાના વીરપુર ગામમાં જર્જરિત બની ગયેલી બે પાણીની ટાંકીઓને કારણે મોટો ખતરો ઊભો થયો છે અને ગ્રામજનોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. આ પાણીની ટાંકીઓ ગામ માટે અત્યંત મહત્વની છે, કારણ કે તે ગામના આશરે ૭૫% ભાગને પીવાનું પાણી પૂરું પાડે છે. આટલી મોટી વસ્તીની તરસ છિપાવતી આ ટાંકીઓ અત્યારે સાવ ખખડધજ અને જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
    1
    અમરેલી જિલ્લાના વીરપુર ગામમાં જર્જરિત બની ગયેલી બે પાણીની ટાંકીઓને કારણે મોટો ખતરો ઊભો થયો છે અને ગ્રામજનોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. આ પાણીની ટાંકીઓ ગામ માટે અત્યંત મહત્વની છે, કારણ કે તે ગામના આશરે ૭૫% ભાગને પીવાનું પાણી પૂરું પાડે છે. આટલી મોટી વસ્તીની તરસ છિપાવતી આ ટાંકીઓ અત્યારે સાવ ખખડધજ અને જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    1 hr ago
  • રાજકોટ જિલ્લાના જસદણ નગરમાં ભાદર નદી પર આશરે રૂ. ૬.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત બે બ્રિજનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા આ બંને બ્રિજ ખુલ્લા મુકાતા જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે અને હુડકો સોસાયટીથી વાજસૂર પરા વિસ્તારના નાગરિકો માટે પરિવહન ઘણું સરળ બન્યું છે. આ પ્રસંગે લાતીપ્લોટ ખાતે યોજાયેલી સભામાં સંબોધન કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે ભાદર નદી પર રૂ. ૩૬૧.૬૪ લાખના ખર્ચે ૬૦ મીટર લાંબો અને ૧૦.૫ મીટર પહોળો બ્રિજ (કાળીયા) જૂના બસ સ્ટેન્ડ પાસે બનાવવામાં આવ્યો છે, જેનાથી જસદણ તેમજ આસપાસના ૬૦ ગામના લોકો માટે આવાગમન વધુ સરળ બન્યું છે. જ્યારે બીજો બ્રિજ હુડકો સોસાયટીથી વાજસુર પરા વિસ્તારને જોડવા માટે રૂ. ૩૧૭.૦૭ લાખના ખર્ચે તૈયાર કરાયો છે. ચોમાસા દરમિયાન ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તો પણ લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે આ બંને બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જસદણને એક 'વિકસિત નગર' બનાવવાની કટિબદ્ધતા સાથે મંત્રીશ્રીએ ઉમેર્યું કે અગાઉ ખાતરી આપેલા વિકાસકાર્યોમાંથી ૯૦ ટકા કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે અને બાકીના ૧૦ ટકા મંજૂરીના તબક્કે છે. નગરના છેવાડાના વિસ્તારોમાં પણ વધુ એક બ્રિજ તેમજ રસ્તાનું નિર્માણ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને આ વિસ્તારોને ભૂગર્ભ ગટર યોજના સાથે સાંકળી લેવાયા છે. વધુમાં, જસદણમાં ટાઉનહોલ માટે રાજ્ય સરકાર દ્વારા જગ્યા મંજૂર કરી દેવામાં આવી છે, મુખ્ય પ્રવેશદ્વારો પર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે અને સ્થાનિક લાઈબ્રેરી માટે રૂ. ૧ લાખના પુસ્તકો પણ આવી ગયા છે. આ સાથે જ નવી ઉદ્યોગનીતિ સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગકારોના વ્યવસાયને વેગ આપશે. આ કાર્યક્રમની શરૂઆતમાં જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
    4
    રાજકોટ જિલ્લાના જસદણ નગરમાં ભાદર નદી પર આશરે રૂ. ૬.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત બે બ્રિજનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા આ બંને બ્રિજ ખુલ્લા મુકાતા જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે અને હુડકો સોસાયટીથી વાજસૂર પરા વિસ્તારના નાગરિકો માટે પરિવહન ઘણું સરળ બન્યું છે.

આ પ્રસંગે લાતીપ્લોટ ખાતે યોજાયેલી સભામાં સંબોધન કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે ભાદર નદી પર રૂ. ૩૬૧.૬૪ લાખના ખર્ચે ૬૦ મીટર લાંબો અને ૧૦.૫ મીટર પહોળો બ્રિજ (કાળીયા) જૂના બસ સ્ટેન્ડ પાસે બનાવવામાં આવ્યો છે, જેનાથી જસદણ તેમજ આસપાસના ૬૦ ગામના લોકો માટે આવાગમન વધુ સરળ બન્યું છે. જ્યારે બીજો બ્રિજ હુડકો સોસાયટીથી વાજસુર પરા વિસ્તારને જોડવા માટે રૂ. ૩૧૭.૦૭ લાખના ખર્ચે તૈયાર કરાયો છે. ચોમાસા દરમિયાન ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તો પણ લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે આ બંને બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જસદણને એક 'વિકસિત નગર' બનાવવાની કટિબદ્ધતા સાથે મંત્રીશ્રીએ ઉમેર્યું કે અગાઉ ખાતરી આપેલા વિકાસકાર્યોમાંથી ૯૦ ટકા કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે અને બાકીના ૧૦ ટકા મંજૂરીના તબક્કે છે. નગરના છેવાડાના વિસ્તારોમાં પણ વધુ એક બ્રિજ તેમજ રસ્તાનું નિર્માણ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને આ વિસ્તારોને ભૂગર્ભ ગટર યોજના સાથે સાંકળી લેવાયા છે. વધુમાં, જસદણમાં ટાઉનહોલ માટે રાજ્ય સરકાર દ્વારા જગ્યા મંજૂર કરી દેવામાં આવી છે, મુખ્ય પ્રવેશદ્વારો પર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે અને સ્થાનિક લાઈબ્રેરી માટે રૂ. ૧ લાખના પુસ્તકો પણ આવી ગયા છે. આ સાથે જ નવી ઉદ્યોગનીતિ સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગકારોના વ્યવસાયને વેગ આપશે. આ કાર્યક્રમની શરૂઆતમાં જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    9 hrs ago
  • ગીરના જંગલમાં સિંહની પજવણી કરવાના અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના વિડિયો ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગીર (પૂર્વ) વન વિભાગે ગંભીર નોંધ લીધી છે. વન વિભાગ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાંથી કુલ ૮ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી વન વિભાગની વિશેષ ટીમ દ્વારા છેલ્લા ૧૫ થી ૨૦ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વેરાવળ પોલીસના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ ઓપરેશન ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં પંજા મોહમદ અમીનભાઈ, મહમદજાબીલ અબુલ કાલાવાણીયા, કાજી ફારૂકનાઝહુસૈન ઝાકીરહુસૈન, બ્લોચ અયાઝ અનવર, કાલવત ઝેનુલ આબેદીનમહમદ, ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ, સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા અને ભાદરકા સોહિલ સુલેમાનનો સમાવેશ થાય છે. આ આરોપીઓ સોશિયલ મીડિયા પર વિવિધ આઈડી દ્વારા સિંહની પજવણી કરતા વિડિયો અપલોડ કરતા હતા અને વન વિભાગે આ તમામ સામે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં જસાધાર રેન્જના વનપાલ સર્વશ્રી એમ.એચ. સોંદરવા, એચ.પી. માડમ, આર.બી. વાળા તથા વનરક્ષક સર્વશ્રી જી.વી. પાથર, એસ.કે. કસોટિયા અને ડી.એન. વાઢેળે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના બાદ વન વિભાગે સામાન્ય જનતાને અપીલ કરી છે કે વન્યપ્રાણીઓને હેરાન કરતા અથવા પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કે શેર કરવા નહીં તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું નહીં. જો વન્યજીવોની સતામણીના આવા કોઈ દ્રશ્યો લોકોના ધ્યાને આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. વન વિભાગે ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સતત પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
    1
    ગીરના જંગલમાં સિંહની પજવણી કરવાના અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના વિડિયો ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગીર (પૂર્વ) વન વિભાગે ગંભીર નોંધ લીધી છે. વન વિભાગ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાંથી કુલ ૮ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી વન વિભાગની વિશેષ ટીમ દ્વારા છેલ્લા ૧૫ થી ૨૦ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વેરાવળ પોલીસના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ ઓપરેશન ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવ્યું હતું.

આ ઓપરેશન દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં પંજા મોહમદ અમીનભાઈ, મહમદજાબીલ અબુલ કાલાવાણીયા, કાજી ફારૂકનાઝહુસૈન ઝાકીરહુસૈન, બ્લોચ અયાઝ અનવર, કાલવત ઝેનુલ આબેદીનમહમદ, ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ, સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા અને ભાદરકા સોહિલ સુલેમાનનો સમાવેશ થાય છે. આ આરોપીઓ સોશિયલ મીડિયા પર વિવિધ આઈડી દ્વારા સિંહની પજવણી કરતા વિડિયો અપલોડ કરતા હતા અને વન વિભાગે આ તમામ સામે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં જસાધાર રેન્જના વનપાલ સર્વશ્રી એમ.એચ. સોંદરવા, એચ.પી. માડમ, આર.બી. વાળા તથા વનરક્ષક સર્વશ્રી જી.વી. પાથર, એસ.કે. કસોટિયા અને ડી.એન. વાઢેળે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ ઘટના બાદ વન વિભાગે સામાન્ય જનતાને અપીલ કરી છે કે વન્યપ્રાણીઓને હેરાન કરતા અથવા પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કે શેર કરવા નહીં તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું નહીં. જો વન્યજીવોની સતામણીના આવા કોઈ દ્રશ્યો લોકોના ધ્યાને આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. વન વિભાગે ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સતત પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    1 hr ago
  • મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ PGVCL તંત્રની લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. અહીં જેતપર રોડ પર લગાવેલા વીજપોલ સામાન્ય પવનમાં પણ જોરથી ડોલી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે અહીંના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે.
    1
    મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ PGVCL તંત્રની લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. અહીં જેતપર રોડ પર લગાવેલા વીજપોલ સામાન્ય પવનમાં પણ જોરથી ડોલી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે અહીંના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે.
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    6 hrs ago
  • શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન અને લેઉઆ પટેલ સમાજના અગ્રણી શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે એક ભવ્ય અને માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ સમિતિ ધોરાજી અને ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આયોજિત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેવાયજ્ઞ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓ અને ભાઈ-બહેનોએ શ્રી નરેશભાઈ પટેલ દીર્ઘાયુ બને, સ્વસ્થ રહે અને આ જ રીતે સદાય સમાજસેવાના કાર્યો કરતા રહે તે માટે માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ કેમ્પમાં સૌથી મોટું આકર્ષણ ખોડલધામ સમિતિના સદસ્ય રજનીભાઈ ચોવટીયા બન્યા હતા, જેમણે સમાજ સમક્ષ અદ્ભુત ઉદાહરણ પૂરું પાડતા ૧૦૩મી વખત રક્તદાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં લેઉઆ પટેલ સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ અરવિંદભાઈ વોરા અને દક્ષાબેન હિરપરા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન અને લેઉઆ પટેલ સમાજના અગ્રણી શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે એક ભવ્ય અને માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ સમિતિ ધોરાજી અને ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આયોજિત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સેવાયજ્ઞ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓ અને ભાઈ-બહેનોએ શ્રી નરેશભાઈ પટેલ દીર્ઘાયુ બને, સ્વસ્થ રહે અને આ જ રીતે સદાય સમાજસેવાના કાર્યો કરતા રહે તે માટે માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ કેમ્પમાં સૌથી મોટું આકર્ષણ ખોડલધામ સમિતિના સદસ્ય રજનીભાઈ ચોવટીયા બન્યા હતા, જેમણે સમાજ સમક્ષ અદ્ભુત ઉદાહરણ પૂરું પાડતા ૧૦૩મી વખત રક્તદાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં લેઉઆ પટેલ સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ અરવિંદભાઈ વોરા અને દક્ષાબેન હિરપરા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.