Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર બ્રેકિંગ અપડેટ છોટાઉદેપુર તાલુકાના ઓલીઆબા ગામે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા યુવતીના મોતની ઘટનામાં વધુ એક અપડેટ સામે આવ્યું છે. યુવતીને પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતક યુવતીનું નામ ભારતીબેન જયેશભાઈ રાઠવા હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર
Reporter MIRZA IMRAN.973789415
છોટાઉદેપુર બ્રેકિંગ અપડેટ છોટાઉદેપુર તાલુકાના ઓલીઆબા ગામે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા યુવતીના મોતની ઘટનામાં વધુ એક અપડેટ સામે આવ્યું છે. યુવતીને પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતક યુવતીનું નામ ભારતીબેન જયેશભાઈ રાઠવા હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુર તાલુકાના ઓલીઆબા ગામે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા યુવતીના મોતની ઘટનામાં વધુ એક અપડેટ સામે આવ્યું છે. યુવતીને પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતક યુવતીનું નામ ભારતીબેન જયેશભાઈ રાઠવા હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર1
- Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ1
- સંખેડાની પરંપરાગત કળા દ્વારા બહેનો બની આત્મનિર્ભર1
- Post by Jasmin B Shah1
- Post by DNA News1
- Dahod Doki Sub Jail में दाहोद MLA कन्हैयालाल किशोरी ने धुलेटी मनाई एवं सभी कैदियों को होली धुलेटी के महत्व को लेकर संदेश दिया।1
- દાહોદ GSRTC વર્ક શોપ ખાતે સ્ટાફ દ્વારા હોળી ધુળેટી પર્વની કરાઈ ઉજવણી આજે તારીખ 04/03/2026 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણીનો ઉત્સાહ સર્વત્ર જોવા મળ્યો હતો. ત્યારે દાહોદ સ્થિત GSRTC વર્કશોપ ખાતે પણ સ્ટાફ દ્વારા હોળી ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. વર્કશોપના અધિકારીઓ અને કર્મચારીઓએ એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવી અને ભાઈચારો, એકતા તથા સૌહાર્દનો સંદેશ આપ્યો. ઉજવણી દરમિયાન સ્ટાફે મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું કે આવા તહેવારો માત્ર આનંદનો પ્રસંગ નથી, પરંતુ સહકર્મચારીઓ વચ્ચે પરસ્પર સ્નેહ અને સંકલન વધારવાનો અવસર પણ છે. કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણ સર્જાઈ રહે તે માટે આવા સામૂહિક કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે, જેમાં લોકો વચ્ચે આનંદ અને એકતાનો ભાવ વધુ મજબૂત બન્યો છે.1
- છોટાઉદેપુર : વિશેષ અહેવાલ આદિવાસી સંસ્કૃતિ અને અડગ શ્રદ્ધાનો જીવંત પ્રતિક ગણાતો ચુલનો મેળો દર વર્ષે હોળી પર્વ નિમિત્તે અનોખી ભવ્યતા સાથે યોજાય છે. Chhota Udepur જિલ્લામાં ધુળેટીના દિવસે ધગધગતા અંગારાઓ પર નિર્ભયતાથી ચાલવાની પરંપરા આજે પણ યથાવત્ છે અને આ અદભુત દૃશ્ય જોવા માટે હજારો લોકો ઉમટી પડે છે. હોળી આદિવાસી સમાજનો સૌથી મોટો અને પ્રિય તહેવાર માનવામાં આવે છે. રોજગાર માટે રાજ્યના વિવિધ ભાગોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ વિસ્તારમાં ગયેલા પરિવારો પણ આ પર્વે પોતાના વતન પરત ફરે છે. લોકમાન્યતા મુજબ “દિવાળી-દશેરા જ્યાં પણ ઉજવાય, પરંતુ હોળી તો વતનમાં જ.” આ કહેવત અહીં સાકાર થતી જોવા મળે છે. હોળીના સાત દિવસ પહેલાંથી જ જિલ્લામાં વિવિધ સ્થળોએ મેળાઓનો પ્રારંભ થાય છે. આદિવાસી ભાઈ-બહેનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ઢોલ, તાસા, ખંજરી અને વાંસળીના તાલે નૃત્ય-ગાન કરે છે અને ઉત્સવની મજા માણે છે. છોટાઉદેપુર નગરમાં એસ.એફ. હાઈસ્કૂલ પાછળના મેદાન ખાતે વર્ષોથી ચુલનો મેળો ભરાતો આવ્યો છે. કહેવાય છે કે સદીથી પણ વધુ સમયથી આ પરંપરા અવિરત ચાલી રહી છે. વર્ષ દરમિયાન મનમાં રાખેલી માનતા પૂર્ણ કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહે છે અને ધગધગતા અંગારાઓ પર ચાલી પોતાની બાધા પૂર્ણ કરે છે. ચુલના મેળાની ખ્યાતિ રાજ્યની સીમાઓ પાર કરી દેશ-વિદેશ સુધી પહોચી છે. પરિણામે રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય પ્રદેશોમાંથી પણ સહેલાણીઓ અહીં આવે છે. વિદેશી પર્યટકો પણ આ અનોખી પરંપરા અને આદિવાસી સંસ્કૃતિના રંગોને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળે છે. મેળામાં રંગબેરંગી પરંપરાગત પહેરવેશ, ઢોલ-નગારાના ગર્જતા તાલ અને ઉમંગભેર નૃત્ય સમગ્ર વાતાવરણને ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર બનાવી દે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સળગતા અંગારાઓ પર ચાલવા છતાં શ્રદ્ધાળુઓને સામાન્ય રીતે કોઈ ઈજા થતી નથી કે પગમાં છાલા પડતા નથી. શ્રદ્ધા અને પરંપરાની આ અનોખી સંગમભૂમિ તરીકે ચુલનો મેળો આજે પણ આદિવાસી અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાનું ગૌરવસભર પ્રતિબિંબ બની રહ્યો છે.1