અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજે બ્રહ્મસમાજ દ્વારા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે. બ્રહ્મસમાજ દ્વારા તા. ૦૯/૦૭/૨૬ ના રોજ સોંપવામાં આવેલા આ આવેદન પત્રમાં સોશિયલ મીડિયા પર સમાજ વિરૂદ્ધ કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણીઓ સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, 'જાફરાબાદ ઇત્તર સમાજ સંગઠન' નામના વોટ્સએપ ગ્રુપમાં બ્રહ્મસમાજ વિરુદ્ધ અને બ્રહ્મસમાજની લાગણીઓને ઠેસ પહોંચાડતી અભદ્ર ટિપ્પણીઓ કરતી પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટ મૂકનાર વ્યક્તિ સામે તાત્કાલિક ફરિયાદ નોંધીને પોલીસ દ્વારા યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અગાઉ પણ આવી ઘટનાઓ ઘણી વખત બની ચૂકી હોવાથી, ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ફરી ક્યારેય આવું કૃત્ય ન કરે તે માટે જવાબદાર સામે કડક પગલાં લેવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજે બ્રહ્મસમાજ દ્વારા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે. બ્રહ્મસમાજ દ્વારા તા. ૦૯/૦૭/૨૬ ના રોજ સોંપવામાં આવેલા આ આવેદન પત્રમાં સોશિયલ મીડિયા પર સમાજ વિરૂદ્ધ કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણીઓ સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, 'જાફરાબાદ ઇત્તર સમાજ સંગઠન' નામના વોટ્સએપ ગ્રુપમાં બ્રહ્મસમાજ વિરુદ્ધ અને બ્રહ્મસમાજની લાગણીઓને ઠેસ પહોંચાડતી અભદ્ર ટિપ્પણીઓ કરતી પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટ મૂકનાર વ્યક્તિ સામે તાત્કાલિક ફરિયાદ નોંધીને પોલીસ દ્વારા યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અગાઉ પણ આવી ઘટનાઓ ઘણી વખત બની ચૂકી હોવાથી, ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ફરી ક્યારેય આવું કૃત્ય ન કરે તે માટે જવાબદાર સામે કડક પગલાં લેવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
- ગિરનાર પર સિંહ દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટના બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું છે. આ હુમલાની ઘટનાને પગલે વન વિભાગ દ્વારા ગિરનાર પરથી ૩ સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.1
- સુરતના કડોદરામાં NDRFની ટીમ નંબર-6 દ્વારા પૂર બચાવ અભિયાનની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. સ્થાનિક સ્તરે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે.1
- ધોરાજી તાલુકાના વાડોદર ગામે રહેતા દિલસુખભાઈ સાવલીયાના રહેણાંક મકાનમાં મોડી રાત્રે એક કોબ્રા સાપ જોવા મળ્યો હતો. ઘરમાં કોબ્રા સાપ હોવાની જાણ થતાં જ આ અંગે તુરંત ધોરાજી ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મકાનમાંથી આ કોબ્રા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ કર્યા બાદ આ કોબ્રા સાપને હેમખેમ રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.1
- સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલ ખાતે મોડી રાત્રે એક યુવકની હત્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના મોડી રાત્રે આશરે 12 વાગ્યાની હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ રાજ દુબે (ઉંમર આશરે 20 વર્ષ) તરીકે થઈ છે અને તે બાઈક સીઝિંગનું કામ કરતો હતો. હત્યાની આ ઘટના અંગે જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જોકે, આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે અને તેનો આરોપી કોણ છે, તે અંગે હજી સુધી કોઈ ખુલાસો થયો નથી. પોલીસની ઊંડી તપાસ બાદ જ આ મામલે વધુ વિગતો બહાર આવશે.4
- જેતપુરના કણકિયા પ્લોટમાં મૈત્રીપૂર્ણ સંબંધમાં જીવવું એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયું છે. કણકિયા પ્લોટમાં અંબર સિનેમા પાસે રહેતા અને મજૂરી કામ કરતા કમલેશ વાઘેલા જ્યારે બપોરે લંચ સમયે છાશ લેવા બહાર નીકળ્યા, ત્યારે તેમની સાથે રહેતી મહિલાના પુત્ર જયન વાઘેલાએ તેમને રસ્તામાં રોકીને ૫ થી ૬ વાર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ગંભીર હુમલામાં કમલેશ વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક કમલેશ વાઘેલા નીતા વાઘેલા સાથે દોસ્તીના સંબંધમાં રહેતા હતા. નીતાના પતિના અવસાન બાદ બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને તેઓ સાથે રહેવા લાગ્યા હતા. જોકે, આ સંબંધ નીતાના પુત્ર જયનને બિલકુલ પસંદ ન હતો, જેના કારણે તે સતત નારાજ રહેતો હતો અને રાજકોટમાં અલગ રહેતો હતો. પોતાની માતા વર્ષોથી અન્ય પુરુષ સાથે મૈત્રીપૂર્ણ સંબંધમાં રહેતી હોવાની બાબત સહન ન થતાં જયને કમલેશની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી જયન વાઘેલા અને તેનો સાથી ધ્રુવ નૈયા અગાઉ પણ એક મર્ડર કેસમાં સંડોવાયેલા હતા. તેઓ એક દિવસ પહેલા જ જેતપુર પહોંચ્યા હતા અને કમલેશ વાઘેલાની હિલચાલ પર સતત નજર રાખી રહ્યા હતા. હત્યામાં વપરાયેલું ચપ્પુ રાજકોટથી જેતપુર આવતી વખતે વીરપુરથી ખરીદવામાં આવ્યું હતું. તક મળતા જ જયને પૂર્વ આયોજિત કાવતરા મુજબ કમલેશ પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. ઘટનાની ગણતરીની કલાકોમાં પોલીસે સપાટો બોલાવીને આરોપી જયન વાઘેલા અને ધ્રુવ નૈયા બંનેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.1
- બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ ભક્તિમય અવસરે ભગવાન સમક્ષ ફળોનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે.1
- જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે યાત્રા કરવા આવેલા એક પરિવારના ૧૧ વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો છે. વહેલી સવારે ૫:૪૫ કલાકે બનેલી આ કમનસીબ ઘટનામાં મયુર ચૌહાણ નામના બાળકનું મોત નીપજ્યું છે.1
- શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન અને લેઉઆ પટેલ સમાજના અગ્રણી શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે એક ભવ્ય અને માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ સમિતિ ધોરાજી અને ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આયોજિત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેવાયજ્ઞ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓ અને ભાઈ-બહેનોએ શ્રી નરેશભાઈ પટેલ દીર્ઘાયુ બને, સ્વસ્થ રહે અને આ જ રીતે સદાય સમાજસેવાના કાર્યો કરતા રહે તે માટે માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ કેમ્પમાં સૌથી મોટું આકર્ષણ ખોડલધામ સમિતિના સદસ્ય રજનીભાઈ ચોવટીયા બન્યા હતા, જેમણે સમાજ સમક્ષ અદ્ભુત ઉદાહરણ પૂરું પાડતા ૧૦૩મી વખત રક્તદાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં લેઉઆ પટેલ સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ અરવિંદભાઈ વોરા અને દક્ષાબેન હિરપરા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- ડીંડોલી વિસ્તારમાં આવેલા અલગ-અલગ મંદિરોમાંથી દાનપેટીઓની ચોરી કરનારા આરોપીઓને ડીંડોલી પોલીસની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વિગત મુજબ, ડીંડોલીમાં અંબિકા ટાઉનશિપની સામે આવેલા ચમત્કારી હનુમાનજી મંદિર, કરાડવાગામની રાજદીપ સોસાયટીમાં આવેલા મહાદેવ મંદિર તેમજ દેલાડવા ગામમાં દીપદર્શન સ્કૂલની સામે આવેલી દેવનંદની સોસાયટીના મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટીઓની કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ ચોરી અંગે ફરિયાદીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર સેક્ટર-૨ મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશનર ઝોન-૬ રાજેશ પરમાર તેમજ મદદનીશ પોલીસ કમિશનર 'આઈ' ડિવિઝન એન.પી. ગોહિલ દ્વારા અવારનવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીંડોલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ. વાઘેલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ખાંટની સૂચના મુજબ, સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એચ. મસાણીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની ટીમે આ સફળ કામગીરી કરીને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.4