કાલોલમાં સતત બીજા દિવસે વલ્લભકુળ પરિવારની હાજરીમાં ફુલફાંગ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહોદય, દામીની વહુજી અને ચિરાયુષ્યમાન સાનીધ્યકુમાર ની ઉપસ્થિતી મા ફૂલફાગ હોળી રસીયા નુ આયોજન એનએમ જી હોસ્પિટલના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતુ કાલોલ તેમજ આસપાસના ગામો થી પધારેલા હજારો વૈષ્ણવો ની હાજરીમા હોળીના રસીયા અને ફુલ ફાગ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ડેરોલ સ્ટેશન ના શ્રી કૃષ્ણ યુવા ભજન મંડળ નાં યુવાનો દ્વારા હોળીના રસીયા નું ગાન કરવામાં આવ્યું હતુ અને સમગ્ર વાતાવરણ વ્રજ ભૂમી જેવુ બનાવી દીધુ. ચી . સાનિધ્યકુમાર મહોદય દ્વારા આજના પ્રસંગે સાક્ષાત પ્રભુ આપણી વચ્ચે હોવાનું જણાવ્યું.પુજ્ય શ્રી કુંજેશકુમાર દ્વારા વચનામૃત કરવામાં આવ્યું હતુ જેમા આજે ડોલોત્સવ ના દિવસે કાલોલમાં રસીયા નો કાર્યક્રમ હોય આપણે સૌ ભાગ્યશાળી હોવાનું જણાવ્યું હતું.હોળી અને વસંત ઉત્સવ ની ઉજવણી નિમિતે હોળીના રસીયા મનોરથ અને રસીયા ગાન નાં આયોજન માં છેલ્લા કેટલાક વર્ષોથી કાલોલ નાં વૈષ્ણવો આગળ પડતુ સ્થાન ધરાવે છે તેમ જણાવી કાલોલ નાં યુવા વૈષ્ણવો સહિત તમામ ફુલ ફાગ ઉત્સવ ની ઉજવણી ભવ્યાતિભવ્ય કરવામાં આવે છે તે બદલ ધન્યવાદ ને પાત્ર ગણાવી વધુને વધુ વૈષ્ણવો ને આ રસાસ્વાદ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ પુજ્ય શ્રી અને ઊપસ્થિત વલ્લભ કુળ નાં બાળકો સાથે ફુલ ફાગ ખેલ ખેલ્યો હતો વૈષ્ણવો દ્વારા જેજે ઉપર ફૂલો ની વર્ષા કરાઈ હતી તથા ગુરૂજનો એ પણ વૈષ્ણવો સાથે ફૂલો ની વર્ષા વરસાવી હોળી નો આનંદ લીધો હતો. કાર્યક્રમ બાદ મહાપ્રસાદી નુ આયોજન પણ કરાયું
કાલોલમાં સતત બીજા દિવસે વલ્લભકુળ પરિવારની હાજરીમાં ફુલફાંગ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહોદય, દામીની વહુજી અને ચિરાયુષ્યમાન સાનીધ્યકુમાર ની ઉપસ્થિતી મા ફૂલફાગ હોળી રસીયા નુ આયોજન એનએમ જી હોસ્પિટલના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતુ કાલોલ તેમજ આસપાસના ગામો થી પધારેલા હજારો વૈષ્ણવો ની હાજરીમા હોળીના રસીયા અને ફુલ ફાગ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ડેરોલ સ્ટેશન ના શ્રી કૃષ્ણ યુવા ભજન મંડળ નાં યુવાનો દ્વારા હોળીના રસીયા નું ગાન
કરવામાં આવ્યું હતુ અને સમગ્ર વાતાવરણ વ્રજ ભૂમી જેવુ બનાવી દીધુ. ચી . સાનિધ્યકુમાર મહોદય દ્વારા આજના પ્રસંગે સાક્ષાત પ્રભુ આપણી વચ્ચે હોવાનું જણાવ્યું.પુજ્ય શ્રી કુંજેશકુમાર દ્વારા વચનામૃત કરવામાં આવ્યું હતુ જેમા આજે ડોલોત્સવ ના દિવસે કાલોલમાં રસીયા નો કાર્યક્રમ હોય આપણે સૌ ભાગ્યશાળી હોવાનું જણાવ્યું હતું.હોળી અને વસંત ઉત્સવ ની ઉજવણી નિમિતે હોળીના રસીયા મનોરથ અને રસીયા ગાન નાં આયોજન માં છેલ્લા કેટલાક વર્ષોથી કાલોલ નાં વૈષ્ણવો આગળ પડતુ સ્થાન ધરાવે છે તેમ જણાવી કાલોલ નાં યુવા
વૈષ્ણવો સહિત તમામ ફુલ ફાગ ઉત્સવ ની ઉજવણી ભવ્યાતિભવ્ય કરવામાં આવે છે તે બદલ ધન્યવાદ ને પાત્ર ગણાવી વધુને વધુ વૈષ્ણવો ને આ રસાસ્વાદ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ પુજ્ય શ્રી અને ઊપસ્થિત વલ્લભ કુળ નાં બાળકો સાથે ફુલ ફાગ ખેલ ખેલ્યો હતો વૈષ્ણવો દ્વારા જેજે ઉપર ફૂલો ની વર્ષા કરાઈ હતી તથા ગુરૂજનો એ પણ વૈષ્ણવો સાથે ફૂલો ની વર્ષા વરસાવી હોળી નો આનંદ લીધો હતો. કાર્યક્રમ બાદ મહાપ્રસાદી નુ આયોજન પણ કરાયું
- Post by Jasmin B Shah1
- રાવપુરા મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા માત્ર 7 વર્ષના બાળક સૈયદ મોહમ્મદ ફેસલ સૈયદ ફુરકાન આજે કાળઝાળ ગરમીની પરવા કર્યા વગર શ્રદ્ધાપૂર્વક પોતાનો જીવનનો પ્રથમ રોજો રાખ્યો હતો. આ નાની ઉંમરે સવારથી સાંજ સુધી ભૂખ્યા અને તરસ્યા રહીને મોહમ્મદ ફેસલ ઈબાદત કરી અલ્લાહ પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા પ્રગટ કરી હતી. બાળકની આ હિંમત અને ધાર્મિક નિષ્ઠા જોઈને પરિવારજનોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી, તેમજ રાવપુરા વિસ્તારના સ્થાનિક લોકોએ પણ તેને દુઆઓ અને અભિનંદન પાઠવ્યા હતા. રમઝાન માસના આ પવિત્ર દિવસોમાં નાના બાળકના આ રોજાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.1
- क्राइम दस्तक न्यूज़ रिपोर्ट सावधान! तेजाब हमला अब पड़ेगा बहुत भारी, नए कानून BNS धारा 124 के तहत होगी उम्रकैद1
- Post by Dabhoi_Attractions1
- છોટાઉદેપુર તાલુકાના ઓલીઆબા ગામે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા યુવતીના મોતની ઘટનામાં વધુ એક અપડેટ સામે આવ્યું છે. યુવતીને પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતક યુવતીનું નામ ભારતીબેન જયેશભાઈ રાઠવા હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર1
- Post by Salman moravala1
- છોટાઉદેપુર : વિશેષ અહેવાલ આદિવાસી સંસ્કૃતિ અને અડગ શ્રદ્ધાનો જીવંત પ્રતિક ગણાતો ચુલનો મેળો દર વર્ષે હોળી પર્વ નિમિત્તે અનોખી ભવ્યતા સાથે યોજાય છે. Chhota Udepur જિલ્લામાં ધુળેટીના દિવસે ધગધગતા અંગારાઓ પર નિર્ભયતાથી ચાલવાની પરંપરા આજે પણ યથાવત્ છે અને આ અદભુત દૃશ્ય જોવા માટે હજારો લોકો ઉમટી પડે છે. હોળી આદિવાસી સમાજનો સૌથી મોટો અને પ્રિય તહેવાર માનવામાં આવે છે. રોજગાર માટે રાજ્યના વિવિધ ભાગોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ વિસ્તારમાં ગયેલા પરિવારો પણ આ પર્વે પોતાના વતન પરત ફરે છે. લોકમાન્યતા મુજબ “દિવાળી-દશેરા જ્યાં પણ ઉજવાય, પરંતુ હોળી તો વતનમાં જ.” આ કહેવત અહીં સાકાર થતી જોવા મળે છે. હોળીના સાત દિવસ પહેલાંથી જ જિલ્લામાં વિવિધ સ્થળોએ મેળાઓનો પ્રારંભ થાય છે. આદિવાસી ભાઈ-બહેનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ઢોલ, તાસા, ખંજરી અને વાંસળીના તાલે નૃત્ય-ગાન કરે છે અને ઉત્સવની મજા માણે છે. છોટાઉદેપુર નગરમાં એસ.એફ. હાઈસ્કૂલ પાછળના મેદાન ખાતે વર્ષોથી ચુલનો મેળો ભરાતો આવ્યો છે. કહેવાય છે કે સદીથી પણ વધુ સમયથી આ પરંપરા અવિરત ચાલી રહી છે. વર્ષ દરમિયાન મનમાં રાખેલી માનતા પૂર્ણ કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહે છે અને ધગધગતા અંગારાઓ પર ચાલી પોતાની બાધા પૂર્ણ કરે છે. ચુલના મેળાની ખ્યાતિ રાજ્યની સીમાઓ પાર કરી દેશ-વિદેશ સુધી પહોચી છે. પરિણામે રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય પ્રદેશોમાંથી પણ સહેલાણીઓ અહીં આવે છે. વિદેશી પર્યટકો પણ આ અનોખી પરંપરા અને આદિવાસી સંસ્કૃતિના રંગોને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળે છે. મેળામાં રંગબેરંગી પરંપરાગત પહેરવેશ, ઢોલ-નગારાના ગર્જતા તાલ અને ઉમંગભેર નૃત્ય સમગ્ર વાતાવરણને ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર બનાવી દે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સળગતા અંગારાઓ પર ચાલવા છતાં શ્રદ્ધાળુઓને સામાન્ય રીતે કોઈ ઈજા થતી નથી કે પગમાં છાલા પડતા નથી. શ્રદ્ધા અને પરંપરાની આ અનોખી સંગમભૂમિ તરીકે ચુલનો મેળો આજે પણ આદિવાસી અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાનું ગૌરવસભર પ્રતિબિંબ બની રહ્યો છે.1
- Post by Salman moravala1
- સંતરામપુર તાલુકાના ભમરી ( હોળી ફળીયા ) ખાતે લીમડાના ઝાડ માંથી કુદરતી રીતે નિકળતા દૂધ જેવા પ્રવાહીની વિસ્તારના ધારાસભ્ય ડૉ.કુબેરભાઈ ડીંડોરે મુલાકાત લીધી. આ લીમડો વરસો પૌરાણિક હોવાનું જાણવા મળેલ છે જ્યારે આ લીમડામાથી સફેદ કલરના દૂધ જેવું પ્રવાહી વહ્યા કરે છે આ સફેદ દૂધ જેવા પ્રવાહીની શરુઆત શિવરાત્રીના દિવસથી શરુ થતા એક આસપાસના વિસ્તારોમાં લોકો જોવા માટે ઉમટી પડતા હોય છે આજે ધુળેટીના પાવન પર્વે નિમિત્તે સંતરામપુરના ધારાસભ્ય ડૉ કુબેરભાઇ ડીડોરે પણ પૂજા અર્ચના કરી હતી જે કોય હોય કુદરતી અથવા જે કોઈ હશે તે તપાસનો વિષય છે જેને લઇને નજીકમાં માનગઢની પવિત્ર ભૂમિ પણ કહી શકાય1