Shuru
Apke Nagar Ki App…
અમરેલીના વાંકીયા ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે, જેના કારણે ગામમાં દહેશતનો માહોલ છવાયો છે. એક દીપડાએ ગામમાં પાડાનો શિકાર કર્યો હતો. પાડાનો શિકાર કર્યા બાદ, આ દીપડો ગામમાં આવેલા એક ખાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC સેન્ટર) માં ઘૂસી ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો સંચાર થયો છે.
Pratik savaliya
અમરેલીના વાંકીયા ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે, જેના કારણે ગામમાં દહેશતનો માહોલ છવાયો છે. એક દીપડાએ ગામમાં પાડાનો શિકાર કર્યો હતો. પાડાનો શિકાર કર્યા બાદ, આ દીપડો ગામમાં આવેલા એક ખાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC સેન્ટર) માં ઘૂસી ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો સંચાર થયો છે.
More news from ગુજરાત and nearby areas
- અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં મોહરમ પર્વ દરમિયાન કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. બગસરાના નટવર નગરના દલિત સમાજના યુવાનો દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને આઇસક્રીમનું વિતરણ કરીને ભાઈચારા અને કોમી સદ્ભાવનો સંદેશો આપવામાં આવ્યો.1
- સાવરકુંડલામાં ચાલી રહેલા ગટર લાઇનના કામ દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી છે, જેના કારણે ગુજરાત ગેસની મેઈન લાઇન તોડી નાખવામાં આવી હતી. આ ઘટનાને બેદરકારીનો મોટો ફડાકો ગણાવવામાં આવ્યો છે.1
- જસદણ તાલુકાના આંબરડી ગામમાં ભાડાના મકાનમાં રહેતા એક ખાનગી શાળાના 25 વર્ષીય શિક્ષક કશ્યપભાઈ જયેશભાઈ જળુએ પોતાના ઘરે સ્લેબના હુકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૂળ માણાવદર તાલુકાના જાંબુડા ગામના વતની કશ્યપભાઈ આંબરડીની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં નોકરી કરતા હતા, જ્યારે તેમની પત્ની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે કાર્યરત છે. ઘટનાની જાણ થતા જસદણ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, શિક્ષકના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને જસદણ પોલીસ દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.4
- મહારાષ્ટ્રના ભાયંદર ખાતે એક ગંભીર ઘટનાનો પર્દાફાશ થયો છે, જેમાં સામૂહિક નરસંહારનું એક મોટું ષડયંત્ર સામે આવ્યું છે.1
- ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે BAPSના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાન્નિધ્યમાં વિશેષ 'પ્રેસ-મીડિયા સ્નેહ મિલન' અને 'સત્સંગ દિન'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ 'પ્રેસ-મીડિયા સ્નેહ મિલન'માં સમાજમાં હકારાત્મકતા ફેલાવવામાં, આધ્યાત્મિક મૂલ્યોનું જતન કરવામાં અને સંસ્થાના વિવિધ સેવાકાર્યોને જનમાનસ સુધી પહોંચાડવામાં સતત સહયોગ આપનાર પત્રકાર મિત્રો અને મીડિયા પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય સંતો દ્વારા સૌ મીડિયાકર્મીઓનું ઉષ્માભર્યું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રોએ પરસ્પર આત્મીયતા અને સ્નેહની આપ-લે કરવાની સાથે પ.પૂ. મહંત સ્વામી મહારાજના દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ રૂડા અવસરે સારંગપુર મંદિર ખાતે 'સત્સંગ દિન'ની અત્યંત ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી, જેમાં હજારો મુમુક્ષુઓ અને હરિભક્તોએ ગુરુહરિના દર્શન અને સત્સંગનો અદ્ભુત લાભ પ્રાપ્ત કર્યો હતો. આ વિશેષ 'સત્સંગ દિન' નિમિત્તે BAPSના યુવકો દ્વારા એક અત્યંત સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો, જેમાં "સુખી જીવન બનાવવામાં સત્સંગ કેવી રીતે અગત્યનો ભાગ ભજવે છે" તે વિષય પર આકર્ષક સંવાદોના માધ્યમથી સચોટ રજૂઆત કરાઈ હતી. આ પ્રસ્તુતિએ આજના તણાવયુક્ત સમયમાં સત્સંગથી મળતી માનસિક શાંતિ, પારિવારિક એકતા અને સંસ્કાર સિંચનનો સંદેશ આપીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સભાના અંતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, જીવનમાં સાચી શાંતિ અને સુખ પ્રાપ્ત કરવા માટે નિયમિત સત્સંગ કરવો ખૂબ જ આવશ્યક છે. સૌ હરિભક્તો માટે આજની આ સભા અત્યંત પ્રેરણાદાયક બની રહી હતી, અને સમગ્ર સારંગપુર પરિસરમાં સત્સંગ, ભક્તિ અને આત્મીયતાનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.4
- બોટાદમાં મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા પોલીસનું સન્માન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો.1
- તારીખ ૨૮-૦૬-૨૦૨૬ ના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઈડરી વર્કવાળા વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા, અને ૨૦૦ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં હાજરીગલ (ગલગોટા) અને ગુલાબના મિક્સ ફૂલોનો ભવ્ય શણગાર કરાયો હતો, જ્યારે સિંહાસને પણ ફૂલોથી દિવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ આ દિવ્ય દર્શનનો લહાવો લીધો અને ધન્ય બન્યા હતા. સમગ્ર મંદિર પરિસર "કષ્ટભંજનદેવની જય" ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.1
- અમરેલીના વાંકીયા ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે, જેના કારણે ગામમાં દહેશતનો માહોલ છવાયો છે. એક દીપડાએ ગામમાં પાડાનો શિકાર કર્યો હતો. પાડાનો શિકાર કર્યા બાદ, આ દીપડો ગામમાં આવેલા એક ખાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC સેન્ટર) માં ઘૂસી ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો સંચાર થયો છે.1