Shuru
Apke Nagar Ki App…
દાહોદના ખંગેલા ગામે યોજાયો બાબા ગળ દેવનો મેળો, આસ્થા અને શ્રદ્ધાથી ભરેલા મેળામાં માનતાઓ પૂર્ણ કરવા હવામાં લટક્યા
DNA News
દાહોદના ખંગેલા ગામે યોજાયો બાબા ગળ દેવનો મેળો, આસ્થા અને શ્રદ્ધાથી ભરેલા મેળામાં માનતાઓ પૂર્ણ કરવા હવામાં લટક્યા
More news from Gujarat and nearby areas
- ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ધૂળેટીની ઉજવણી કરાઈ,DYSP પણ ઉજવણીમાં જોડાયા આજે તારીખ 04/03/2026 બુધવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં ઝાલોદ શહેરના ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે હોળી-ધૂળેટીનો પર્વ ઉત્સાહ, આનંદ અને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર દાહોદ જિલ્લામાં રંગોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રંગોનો આ પર્વ ઉજવાયો હતો. ઝાલોદ ડિવિઝનના ડૉ. ડી.આર. પટેલ, પોલીસ સ્ટેશનના પી.આઈ. રવિ ગામીત તેમજ પી.એસ.આઇ સીસોદીયા સહિત સમગ્ર પોલીસ સ્ટાફે ડીજેના તાલે ટીમલી રમતા એકબીજાને અબીલ-ગુલાલ, કંકુ અને કુદરતી કેશુડાના રંગોથી રંગી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. *“રંગો ભળે ત્યારે દિલો ભળે” – ડી.વાય.એસ.પી ડી.આર. પટેલનો સંદેશ* ડી.વાય.એસ.પી ડી.આર. પટેલે ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ તે સમાજમાં રહેલી ભેદભાવની દીવાલોને દૂર કરી સૌને એક મંચ પર લાવવાનો અવસર છે. તેમણે જણાવ્યું કે પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ, પારદર્શિતા અને મિત્રતા વધુ મજબૂત બને તે માટે આવા ઉત્સવો મહત્વપૂર્ણ છે. તેમણે નાગરિકોને શાંતિપૂર્ણ, સલામત અને સૌહાર્દપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અનુરોધ કર્યો હતો. *“પોલીસ તમારી મિત્ર” – પી.આઈ. રવિ ગામીતનો સંદેશ* પી.આઈ. રવિ ગામીતે જણાવ્યું હતું કે પોલીસ માત્ર કાયદો-વ્યવસ્થા જાળવતી સંસ્થા નથી, પરંતુ સમાજનો એક અભિન્ન ભાગ છે. તહેવારો દરમિયાન પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી પ્રથમ ફરજ છે. તેમણે ઉમેર્યું કે હોળી-ધૂળેટી જેવા પર્વો સમાજમાં સકારાત્મક ઉર્જા, પરસ્પર સન્માન અને એકતાનો ભાવ પ્રગટ કરે છે. *સામાજિક સમરસતાનો જીવંત ઉદાહરણ* ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી આ ઉજવણી એ પ્રજા-પોલીસ મિત્રતાનું જીવંત ઉદાહરણ બની રહી. રંગોની મસ્તીમાં પણ જવાબદારી અને સંવેદનશીલતા જાળવી પોલીસ સ્ટાફે સંદેશ આપ્યો કે શાંતિ, સમરસતા અને સહઅસ્તિત્વ જ સાચા ઉત્સવની ઓળખ છે. હોળી-ધૂળેટીનો આ રંગોત્સવ માત્ર આનંદ સુધી સીમિત ન રહી, પરંતુ સમગ્ર સમાજને એકતા, ભાઈચારા અને માનવતા તરફ આગળ વધવા પ્રેરિત કરતો સંદેશ આપી ગયો.1
- DAHOD_આદિવાસી ભીલ સમાજમાં લગ્ન સમારોહ અંગેના ખાસ નિયમો અને નિયમો. #news #dahod #breaking #adivasi1
- Post by Salman moravala1
- છોટાઉદેપુર : વિશેષ અહેવાલ આદિવાસી સંસ્કૃતિ અને અડગ શ્રદ્ધાનો જીવંત પ્રતિક ગણાતો ચુલનો મેળો દર વર્ષે હોળી પર્વ નિમિત્તે અનોખી ભવ્યતા સાથે યોજાય છે. Chhota Udepur જિલ્લામાં ધુળેટીના દિવસે ધગધગતા અંગારાઓ પર નિર્ભયતાથી ચાલવાની પરંપરા આજે પણ યથાવત્ છે અને આ અદભુત દૃશ્ય જોવા માટે હજારો લોકો ઉમટી પડે છે. હોળી આદિવાસી સમાજનો સૌથી મોટો અને પ્રિય તહેવાર માનવામાં આવે છે. રોજગાર માટે રાજ્યના વિવિધ ભાગોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ વિસ્તારમાં ગયેલા પરિવારો પણ આ પર્વે પોતાના વતન પરત ફરે છે. લોકમાન્યતા મુજબ “દિવાળી-દશેરા જ્યાં પણ ઉજવાય, પરંતુ હોળી તો વતનમાં જ.” આ કહેવત અહીં સાકાર થતી જોવા મળે છે. હોળીના સાત દિવસ પહેલાંથી જ જિલ્લામાં વિવિધ સ્થળોએ મેળાઓનો પ્રારંભ થાય છે. આદિવાસી ભાઈ-બહેનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ઢોલ, તાસા, ખંજરી અને વાંસળીના તાલે નૃત્ય-ગાન કરે છે અને ઉત્સવની મજા માણે છે. છોટાઉદેપુર નગરમાં એસ.એફ. હાઈસ્કૂલ પાછળના મેદાન ખાતે વર્ષોથી ચુલનો મેળો ભરાતો આવ્યો છે. કહેવાય છે કે સદીથી પણ વધુ સમયથી આ પરંપરા અવિરત ચાલી રહી છે. વર્ષ દરમિયાન મનમાં રાખેલી માનતા પૂર્ણ કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહે છે અને ધગધગતા અંગારાઓ પર ચાલી પોતાની બાધા પૂર્ણ કરે છે. ચુલના મેળાની ખ્યાતિ રાજ્યની સીમાઓ પાર કરી દેશ-વિદેશ સુધી પહોચી છે. પરિણામે રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય પ્રદેશોમાંથી પણ સહેલાણીઓ અહીં આવે છે. વિદેશી પર્યટકો પણ આ અનોખી પરંપરા અને આદિવાસી સંસ્કૃતિના રંગોને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળે છે. મેળામાં રંગબેરંગી પરંપરાગત પહેરવેશ, ઢોલ-નગારાના ગર્જતા તાલ અને ઉમંગભેર નૃત્ય સમગ્ર વાતાવરણને ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર બનાવી દે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સળગતા અંગારાઓ પર ચાલવા છતાં શ્રદ્ધાળુઓને સામાન્ય રીતે કોઈ ઈજા થતી નથી કે પગમાં છાલા પડતા નથી. શ્રદ્ધા અને પરંપરાની આ અનોખી સંગમભૂમિ તરીકે ચુલનો મેળો આજે પણ આદિવાસી અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાનું ગૌરવસભર પ્રતિબિંબ બની રહ્યો છે.1
- Post by Jasmin B Shah1
- સંખેડાની પરંપરાગત કળા દ્વારા બહેનો બની આત્મનિર્ભર1
- દાહોદ LCB પોલીસે નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડયા આજે તારીખ 04/03/2026 બુધવારના રોજ સાંજે 5.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ LCB પોલીસે છેલ્લા બે વર્ષથી દાહોદ ટાઉન "એ" ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ લીમખેડા પો.સ્ટે.વિસ્તારમાં પશુ પ્રત્યે ઘાતકીપણું અધિ.ના ગુન્હામાં નાસતા ફરતા અને ગૌરક્ષકો ઉપર હુમલો કરનાર મુખ્ય આરોપી એમ બે આરોપીઓને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.1
- DAHOD_આદિવાસી ભીલ સમાજમાં લગ્ન સમારોહ અંગેના ખાસ નિયમો અને નિયમો. #news #dahod #breaking #adivasi1
- Post by Salman moravala1